Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 60
________________ સમય સ્વમય માટે છે દેવે નહિ પણ દેવાધિદેવે જગતમાં જન્મ ધર્યા બાદ જીવન ઉજ્જવળ અને ઉન્નત બનાવવાની જડીબુટ્ટી આગમમાં બતાવી છે. આ જડીબુટ્ટી અપનાવાય તો બધા દુર્ગુણો અને દૂષણો જડમૂળથી નાશ પામી જાય તેમાં લેશ શંકાને સ્થાન નથી. આ જીવ સંસાર સુખ માટે જેટલા ઉપાયો અજમાવે છે, એટલા આત્મસુખ માટે અજમાવે તો આત્માનું કલ્યાણ થઈ જાય. જીવને સંયમમાં અરુચિ છે, સંસારમાં રૂચિ છે. જેને લઈ જીવ સંસારચક્રમાં અનંતકાળથી ફરી રહ્યો છે. હવે આ ભવમાં આપણે આપણા આત્માને સમજાવીએ, જગાડીએ, સાવધાન બનાવીએ કે “હે આત્મન્, આવો રૂડો ચાન્સ તને વારંવાર નહિ મળે. આ અવસરને અવધારી આરાધના કરી લે.'' ઈન્દ્રભૂતિમાંથી ગણધર ગૌતમનું સ્થાન મેળવનાર ગૌતમસ્વામીને પ્રભુ મહાવીર સાવધાન બનાવતા હતા. જાગૃત રહેવાની શીખ આપી રહ્યા હતા. કે હે ગૌતમ સમર્થ જોયમ મા પમાય... સમય માત્રનો પ્રમાદ કરીશ નહિં. પ્રમાદ એ જ આત્માના પતનનું કારણ છે. છતી શક્તિએ આરાધનામાં પાછળ પાડનાર આ પ્રમાદ છે. બુદ્ધિ હોવા છતાં જ્ઞાન ઉપાર્જિત કરવામાં પ્રમાદે અવરોધ કર્યો. સમયનો સદ્ભાવ હોવા છતાં પ્રમાદે અંતરયાત્રામાં અવરોધ કર્યો. શક્તિ હોવા છતાં સાધના ન કરતાં, સાધનો પાછળ લઈ જવામાં આ પ્રમાદનો જ મોટો ફાળો છે. જ્ઞાની કહે છે પ્રમાદે જ આત્માને પરમાત્મા ન બનવા દીધો. આપણને મોક્ષમાર્ગ સુધી લઈ ગયું પુણ્ય, પણ મોક્ષ સુધી નહિ પહોંચવા દેવામાં પ્રમાદે જ ભાગ ભજવ્યો છે. માનવભવ સુધી પહોંચાડી દીધા આપણને આ પુણ્ય, પણ મહામાનવ બનવામાં નડતરરૂપ કંઈ બન્યું હોય તો આપણો પ્રમાદ, ગૌતમસ્વામી મન:પર્યવ જ્ઞાની હોવા છતાં પ્રભુ કરુણા કરી સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ એવી હિતશિક્ષા આપી રહ્યા છે. કેવા ભાગ્યશાળી ગૌતમસ્વામી કે એમને પ્રભુ મહાવીર સ્વામી મળ્યા. યાદ રહે! તમોને કોઈ જગાડે, હિતશિક્ષા આપે, તમને ઉપદેશ આપે એ તમારા ૧૧૦ ભાગ્ય સમજજો. નહિંતર આ યુગમાં હિતેચ્છુ મળવા દુર્લભ છે. સાધક જીવનનો મોટામાં મોટો શત્રુ છે પ્રમાદ. અને આ પ્રમાદને ભગાડવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે ગુરુદેવનો હિતશિક્ષારૂપી બોધ. જીવનમાં કોઈ સતત જગાડનાર હોય તો આપણો પ્રમાદ દૂર થાય તેમ છે. આપણામાં અનેક સિદ્ધિઓ અને શક્તિઓ ગર્ભિત છે તે બહાર ત્યારે આવે, જ્યારે પ્રમાદ જીવનમાંથી જાય અને પુરુષાર્થ જાગૃત બને. આપણા સંસારના ક્ષેત્રે પુરુષાર્થ મુખ્ય બન્યો છે. વિભાવની દિશામાં પુરુષાર્થ અને સ્વભાવના ક્ષેત્રે પ્રમાદ સેવ્યો છે. માટે જ પ્રભુ જણાવે છે ‘હે આત્મન્ સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ. એક સમય માટે પણ વિભાવમાં જઈશ નહીં. આત્મલક્ષથી બહાર આવવું તે પ્રમાદ છે.'' શ્રીમંત કદાચ બે દિવસ ઓફિસે ન જાય અને ઘરમાં આરામ કરે તે ચાલે. પણ રોજનું લાવી રોજ ખાવાવાળા ગરીબને બે દિવસ ઘરમાં આરામ કરવો ન પાલવે. તેમ જ્ઞાનના ભંડારી, ઉગ્ર તપસ્વીઓ હજી સાધનામાં થોડા દિવસ માટે કદાચ વિરામ લઈ લે તો ચાલે. પણ મારા તમારા જેવા જ્ઞાનના ક્ષેત્રે ગરીબ, સાધનાના ક્ષેત્રે કાયર, તનના ક્ષેત્રે શિથિલ હોઈએ તો પ્રમાદ કેમ પાલવે? સમય માત્રનો પ્રમાદ ન કરવો તે સૂત્ર આપણા જીવનમાં બહુ જ લાગુ પડે છે. કારણ આપણો પ્રમાદ સીમા બહાર છે. પ્રમાદમાં જ આપણે આનંદ માણી રહ્યા છીએ. હા, પ્રમાદમાં મળતા સુખની ભ્રમણામાં રાચતા જીવને અપ્રમત્ત યોગીના સુખની ક્યાંથી ગતાગમ પડે. ઉકરડાનો પ્રેમી ઉદ્યાનનો આનંદ કેમ કલ્પી શકે? ભોગ વિલાસનો પ્યાસી યોગી સાધનાનો અનુરાગી ક્યાંથી બની શકે? સંસારનો રાગી સંયમ સુખનો આસ્વાદ ક્યાંથી લઈ શકે? ટૂંકમાં, અનાદિથી પ્રમાદવશ બની સંસારમાં જ સુખ શોધવાની ભૂલ આપણા આત્માએ કરી છે. આ આત્માને સંયમ લેવાની વાત કરવામાં આવે તો તે બેભાન બની જાય. ગટરનું પાણી છાંટો : ખબર હશે હરિજનબાઈ અત્તરની દુકાન પાસે કચરો વાળતાં બેભાન બની ગઈ! અત્તરની દુકાનવાળો ગભરાઈ ગયો. ત્યાં હરિજનબાઈની ૧૧૮

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97