Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 71
________________ દુ:ખને ખંખેરી છે એક સ્ત્રી કબરને પંખો નાખી રહી હતી. એક ભાઈને આ જોઈને આશ્ચર્ય થયું. નજીક જઈને ભાઈએ પૂછયું, “બહેન, આ શું કરો છો ?' ‘‘તમને ખબર નહીં પડે આગળ જાવ.” સ્ત્રી બોલી છતાં પેલા ભાઈએ વધુ જિજ્ઞાસુ બની પૂછ્યું, “બેન મારે જાણવું છે. કારણ કે આવો પ્રેમ મેં દુનિયામાં ક્યારેય જોયો નથી. કબરને પંખો નાખવાનું કારણ તમારે મને જણાવવું પડશે.” “અચ્છા, તમારે જાણવું જ છે ને ? તો જાણી લો.” “મારા પતિદેવને વચન આપ્યું હતું કે તમારી કબર નહીં સુકાય, ત્યાં સુધી હું બીજા લગ્ન નહીં કરું...!” ભાઈ તો આવાક થઈ ગયો! બસ, माछे संसारणासंगंधोगा स्वार्थणी पराकाष्ठा भाटेपरेप, गुरम ધર્મ સાથેના પરમાર્થ સંબંધો બાંધવાનું ભૂલશો નહીં. તમે તમારૂં ગણિત બદલો. વધુ સંપત્તિ નહીં. વધુ સન્મતિ સુખનું કારણ છે, મોટું મકાન નહીં, મોટું મન શાન્તિદાયક છે. સત્તાધિશોની ઓળખાણ નહીં, પરમાત્માની ઓળખાણ આનંદદાયક અને લાભદાયક છે. એક સાગરના કિનારે બે પાગલો ઊભા હતા. વાતાવરણ આહલાદક અને નીરવ શાંતિનું હતું. એમાંય અમાસની રાત્રિનો યોગ હતો. હિલોળે ચઢેલો સાગર જોઈ પાગલો રાજીના રેડ થઈ રહ્યા હતા. બન્નેના મનમાં વિચારોના તરંગો ઊડ્યા. જો કોઈ નાવડી હાથમાં આવી જાય તો આપણે સાગરની સફર કરી મઝધારની મજા માણી શકીએ. અનંત કરુણાના કરનારા ત્રિભુવનપતિ પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ પણ સંસારને સાગર કહ્યો છે. આપણે ભાગ્યશાળી છીએ, સંસાર સાગરના કિનારે જૈન શાસન મળ્યું છે. ઉત્તમ નર દેહ મળ્યો છે, પરિપૂર્ણ ઇંદ્રિયો મળી છે. જો કોઈ ગુરુનો સાથ મળી જાય, તો સંયમ સ્વીકારી સંસાર સાગરને પેલે પાર પહોંચી જવાય. કિનારે તો કાંકરા અને છીપલાંજ હાથમાં આવે. સાગરના તોફાનોથી જે ડરી ગયા, તે સાગરને પેલે પાર જવાની કેમ હિંમત કરે ? સંયમ ધર્મ સ્વીકારી ઉદયોના તોફાનોથી ભયભીત બનનાર સાગરપાર પહોંચવામાં કેમ સફળ બને ? કિનારો સે જો ટકરાતે હૈ ઉસે તૂફાન કહતે હૈ, લેકિન તૂફાન સે જો ટકરાતે હૈ ઉસે મહાન કહેતે હૈ ઉત્તરાધ્યયન સૂત્રમાં પરમાત્માએ જણાવ્યું છે કે સંસાર એ સમુદ્ર છે તો ઔદારિક શરીર એ નાવડી છે. આપણા હાથમાં મોક્ષે પહોંચાડનારી નાવડી આવી ગઈ છે. વિશ્વના તમામ જીવોને જે શરીર મળ્યા છે, તેમાં સર્વોત્તમ શરીર માનવીનું દર્શાવવામાં આવ્યું છે. ભલે રૂપથી શોભતું અને બળમાં આગળ હોય દેવોનું શરીર, પણ તે શરીર સંસાર સમુદ્રને પેલે પાર લઈ જવામાં કામિયાબ નથી નીવડતું. નારકીના દેહની દશા જે પરમાધામીએ કરે છે તેનું વર્ણન તો થઈ શકે તેમ નથી. તો પશુની દેહની દશા આપણી નજર સમક્ષ છે, સ્થાવર જીવોના દેહની દુર્દશાનું વર્ણન કરવું મુશ્કેલ છે. માત્ર માનવીના દેહ વડે જ સંસાર સમુદ્ર તરી શકવાનું ૧૪૦ 0 % 0. વિલાપ કરે તેને સ્ત્રી કહેવાય. પ્રલાપ કરે તેને મૂર્ખ કહેવાય. સંલાપ કરે તેને સજ્જન કહેવાય. આલાપ કરે તેને જ્ઞાની કહેવાય. -૧૩૯

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97