Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 33
________________ આ ત્રણને દષ્ટિમા રાખો હું તમોને પૂછું, જન્મ્યા ત્યારે તમારું નામ શું હતું ? અનામી... કોઈ જ નામ ન હતું. અચ્છા, બાર દિવસ બાદ તમારું નામ પાડવામાં આવ્યું. આખી જિંદગી આ નામ કેમ વધે અને લોકોમાં નામ કેમ થાય તેના માટે કેટલી માયા અને કેટલા ખેલ ખેલવા પડે છે. અચ્છા, તમે મને કહેશો કે. જ્યારે માનવી મૃત્યુ પામે ત્યારે તેને શેમાં બાંધવામાં આવે છે? નનામીમાં... જુઓ, જમ્યા ત્યારે અનામી, જીવ્યા આખી જિંદગી નામી બની અને મરતી વેળા નનામ... હાય...! ટૂંકી ટચ જિંદગી માટે માનવી કેટલી લાંબી લચ અનર્થ જંજાળ ઊભી કરે છે. આ માનવ ભવને સફળ બનાવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે પોતાના નામ માટેની લાલસાને ખતમ કરી, પ્રભુ નામનું ગુણા કીર્તન કરો. જગતમાં જ્યાં જ્યાં ગુણીજન આત્મા દેખાય, ત્યાં તેની ઉદાર દિલે પ્રશંસા કરો અને અવગુણી દેખાય એને ગુણી બનવાની પ્રેરણા આપો. પરંતુ સાવધાન...! પોતાના ગુણો ગાવાની ભૂલ ક્યારેય કરશો નહીં. अट्टे लोए परिजुण्णे, दुसंबोहे अविजाणए ।। લોકમાં રહેલ જીવો આર્ત (દુઃખી) છે, અને અજ્ઞાની જીવને માટે બોધપ્રાપ્તિ થવી પણ દુષ્કર છે. દુઃખે કરીને બોધ પામે તો પામે, નહીંતર પાછા ભોગવિલાસના ચક્કરમાં પુનઃ ફસાઈ જઈ આ લોકમાં જન્મ-મરણ કરી નવાં દુઃખોની પરંપરા ચાલુ કરે. વિશ્વમાં આ ચક્ર અનાદિથી ચાલે છે. ચૌદ રાજલોકનો વિચાર કરો, લોકમાં પરિભ્રમણ કરી રહેલા જીવોના વિપાકનો વિચાર ચિંતન કરો. ઊર્વ, અધો અને વિચ્છલોકનું ચિંતન કરી લોક-સુખની કામના-વાસનાને વમી નાખો. અંતર અવલોકન કરી આત્મ લોકના સુખ તરફ પ્રયાણ કરવાનું ચાલુ કરો. આ જન્મમાં ત્રણ કાર્યો કરવાનાં છે. અને આ ત્રણ કાર્યોમાં સફળતા મળી એટલે તમારે સમજી લેવાનું કે તમે આ માનવ જન્મ જીતી ગયા... જગતના જીવોનાં દુ:ખો જુઓ... જગત તરફ તમારી નજર જાય ત્યારે અનુકંપા કરો, કર્મોથી પીડિત થતા જીવોને જુઓ. નરકની મહાવેદના ભોગવતા નારકીના જીવોને જાણો... તિર્યંચ જગતનો વિચાર કરો. બધી સુવિધા હોવા છતાં આંખો નથી મળી, તો કોઈને પગ નથી મળ્યા તો કોઈ જન્મથી મહારોગ લઈને જન્મે છે. આવાં અનેક દુઃખોથી ભરેલો આ લોક છે તેને જુઓ અને જાણો... ! પરંતુ ખેદની વાત એ છે કે બીજાનાં દુઃખોને જોઈ પોતાની જાતને દુખી માનવાની જગ્યાએ, બીજાનાં સુખોને જોઈને આ જીવ દુઃખી. થાય છે. આ વિચિત્ર સ્વભાવનું ફળ છે. દુઃખો અને દર્દીથી પીડિત આ લોકને જુઓ. બિચારા જીવો પાપના પરિણામ ભોગવી રહ્યા છે. માટે આ દુઃખિયારાઓને જોઈને નિર્ણય કરવાનો કે મારે આ દુઃખ ન જોઈતાં હોય તો પાપાચરણ પણ ન જ ખપે... મૃગાગામ નગરમાં પ્રભુ મહાવીરસ્વામી પધાર્યા, સાથે વિનય સંપન્ન ગણધર ગૌતમસ્વામી આદિ શિષ્યવૃંદ પણ હતું. મનોહર દશ્ય હતું. જોનારાની નજર ત્યાં જ થંભી જાય. જે ગામ-નગરમાં પ્રભુના પગલા મને કોઈએ કાંઈ આપ્યું નહીં તેનું જેટલું દુઃખ થાય છે. એટલું મેં કોઈને કાંઈ આપ્યું નથી. તેનું થોડું પણ દુઃખ થાય છે? જ છે જ જે ઉત્સાહ પૂર્વક જીવે છે તેને પ્રત્યેક દિવસ ઉત્સવ જેવો લાગે છે. ઉત્સાહ વિનાનું જીવન સુગંધ વિનાના પુષ્પ જેવું છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97