Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 53
________________ ૫) પાંચમો ઘડવૈયો સંજોગ : માણસ જ્યારે મા-બાપથી સુમિત્રોથી, સત્સંગથી સુધરે નહીં. ઘડાય નહીં તો લખી રાખજો એને એનાં દુઃખો ઘડશે, સમસ્યા સીધો કરશે, ઠોકર ઠેકાણે લાવશે. દુઃખ-દર્દ સંજોગો ઘડે તેના કરતાં આપણે ગુર સંગે ઘડાઈ જઈએ તે જ હિતાવહ છે. ચાતુર્માસના ચાર મહિના દરમિયાન આપણે આપણી જાતને ઘડીશું. એટલે જ કહ્યું છે અહીં ભલાને કોણ પૂછે છે અહીં બૂરાને કોણ પૂછે છે અત્તર નિચોવી લીધા પછી ફૂલની દશાને કોણ પૂછે છે સંજોગ ઝુકાવે છે આ માનવીને નહિતર પ્રભુનેય અહીંયા કોણ પૂછે છે? શાંત બનો માનવ જન્મ પ્રાપ્ત કરીને સંત બની જીવનને ધન્ય બનાવી દેવું જોઈએ. સંત બનવા જેટલું સત્ત્વ જો તમારી પાસે ન હોય તો સંત પાસે જ્ઞાન-ધ્યાન પ્રાપ્ત કરી શાંત સ્વભાવના બનો. જેથી તમારા પરિચયમાં. આવતાં જીવો શાંતિનો અનુભવ કરે અને ખુદની જાતને શાંતિ પ્રાપ્તિ થાય. બધાને સુખ અને શાંતિ જોઈએ છીએ. પરંતુ સાચા અર્થમાં શાંત બનવું નથી, તમે બધુ શાંત ભાવે જોવાની આદત પાડો. પરિસ્થિતિને શાંત ભાવે જોવાની આદત પાડો. તમે શાંત બનશો તો અશાંત કરતાં. તત્ત્વો પણ ધીરે ધીરે શાંત થઈ જશે. પ્રભુ મહાવીરસ્વામી શાંત હતા. પૂર્ણ શાંત, પૂર્ણ ઉપશાંત હતા. અશાંત તત્ત્વો ઘણાં આવ્યાં. મહાવીરને અશાંત બનાવવાના અઢળક પ્રયત્નો કર્યા. સંગમ આવ્યો, ચંડકોશિયો આવ્યો, અરે! ભયાનક અશાંત બનાવવાનું નિમિત્ત ગોશાલક આવ્યો. છતાં મહાવીરને અશાંત બનાવવામાં સર્વે નિષ્ફળ ગયા. શાંત રસમાં મગ્ન મહાવીર સ્વામીએ જગતના જીવોને શાંત બનાવવાનો ઉપદેશ આપ્યો. “હે જીવ શાંત બન, ઉદ્વેગ કરવાનું બંધ કરી, શાંત થવા ઉપાસના કરો.” આપણે શાંત બની જઈએ તો બધી જગ્યા, બધા સંજોગો તમોને શાંત રસમાં સહાયક બનશે. આજે શાંતિની ઈચ્છા છે પણ શાંત બનવાની -૧૦૩ ભાવના નથી, ખરેખર શાંત બનવાની ભાવનાવાળાએ આજથી જ નહીં, પરંતુ અત્યારથી જ યાત્રા આરંભી દેવી જોઈએ. તે માટે શું કરવું જોઈએ ? ક્યાંથી શરૂઆત કરવી જોઈએ ? આ સવાલોનો જવાબ છે સંતો પાસે નિત્ય બેસો, પૂજ્યશ્રીને સાંભળો, ધ્યાનપૂર્વક એકાગ્ર બની સગુનો બોધ સાંભળો. તો વાત ચાલી રહી છે સંત પાસે બેસવાથી શાંત બનવાનો લાભ મળે. સંત પાસે બેસવાથી બીજો કયો લાભ થાય ? તો અનુભવી જણાવે છે સંત પાસે રહેવાથી, બેસવાથી બહુ જ મહત્ત્વનો લાભ થાય છે, જીવ સંતોષી બને છે. પદાર્થો પાછળની દોટ બંધ થાય અથવા દોટમાં ઓટ આવે છે. સાધના પાછળની ઈચ્છાઓ પરવારી જાય છે. તૃષ્ણાના પૂરમાં તણાવવાનું બંધ કરી જીવ સંતોષના કિનારે આવી જાય છે. અંતર જગતમાં શાંત બનવું, બાહ્ય જગતથી સંતોષી બનવું, આ છે સાધનાની પ્રથમ શરત, વર્ષોથી ધર્મક્રિયા કરનારને મારે પૂછવું છે કે અંતરની આગ શાંત થઈ છે કે નહીં? બાહ્ય જગતથી તમારું મન સંતોષી બન્યું છે કે નહીં? જો ના, તો સમજી લેવું હજી ધર્મની પરિધિમાં આંટા માર્યા છે તેના કેન્દ્ર સુધી હજી જવાનું બાકી છે. સંત સમાગમના બે ફળ જીવને મળે. શાંત ભાવ અને સંતોષ ભાવ. ધર્મ અભ્યાસ કર્યાની પરીક્ષા નિમિત્ત મળતા થાય છે. જો ખળભળી ઊઠયા, ઉદ્વેગથી આગ પ્રજ્વલિત થઈ તો સમજવાનું પરીક્ષામાં નાપાસ થયા. સાધનો તમારી સામે આવે અને તમે લલચાઈ ગયા તો સમજી લેવું પરિણામ (રીઝલ્ટ) ઝીરો આવ્યું. સૈનિકની પરીક્ષા યુદ્ધમાં વિધાર્થીની પરીક્ષા પરિણામમાં ધર્મીની પરીક્ષા નિમિત્તો અને સાધનોમાં. લખી રાખજો, મન ક્યારેય ભરાતું નથી, ધરાતું નથી. પેટ કરતાં મન વધું ભૂખ્યું રહે છે. એને ભરવાનો એક જ માર્ગ છે અને તે છે સત્સંગ. સત્સંગના માધ્યમે મને સંતોષી બને છે. બાકી મન નિત નવી માંગ ઊભી કરશે. તમે જ તમારા મનને વાળો, સમજાવો અને સંતોષી બનાવો. જેટલું -૧૦૪

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97