Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 56
________________ અનર્થનું કારણ બને છે. વાંસ આકાશની દિશામાં વધે છે પરંતુ તેના પર ફળ લાગતાં જ વાંસનો જ નાશ થાય છે. યુદ્ધમાં બાહુબલિ વિજય તરફ આગળ છે. ભરત પાછળ પડતો જાય છે અને બાહુબલિએ મુઠ્ઠી યુદ્ધમાં ભરતના મસ્તક પર મારવા મુઠ્ઠી ઉપાડી. મારવા જાય છે ત્યાં જ આકાશવાણી થઈ. ઓ બાહુબલિ! આપ ૠષભપુત્ર છો. આમ કરશો તો કલંક થશે. કાળો ઈતિહાસ લખાશે. ના... ના... આપ આમ ન કરો. બસ, બાહુબલિએ મુઠ્ઠી મારવાનો વિચાર માંડવાર કર્યો અને સ્વયંના મસ્તક પર મુઠ્ઠી મૂકી, મુષ્ટિ લોચ કરી, યુધ્ધમેદાન સાધનાનું મેદાન બનાવી દીધું. આમ યુદ્ધ ભૂમિ છોડી બાહુબલિ ચાલી નીકળ્યા. દીક્ષિત બન્યા બાદ અંતર અકળામણ અનુભવવા લાગ્યું, ‘‘હું બધા ભાઈઓમાં મોટો, મારા પહેલા દીક્ષિત બનનાર નાના છે. હું તે ભાઈઓને કેમ નમી શકું. ?'' ખલાસ, યુદ્ધમાં ભરત પર વિજય મેળવવો આસાન હતો, પરંતુ અંતર યુદ્ધમાં અહં પર વિજય પ્રાપ્ત કરવો કઠિન હતો. બાહુબલીએ અહંકારના ભાવને લઈ ભાઈઓ પાસે ન જવા, જંગલની વાટ પકડી. મારે મોક્ષ જ મેળવવો છે ને. સાધના કરી મેળવી લઉ. પરંતુ બાહુબલિને ક્યાં ખબર છે કે ઝૂક્યા વિના અને અહંને મૂક્યા વિના મુક્તિ ક્યારેય કોઈને મળી નથી અને મળશે પણ નહીં. રોગ આતા નહીં કમ ખાનેસે ક્લેશ બઢતા નહીં ગમખાને સે લોક પ્રિયતા પ્રદર્શન કરને વાલો વ્યક્તિ અપ્રિય લગતા નહીં નમ જાને સે. સંસારના પદાર્થો મૂકી દેવા હજી સરળ બની શકે છે. પરંતુ પદાર્થો પ્રત્યેનો અહં છોડવો સરળ નથી. જૈન દર્શન કહે છે વિનય પ્રથમ છે સાધના પછી છે. તમામ સાધનાના પાયામાં વિનય હોવો જોઈએ, તો એ સાધના જીવને શિવ બનાવી શકે. શાશ્વત મંત્ર નવકારમાં પણ ‘નમો' શબ્દ મૂકીને આ જ પ્રેરણા આપી છે. અરિહંત બનવા માટે, અરિહંતનું રટણ કરવા માટે અને અરિહંતના માર્ગે ચાલવા માટે પ્રથમ ‘નમો'. નમ્યા વિના સફળતા નહીં મળે. ૧૦૯ શ્રીમંતનો પુત્ર હોય, બહુ જ રૂપાળો, બળવાન, ધનવાન પરંતુ તેની પાસે મગજ ન હોય એટલે કે પાગલ હોય તો, એની દોસ્તી કરવી કોઈ પસંદ ન કરે. કારણ કે શ્રીમંતાય ન હોય તો ચલાવી લેવાય પરંતુ પાગલપણું થોડું ચલાવી લેવાય? બસ સાધક પાસે તપ-ત્યાગ-વૈરાગ્યજ્ઞાન-ધ્યાન બધું શ્રેષ્ઠ અને સુંદર હોય પણ વિનય ગુણ ન હોય તો તે શ્રીમંતના પાગલ પુત્રની સરખામણીમાં જ ગોઠવાઈ જાય. ટૂંકમાં, વિનય એ તમામ આરાધનાનું મૂળ છે. માટે પરમાત્મા એ ધર્મનું મૂળ વિનય બતાવ્યું છે. જ્યાં મૂળ જ નથી ત્યાં ધર્મરૂપી વૃક્ષ ક્યાંથી હોય. જો વૃક્ષ જ ન હોય તો ફળ ક્યાંથી લાગે અને ફળ ન હોય તો વળી સ્વાદ હોય ખરા! બસ, સાધનાના ફળનો સ્વાદ ચાખવો હોય તો મૂળને બરાબર અપનાવો. ધર્મના મૂળને ઊંડાણ સુધી પહોંચાડો. વિનય વિના વિધા શોભતી નથી અને વિધા વિના મુક્તિ ક્યારે સંભવિત નથી. વિનયને મુખ્ય રાખી મેળવવામાં આવતું જ્ઞાન આત્મભાવમાં પરિણમે છે. પરિણામ થયેલ જ્ઞાન આત્માને પરમાત્મા બનાવવામાં સહાયક બને છે. કહેવું હોય તો કહેવાય કે વિનય ગુણ વિના વીતરાગતા પ્રગટ થતી નથી. ધર્મ શ્રેષ્ઠ છે તો ધર્મનું મૂળ વિનય સર્વશ્રેષ્ઠ છે. અને ધર્મના ફળની શ્રેષ્ઠતાનું વર્ણન તો આ કલમ અને જબાન વર્ણવી શકવા સમર્થ નથી. માત્ર અનુભવનો વિષય છે. મારા ભાઈઓને નમવું પડે તેના કરતા જંગલમાં જઈ સાધના કરી સિદ્ધિને પ્રાપ્ત કરી લઈશ. તેવા વિકલ્પ સાથે બાહુબલી સાધનામાં લાગી ગયા. ત્યાં સુધી કે પંખીઓએ એમના શરીર પર માળા બનાવ્યા. ભૂખ્યા-તરસ્યા રહી સાધના કરનાર બાહુબલિને ક્યાં ખબર હતી કે વિનયના એકડાં વિનાની સાધનાના મીંડાની કોઈ જ કિંમત નથી. આજે માણસ ધર્મિષ્ઠના નામે પોતાનો અહં તગડો બનાવતો હોય છે. ‘હું’ અને ‘મારું’ નામ બંને મજબૂત થવા જોઈએ. ટૂંકમાં કીર્તન કરતાં કીર્તિનું જોર વધતું આવ્યું છે. પ્રભુ કહે છે, સાધનની સફળતાનું માપ કાઢતા રહો મારામાં રહેલું અભિમાન મંદ થયું કે નહીં, અહં વધે છે કે ઘટે છે, નિરીક્ષણ કરતાં રહો. સાધનો કરતાં સાધનાનો અહંકાર વધુ ખતરનાક છે. ૧૧૦

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97