________________
જીવોને અજ્ઞાન દુઃખ જેવું લાગતું નથી. જીવોને રોગ દુઃખરૂપ લાગે છે. ધંધામાં થયેલ નુકસાન દુ:ખરૂપ લાગે છે. પરિવારમાં થયેલ કંકાસ દુ:ખ સમો લાગે છે. સંયોગો-વિયોગોની ઘટના દુઃખમય લાગે છે. પરંતુ આ જીવને પોતાના સ્વભાવાદિથી વંચિતપણાનું યાને અજ્ઞાનપણાનું દુઃખ લાગતું નથી. આઠ કર્મોમાં સૌ પ્રથમ જ્ઞાનાવરણીયને મૂકવામાં આવ્યું છે અને દશા વૈકાલિક સૂત્રમાં દર્શાવવામાં આવ્યું કે જ્ઞાન પ્રથમ પ્રાપ્ત કરવાનું. અને જીવોની દયા પછી પાળવાની.” 'पढमं नाणं तओ दया'
અજ્ઞાની શું સંયમ પાળશે? સંચમ તો જ્ઞાનવંત આત્મા જ આરાધી શકે છે. અને હા, પ્રભુએ આચારના પાંચ પ્રકાર બતાવ્યા છે. તેમાં સૌ પ્રથમ આચાર બતાવ્યો છે જ્ઞાનાચાર. આ જ્ઞાનાચાર વિના ચારિત્રાચાર અહંકારનું જ કારણ બને છે. મારા જેવું ચારિત્ર કોઈનું નહીં નો ઘમંડ જન્મે છે.
તો હવે, અંતરયાત્રાની શરૂઆત ક્યાંથી કરશું? આત્મદશાને પ્રગટાવવાની શરૂઆત ક્યાંથી કરશું ? તો જ્ઞાની ભગવંત આચારાંગ સૂત્રમાં ફરમાવે છે કે તું તારાથી શરૂઆત કર. હું કોણ છું ? તેનું જ્ઞાન પ્રગટાવ, હું કેવો છું? તેની શોધ કર. હું ક્યાંથી આવ્યો છું અને મારું સ્વરૂપ શું છે. આ બાબતનું જ્ઞાન પ્રગટાવ. જ્યાં સુધી સમ્યક્ જ્ઞાન નથી ત્યાં સુધી ક્યાંથી ખબર પડશે કે હું કોણ છું? માટે જ આચારાંગ સૂત્રની શરૂઆત કરતા જ કરુણા સાગરે ફરમાવ્યું છે કે “નો સUNT "મવર્ક' જીવને પોતે કોણ છે તેનું જ જ્ઞાન નથી. હે જીવ, તું તારા સ્વરૂપને જાણ. આ જગતમાં સૌથી મોટું દુ:ખ કયું? આનું સમાધાન ભગવંત ફરમાવે છે કે અજ્ઞાન એ જ આ જગતના જીવોનું સૌથી મોટું દુઃખ છે. જીવને રોગનું દુઃખ લાગે છે પણ રાગનું દુઃખ, દુઃખ લાગતું નથી. દુનિયામાં કેટલું જોવાનું જાણવાનું રહી ગયું છે તે બરાબર યાદ રાખે છે. પરંતુ પોતે પોતાના આત્માને જોવાનો-જાણવાનો બાકી છે તે વાત યાદ જ નથી આવતી. કેવી કરુણાજનક બાબત છે. યાદ રાખજો,
દુનિયાકી મજા હરગિઝ કમ ન હોગી, મગર અફસોસ, દુનિયામેં હમ ન હોંગે.
દુનિયાની મજામાં જીવન આખું વેડફનારને ક્યાં ખબર છે કે મજા ક્ષણની છે પણ તેની સજા સદીઓ સુધી આ જીવને ભોગવવી પડે છે. સાવધાન !
તમે જાણી જોઈને કોઈ દિવસ આગમાં પડ્યા છો? ના સાહેબ, તો આગમાં પડવાથી શું પરિણામ આવે તે તમે જાણો છો ? સાહેબ, દાઝી. જવાય. અચ્છા, તો તમે જાણતાં તો આગમાં ઝંપલાવો તેમ નથી, કારણ તમે અગ્નિની દાહકતાને બરાબર જાણો છો. તો તમે સ્વપ્નામાં કોઈ દિવસ અગ્નિમાં પડ્યા છો? ના... ના... સ્વપ્નામાંય અગ્નિમાં નથી પડ્યા. અચ્છા જુઓ, ત્યારે તમે સ્વપ્નામાંય સજાગ છો કે આગમાં પડતા નથી. ઊંઘમાં ય તમારું મન જાગૃત છે.
તમારી સામે સાપ આવે તો તમે સાપની સામે જવાની તૈયારી બતાવો કે સાપથી દૂર નાસી જવાની તૈયારી કરો ? ભાગી જવાની. કેમ? ભાગી જવાનું શું પ્રયોજન ? સાપ પંખી જાય તો. અચ્છા, તો સાપના ડંખથી મૃત્યુ નીપજે તે સમજણ તમારામાં પાકી હોવાથી સ્વપ્નામાં પણ સાપ સામે જવા આપણે તૈયાર નથી. ખરું ને?
અચ્છા, તો એ વાતનો જવાબ આપશો કે તમોને ભૂખ લાગી હોય, લાડવા તમારા ભાણામાં પીરસવામાં આવે, લાડવો ખાવા મોઢા સુધી લઈ ગયા અને કોઈ બોલે કે લાડવો ખાશો નહીં, તેમાં ઝેર ભેળવવામાં આવ્યું છે. બોલો, હવે શું કરો ? લાડવો ખાવાનો પસંદ કરશો કે નાખી દેવાનો પસંદ કરશો? સાહેબ, ઝેરવાળો લાડવો તો કાંઈ ખવાતો હશે ? હું તમને પૂછું છું કે ઝેરવાળો લાડવો ખાવાથી શું થાય? સાહેબ, પરલોક પહોંચી જવાય. અચ્છા, તો તમે ઝેરના સ્વભાવને બરાબર જાણો છો ખરું ને?
આગની દાહકતાની જાણકારી હોવાથી આગમાં ઝંપલાવતા નથી, સાપના ડંખે મરણને શરણ થવાય છે એવો ખ્યાલ હોવાથી સાપ સામે જવાય નહીં અને ઝેરી લાડુ ખાવાથી પરલોક ભેગા થઈ જવાય એવી જાણ હોવાથી લાડુ ખવાય નહીં.
પત્નીએ પતિના કાનમાં ફૂંક મારી. જો કે પહેલાં બહેનો ચૂલામાં ફેંક મારતા હતા. હવે, આજના જમાનામાં ચૂલા રહ્યા નથી અને ફૂંક મારવાની
- ૬૦
- ૫૯