Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 74
________________ તંદુરસ્ત છે. પણ ગમે ત્યારે શરીરમાં રોગો આવી શકે છે. માટે જ પ્રભુએ કહ્યું, શાતામાં છે શરીર ત્યાં સુધી સર્વે જીવોની સેવા કરી સર્વેને શાતા-સમાધિ આપવાનું કાર્ય કરી લ્યો. શરીરની સાચવણી પાછળ આજનો માણસ સમય, શક્તિને કામે લગાડી દે છે. પહેલા બહેનો માથે ત્રણ બેડા, કેડમાં એક પાણીનું બેડું અને એક કેડમાં છોકરાંને ઊંચકી એક કિલોમીટર દૂરથી પાણી ભરીને લાવે, છતાં તેમના માથાનાં કે મગજના દુ:ખાવો કે મણકાના દુ:ખાવો થતા ન હતા. અને આજે માથે બેડાં કે કેડમાં છોકરું ઊંચકવાના રહ્યાં નથી, છતાં માથાના ને મણકાના દુઃખાવાનો પાર નથી. બામની બાટલીઓ ખાલી કરી તો ય માથા ઊતરતા નથી. કારણ પહેલા કામનો અને કાયાનો શ્રમ હતો. આજે માનસિક શ્રમ વધારી દેવામાં આવ્યો છે. ઘણા લોકો સવારના પહોરમાં મોર્નિંગ વોક'' કરવા જાય છે. બગીચામાં ઘાસ ઉપર ચાલી સ્વાસ્થ્ય સારું બનાવવાના વલખાં મારે છે. હાય! આ દેહની મૂર્છામાં ઘેલા બનેલા માનવીને ક્યાં ખબર છે કે ઉપર્યુક્ત પ્રયોગોથી દેહ સારો રહેતો નથી. પરંતુ પ્રભુએ દેહને તંદુરસ્ત રાખવા ફરમાવેલ ઉપાય, જીવોને શાતા પહોંચાડવાથી જીવને શાતા મળે. અને સર્વે જીવોની સમાધિ આપવાથી સમાધિ પ્રાપ્ત થઈ શકે. વિજ્ઞાનીના યુગમાં દેહરાગ વધ્યો છે. જ્ઞાનીના યુગમાં આત્માનો અનુરાગ વધારે હતો. દેહલક્ષી ઘણું જીવ્યા! હવે આત્મલક્ષી જીવન જીવવાનું શરૂ કરો. દેહ તમારા હાથમાં નથી. શાતા-અશાતાના હાથમાં છે, માત્ર તમારા હાથમાં આત્મતંત્ર છે, જેમાં તમે સ્વતંત્ર છો. શરીરને રક્ષો તો પણ ધર્મ કરણી કરવાના હેતુથી. નોકરને પગાર આપીએ, સુવિધા પણ આપીએ પણ માત્ર તેની પાસે ઘરનું કામ કરવાના હેતુથી જ. બસ. દેહને જમાડો, આરામ કરાવો, પણ સંયમ ધર્મના પાલનના હેતુથી. તેની પાસે કાર્ય કરાવો સેવાના. સેવા દ્વારા આરોગ્ય સારું થાય છે. મેવા ખાવાથી નહીં સમજ્યા? આજે બધાને મેવા ગમે છે; સેવા નહીં. માટે તો ઘરે ઘરે રામાયણ છે. બેઠાડું જીવન બનાવીને નોકર પાસે જ કામ કરાવવાની આદતે તો શરીરને સ્થૂળ ૧૪૫ બનાવી દીધું. અને ઉતારવા પાછા યોગાસનો, મોર્નિંગવોકના કંઈક જાતનાં નાટક શરૂ થયા છે. તપ કરવાની ઈચ્છા નથી પણ ડાયટીંગ કરીને શરીરને પાતળું બનાવવું છે. હા! આજે દેહ પાછળ પાગલ બનેલાનો તોટો નથી. પહેલા રગડા પેટીશ, પાણી પુરીના કચરા હોટલોમાં જઈને પેટમાં પધરાવવાના અને શરીરમાં રોગ આવે એટલે દવાખાના ભેગા થવાનું. રોગ થાય તેવું ખાશો નહીં, કલેશ થાય તેવું બોલશો નહીં; અહિત થાય તેવું વિચારશો નહીં. બસ, આટલું પણ માનવ જીવનમાં શીખી જશો તો ય જન્મ સફળ થયા વિના નહીં રહે. ખાવાનું બગડ્યું એટલે બોલવાનો વિવેક ન રાખ્યો તો સમજી રાખો રોગ આવ્યા વિના નહીં રહે. રોગ નાબુદીના ઉપાયો કરવા કરતા રોગ આવે જ નહીં તેવું કરવું જોઈએ. Prevention is better than cure. આજે જાત-જાતના અને ભાતભાતનાં દર્દો થયા છે. ન જાણે માણસ આટલા દર્દો થવા છતાં કેમ જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા તૈયાર બનતો નથી. પાન પરાગ, માવા, મસાલા, હોટલ, નાટકોએ તો માનવના દેહને કોરી ખાધો છે. છતાં માનવીની આંખો ઊઘડતી નથી અને રોગનો ભોગ બને ત્યારે આંખો ઊઘડે છે. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. યાદ રાખજો, શરીર રોગથી ઘેરાઈ ગયા પછી તમારો ધંધો પણ ભાંગશે, તમારો મૂડ ખતમ થઈ જવા પામશે. તમારો પરિવાર તમારાથી વેગળો થવા માંડશે. તમે, તમારી ખાટલી ને દવાની ખાટલી અને ખાટલીની નીચે પાણીની માટલી. આ સિવાય તમારું કોઈ નહીં રહે. ચેતો! હજી ચેતવાનો સમય છે. દેહ સુખ પાછળ પાગલ બનીને કર્મો બાંધવાનું બંધ કરો, નહીંતર બાંધેલા કર્મો તમારા આત્માની અવદશા કરી દેતા શરમ નહીં રાખે. કહ્યું છે : ગરમી સૂરજ સે નિકલતી હૈ, તપના ધરતી કો પડતા હૈ; કર્મ કાયાસે હોતે હૈં, તડપના આત્માકો પડતા હૈ. આ દેહ દ્વારા કરેલાં કર્મો ભોગવવાં આ દેહ પણ નરકમાં સાથે નહીં ૧૪૬

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97