Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 36
________________ સરળતા ત્યાં સફળતા દોષો જોયા તો ગુરનો યોગ પ્રાપ્ત નહીં થાય અને ગુરુના યોગથી વંચિત આત્મા સદાય ગુણ પ્રાપ્તિથી દૂર રહે છે. હાય...! જીવ પાસે ગુણો જ ના હોય તો આ જગમાં એના જેવો બીજો દુઃખી આત્મા કોણ હોઈ શકે ? ધનવાન બનવું સહેલું છે. રૂપવંત બનવું કઠીન નથી. બળવાન બનવું એ પણ આસાન છે. પરંતુ યાદ રાખજો, ગુણવાન બનવું એ ઘણું જ કઠીન અને દુર્લભ પણ છે. આપણે બધું જ બનીને આવ્યા છીએ. હવે આપણે ગુણવાન બનવાનું છે. અને હા..., જેને ગુણવાન બનવું હોય તેને ગુણાનુરાગી તો બનવું જ પડશે. અને તે માટે મહાન પુરુષોના જીવનમાં, રહેલા ગુણ જોવાની દષ્ટિ કેળવવી જ પડશે. ગુણદષ્ટિ ગુણોના સ્વામી. બનાવે છે અને ગુણોનો સ્વામી આત્મા એક દિવસ ભગવાન બની જાય છે. ચાલો, આજના વ્યાખ્યાનને સાંભળીને જીવનમાં ત્રણ વાતોને વારંવાર વાગોળી માનવભવને સફળ બનાવવા ઉધમવંત બનીએ. પહેલી વાત એ છે કે જ્યારે જગતને જુઓ ત્યારે જગતના જીવોનાં દુઃખોનો વિચાર કરી આપણી જાતને પાપથી અને અહંકારથી બચાવી. લઈએ. બીજા નંબરમાં પોતાની જાત તરફ નજર કરી, જે ઢગલાબંધ દોષો પડ્યા છે તેમને ધોવાનું કાર્ય કરી લઈએ. અને અંતમાં ગુણીજનોને જોઈ તેમના ગુણો જોવાની દષ્ટિ કેળવી ગુણવાન બની ભગવાન બની. જઈએ. से जहावि अणगारे उज्जुकडे, णियागपडिवण्णे अमायं कुबमाणे वियाहिए । જે જીવ ગુણી, સરળ હૃદયી હોય છે તે જ અણગાર છે. પ્રભુ એ ધર્મ બતાવ્યા છે. એક છે અણગાર માર્ગ, બીજો છે આગાર માર્ગ. શ્રાવક અને શ્રમણધર્મ એ મોક્ષમાં પહોંચાડનારો સર્વોત્તમ ધર્મ છે. આ ધર્મને આરાધે તે અરિહંત બની શકે. પરંતુ ધર્મ કોણ કરી શકે? ધર્મને કોણ હૃદયે સ્થાપી શકે? તો જ્ઞાની ભગવંતો કહે છે જે આત્મા હૃદયનો ત્રટજુ, સરળ હોય. સરળતા-નમ્રતા એ સાધના જીવનના મહત્ત્વપૂર્ણ ગુણો છે. પાપોની આલોચના, પાપોની કબૂલાત કોણ કરી શકે? જેનું હૃદય સરળ-નિખાલસ બન્યું હોય. અને હા, સરળ બનવા માટે માયાના ખેલનું બલિદાન કરવું પડે. હૃદય કપટી હોય ત્યાં સુધી હૃદય ઘરમાં ધર્મનો પ્રવેશ ક્યારેય થતો નથી. માટે ભગવાન આચારાંગ સૂત્રમાં ભાર દઈને જણાવે છે કે સાધુ હોય તે હૈયાના સરળ હોય અને સરળ હોય તે જ સાધુ. જ્ઞાન હોય પણ હૈયું સરળ ન હોય તો જ્ઞાન શોભતું નથી, તપશ્ચર્યાની આરાધના પૂર બહારમાં હોય, પણ માયા કપટના દાવ ખેલવાનું ચાલું હોય તો તપશ્ચર્યા સંસારથી પેલે પાર લઈ જવામાં સમર્થ કેવી રીતે બને ? બધા ગુણો સારા છે. પરંતુ બધા ગુણોમાં સરળતાનો ગુમ ભળી જાય તો શીરામાં સાકર ભળે તેવી મીઠાશ થઈ જાય, જેનું હૈયું સરળ તેનો મોક્ષ થાય સરળ. સરળ વ્યક્તિ અસત્યના પાપથી બચી જાય છે. હા, સરળ સ્વભાવના થવામાં એક વાત છે કે બધા તમારો લાભ ઉઠાવી જાય. પરંતુ એથી ગભરાઈ જવાની જરૂર નથી. ભોળાનું ભલે કોઈ ન થાય પણ ભોળાના ભગવાન તો હોય જ છે. કપટ કરીને કલ્યાણ અટકાવવા કરતાં, સરળ બનીને કર્મબંધન અટકાવવા એ વધુ શ્રેષ્ઠ બાબત છે. યાદ રાખો, ફૂલને પાણી કોઈ કાળે ડૂબાડી શકે નહી, પથ્થરને પાણી ક્યારેય તારી શકે નહીં, નમ્રતાવાનને કોઈ નિમિત્ત ડૂબાડી ન શકે, અભિમાનીને કોઈ નિમિત્ત તારી ન શકે. બસ, કપટ હૃદયમાં ધર્મ રહે નહીં અને સરળ હૃદયમાંથી ધર્મ દૂર થાય તમારી શાન્તિ દૂર ન થાય તેવું ઈચ્છતા હો તો બે વાત ધ્યાનમાં રાખજો. તમારાથી વધુ દુઃખીના દુઃખનો વિચાર કરજો અને તમારાથી વધુ ગુણવાન છે તેની પ્રશંસા કરજો. - too

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97