________________
ચિંતા નહિ ચિંતન કરતા શીખો
યાદ રહે, પરિગ્રહ મેળવવા માટે પુચ જોઈએ છે. પરિગ્રહનો વિયોગ પાપોદયથી થાય છે, જ્યારે પરિગ્રહનો ત્યાગ ધર્મ-જ્ઞાન દ્વારા થાય છે. મંદી, માંદગી અને મોંઘવારી વધારવામાં બહુ મોટો ફાળો છે. પરિગ્રહની. લાલસાનો, પરિગ્રહની લાલસાના પરિત્યાગ વિના જીવનમાં શાન્તિ ક્યારેય પ્રાપ્ત થવાની નથી. પ્રભુએ “રાણાનો વેરમi વ્રત'નું દર્શન કરાવ્યું છે. હે જીવ! પરિગ્રહનાં પાપથી વિરામ પામ, થોભી જા. કારણ કે જીવનમાં તમામ દુઃખોના મૂળમાં આ પરિચહનો ફાળો છે. ધર્મ પામ્યાની નિશાની છે નિષ્પરિચહતા, ધર્મ ત્યાગ શીખવાડે છે. ધર્મ બધાં વિના જીવતાં શીખવાડે ચે. જો તમે ધર્મને ખરેખર પામ્યા હો તો સ્વયંનું નિરીક્ષણ કરતા રહેજો કે પરિગ્રહ વધે છે કે ઘટે છે? પદાર્થો પ્રત્યેનું આકર્ષણ વધે છે કે ઘટે છે? બાહ્ય પરિગ્રહ કેટલો ઓછો કર્યો તે જોતા રહો. સાથે સાથે આવ્યંતર કષાયાદિ પરિગ્રહમાં કેટલો ઘટાડો થયો તે પણ જોતાં રહો. બાહ્યાંત્યંતર, પરિગ્રહનો ઘટાડો થવો તે ધર્મનું સાચું ફળ છે. માત્ર ધર્મની વાતો કરવાથી કે ધર્મના ગુણગાન કરવાથી સંસાર સાગર તરાતો નથી. સંસાર તરાય છે પરિગ્રહનો ભાર હળવો થવાથી જ્ઞાની કહે છે તરવા ઈચ્છો છો તો હળવા બનો. હળવા ત્યારે જ બનાશે જ્યારે પરિગ્રહનાં ભારને દિન પ્રતિદિન જ્ઞાનના માધ્યમે ત્યાગતા રહીએ, ચાલો, આ પરિગ્રહનાં ગ્રહને ઓળખી, તેના દુષ્ટ પરિણામોને આંખો સામે રાખી, પરિગ્રહનાં પાપથી આત્માને બચાવી લઈએ એ જ ધર્મ જીવનની સફળતા છે.
જીવનની એક-એક ઘટનાઓ જીવને ઘડવા માટે આવે છે. સર્જાતા પ્રસંગો જીવને સંસારથી અસંગ બનાવવાની દિશા આપે છે. સંયોગો સહાયક બને, વિયોગો વૈરાગ્ય દીપક પ્રગટાવે, જો જીવ પાસે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન હોય તો. નહિતર ઘટના, પ્રસંગો, સંયોગો અને વિયોગો જીવ માટે રાગ-દ્વેષના કારણભૂત બને છે અને અનંત સંસાર સર્જવામાં કારણરૂપ બની જાય છે.
માનવીના જીવનમાં દિન પ્રતિદિન આવી એક નહીં અનેક ઘટનાઓ સર્જાતી હોય છે, અને તોફાનો આવતા હોય છે. હા, સાગર હોય ત્યાં તોફાન હોય, ભરતી-ઓટનો ક્રમ હોય, તેમ સંસારના સાગરમાં સંયોગોવિયોગો; સુખ-દુઃખ; અને અનુકૂળતા-પ્રતિકૂળતા બધું જ સર્જાય અને તેમાં સફળતા મેળવવાનો ઉત્તમ માર્ગ એટલે જિનેશ્વરનો ધર્મ, આ ધર્મને જેઓ સમજી ગયા, પામી ગયા એને વળી આ સંસાર શું કરવાનો હતો ? સંસાર તો તેને પરેશાન કરે છે, જેનાં હૈયામાં નર્યું અજ્ઞાન ભર્યું હોય, ઈચ્છાઓ અને અભિલાષાઓ ભરી હોય. બાકી જ્ઞાનીને તો સંસાર સહાયક બને છે, ચિંતનનું માધ્યમ બને છે. સંસારભાવ ચિંતવતો આત્મા ક્યારેય સંસારમાં રંગાઈ જાય એવું હરગિજ નહીં બને.
જો તમારી પાસે જ્ઞાન હોય તો પ્રત્યેક પ્રસંગ તમને જગાડવામાં સહાયક નીવડે છે. સંયોગો સાથ આપે, વિયોગો વૈરાગ્ય અર્પે. ઘટના તમારા જીવનને ઘડી નાખે, પરિસ્થિતિ તમને પ્રસન્ન બનાવી દે. મુખ્ય વાત છે તમારી પાસે સમ્યક્ જ્ઞાન હોવું અતિ આવશ્યક છે.
જ્ઞાની માટે પ્રત્યેક નિમિત્ત પ્રગતિનું કારણ છે, જ્યારે અજ્ઞાની માટે તમામ નિમિત્તો અધોગતિનું કારણ છે. અજ્ઞાન વશ થઈ ગયેલા પાપનો પશ્ચાતાપ પણ જ્ઞાન અવસ્થામાં જ થઈ શકે છે. જુઓ, રત્નાકર મુનિવરે પ્રભુ પાસે બાળકની જેમ આચરેલા પાપોની કબૂલાત, એકરાર કરી પ્રાયશ્ચિત કર્યું. અજ્ઞાની પાપ ઢાંકે છે, જ્ઞાની પાપને ધોવે છે.
અજ્ઞાની માટે આ વિશ્વ ચિંતા અને ઉદ્વેગનું કારણ બને છે. જ્યારે
જીભને સ્વાદ પાછળ બુદ્ધિને વાદ પાછળ મનને વિખવાદ પાછળ ખૂબજ લગાડ્યું હવે સુખી થવા પ્રભુના સ્યાદવાદ
સમજવા પાછળ લગાવી દો
ԱՎ
- પ૬