________________
બે ચીજ ભાઈ પાસે કેવી રીતે હોઈ શકે? એ આપણી પાસે જ હોવી જોઈએ અને નહીં મળે તો... “બસ રાણી બસ, તું જરાય ફિકર ન કર. હમણાં જ ભાઈને જણાવું છું કે બંને વસ્તુ રાજ્યને સોંપી દે.’ ... પરંતુ આ વાતમાં બંને ભાઈઓ સહમત ન થયા, એક બીજા સામે ઝૂકવા તૈયાર ના થયા અને સર્જાયું તુમુલ યુધ્ધ. અનેક સંહાર થયો. કલંકિત ઐતિહાસિક યુદ્ધ સંજયુિં. અંતે ન તો હાર મળ્યો અને ન મળ્યો શ્રેત હાથી, મરીને નરકાદિની મહાવેદના લમણે ઝિંકાઈ. હાય! ઈર્ષા, તારા પાપે તો ભાઈભાઈને પણ શાંતિથી જીવવા ન દીધા. યાદ રાખજો, બીજાનું સુખ તમારું બનાવવું હોય તો ઈર્ષાના માર્ગે ન જતા. પરંતુ પુણ્યના માર્ગે જવાનું પસંદ કરજો. કારણ કે પુણ્ય થકી જ આપણને બધું મળે છે. આ પુણ્ય અને પાપના ગણિત નહીં જાણનારો કેવા-કેવાં દુષ્કાર્યો કરવા તૈયાર થઈ જાય
આદત અકબંધ રહી ગઈ હવે શું થાય એટલે ફૂંક મારવાની જગ્યા બદલી. નાખી. પુરુષના કાનમાં ફૂંક મારવાનું ચાલું કર્યું. પરિણામ શું આવે ? ચૂલામાં ફૂંક આગ લગાડે. કાનમાં લાગેલી ફૂંક ઘરમાં આગ લગાડે. સ્ત્રીઓએ ફૂંક મારવાનો સ્વભાવ ત્યાગવો જોઈએ અને પુરુષોએ કાચા કાનના ન બનવું, કાન પાકા રાખે. સાંભળવા જેવું જરૂર સાંભળે, ના સાંભળવા જેવું પણ સાંભળે પણ બીજા કાનેથી કાઢી નાખે, પુરષ વર્ગ જો તટસ્થ અને માધ્યસ્થ હોય તો ઘર આખું સુંદર રીતે ચાલે. ઘરના વડીલ તો ન્યાયાધીશ છે. કોઈને અન્યાય ન થાય તેનો ખ્યાલ કરવાની જવાબદારી ઘરના વડીલની છે. પુરુષની જવાબદારી સૌથી મોટી અને મહત્ત્વની હોવાથી તો પુરુષને પ્રધાનતા અપાઈ છે.
બીજાનું સુખ આપણું દુઃખ પત્નીએ પતિના કાનમાં ફૂંક મારી કે ‘ભલે તમે તમારી જાતને સુખી માનતા હો પણ તમારા કરતાં તમારા ભાઈ સુખી છે.' પુરુષના કાનમાં ફૂંક વાગે તો કુટુંબ આખું સળગી ઊઠે. અન્યના સુખને જોવાની ક્ષમતા જેની પાસે નથી, તેઓ ઈર્ષાની આગમાં સળગી જાય છે. અને હા, જે પોતાના પરિવારના સભ્યોને સુખી જોઈ ન શકે એને ધર્મિષ્ઠ માનવો કઈ રીતે ? ભલે દિયા-અનુષ્ઠાનો કરીને પોતાની જાતને ધર્મી માની લે, પરંતુ દષ્ટિ પવિત્ર ન બને ત્યાં સુધી ધર્મી દેખાય પણ ધર્મી બની ન શકે.
‘જુઓ, તમારી પાસે રાજ્ય છે, તમારા ભંડારો ભરપૂર છે, તમારો સ્વભાવ પણ સારો છે.' પત્ની બોલી રહી છે, ત્યાં પતિ બોલ્યા, ‘તારે આથી વધું શું જોઈએ ?' “જુઓ તમારી પાસે જે છે, તે બધું નથી, ઘણું ખૂટે છે, માટે તમે સુખી નથી. આપણી પાસે જે છે તેમાંનું બધું તમારા ભાઈ પાસે છે, પરંતુ એમની પાસે જે છે તે આપણી પાસે નથી,' “રાણી તું શું કહેવા માગે છે તે હું નથી સમજી શકતો.” રાજન, મારી વાત તમને નહીં સમજાય. તમને મારી વાત સાંભળવામાં ક્યાં રસ છે? ‘આમ બંને વચ્ચે સંવાદ ચાલ્યો. સંવાદ, સંવાદ ન રહેતાં વિવાદમાં ફેરવાઈ ગયો અને રાણીએ રાજનને ખુલ્લા શબ્દોમાં જણાવી દીધું કે' રાજન, તમારા ભાઈ પાસે શ્વેત હાથી અને હાર છે, તે તમારી પાસે નથી. રાજા તમે અને આ
જીવન માટે થતી હિંસાથી બચવું હોય તો જીવનની જરૂરિયાત ઓછી કરો. જીવનમાં મોજશોખને તો તિલાંજલિ આપો. જરૂર તમારો આત્મા હિંસાથી થતા મહા પાપોથી બચી જશે. કોઈ તમારી ગુણ-પ્રશંસા કરે, તમારું નામ ચારે બાજુ બોલાય ત્યારે તમારે વિચારવું કે હજી અનંતા અનંત અવગુણથી ભર્યો છું. બે ચાર ગુણોથી લોકો મારું નામ ગાય છે. પરંતુ હું તો હજી અવગુણ સભર છું. આમ વિચારી પોતાની જાતને માનસન્માનથી બચાવતા રહો. મારું નામ બને, મારું મકાન જોઈને લોકો વાહવાહ કરે, મારી ગાડી જોઈને લોકો વખાણ કરે આવી અનેક મહેચ્છા માનવી પોતાના મનમાં લઈને ફરે છે. અને એને માટે અનેક જીવોની વિરાધના કરવી પડે છે.
વખાણ કરે છે સૌ ફ્લોની સુંદરતાના, કોઈ કંટકને પૂછતું નથી. જન્મો સહીને જેણે સાચવી છે સુંદરતાને તેની સામે કોઈ જોતું નથી, કરે વખાણ રચનાના પણ રચનારની સામે કોઈ જોતું નથી...
બસ, માનવીની આ અવળી દશા છે. જે સાધનાના ભોજનોના સ્વાદના વખાણ પેટભરી કરે છે. પણ અફસોસ, માનવીના વખાણ કરવામાં હોઠ પણ ખોલવા તૈયાર નથી. બધાને પોતાના નામની જ પડી છે.
- ૬૧
- ૬૨