Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 38
________________ મનને આ વાત સમજાવો મનનો વિચિત્ર સ્વભાવ છે કે તમારી પાસે જે છે તે જોવા રાજી નથી. અને જે પોતાની પાસે નથી તેને જોયા વિના ચેન પડતું નથી, તેથી આપણું મન હંમેશા અભાવમાં જ રહે. પારકા ભાણામાં લાડવો મોટો લાગે. પારકાના કાંડાની ઘડિયાળ હંમેશાં સારી લાગે. ગાડી બીજાની જ ગમે. મનનો સ્વભાવ જ વિચિત્ર છે. અને અભાવની પૂર્તિ થાય એવું અત્યારે આપણી પાસે પુય નથી. બુદ્ધિનું પ્રદર્શન બંધ કરી દો, તે પ્રદર્શનથી તો આત્માની અશુદ્ધિ વધે. છે. ગાડીના ડબ્બામાં યુવાને કોઈને કાનમાં કહી દીધું કે ડબ્બામાં સાપ છે, ધીમે ધીમે આખાયે ડબ્બામાં વાત ફેલાઈ ગઈ. બધાં ઊતરવા માંડ્યા. બધાંયને સૌથી વ્હાલા પ્રાણ હોય છે. ઘડી ઘડી વિચાર બદલાય છે. આ સુર, પેલું સારું, વિકલ્પો કરવામાં માણસ સમય, શક્તિ અને આયુષ્ય ત્રણેય ખર્ચી નાંખે છે. બાળપણ રમકડામાં, યુવાની વિદ્યા ભણવામાં, આગળ વધીને સત્તા ને સંપત્તિમાં ને છેલ્લે ઉપાશ્રયમાં સુખ માને છે. સુખા સ્વાધીન હોય, નિર્ભય હોય, ત્રણે ય કાળમાં એક જ હોય. સિદ્ધાંત ન બદલાય. ઘડીકમાં સારૂ ખાઓ, ફરવા જાઓ, આરામ કરો. સ્વાદિષ્ટ ખાઓ, કોઈ સારી આઈટમ લાવો તો સુખ લાગે છે. બધામાં સુખ માનો છો ? ડાહ્યા થઈને પાછા વળો, શું કામ નકામી ઉપાધિ કરો છો. વ્યવહાર પૂરતું કામ કરી લો પછી આત્માની સાધનામાં લાગી જાઓ. એકમાંથી નિવૃત્તિ લઈને પછી સાધનામાં પ્રવૃત થાઓ. ઘરમાં નોકર, વોશિંગ મશીન, ટી.વી., ઘરઘંટી બધું જ આવી ગયું. હર્વ મન તમારા ઘરમાં કે ઘરની બહાર છે. મન વર્તમાનમાં રહેવા ટેવાયું નથી જેને લીધે ભૂતકાળને વાગોળે છે અને ભવિષ્યકાળની ચિંતા કર્યા કરે છે. આથી મન માણસને સાચા રસ્તે લઈ જઈ શકતું નથી. કાળની કરામત : બુદ્ધિમાં જો મલીનતા આવે તો શું થાય? સાધનાને વેગ ન મળે. જાતને સંભાળી લો. શરીર, સ્વજન, ધંધો બધાની રીતે થયા જ કરે છે. પદાર્થોને નવા ને જૂના બનાવી દે છે. સુંદર વસ્તુને ભંગાર બનાવી દે. નવાં સરસ મજાનાં વસ્ત્રો ચીંથરેહાલ થઈ જાય. સરસ મઝાનું દૂધ વિકૃત બની જાય, સુંદર મજાનાં ભોજનો ૨-૩ દિવસ પછી વિકૃત થઈ જાય છે, તો સુંદર મજાની ગાડી પણ ભંગાર થઈ જાય છે. આ બધું કોણ કરે છે? એક જ દ્રવ્ય છે અને એનું નામ કાળ છે. કાળ બધી જ પર્યાયોમાં પરિવર્તન લાવી દે છે. મકાન બનાવ્યું હોય તો ખંડેર થઈ જાય છે. ૫૦૦૦ની સાડી અકબંધ રાખી મૂકો, ૧૦ વર્ષ પછી તે જૂની થઈ જશે. દૂધ ૨-૩ દિવસ રાખો તો ફાટી જશે. આ બધું કરે છે કોણ? કાળ, જન્મે ત્યારે બાળક હોય, સમય જતાં યુવાન પછી વૃદ્ધ થાય ને મોત પણ આવી જાય છે. શું ખરેખર મોત આવશે ? સ્વભાવ સ્થિર રહે છે ને વિભાવ બદલાયા કરે છે. મોતને આંખ સામે રાખો તો મતિ ક્યારેય બગડશે નહીં. સમય બધું બદલી નાંખે છે. ભગવાનનો ઉપકાર માનો કે રોજ નવો સમય મળે છે, તો ઉત્તમ કાર્ય કર્યા વગર રહેશો નહીં. ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું કે ‘સમય ગોયમ મા પમાયએ.’ આમ આ વાક્ય એકવાર નહીં, અનેકવાર કહી ગૌતમને જાગૃત રાખ્યા હતા. જેને કોઈ ન સુધારી શકે, ગુરુ પણ સુધારી ન શકે તેવા જીવોને એના જીવનમાં સમય અને સંજોગ સુધારી દેશે. અને હા, સમય જ માનવીના જીવનમાં વાસ્તવિક્તાનાં દર્શન કરાવે છે. મારા કોણ છે? અને મારા કોણ નથી ? એ સમયે અને સંજોગે ખ્યાલ આવે છે. સંબંધો સાચા હતા, સ્વાર્થના હતા કે પરમાર્થના હતા એ તો સમય જ બતાવે છે. એટલે જ કહ્યું છે, સારા દિવસોમાં સહુ સલામ કરી મૂકી જાય છે માઠા દિવસોમાં બધાયે સામે ઘૂંકી જાય છે. સહુ કહે છે છાંયડો સાથ છોડે નહિ કદી અંધારે મુજ પડછાયો પણ સાથ મૂકી જાય છે. કોઈના સમય સરખા જતા નથી. નથી રહી રાવણની લંકા, નથી રહી રામની અયોધ્યા ને નથી રહી મહાવીરની રાજગૃહી. જુઓ આજે કઈ o3 - o૪

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97