________________
પડ્યા હશે, તે ધરા ધન્ય બની હશે. દર્શનાર્થીઓ પવિત્ર બન્યા હશે. મહા પુણ્યાત્માના પદાર્પણ શો ચમત્કાર ન સર્જાય! આખું ય મૃગા ગામ ઉત્સવના આનંદમાં હાલતું હતું. ચોમેર ઉત્સાહ અને ખુશાલીની રમઝટ જામી હતી. તમામ નગરવાસીઓ ઉત્સાહમાં મગ્ન બન્યા હતા. પરંતુ આશ્ચર્ય એ બાબતનું હતું કે ગૌતમસ્વામીની નજરમાં નિરુત્સાહી, અંધ અને મહા દર્દીલો એક માનવી દેખાયો. આ જોઈને ગૌતમસ્વામીના મનમાં પ્રશ્ન ઊડ્યો, “પ્રભુ, આખુંય નગર આનંદ કિલ્લોલ કરે છે અને આ માણસ દુ:ખી કેમ છે?” પ્રભુના મુખેથી કરુણા નીતરતી વાત સાંભળવા મળી કે હે ગૌતમ, આ જીવને બધા નગરવાસીઓ ખૂબ ધિક્કારે છે, તેથી તેના મુખ પર આનંદ નથી. આ વાત સાંભળતાં જ ગૌતમસ્વામી વિચારોએ ચડી ગયા. યાદ રાખજો, પાપના ઉદયમાં કોઈ પ્રેમ આપવા નહીં આવે, પણ ધિક્કારવા આવશે. સન્માનની ઈચ્છા હોવા છતાં અપમાન થશે. જે સત્તા ઉપર આજે હાર-તોરા કરી બેસાડે છે, એ જ વ્યક્તિ સત્તાના સિંહાસન પરથી ગબડાવી નાખશે. માટે જ જ્ઞાની ભગવંતો વારંવાર ફરમાવે છે કે સન્માનમાં આનંદિત ન બનશો, અપમાનમાં નારાજ ન થશો, બંને કર્મોના જ ઉદય છે. ગૌતમસ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો, “આ નગરમાં આ ધિક્કારપાત્ર બનેલા જીવ સિવાય અન્ય કોઈ જીવ દુઃખી છે. ખરા?'' “હા ગૌતમ, આ જ નગરના રાજા વિજય અને રાણી મૃગાનો. પ્રથમ પુત્ર મૃગાલોઢીયો મહા દુઃખી છે, જેને ભોંયરામાં રાખવામાં આવ્યો છે.” આ વર્ણન સાંભળતાં જ ગૌતમસ્વામી બોલ્યા, “પ્રભુ, હું મૂંગા લોઢીયાને જોવા જાઉં ?'' ‘જહા સુહમ્” પ્રભુએ જણાવ્યું, અને ગૌતમસ્વામી મૃગા લોઢીયાને નિહાળવા ગયા.
રાજમહેલ તરફ આવતા ગણધર શ્રી ગૌતમને નિહાળી મૃગારાણી આનંદવિભોર બન્યા. આજ મારા આંગણા પાવન થયા, ધન્ય ધન્ય દિવસ આજનો, હૈયું ઉમંગના હિલોળા લઈ રહ્યું હતું... “પધારો, પધારો... મુનિ ભગવંત પધારો... આપને શું ખપ છે?' ગૌતમસ્વામીએ કહ્યું, “મારે કંઈ જ ખપ નથી, હું તમારા સંતાનને જોવા આવ્યો છું.” અચ્છા, હમણાં જ આપની સમક્ષ લાવું છું, કહી મૃગારાણી સંતાનને રૂપડાં રૂપાળાં વસ્ત્રો -
- ૬૫
આભૂષણોથી સુશોભિત કરી મુનિ ભગવંતની સામે રજૂ કર્યા. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, “આ સંતાનોને નહીં, આપે ગુપ્ત ભોંયરામાં રાખ્યો છે તે સંતાનને જોવાની ઈચ્છા છે.” અરે, આ વાત તો કોઈ જ જાણતું નથી, ચોક્કસ આ મુનિ કોઈ લબ્ધિવંત હોવા જોઈએ. ‘‘શું આપ કોઈ લબ્ધિધર છો, વિશેષ જ્ઞાની છો કે અમારી ગુપ્ત વાત પણ આપ જાણી ગયા?”
મુનિ ગૌતમસ્વામી બાળકની જેમ નમ્રતાથી બોલ્યા, “ના હું કાંઈ જ નથી, મારા ત્રિલોકીનાથ સર્વજ્ઞ છે. તેમના જ્ઞાનમાં આ જણાવ્યું. તેથી હું અહીં આવ્યો છું.” કેવી મહાનતા છે ગણધર ભગવંતની ! જે ભગવંતને આગળ કરીને ચાલે, તે જરૂર એક દિવસ ભગવંતની કોટિમાં આવી જાય, અને જે પોતાની જાતને આગળ કરીને ચાલે તે ક્યારેય આગળ આવી શકે નહીં. મૃગારાણીએ જ્યારે ભોંયરામાં રાખેલ મૃગાલોઢીયાને બતાવ્યો, ત્યારે ગૌતમસ્વામી કરુણા હૃદયે નિહાળી, આશ્ચર્યમય બની ચિંતન કરવા લાગ્યા... ભગવાન વીર પાસે આવી પ્રભુને પ્રશ્ન કર્યો, ‘‘પ્રભુ, આ મૃગા લોઢીયાનો જીવ આટલો દુઃખી કેમ બન્યો છે ? પૂર્વભવમાં તે કોણ હતો ?'' આ પ્રશ્નનું સમાધાન કરાવતા પ્રભુએ જણાવ્યું, ગૌતમ, પૂર્વભવમાં પ૦૦ ગામનો અધિપતિ એક્કચ રાઠોડ નામનો રાજા હતો, રાજા કર્તવ્યથી ભ્રષ્ટ બની પ્રજાને રંજાડતો. સાત વ્યસનમાં ચકચૂર મહાપાપનાં કાર્ય કરી મજા અનુભવતો અંતે ૧૬ રોગોનો ભોગ બની મૃત્યુ પામ્યો, કરેલ પાપના મહાવિપાક અને મૃગાલોઢીયાના ભવમાં ભોગવી રહ્યો
સાવધાન...! દુઃખ ન જોઈએ તો તમે કોઈને દુઃખ આપતા હો તો દુઃખ આપવાનું આજથી જ બંધ કરો. અને બીજાને દુઃખ આપવાનું બંધ ન કરવું હોય તો ભાવિના ભવોમાં દુઃખો ભોગવવાની તૈયારી રાખો. ભગવંત કહે છે કે જગતને નિહાળો. જગતના જીવોના દુઃખોને નિહાળ્યા પછી તમારા આત્માને જગત પ્રત્યેના રાગ-દ્વેષ નાશ પામશે. માધ્યસ્થ દષ્ટિના સ્વામી બની જશો. દુઃખ કઈ રીતે આવે છે અને દુઃખ કઈ રીતે દૂર થાય છે, તે જ્ઞાન નહીં હોવાને કારણે વ્યક્તિ બીજાને દુઃખી કરી, પોતાના