________________
પાસે ભલે બધું વધ્યું હોય, પરંતુ માનવી પાસે સહનશક્તિ ઘટતી ગઈ. જેને લઈ સમાજ ટૂકડામાં વહેંચાતો ગયો. સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ છિન્નભિન્ન થઈ રહી છે તેની પાછળનું કારણ જીવનમાં સર્જાતા સંયોગો સહન કરવાની તૈયારી ન હોવાથી વ્યક્તિએ વ્યક્તિને અલગ કર્યા છે. સમજ વિનાનો સમાજ અને સહનશક્તિ વિનાનું કુટુંબ ક્યારેય પ્રગતિ સાધી શકતું નથી. કોઈના પણ જીવનમાં કર્મો સંજોગો, સવાના છે. સમય બદલાવાનો છે. ચડતી-પડતી આવવાની, ભરતી-ઓટ સર્જાવાની. એથી નાસીપાસ થવાથી કે સમાજ, ઘર છોડી દેવાથી, સુખ-શાન્તિ મળવાની છે? યાદ રાખજો, કર્મો તો તમે જ્યાં જશો ત્યાં પડછાયાની જેમ સાથે જ આવવાના છે. માટે સંજોગોથી ભાગી જવાની વૃત્તિ ન કરતાં, ભેટી જવાની હિંમત રાખજો. નહીંતર મહાવીર સ્વામીનો આત્મા ત્રીજા ભવમાં જે રીતે નિષ્ફળતા પામ્યો, તેવી હાલત આ જીવનીપણ થશે.
શક્તિનું પ્રદર્શન કરશો નહીં
શક્તિ એ સત્કાર્યોનું ઈનામ છે એનો દુરપયોગ કરનાર બેઈમાન છે.. જુઓ, પરમાત્મા મહાવીર સ્વામી પૂર્વભવે વિશાખાભૂતિ રૂપે જનમ્યાં હતાં. ત્યારે તેમણે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું અને પરિણામ કેવું ગોઝારું આવ્યું તે જોઈએ...!
વિશાખાભૂતિએ સંયમ સ્વીકારી ખૂબ જ તપ સાધના કરી હતી. કઠીન તપસ્યાને લીધે શરીર સાવ કૃશ થવા પામ્યું હતું. રસ્તામાં જતનાપૂર્વક ચાલી રહ્યાં હતાં ત્યારે ગાયની ટક્કર લાગતા રસ્તા પર પડી ગયા અને વિશાખાનંદી એ દ્રશ્ય જોયું અને બોલ્યા, “અરે! ક્યાં ગઈ તમારી શક્તિ!. એક મુદ્દે કોઠાનાં ઝાડના બધાં ફળ નીચે પાડનાર ! એ બળ ક્યાં ગયું?'' બસ, આ શબ્દો વિશાખાભૂતિ મુનિના કર્ણ પર પડ્યાં અને અંદર ગૂંચળું વાળીને બેઠેલો અહમ સળવળ્યો. મુનિએ બે હાથે ગાયના શિંગડા પકડી ગાયને આકાશમાં અધ્ધર ઘુમાવી નીચે પછાડી બતાવી આપ્યું કે હું કમજોર નથી ! પ્રભુ મહાવીર સ્વામીના આત્માને પણ શક્તિનો મદ આવ્યો અને મદે મુનિપણામાં પણ ઉન્માદ જન્માવ્યો. આ પ્રસંગ સંદેશ આપે છે શક્તિનું કોઈપણ માર્ગે પ્રદર્શન કરશો નહીં. શક્તિ સંયમ
સાધના અને ભગવાન શક્તિ માટે પ્રાપ્ત થયેલ છે, નહીં કે દુનિયાના લોકોને દેખાડવા, શક્તિ જો કોઈને દબાવવામાં વપરાય, કોઈને પછાડવામાં વપરાય, કોઈને બદનામ કરવામાં વપરાય કોઈને રડાવે ને કોઈનો જીવન બાગ ઉજાડે તો એ શક્તિ આશીર્વાદરૂપ નથી બનતી પરંતુ અભિષાપરૂપ બને છે.
સત્તાની શક્તિ, સંપત્તિની શક્તિ, કલમની શક્તિ, પદ-પ્રતિષ્ઠાની શક્તિનું જીવનમાં ક્યારેય પ્રદર્શન કરશો નહીં. આજે માનવીને શક્તિઓને પચાવવા કરતાં બતાવવામાં બહુ રસ છે. યાદ રહે, શક્તિઓ પ્રાપ્ત થાય છે જીવના પુણ્યોદયે અને પુણ્ય મળે છે ધર્મના માધ્યમે, ધર્મની પ્રાપ્તિ થાય છે સદ્ગુરુના માધ્યમે. પુચ્ચો ખલાસ થતાંની સાથે શક્તિઓ અસ્ત થાય છે માટે શક્તિઓ અસ્ત થાય છે સદ્દગુરુના માધ્યમે પુયો ખલાસ થતાંની સાથે શક્તિઓ અસ્ત થાય છે માટે શક્તિનો નાશ થાય પહેલાં અવિનાશી, અખંડ સુખની દિશામાં લાગી જવું તો જ શક્તિનો સઉપયોગ કર્યો ગણાશે, ઉત્તરાધ્યયન સૂત્રના દશમાં અધ્યયનમાં પ્રભુ મહાવીર સ્વામીએ જીવોને શક્તિનો સદુપયોગ કરી લેવા જણાવ્યું છે, નહીંતર તમામ શક્તિઓ ચાલી જશે? ( દિન પ્રતિદિન શક્તિઓ ઓછી થઈ રહી છે. તો ચાલો, શક્તિના પ્રદર્શનને બંધ કરી શક્તિને સાધનાના માર્ગે જોડીએ. કાનની શક્તિ જિનવાણી શ્રવણ, આંખની શક્તિને સંત દર્શન, જીભની શક્તિને ગુણ કીર્તન, શરીરની શક્તિને સેવા-તપમાં અને મનની શક્તિ સર્વેનું ભલું ઈચ્છવામાં, ધન શક્તિને દાનમાં લગાડી અનેકને સુખ આપવામાં વાપરીએ. પરંતુ આ ભવમાં શક્તિનું પ્રદર્શન કરી ભાવી અશક્તિને આમંત્રણ આપશો નહીં. હું જમતા પહેલાં અન્યને આપીને જ જમીશ. સત્યનો માર્ગ કોઈપણ સંજોગોમાં હું છોડીશ નહીં અને પુણ્યોદયે મળેલી શક્તિનું પ્રદર્શન તો ક્યારેય કરીશ નહીં. પ્રભુ! મારા સંકલ્પોમાં ટકી રહેવાનું બળ આપજે. પ્રભુ! આ સિવાય મારે તારી પાસે કાંઈ માગવું નથી.
- ૫૧
- પર