Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 48
________________ વિજ્ઞાને હજી હમણાં જીવ સૃષ્ટિની શોધ કરી, જગતને બતાવી રહ્યું છે કે પાણીમાં જીવ છે, પૃથ્વીમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે. પરંતુ મારા મહાવીર પ્રભુએ તો ૨૫૨૬ વર્ષ પહેલાં જ બતાવ્યું છે કે છકાયમાં જીવોનું અસ્તિત્ત્વ છે. શંકા ન કરો, શ્રદ્ધા કરો. કારણ ‘શા! મત્ત નાસફ', શંકા કરવાથી સમકિતનો નાશ થાય છે. જુઓ, જમાલીની દશાનો વિચાર કરો. જ્યારે ગૌતમસ્વામીની શ્રદ્ધાએ સર્વજ્ઞ બનાવ્યા હતા. બસ, તમે તમારી શંકાથી જ ડૂબો છો અને તમે તમારી શ્રદ્ધાથી જ ભર પાર તરો છો. પસંદગી તમારા હાથમાં. આ જગતમાં સારી રીતે કામ કરનારા ઘણા મળે છે પણ સારું હોય એ જ કરનારા બહુ ઓછા મળે છે. 0 0 0 વીલની મિલકત માટે ન્યાયાલયમાં જનારો દિલની મિલકત ગુમાવી બેસે છે. 0 0 0 ગામડાનો માણસ અભણ રહીને માત્ર પોતાની જિંદગી બગાડે છે જ્યારે ભણેલાઓએ અણુબોંબનું સર્જન કરી વિશ્વના તમામ માણસોની જિંદગીને ભયના સકંજામાં ફસાવી દીધી છે. ૯૩ અહંકારને ઓગાળે તે ભક્તિ માત્ર મિંડી વિનાનો છે. પરંતુ સારાએ જગતના માનવીને નાચ નચાવે. મદ જેની સાથે લાગ્યો એટલે ત્યાં જ સફળતા રદ થવા લાગી જાય. અરે, આધ્યાત્મિક ક્ષેત્રે જ નહીં, સંસાર ક્ષેત્રે પણ ઘણું ઘણું રદ થઈ જવા પામે છે. માટે સાધકો મદથી તો દૂર રહે છે, પરંતુ મદનો પડછાયો લેવાય રાજી નથી હોતા. રાવણ પાસે એટલી શક્તિઓ હતી કે જે અન્ય પાસે મળવી મુશ્કેલ હતી. પરંતુ રાવણ થાપ ખાઈ ગયા હતા, મદના પાપે જ. જ્યારે રામ સર્વે જનોથી પૂજાયા, મદની અલિપ્તતાને કારણે યાને નમ્રતાવંત હતા. મદ શબ્દને ઊંધેથી વાંચો તો! દમ શબ્દ બને છે. વાહ! કેવો ગર્ભિત સંદેશ જીવને મદ શબ્દ આપે છે. તું મને દમી દે નહીં તો હું તને, તારા સુખને, તારી ગુણ ગરીમાને દાબી દઈશ. માણસનો મદ જ માણસના સુખને રદ કરી નાંખે છે અને અનહદ દુ:ખ લમણે ઝીંકી દે છે. છતાં મદનો આસ્વાદ લેતો માનવી મદના નશામાં છૂટવા કેમેય તૈયારી બતાવતો નથી. અરે મદ ઘવાય ત્યારે જાણે બધા પ્રાણ ઘવાય એટલો રીબાય છે. જે મદના ચક્કરમાં ફસાયો પછી એ ધરતીથી ઉપર ચાલે, છાતી કાઢીને ચાલે અને એને એમ જ લાગ્યા કરે કે હું કંઈક છું. પરંતુ કવિએ કાવ્યમાં જણાવ્યું છે. ઓ ફૂલ ખીલેલા ગર્વ ન કર, તારી દશા કરમાઈ જશે કરમાઈ જશે, ચીમળાઈ જશે, ચૂંથાઈ જશે... ગૌરવ વધારવા આવેલો માનવી, ગર્વ વધારી જીવનમાં અનેક ગણું ગુમાવે છે. એ યાદ રાખવા જેવી વાત છે કે લંકાધીશ રાવણે ય અહંકારના પનારે પડીને જીવન બરબાદ કર્યુ હતું. તો બાહુબલીની કઈ દશા કરી .. આ અહંકારે. “હું મારા નાના ભાઈને ના નમું' આટલો નાનો અહંકાર અહમ્ દશાના મહામૂલ્ય લાભથી વંચિત કરી દે, ગજબ છે આ અહંકારની તાકાત... એટલે જ કહ્યું છે કે “અહં રે અહં તું મરી, બાકી રહેશે તે હરી'' અહંની વિદાય એટલે અહંનું આગમન. અહં એટલે મોહનું સ્વરૂપ. ૯૪

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97