Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 63
________________ માટે ધર્મનાં કેન્દ્રમાં રહો. ધર્મનાં સ્થાનકમાં રહો. ધર્મી જીવો સાથે દોસ્તી. કરો. સંતોના સમાગમ કરતાં રહો. જુઓ, પછી સંસારનું જોર ઘટે છે કે નહીં. સંસાર આપણને કાંઈ જ નહીં કરી શકે? દો પાટણ કે બીચમેં, સાબૂત બચા ન કોઇ; ખૂટ પકડકે જો રહા, પીસ સકા ન કોઈ, ધર્મને વળગી રહો. જગતની કોઈ વળગણ તમને નડશે નહીં. દશવૈકાલિક સૂત્રનાં રચયિતા સ્વયંભૂ આચાર્યે આ જ વાત ભાર દઈને જણાવી હતી કે હે વત્સ! ધર્મ છે ત્યાં મંગલ છે. અહિંસા, સંયમ અને તપ છે. અને જેનું મન ધર્મમાં અનુરક્ત છે તેઓને દેવો પણ લળી લળીને નમસ્કાર કરે છે. માટે પ્રાણ કરતાં પણ ધર્મને પ્યારો ગણો. ધર્મ જ તમારો. સાચો મિત્ર છે. ધર્મ જ જીવનપંથનો સહાયક છે. ધમ્મ શરણં ગચ્છામિ....” ધર્મનાં શરણે હું જાઉં છું. અન્ય કોઈ શરણ મને તારણહાર નથી. ધન-ધાન્ય, પુત્ર-પરિવાર, સોના-ચાંદી કે સત્તા-સંપત્તિ મારા આત્માને ડુબાડનાર છે. પણ તારનાર નથી. આ વિશ્વાસ તમારા જીવનમાં પ્રત્યેક શ્વાસે શ્વાસે વણાઈ જવો જોઈએ. તમારા જીવનમાં ધર્મ ફળ્યો છે કે નહીં તે જોવા ઈચ્છતા હો તો જીવન પદ્ધતિમાં અને જીવન દષ્ટિમાં ફેરફાર થઈ રહ્યો છે કે નહિ તેનું નિરીક્ષણ કરતાં રહો. ધર્મ દષ્ટિમાં પરિવર્તન કરાવે. ધર્મ કરો છો તે યોગ્ય છે કે નહીં, ધર્મનું આચરણ, ધર્મમાં મારું વિચરણ યથાર્થ થઈ રહ્યું છે કે નહીં તે જોવા માટે તમારી દષ્ટિનું નિરીક્ષણ કરતાં રહો. કારણ ધર્મનું કામ છે દષ્ટિનું પરિવર્તન કરાવવાનું. ભોગ દષ્ટિ ત્યાગ દષ્ટિ બને. વિષયની યાત્રા વૈરાગ્યની યાત્રા બને. બહિર્મુખ-અંતર્મુખ બને, વિલાસની નહીં. આત્મવિકાસની દિશા તરફ ચલાય, ત્યારે સમજવું કે આપણે ધર્મ કરીએ છીએ તે બરાબર છે. ધર્મ કરતાં જઈએ અને વિષયદષ્ટિ, વિલાષદષ્ટિ મટી. નિર્મળ નિર્દોષ દષ્ટિ ન ખૂલે તો ધર્મ બુદ્ધિગત બન્યો છે, ઉદયગત બન્યો નથી. - તાવ ઘ સમાયરે, જીવ પાસે શક્તિ છે, શાતા છે ત્યાં સુધી. ધર્મઆરાધના કરી લો. —૧૨૩ જુઓ, તમારા જીવનમાં ધન વધે તો તમારામાં કેટલા ફેરફાર થઈ જાય છે. માનવ કરોડપતિ બની જાય તો બોલવામાં, તેના રહેવામાં, જમવામાં, ફરવામાં, કેટલા ફેરફાર થઈ જાય છે. ઓઢવા પહેરવામાં અને મિત્રવર્ગમાં પણ મોટો ફેરફાર કરી નાખે છે, ખરુંને? જો ધન વધતાં તમારામાં આટલો મોટો ફેરફાર થઈ શકે તો ભલા ધર્મ તમારા જીવનમાં પ્રવેશે તો શો ફેરફાર ન થાય? દષ્ટિ નિર્મળ બને. કષાયથી સળગતું મન શાંત બને, ભોગના ભંગારથી પાછા ફરી સંયમનાં શણગાર સજવા તૈયાર થાય? ધનવાળા શાલિભદ્રને જુઓ અને ધર્મ પ્રવેશ થયા પછીના શાલિભદ્રને જુઓ. મુનિના સંગમાં ન હતા ત્યારના પરદેશી રાજાને જુઓ અને ધર્મનાં રંગે રંગાયેલ પરદેશીને જુઓ. પ્રભુનો ભેટો થયા પહેલાના શ્રેણિકને જુઓ અને પ૦૦ ફટકા હસતા મુખે સહન કરતાં શ્રેણિકને જુઓ, લાગે છે ને આકાશ-જમીન જેટલો મોટો ફેરફાર! આપણે આપણાં જીવનને તપાસીએ. વરસોથી ધર્મ કરીએ છીએ અને ધર્મિષ્ઠ તરીકેની સમાજમાં છાપ છે. તો પૂછો તમારા હૈયાને, મન નિર્મળ બન્યું છે? ઉગો ઉપશાંત બન્યા છે? જીવો પ્રત્યેનો દ્વેષ પ્રેમમાં પરિવર્તન થયો છે? સંસારની રુચિ ઘટી સંયમની રુચિ પ્રગટ થઈ છે ખરી ? જો 'હા' માં જવાબ છે તો ધર્મ તમને ફળ્યો છે અને ‘ના’ માં જવાબ હોય તો ધર્મનાં નામે અધર્મ પુષ્ટ કર્યો છે. ધર્મના લક્ષણો : ધર્મનું કામ છે જીવનની દષ્ટિને સમ્યફ અને નિર્મળ બનાવવાનું. જીવોને દુર્ગુણોથી બચાવી લઈ સદ્ગુણોથી સભર બનાવવાનું. ધર્મ જીવને દુર્ગતિથી તારી લે છે. બચાવી લે છે. ધર્મવાળી વ્યક્તિની દષ્ટિ ગુણદષ્ટિ હોય છે. સંપર્કમાં આવતા તમામ જીવોમાંથી સારી બાજુ જુએ છે. અને તેના પ્રત્યે પ્રેમભાવપૂર્ણ વ્યવહાર કરે છે. તમોને બીજાનાં દોષ-દર્શન થતાં હોય તો સમજવું કે ધર્મ કરો છો, પણ ધર્મનો લાભ થતો નથી. ધંધો કરો છો પણ નફો થતો નથી. માટે ધર્મ માધ્યમે આપણે આપણી દષ્ટિનું પરિવર્તન કરીએ. જગત વિચિત્રતાથી ભર્યું છે. તે વિશેષતાવાળું પણ છે. વ્યક્તિ દોષ -૧૨૪

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97