________________
જ કર્મોનાં ફળ મારી સામે આવ્યાં છે. હવે શા માટે હાય-વોય કરી દુ:ખી થવું. એના કરતાં તેને સહજરૂપે, સમજણ ભેર સ્વીકારી, સહી લઉં. કર્મ ભલે એનો પ્રભાવ મારા જીવનમાં બતાવે પરંતુ ધર્મના માધ્યમે હું પણ કર્મોને પ્રભાવ બતાવી દઉં કે ધર્મની શી તાકાત છે. કર્મો રોગ આપે તો ધર્મ વૈરાગ્ય આપે. કર્મો દુઃખ આપે તો ધર્મ સમાધિ આપે, સુખનો અનુભવ કરાવે. બસ, આ જ વિચારને અપનાવી લો તો કામ થઈ જશે...
આ મારું છે ને મારે ભોગવવાનું છે. સુખ ભોગવતાં આવડે છે પણ દુઃખ ભોગવવું ગમતું નથી. તંદુરસ્તી ગમે છે પણ રોગ ગમતો નથી. ધંધામાં નફો થાય એ ગમે છે પણ નુકશાન ગમતું નથી. મીઠા શબ્દો પસંદ છે પણ કડવા શબ્દો ઝેર જેવા લાગે છે. મીરાંબાઈ ઝેરના કડવા ઘૂંટડા પણ હસતાં હસતાં પી ગયાં અને આજે આપણે દૂધ પણ હસતાં હસતાં પી શકતાં નથી. આ સાધના જીવનમાં અમને જે રહસ્ય મળ્યું છે તે તમને આપું છું. છેલ્લે દીક્ષા ન લો તો કંઈક તો આપવું જોઈએ ને. એક ચીજ આપું છું જે નિજાનંદમાં લઈ જાય, નિજનો વૈભવ દેખાડે, રોગો વચ્ચે. સમાધિ આપે એવો રસ્તો બતાવું છું. પદાર્થોને ભલે કાળરાજા બગાડી નાંખે કે સુધારી દે, સુખ-દુઃખ, સગવડતા કે સલામતી મળે એ માટે ભલે કર્મ કામ કરે. આપણે હવે એક કામ કરવાનું છે. કરશો ને ? અને એ કામ છે આત્માના પરિણામની સ્થિરતા...!
કાળ ફેરવવામાં કોઈ સફળ બન્યું નથી, તો પરિસ્થિતિને ફેરવવામાં કોઈ શક્તિમાન નથી, પ્રત્યેક બાબતે આપણો આત્મા પરાધીન છે. પરંતુ એક વાત એવી છે જે સ્વતંત્ર છે અને તે પણ આપણા જ હાથની વાત છે. અને તે છે આપણા આત્માનાં માધ્યસ્થ પરિણામો. પરિણામની કરામત :
બહુ જ મહત્ત્વની બાબત છે પરિણામની કરામત. ભલેને હોયે કાળના. હાથમાં જગત-પરિવર્તન, ભલેને રાખે કર્મો જીવન પર સંચાલન. પરંતુ આપણા હાથમાં મહત્ત્વની બાબત છે આત્માનાં પરિણામ, ન રાગ-ન દ્વેષ. કારણ આપણા હાથમાં જડનું સંચાલન છે જ નહીં. તો જીવનમાં ભલેને આવે સુખ-દુ:ખ, ચડતી-પડતી. એ તો કર્મોની કરામતના ખેલ છે. આપણે
રહેવાનું બન્નેની વચ્ચે માધ્યસ્થ, અને તે રખાવે છે ધર્મ. ધર્મ છે ત્યાં પરિણામ વિશુદ્ધ રહે છે, અને વિશુદ્ધ પરિણામ છે તે જ સાચો ધર્મ છે. જગતનું પરિવર્તન કાળના હાથમાં છે. પરિસ્થિતિ બદલવાનું કર્મના હાથમાં છે. આત્માના પરિણામ વિરાધનામાં ન જાય એ માટે જાતમાં ટકવાનું કામ આત્માના હાથમાં છે. ઘાણીમાં પીલાયા છતાં વિષમ પરિસ્થિતિમાં પણ પરિણામ સુધાર્યા. ગજસુકુમારના માથે ખેરના અંગારા મૂકાયા પણ પરિણામમાં, આત્મભાવમાં સ્થિરતા હતી તેથી સિદ્ધ અવસ્થાને પામ્યા.
સંસાર છે, સમસ્યા આવવાની છે. પરિસ્થિતિ નિર્માણ થવાની જ છે એમાં રાગ-દ્વેષ તરફ ન કર. વિષય ને કષાયોમાં ન ફસાઓ. શરીરમાં આત્મા છે તો આત્મામાં પરમાત્મા છે. પરિણામ બગાડવાનું કામ પદાર્થોનું કે પરિસ્થિતિનું નથી. અજ્ઞાનતા પરિણામ બગાડે છે. સ્વભાવમાં બેસી જોયા કરો. પરિણામને સુધારો તો રાગના સ્થાને વૈરાગ્ય પ્રગશે. નુકશાનને સ્થાને લાભને નિહાળો ને ક્રોધના સ્થાને ક્ષમાને અપનાવો.
ભગવાનની, દેવલોકના દેવો સ્તુતિ કરે કે નિંદા કરે, કોઈ સન્માન આપે કે અપમાન કરે, કષ્ટો આપે કે સગવડતા આપે પણ ભગવાન કહે છે આમાં મારું કંઈ નથી બગડતું કે નથી સુધરતું. જ્ઞાની કહે છે ‘નામનામે સુઈ દુઃા' લાભ થાય કે અલાભ, સુખ મળે કે દુઃખ, સગવડતા હોય કે અગવડતા, અનુકૂળતા જણાય કે પ્રતિકૂળતા. જ્ઞાનીને કર્મોજનિત તમામ પરિસ્થિતિમાં સમભાવ વર્તે છે. કારણ, તેઓ જ્ઞાનના માધ્યમે માધ્યસ્થ ગુણના સ્વામી બન્યા હોય છે. તેઓ તમામ પરિસ્થિતિને હસતા મુખે સ્વીકારી રહે છે, માટે તેઓ હર હાલતમાં પ્રસન્ન હોય છે. તમે શાકભાજી લેવા જાઓ તો નમાવીને થોડું શાક વધારે લો છો. હવે જ્યારે સોનું ખરીદવા જાવ ત્યારે સોનીને કહેજો થોડું નમાવીને આપે. મારો શાકવાળો તો નમાવીને આપે છે, તો તમે પણ સોનું નમાવીને આપો. આપશે ? જેના કાંટા અસ્થિર તેની સાધના પણ અસ્થિર હોય છે. તે સાધનામાં સ્થિર રહી શકતો નથી. જેનાં પરિણામ સ્થિર તે સાધક અને જેનાં પરિણામ અસ્થિર તે સંસારી. અહીં બેઠાં છો ત્યારે તો સ્થિર લાગો છો ને ઉપાશ્રયની બહાર જશો તો પાછાં અસ્થિર થઈ જશો. પરિણામને
- too
- o૮