________________
માનવ જીવન અને જૈન દર્શન
આપણે પણ એના જેવા બની જવાથી ઘણું મેળવેલું ગુમાવવા જેવું બને માટે તમારી ટીકા કોઈ વિરોધી કરે તો એથી જરાય સુબ્ધ થશો નહીં.
ટુંકમાં એટલું સમજી લેવું કે શરીર માટે મીઠાશ સાથે કડવાશની પણ એટલી જ જરૂર હોય છે તેમ જીવન વિકાસ માટે પ્રશંસાની સાથે ટીકાની પણ જરૂર હોય છે. પ્રશંસા પચાવતા જાઓ અને ટીકાને જીરવતા જાઓ. જરૂર તમે તમારી મંઝિલને આંબીને રહેશો. જૈન દર્શનમાં પ્રશંસાની પ્રાપ્તિનું કારણ પુણ્ય બતાવ્યું છે જ્યારે ટીકાની પાછળ પાપ કારણભૂત છે.
જ્યારે બંન્ને અવસ્થામાં માધ્યસ્થ રાખવાનું કામ ધર્મના હાથનું છે. તો ધર્મ સુધી પહોંચી જનાર આ પ્રશંસા અને ટીકાના સમયમાં વિજેતા બની શકે
દેહથી જગત છૂટે તેનું નામ ત્યાગ, મનથી જગત છૂટે તેનું નામ વૈરાગ, છોડવાનું હવે કાંઈ બાકી નથી
રહ્યું તેનું નામ વીતરાગ.
“નિશા ભલે ભયંકર હો, ઉષા નવી સવાર લાવે છે,
પતનની હર પગથી એક નવું ઉત્થાન લાવે છે, નિરાશા પર્ણ ખંખેરી, નિત નવી આશાઓ પાંગરતી,
શિશિર જ તો ‘વસંત'ની હંમેશાં બને છે પૂર્વગામી.” મુશ્કેલીઓ સામે તૂટી પડવાને બદલે ટટાર રહેવાની, સ્વસ્થ રહેવાની કેવી પ્રચંડ પ્રેરણા ભરી છે આ પંક્તિઓ ! સફળતા તે જ સર કરી શકે કે જે પરાજયમાં પણ વિજયના વાવેતર નિહાળી શકે, પીછે હઠમાં પણ આગે. બઢોના એંધાણ પામી શકે, નિષ્ફળતાના નારામાંથી પણ સફળતાના સંદેશ તારવી શકે, ઘણી પરિસ્થિતિ પર સફળતા પ્રાપ્ત ન થતા, નાસી પાસ થઈને નિરાશાનો ચોફાળ ઓઢીને જાણે જિંદગી આખી હારી ગયા જેવી માનસિક સ્થિતિ બનાવી, નસીબને દોષ દેતાં લટકતાં મુખડે ગમગીનીના ગીતો ગાતાં ફર્યા કરે છે. આવા પુરુષાર્થના પંગુ પુરુષો ક્યારેય સામે આવેલી તકને ઓળખી શકતા નથી અને સરકતા પારાની જેમ તેઓના હાથમાં તક ક્યારે સરી જાય છે તે જાણતા નથી.
જૈન દર્શન' પાંચ સમવાયને કાર્ય સફળતાના પાયારૂપે વર્ણવે છે, જુઓ આ રહ્યાં તેનાં અજબ ગજબ ના રહસ્યો... ચાલો, તેને સમજીએ અને નિરાશાના વાદળોને દૂર કરી સફળતાનો સૂરજ પ્રગટાવીએ.
સ્વભાવ :જીવ જગત અને જડ જગત. આ બન્ને જગતને તેનો પોતાનો સ્વતંત્ર સ્વભાવ છે. જગતનું કોઈપણ દશ્ય સ્વભાવવિહીન હોતું નથી. અને જગતની સર્વ ઘટનાઓ આ સ્વભાવને અવલંબે છે. કેરીની ગોટલીનો સ્વભાવ છે ઉગવાનો, જ્યારે પથ્થરનો સ્વભાવ ઉગવાનો નથી. ઘણાં લોકો પથ્થરને ઉગાડવાનો વાંઝીયો પુરૂષાર્થ કરતા હોય છે. જમીનમાં પથ્થર વાવીને તેને ખાતર પાણી અને તેની અન્ય શુશ્રુષા કરતા હોય છે. હવે જ્યારે પથ્થરને ફણગો ફૂટે જ નહીં ત્યારે કપાળ કૂટતા કહેતા હોય છે. ઓ હો...! આટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો, કેટકેટલા નુસખા કર્યા... પણ
– ૪૦
છે
છે
જે
યાદ રહે આયંબીલોની ઓળીથી કોઢ મટવો સહેલો છે
પરંતુ જીવનનો ક્રોધ મટવો કઠિન છે.
0 0 0
માણસ! મકાન બદલે છે, વસ્ત્રો બદલે છે. સંબંધો બદલે છે. છતાં દુઃખી છે કારણ! તેનો સ્વભાવ બદલવા તે તૈયાર નથી,
– ૩૯