Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 12
________________ ફૂટી ગયો. બધાંયે કંઈક ભૂલ કરી છે. તો તમે દરેક પર જુદી જુદી રીતે ગુસ્સો કરશો, ખરું ને? અને જો એ બાટલી તમારાથી જ તૂટી ગઈ તો? સહજ બોલી નાંખશો કે ફૂટવાનું હતું તે ફૂટી ગુયં. જે ભૂલ માટે જે સજા કે તમે તમારી જાતને આપો છો, તે જ સજા તમે બીજાને આપો, તૂટી ન પડો. સુખી થવાની ઈચ્છા છતાં દુ:ખી કેમ ? પ્રત્યેક માનવીના મનમાં મનોરથ છે સુખી થવાના, મળેલું સુખ ચાલ્યું ન જાય તથા વધુ સુખ મને મળી જાય તેવી તમન્ના સાથે વિશ્વના સર્વ જીવો જીવી રહ્યા છે. છતાંય આ જીવોને કંઈક ને કંઈક ઉપાધિ જીવનમાં જ આવી જાય છે. જેને લઈને મળેલાં બીજા સુખોય દુઃખમાં ટ્રાન્સફર થઈ જાય છે. જ્ઞાની ભગવંતો કહ છે, ‘સુખ જન્મે છે આત્માના ગુણોથી અને દુઃખ જન્મે છે આત્માને લાગેલા દોષોથી!' દોષો જે દુઃખોને જન્મ આપે છે. જીવનમાં દોષ નહીં તો હજારો નિમિત્ત છતાં રોષ નહીં, દોષ જ રોષ જન્માવે છે...! શાસ્ત્રમાં ક્રોધને મોટા દોષ રૂપે બતાવ્યો છે....! શાસ્ત્રમાં ક્રોધ અને અગ્નિમાં લાંબો ફરક નથી. અગ્નિ બળે છે અને બાળે છે તેમ ક્રોધ પણ માનવીને બાળે છે, જેના પર ક્રોધ કરવામાં આવે છે તેને પણ બાળે છે, “ોદ્દો પિત્તું પળાસેફ'' ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. જેનામાં આ ક્રોધનો દોષ ઘર કરી ગયો તે બધા સુખ વચ્ચેય દુખને જન્મ આપે છે. સુખના બાગને આગ લગાવવાનું કુકાર્ય આચરે છે. જુઓ આવા ક્રોધના દોષનો ભોગ બનેલા ચંડકૌશિકના જીવનને...! આચાર્ય બની શિષ્ય ઉપર ભયંકર ક્રોધ કર્યો... હાય... આ ક્રોધના ભાવમાં જ થાંભલા સાથે અથડાઈને કાળધર્મ પામ્યા... અન્ય ભવમાં માળી બન્યા... ક્રોધનો ગુણાકાર થયો, બાગનું ક્ષેત્ર... આખો દિવસ જે બાગના ફૂલ તોડે કે નુકસાન કરે તેને ક્રોધ કરી ભગાડે... ત્યાંથી મૃત્યુ પામી ભયાનક વનમાં ચંડકૌશિક સર્પ બન્યા. ક્ષેત્રમાં... કાળમાં... ક્રોધના ભાવમાં, બધામાં ગુણાકાર થયો. જેથી આંખમાં જ ઝેર નહીં પરંતુ આખાયે શરીરમાં ક્રોધનું ઝેર પ્રસરી ગયું. હોય... તેણે પ્રભુ મહાવીરને ય ડંખવામાં ૨૧ બાકી ન રાખ્યું. પણ નસીબ ગણો એ ચંડકૌશિકના કે પ્રભુએ કરુણા વરસાવીને ક્ષમાના સંસ્કારનું દાન કર્યું ને સર્પમાંથી આઠમા દેવલોકનો સ્વામી બનાવ્યો...! ક્રોધ જો દોષ છે તો ક્ષમા એ ક્રોધને જીતવાનો સર્વોત્તમ ગુણ છે. તમે જેવા સંસ્કારો પાડવાનો પ્રયત્ન કરો તેવા પાડી શકે છે. તે માટે મહત્ત્વનું છે તમે કોના સંગમાં છો? સુસંગમાં છો કે કુસંગમાં છો? યાદ રાખજો નિરોગી માણસ પાસે બેસવાથી આરોગ્ય આપણું સારું રહે કે ન પણ રહે પણ કેન્સર, ટી.બી. આદિના રોગથી ભરેલા માણસ પાસે બેસવાથી રોગ ન આવે તેવું પ્રાયઃ બને નહીં...! બસ, સુસંસ્કારીનો સંગ કરવાથી સંસ્કારો જીવનમાં આવે કે ન પણ આવે પણ કુસંસ્કારી પાસે બેસવાથી કુસંસ્કારો આપણામાં ન આવે તેવું પ્રાયઃ ન બને. તારા અભિમાનને ઓગાળી દે; હે આત્મા! તું શાનું અભિમાન કરે છે? નાશવંત જગતના અલ્પ આયુ અને નિર્માલ્ય વૈભવને ભેગા કરીને અભિમાની બની અક્સ્ડ ફરે છે, પણ ક્યાં ખબર છે? કે આ તો પુણ્યના ખેલ છે. પુણ્યનો ઉદય છે, ત્યાં સુધી તું ઘમંડ કરી શકે છે, પણ જ્યાં પુણ્ય અસ્ત થશે એટલે છતી શક્તિએ સ્વજનોની સામે હાથ લંબાવવાના અને ન સહન થાય તેવા દુઃખદ દિવસો જોવાનો સમય આવશે. એટલે આજે જે છે તે કાયમ રહેવાનું છે. તેવા ભ્રમમાં રહેવાની ભૂલ ક્યારેય કરશો નહીં. મારું કંઈ જ નથી., મારી પાસે કંઈ જ નથી, આવી વિચારધારાને આજથી જ અપનાવી લો, નહીં તો આ અભિમાનનો ભયંકર શત્રુ માનવજીવનને રફે દફે કરી મૂકશે. જુઓ બાહુબલીને. ભરત સામે યુધ્ધમાં વિજય લીધો. ભાઈને મુઠ્ઠી મારવાનું માંડી વાળ્યું ને પંચમુષ્ટિ લોચ કરીને સંયમ ગ્રહી, વનની વાટે સાધનામાં મગ્ન બન્યા. બાહુબલી બહુ ઉચ્ચ સાધક આત્મા હતા. પણ અંતરમાં ભયાનક શત્રુ જન્મી ગયો હતો. હું મારા નાના ભાઈઓને નહીં નમું, બધાય મારાથી નાના છે. હું નાનાને કેવી રીતે વંદન કરી શકું? વરસો સુધી તપ, ત્યાગ, ધ્યાન, સાધનામાં રહ્યાં પણ કેવળજ્ઞાન ન થયું. બાહુબલીનું નસીબ ગણો કે પ્રભુ ૠષભદેવે બ્રાહ્મી-સુંદરી બન્ને સાધ્વી ૨૨

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97