Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 37
________________ નહીં. ગૌતમસ્વામી તરી ગયા જ્યારે ગોશાલક સંસારમાં ડૂબી ગયા હતા. સરળ વ્યક્તિનું જ્ઞાન દીપે છે, તપ તેજસ્વી લાગે છે. ધ્યાન શોભાસ્પદ બને છે તો સાધના પ્રશંસનીય બને છે, અને હા... એક વાતનો ખ્યાલ રાખજો કે કપટ કરીને, તમને લાગતું હશે કે તમે ફાવી ગયા, પરંતુ એ તમારી ભ્રમણા છે. તમે ફાવ્યા છો તેની પાછળ તમારી કપટબાજીની પ્રધાનતા નથી, પરંતુ તેમાં તમારા પુણ્યની પ્રધાનતા છે. સરળ વ્યક્તિએ એમ ન વિચારવું કે હું સરળ છું એટલે બધા મારો લાભ ઉઠાવે છે, પરંતુ તમારા કર્મમાં છે, તેથી બધા તમારો લાભ લઈ રહ્યા છે. જો કપટથી સફળતા મળતી હોય તો આખું જગત અસત્યના માર્ગે ચાલવા માંડે. પુણ્યના સ્વરૂપને નહીં જાણનાર જ માયા કપટના ખેલ ખેલે છે. શાસ્ત્રમાં પ્રભુએ કપટને (માયાને) સત્ય (કાંટા)ની ઉપમા આપી છે. કાંટો પગમાં વાગે તો માણસને પ્રતિક્ષણ વેદના ભોગવવી પડે છે. પછી ભલે તે ક્યાંય પણ હોય, અને કંઈ પણ કરતો હોય. એ જ પ્રમાણે બસ, માયાનું સત્ય હૃદયમાં વાગ્યું એટલે સમજી લેવાનું કે એ તમારા આત્માને પ્રતિક્ષણ દુઃખી કરશે. કારણકે, માયા થઈ ગયા બાદ પણ તમે તો જાણો છો કે તમે સામેની વ્યક્તિ માટે માયાના ખેલ ખેલ્યા છો. માયાનો પડછાયો મહાબલ પ્રમુખ છ મિત્રો સાથે રમતા, સાથે ફરતા, જીગરજાન મિત્રો. મોટા થઈને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. દીક્ષા લેવાનું નક્કી કર્યુ. અસાર અને દુઃખ ભર્યા સંસારને અલવિદા કરવા છ એ મિત્રો તત્પર બન્યા. બધાએ એક બીજાને વચન આપ્યા કે છ એ જણાએ સાથે દીક્ષા લીધા બાદ જે કોઈ આરાધના કરીએ તે સાથે જ કરવાની અને સરખી જ કરવાની, જેથી આપણે આવતા ભવમાં પણ સાથે જ રહીએ, જુદા ન પડીએ. દીક્ષા થઈ ગઈ, સાધના ચાલુ થઈ. ઘણાં વરસો સુધી વચન પ્રમાણે સરખી અને સમાન સાધના ચાલી રહી છે. પરંતુ સૌથી મોટા મિત્રના મનમાં એક વિચાર ઝબક્યો કે આ ભવમાં તો સાથે રહીને સરખી તપશ્ચર્યા કરીએ છીએ. અત્યારે હું સૌથી મોટો છું, પરંતુ આવતા ભવમાં છએમાં હું મોટો રહીશ કે નહીં? તેથી આ બધા કરતાં મારે વધારે તપશ્ચર્યા કરવી જોઈએ. બસ, આ વિચારે સર્જાયો સાધના જીવનમાં માયા-કપટનો ખેલ. બધાએ સાથે છઃ તપ ૧ કર્યુ. પારણાનો દિવસ આવ્યો. ચાલો ગુરુદેવ, પારણું કરવા પધારો. ત્યાં ગુરુદેવે પ્રકાશ પાડ્યો કે મેં અઠ્ઠમ કર્યો છે. આમ તપશ્ચર્યામાં બે-ત્રણ વાર માયાકપટનું સેવન કર્યુ. અને પરિણામ... માયાના ફળ સ્વરૂપે સ્ત્રી નામકર્મ બાંધ્યું. અને આપ જાણો છો કે અનંત કાળે અચ્છેરૂ થયું કે માયાના બંધન બાંધીને આવેલો આત્મા, ચોવિસ તીર્થંકરોમાં ૧૯મા મલ્લિનાથ સ્ત્રી બન્યા. હાય...! આટલી નાની માયા પણ આવું ગોઝારું પરિણામ લાવે તો હું અને તમે રોજ કેટલા કપટના દાવ-પેચ ખેલીએ છીએ. સાવધાન... આજે જ પાછા વળો એ માયાકપટના ખેલથી. કારણ, માયા તમારી બંધાયેલી મિત્રતાનો નાશ કરે છે અને શત્રુતાનો જન્મ કરે છે. માટે પ્રભુ કહે છે કે મોક્ષ ધર્મને તમારા હૃદયે સ્થાપવાની તમારી ઝંખના હોય તો પહેલા હૃદયને સરળ અને સ્વચ્છ બનાવો. શુદ્ધ ધર્મ સરળ અને ઋજુ હૃદયમાં રહે છે, ટકે છે. સંસારનું ક્ષેત્ર તો માયાપ્રપંચનું કેન્દ્ર છે. પરંતુ ધર્મના ક્ષેત્રે, ધર્મ માટે ધર્મીઓ સાથે તો માયા ખેલવાનું આજે જ બંધ કરો. ભગવંત ફરમાવે છે, माया मित्ताणी नासई । માચા મિત્રતાનો નાશ કરે છે. બાળક જેવા સરળ બનો. ફોન આવ્યો... બાબાએ ઉઠાવ્યો... ‘હલ્લો..હલ્લો.. કોનું કામ છે ?' ‘તારા પપ્પા છે?' બાળકે કહ્યું ઊભા રહો. બાળક દોડી ગયો પપ્પા પાસે. “પપ્પા ફોન છે.’ ‘બેટા કોનો ફોન છે?' ‘પપ્પા, મફતભાઈનો ફોન છે.' અચ્છા, રૂપિયા લેવા માટેનો ફોન લાગે છે. ‘બેટા કહી દે, પપ્પા બહારગામ ગયા છે.' બાબાએ ફોન ઉપાડી રોકડો જવાબ આપી દીધો. ‘હલ્લો..., મારા પપ્પા સોફા પર બેઠા બેઠા કહે છે કે મારા પપ્પા બહારગામ ગયા છે, પછી ફોન કરજો...' કેવું હતું એ બાળપણ, કેવું હતું એ ભોળપણ, આ આવ્યું શાણપણ, ગયું મારૂં બાળપણ, લાવ ઢોળી દઉં મારૂં શાણપણ, પાછું શોધી લઉં મારૂં બાળપણ. આ છે બાળક હૃદયની સરળતા. ગમે તેટલા શ્રીમંત હો કે ગમે તેટલા સાધક. પરંતુ પ્રભુ અને ગુરુના ચરણોમાં તો બાળક જેવા હૃદયવાળા બનવું જોઈએ. ૦૨

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97