Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 26
________________ તમારા સુખમાં કોઈકને ભાગીદાર બનાવો. પ્રભુ મહાવીર સ્વામી કઈ રીતે બન્યાં... તેઓશ્રીના આત્માએ એવું તો. શું કર્યું હતું કે જેથી પ્રભુ સત્યાવીશમાં ભવમાં ભગવાન બન્યાં... તીર્થંકર બન્યાં... ચાલો, વીતરાગ દેવાધિદેવનો ભૂતકાળ નિહાળીએ... પાયાના સંસ્કારને વિચારીએ... આખીયે ભારતીય સંસ્કૃતિ અન્યને આપીને, ભાગીદાર બનાવીને જ પોતે ભોગવવાનું શીખવે છે. આંગણે અતિથિની રાહ જોઈ પછી જ જમવા બેસવાની સંસ્કૃતિ હતી. કારણ અતિથિને ‘અતિથિ દેવો ભવ:' તરીકે માનવામાં આવતા હતાં. અન્યને આપવું એ માનવીનો સહજ ગુણ હતો, જે આજે અન્યનું લઈ લેવું સહજ ગુણ બન્યો છે. પહેલાં જમી લો પછી બીજાની વાત. પહેલા વિચારતા મહેમાન આવે. પછી જમીશું. આજે બોલે છે જમી લો નહીંતર પાછું કોઈ મહેમાન આવી, જશે, પ્રભુનો આત્મા નયસારના ભવમાં હતો ત્યારે સાવ નાનકડો નિયમ હતો. અન્યને જમાડી પછી જમવું... ચાહે ભિક્ષુ હોય કે સાધુ-બ્રાહ્મણ હોય કે શ્રમણ, જે હોય તે, પરંતુ જમાડ્યા બાદ મારે જમવું. બન્યું એવું કે રાજાનો મહેલ બનાવવા માટે જંગલમાં લાકડાં કાપવાં જવાનું થયું. હવે જંગલમાં કોણ આવવાનું કે કોઈને ખવડાવી શકે? પરંતુ યાદ રાખજો, ખરા દિલની ભાવના, સાચા દિલની સેવા-ભક્તિ સફળ થયા વિના રહેતી. નથી. સ્વાર્થની દુર્ગધ નહીં પરંતુ નિઃસ્વાર્થનો પરિમલ પ્રસરવો જોઈએ. જૈન સાધુ ભૂલા પડીને જંગલમાં આવી ગયાને નયસારનું મન નાચવા લાગ્યું, આનંદિત બન્યું, “હાશ ! મારો દિવસ ખાલી ન ગયો.” આમ વિચારી સંતોને નિર્દોષ ભોજન વહોરાવ્યું અને બાદમાં ગામમાં જવાનો રસ્તો બતાવ્યો. બસ, મુનિ ભગવંતોએ આત્મસુખનો મોક્ષમાર્ગ બતાવ્યો, તેણે તેનો અંતઃકરણપૂર્વક સ્વીકાર કર્યો અને પ્રગટ્ય સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન, પ્રભુનો આત્મા સમકિત પામ્યો. ત્યારથી પ્રભુના ભવની. ગણત્રીની શરૂઆત કરાઈ. ટૂંકમાં, મારા અને તમારા આત્માએ અન્યને આપવા કરતા અન્ય પાસે લેવા માટેની જ ઈચ્છા કરી. હવે આજના પ્રભુ નિર્વાણના દિવ્ય દિવસે સંકલ્પ કરીએ કે “મારા સુખમાં કોને ભાગીદાર – ૪૯ બનાવીશ?” અત્યાર સુધી પોતાના સુખ માટે, સગવડ માટે, મહેનત કરી. સગવડતામાં આનંદિત બન્યાં. હવે પોતાની સગવડતામાં આનંદિત બનતા એવા અમે હે પ્રભુ! સુકૃત પાછળ આનંદિત બનીએ તો જ આપનો નિર્વાણ દિન અમારા માટે જીવન નિર્વાણનો દિન બન્યો ગણાશે. સંજોગ બદલાય પણ ભાવ ન બદલાયા પ્રભુ મહાવીર સ્વામીનો આત્મા ત્રીજા ભવમાં ત્રઢષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીને ત્યાં ઉત્પન્ન થયો. નામ રાખવામાં આવ્યું મરીચિ. દાદાની દેશના સાંભળી મરીચિને સંસારથી વૈરાગ્ય પ્રગટ થયો. સંયમ ધર્મ પ્રાણથી પણ પ્યારો લાગ્યો. સહર્ષ અનુજ્ઞા મળતાં મરીચિકુમાર મટી મરીચિમુનિ બળ્યાં. સંચમ ધર્મમાં સમય પસાર થતો ગયો. મુનિ જીવનમાં સંજોગો સર્જાતા ગયાં. મરી ચિમુનિ ધર્મમાં વિચરતાં વિચરતાં કષ્ટોને કારણે વિચલત બળ્યા. મન સંકલ્પો વિકલ્પોના વમળમાં ફસાવા લાગ્યું. મુનિ જીવનમાં સમય અને સંજોગો કરવટ બદલતા જ રહ્યાં અને મરીચિમુનિ મુંઝાવા લાગ્યા, તડકો સહન થતો નથી, ઠંડી ગાત્રો ગાળી નાંખે તેટલી પડે છે, હાય! માતાનાં વાળનો લોચ મરીચિને અકારો લાગવા લાગ્યો. ઘણાં દિવસ સુધી મરીચિએ વિચાર કર્યો કે હવે શું કરવું? વેશ છોડી ઘરે જવાય તેમ નથી અને અહીં રહી સંયમ જીવન પાળી શકાય તેમ નથી, એક દિવસ રસ્તો મળી ગયો અને મરીચિ બન્યા ત્રિદંડી સંન્યાસી સાધુ. જ્યાં પગરખાં, ચોટી, હાથમાં કમંડળ, ભગવા રંગના વસ્ત્રો ! બસ, હવે મરીચિને જીવનમાં ચાહ લાગી... ! પ્રભુનો આત્મા સત્યને છોડી અસત્યના માર્ગે આ મરીચિના ત્રીજા ભવમાં ગયો હતો, આ છે સમય-સંજોગોના તોફાન. આજના નિર્વાણ દિવસે સંદેશ મળે છે, ચાહે દુ:ખ મળે યા સુખ, કષ્ટો આવે કે સરળતાં, સમજણપૂર્વક સહન કરો. મનને તત્ત્વથી, જ્ઞાન-સભર બનાવો. શરીરનો રાગ કરશો નહીં. લીધેલી પ્રતિજ્ઞા પ્રાણ માટે પણ પાળવાની મક્કમતા કેળવો. સંજોગો ભલેને જીવનમાં બદલાયા કરે, પણ મનને બદલવાની ભૂલ ન કરો. જો આત્મ સાધનાના ક્ષેત્રે સમજીને થોડું ઘણું સહી લેવા તૈયાર થાય તો જરૂર એને ઘણું બધું પ્રાપ્ત થાય. આજના યુગમાં માનવી. – પo

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97