________________
પરિગ્રહ ના ગ્રહનો ત્યાગ કરો
પરિગ્રહની વૃધ્ધિમાં અભિમાન કરનાર જીવ એ ભૂલી જાય છે કે પરિગ્રહની હાજરી તમારા પુસ્યોધ્ય સુધી જ છે. સાધના, સંપત્તિ અના સત્તા આ ત્રણેય મહેમાનના સ્થાને છે. મહેમાન આવીને જવાવાળા છે, કાયમી રહેવાના નથી. માટે પરિગ્રહની વૃધ્ધિમાં કે હાજરીમાં ધરતીથી વેંત ઉપર ચાલવાની ભૂલ ક્યારેય કરીશ નહીં. માણસ પૈસે ટકે સુખી થવા લાગે એટલે એના રૂઆબમાં અને વાણી-વર્તનમાં ધરખમ ફેરફાર થવા માંડે છે. એ નાના માણસની સામે જોવા તૈયાર નથી હોતો. હવે આ ધરતી પર મારે કોઈની જરૂર નથી રહી, તેવું બેહૂદુ વર્તન કરવા લાગી જાય છે. સંતો કહે છે કે પુણ્યોદયના સમયે કરેલી ભૂલો અને અપરાધો પાપોદય થતાં જીવને સમજાય છે અને ત્યારે વિચારે છે કેઆમ ન કર્યું હોય તો સારૂ હતું. પરિગ્રહના મદના નશામાં માણસ શું કરી રહ્યો છે તેની તેને ખબર જ નથી રહેતી, પરિગ્રહ એ મદનું ઘર છે. કોઈક વિરલા જ હોય છે કે જે પુષ્કળ સાધન-સામગ્રી વચ્ચે પણ નમ્રતા-સભર જીવન જીવતા હોય છે. બાકી તો પરિગ્રહ વધતાની સાથે જ જીવતો મદ ગજરાજ પર સવાર થાય છે. માટે ‘મદ્રસ્ય ભવન’ મદનું ઘર પરિગ્રહ છે તેવું જણી પરિગ્રહની મર્યાદા કરી લેવી તે જ આત્મા માટે હિતાવહ છે.
સર્વ દુ:ખોનો જન્મ પરિગ્રહમાંથી
પરિગ્રહનો ગ્રહ અને સંગ્રહ-બન્ને જીવો માટે મહાદુઃખકર બને છે. પુત્રો, પત્ની અને પરિવાર માટે રાત-દિવસ જોયા વિના પરિગ્રહ મેળવવા મથામણ કરે, લોહી-ઉકાળા કરે અને અઢળક સાહ્યબીનો સ્વામી બને. ઘડપણમાં જ્યારે રોગ આવે ત્યારે તે જ પુત્ર, પત્ની, પરિવાર તેને એક રૂમમાં રાખી દે અને સામું જોવા પણ તૈયાર ન હોય ત્યારે એ હૈયાની જે હાલત થાય છે તે શબ્દમાં વર્ણવી શકાય નહીં. જેના માટે રાત-દિવસ જાનવરની જેમ કાળી મજૂરી કરી તે જ પરિવાર આજે સામે જોવાં તૈયાર નથી, અને ત્યારે બંન્ને આંખો અશ્રુભીની બને છે. હૈયું ધ્રુજી ઊઠે છે અને આશ્ચર્ય અનુભવે છે. ન જોઈ શકાય, ન સહી શકાય. શી હાલત થાય તે
સમયે ? એ તો ઘાયલની ગત ઘાયલ જ જાણે. હાથના કર્યા હૈયે વાગે. આ બધી જુની કહેવતો અક્ષરસઃ સાચી પડે છે. પ્રભુએ જણાવ્યું છે નેવ તાપIIર તમે તવે' તારું કોઈ તારણહાર નથી. અપાર સાહ્યબી, વિશાળ પરિવાર અને સેંકડો મિત્રો તારા ઘડપણ સમયે કે મોતના સમયે તારું રક્ષણ કરવા કે તને શરણું આપવા માટે શક્તિમાન નથી. માટે, ''હે માનવ! ચેત, સાવધાન બન, સાધનો પાછળની કારમી દોડ બંધ કરી સાધનામાં પુરૂષાર્થ કર. કરેલી સાધના આ ભવ અને આવતા ભવમાં તારૂ રક્ષણ કરશે.'
પરિગ્રહનાં રિએશનો અંતર ધ્યાનમાં વિગ્રહ અને વિઘ્નરૂપ બને છે. ધ્યાનમાં જીવને એકાગ્ર થવા ન દે, ધર્મમાં ચિત્ત લાગવા ન દે, ધર્મધ્યાનના ક્ષેત્રે પણ આર્તધ્યાન - રૌદ્રધ્યાન કરાવવાનું કામ બાહ્યાંત્યંતર પરિગ્રહ કરે છે. ‘ધ્યાનસ્થ gિ' ધ્યાનનો દુશ્મન છે આ પરિગ્રહ! દુર્ગાનનો જન્મ જેમાંથી થાય છે તેવા પરિગ્રહની ઈચ્છાતો ન કરાય પણ હાથમાં આવેલા પરિચહમાં મૂચ્છ પણ ન કરાય. મમ્મણશેઠની દશાનો વિચાર કરી પરિગ્રહના ભારે ગ્રહથી દૂર રહેવામાં જ સુખ છે. પરિગ્રહ વર્તમાન ભવ તો ઉપાધિ સભર બનાવે છે, સાથે સાથે પરભવ પણ ભેંકાર બનાવે છે. ભલે તમને પરિગ્રહમાં સુખનો વાસ દેખાતો હોય પણ જ્ઞાનીભગવંતો જણાવે છે કે 'પાપથવા નિગ.’ પરિગ્રહમાં પાપનો વાસ છે અને પરિગ્રહમાં વાસ કરનારા જીવોનો નરકમાં વાસ થાય છે. જે સુખ અને શાંતિથી જીવવા માગતા હો તો આ દોડાદોડીના યુગમાં જરૂરિયાત ઘટાડો, મોજશોખ પર સંયમ રાખો અને ઈચ્છાઓનું નિયંત્રણ કરી જીવને ધર્મ ધ્યાનમાં લગાડો. પરિગ્રહથી વિરામ પામો.
જીવનમાં સુખી થવા વ્યક્તિએ ક્યાંક તો અટકવું પડશે, કયારેક તો થોભવું પડશે. જો વ્યક્તિ નહીં અટકે, તો તેને કર્મો પડકારશે, ટુકજા... ! કર્મો અટકાવે તે પહેલાં વ્યક્તિએ ધર્મના માધ્યમે, સમજણ અને સંતોષના માધ્યમે અટકવું હિતાવહ છે. જે અટકતાં નથી તે સંસારમાં ભટક્યાં વિના રહેતાં નથી.
પ૩
– પ૪