________________
શક્તિઓને સંસારની સુખ-સાહ્યબી પાછળ લગાડી છે તેમાંની અંશ ભાગની શક્તિઓ સાધના માર્ગે લગાડવામાં આવી હોત તો આપણે સિદ્ધ ગતીને મેળવી શક્યા હોત. એટલે પ્રભુએ ભાર દઈને જીવોને જણાવ્યું જીવનમાં સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ. શક્તિઓ ક્ષીણ થતી જાય છે, સમ્યક્ પુરુષાર્થ આદરવાનું ભૂલશો નહિ.
અંતમાં યાદ રાખજો, સમય કદાચ તમારા હાથમાં ઘણો હશે પણ કર્મોએ સંજોગો અવળા ઊભા કર્યા તો ખાટલામાં પડી રહેવાનો વખત આવશે. અને ધર્મ કરવા માટે લાચાર બનવું પડશે. સંજોગો સર્જાયા તે પહેલા જાગૃત બની પ્રમાદ ને પરિહરી સમ્યક્ પુરુષાર્થ ઉપાડી આરાધના કરવા લાગી જઈએ તે જ મંગલ ભાવના....
ધંધો કરવા છતાં સંપત્તિ ન મળે તેવું બને પણ ધર્મ કરવા છતાં સન્મતિ ન મળે તેવું ક્યારેય ન બને. યાદ રહે
ન
સન્મતિ વિનાની સંપત્તિ વિપત્તિને આમંત્ર્યા વિના રહેતી નથી.
00 00 00
જેને ૠતુઓ નડે નહીં તે ૠષિ મુશ્કેલીમાં રડે નહીં તે મુનિ સંતાપ જેને ક્યારેય લાગે નહીં તે સંત જીવનમાં ક્યારેય ગાંઠ વાળે નહીં. તે નિગ્રંથ. પરિશ્રમથી પાછા પડે નહીં તે શ્રમણ.
૧૨૧
ધર્મ તું છે તારણહાર
एस धम्मे धूवे निच्चे, सासए जिणदेसिए ।
सिद्धा सिज्सन्ति चाणेण, सिज्सिस्सन्ति तहावरे ||
ધર્મ ધ્રુવ છે. નિત્ય છે, શાશ્વત છે અને જિનોપદૃષ્ટિ છે. આ ધર્મનું પાલન કરીને અનેક સિદ્ધ થયા છે અને થશે.
આત્માને પરમાત્માની દીશા તરફ લઈ જનાર પરમ મિત્ર કોઈ હોય તો એક જિનેશ્વર પ્રભુએ બતાવેલ ધર્મ જ છે. ધર્મનાં શરણે આવનાર જીવ શાતા પામે છે, શાંતિ પામે છે અને સાચું સુખ પામે છે. જે આજ દિન સુધી અનેક જીવો પામ્યા છે, અને ભાવિમાં પણ પામશે. ધર્મ વ્યક્તિને સફળ બનાવે છે. પણ તે માટે વ્યક્તિ પાસે ધર્મ ઉપર અતૂટ અને અખંડ શ્રદ્ધા હોવી આવશ્યક છે. ધર્મનાં કેન્દ્રમાં ગોઠવાઈ ગયેલો જીવ ક્યારેય સંસારનાં ચક્રમાં પિસાતો નથી, રિબાતો નથી. ધર્મી કદાચ પૂર્વને લઈ દુ:ખી હશે પણ દોષી નહીં હોય. ધર્મી રોગી હોય શકે પણ રાગી નહીં. ધર્મી ધનવાન ન પણ હોય તેવું જોવા મળે પણ ગુણવાન ન હોય તેવું ક્યારેય જોવા ન મળે. માટે ધર્મ એ માણસનો પરમ મિત્ર છે. જગતે દગો દીધો તેવું સાંભળ્યું હશે. સગા વ્હાલા વેરી બની દગો ખેલ્યા હશે તેવું કદાચ અનુભવ્યું પણ હશે. મિત્રે શત્રુનું રૂપ ધારણ કર્યુ હોય તેવું જીવનમાં બન્યું હશે. પણ ધર્મે માણસને દગો કર્યો કે દુ:ખી કર્યો હોય, તેવું જોવા કે સાંભળવા મળ્યું નહીં હોય. જે ધર્મના સ્તંભને પકડી રાખે તેને ધર્મ બચાવી લે, ઉગારી લે છે.
સવારનાં પહોરમાં પહેલાના બહેનો ઘંટીમાં દાણા નાખી લોટ દળતા હતા. ઘંટીનાં બે પડ વચ્ચે બધા દાણા લોટ થઈ બહાર આવે છે. પણ તમોને ખબર હશે કે ઘંટીનાં વચ્ચોવચ્ચ એક લાકડાનો ખીટો હોય છે તે ખીટાને વળગીને જે દાણા રહે છે તેને ઘંટી કંઈજ કરી શકતી નથી. બસ, સંસારરૂપી ઘંટીનાં બે પડ સમા રાગ-દ્વેષનાં ચક્ર બધા જીવોને પીસી શકે છે. પણ ધર્મી આત્માઓને કંઈ કરી શકતા નથી. કારણ ધર્મનો ખીટો પકડી રાખનાર ધર્મીને રાગ-દ્વેષનાં ચક્ર કાંઈ કરી શકવા સમર્થ નથી.
-૧૨૨