Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 73
________________ પણ આગળ વધારવા તો. હલેસાં લગાવવાં જ પડે ને ? એટલે જ જૈનદર્શન કહે છે, આત્માના સમ્યક્ પુરુષાર્થ વિના જીવ શિવ બની શકતો નથી, સંસારી સંયમી બનતો નથી, સંયમી સિદ્ધ બનતો નથી. એક હલેસું મારો અને બીજુ હલેસું ન મારો તો નાવડી આગળ જાય કે ગોળ-ગોળ ફરે ? સાહેબ, તે તો ગોળ ફરે પણ આગળ ન જાય. બસ! નાવડીમાં નાવિક જો એક હલેસું મારે અને બીજું ન મારે તો નાવડી ત્યાંજ ચક્કર લગાવે પણ આગળ વધતી નથી. તેમ સંસાર | સમુદ્રમાં દેહરૂપી નાવડીમાં બેઠેલા નાવિકરૂપી ચેતનદેવ માત્ર ધર્મની ક્રિયાનું જ હલેસું મારે અને જ્ઞાનનું હલેસુ મારે નહીં તો સંસારમાં ચક્કર મારે પણ આગળ ન વધે. એકલા જ્ઞાનથી મોક્ષ માર્ગે આગળ વધાતું નથી, તો એકલી ધર્મ ક્રિયાથી પણ પંથ કપાતો નથી, જ્ઞાન અને ક્રિયા બન્નેનો સમન્વય થાય તો જ મુક્તિ પંથમાં સફળ થવાય માટે જ કહ્યું છે જ્ઞાનશ્ચિTગામ્ મોક્ષ:... જ્ઞાન અને ક્રિયા સમ્યક્ બને ત્યારે જ જીવા મોક્ષ સુખનો સ્વામી બને છે. કોઈ સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગના પાલવામાં છે બધું, દરિયાને ઠપકો ના દેશો, એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. હું તમને પૂછું છું, તેલના ખાલી ડબ્બાની કિંમત શી ? સાહેબ, એ બહેનોને ખબર હોય. કેમ તમને નહીં? “ના, સાહેબ અમને ભરેલા ડબાની ખબર હોય, ખાલી ડબાનો વહીવટ તો બહેનોના હાથમાં હોય. છે.' અચ્છા! એમ વાત છે. તો કહો બહેનો ખાલી તેલના ડબ્બાની. કિંમત કેટલી ? ૨૨ રૂપિયા. અચ્છા બાવીશ જ રૂપિયા? તો ભરેલા ડબાની કિંમત ભાઈઓને ખબર છે? બોલો કેટલો ભાવ? સાહેબ, ૮૧૦ રૂપિયા. બહુ કહેવાય. તો જુઓ, ખાલી ડબ્બાની કિંમત માત્ર બાવીશ રૂપિયા અને ભરેલાની આઠસોને દસ. તો ખાલી ભાવ વિનાની ધર્મક્રિયા અને ભાવ ભરેલી ધર્મક્રિયામાં પણ આવો જ તફાવત છે. માત્ર ક્રિયા કરનારને બાવીશ જેટલો લાભ. ભાવસભર આરાધના કરનારને ૮૧૦ -૧૪૩ જેટલો લાભ થાય છે. પુણીયા શ્રાવકની સામાયિક રાજા શ્રેણિકના ભંડાર કરતા વધુ કિંમતી હતી, કારણ દ્રવ્ય-ભાવે સામાયિક કરવામાં આવતી. હતી. આજની જેમ લોલમલોલ અને પોલમપોલ નહીં. આગે સે ચલી આતી હૈ. માળા ગણનાર તમામ વ્યક્તિઓ લગભગ માળા પૂરી થાય અને ફૂમતું આવે એટલે આંખે અડાડે પણ એમને ખબર નથી, શા માટે આ ક્રિયા કરવાની. એક વ્યક્તિએ અડાડ્યું એટલે બીજાએ, બસ, આ પરંપરા અને અનુકરણ કરેલી ધર્મક્રિયા માત્ર ખાલી ડબ્બાના ભાવ બરાબર છે. એકલી ધર્મની ક્રિયામાં જ ધર્મ માનતા પણ મિથ્યાત્વી છે; અને એકલા ભાવમાં જ ધર્મ માનનારા પણ મિથ્યાત્વી છે. દ્રવ્ય-ભાવની પ્રરૂપણા ભગવંતે પ્રરૂપી છે. હું આત્મા છું, હું શુદ્ધ છું, નિર્વિકલ્પ છું, શુદ્ધસ્વભાવી છું, સિદ્ધ સ્વરૂપી છું, એટલું બોલવા માત્રથી કે ગોખવા માત્રથી અથવા માનવા માત્રથી જીવ સંસાર સાગર તરી જતો નથી. તેના માટે પુરુષાર્થ પણ કરવો પડે છે. A.C.માં, પંખામાં સુવાનું, મોજ શોખનો પરિત્યાગ કરવાનો નહીં. સુવિધા અને ભૌતિક સુખો ભોગવવાનાં અને હું આત્મા છું, કહી પોતાની જાતને જ્ઞાની માની લેવાની ભૂલ કરશો નહીં. માત્ર એક હલેસું તમને આગળ જવામાં કામિયાબ નહીં નીવડે, તેના માટે ક્રિયા ધર્મ-આચાર પાલન જરૂરી છે. ગુરુની આજ્ઞાને અંતરમાં અવધારી આગળ વધવું પડશે. આજ્ઞાપાલન કરે છે તે સાધક પ્રજ્ઞા ખુલ્લી રાખી સાધના ક્ષેત્રે સફળ બને છે. યાદ રાખજો, શરીરને ગમે તેટલું સાચવશો, રક્ષણ આપશો, ખવડાવશો કે નવડાવશો પણ તેનો સ્વભાવ ક્યારેય બદલાવવાનો નથી. શિયાળે ઊન ઓઢાડું ઉનાળે બાગ સુંઘાડું, મીઠાઈ રોજ ખવડાવું, પગલે રોજ પોઢાડું, સાધન તરી જવાનું, કાંઠે આવી ડૂબાડું છું.... શરીર અશુચિથી ભર્યું છે. રોગોથી ભર્યું છે. આપણને લાગે શરીર –૧૪૪

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97