Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 18
________________ ધર્મથી દૂર ચાલ્યો જાય છે. ૫. ભોગનું વાતાવરણ : જ્યાં જ્યાં નજર પડે ત્યાં મનમાં વિકૃત્તિ સર્જાય તેવું આજનું કલૂષિત વાતાવરણ છે. ઘેર ઘેર ટી.વી. ચેનલો, વિડિયો, ઘરની દિવાલ પર ચોંટાડવામાં આવેલા લ્મિી કલાકારોના ચિત્રો, સ્ત્રીઓના મોતવર્ધક મેકઅપ, લજ્જા રહિત ચેનચાળાં, વ્યસનોના ભોગ બનેલાં યુવાનો, ફેશનેબલ બનતી જતી યુવતિઓ, મર્યાદાની બધીએ વાડો પ્રાયઃ વેરવિખેર થઈ ગઈ છે. સ્કૂલથી માંડી કોલેજ સુધી જ નહીં, ઘરથી માંડી સારાએ શહેર સુધી, ચારે તરફ પલકમાં વાડોને પડતી બનાવી દેવાની તાકાત ધરાવતું આજનું વાતાવરણ છે. હવે યુવાનીના ઉંબરે આવેલાને આ વાતાવરણની મનમાં અસર ન થવા દેવી કોઈ ખાવાના ખેલ નથી. ભોગના ભયાનક વાતાવરણની મનમાં અસર ન થવા દેવી કોઈ ખાવાના ખેલ નથી. ભોગના ભયાનક વાતાવરણથી બચાવનાર માત્ર ધર્મ જ છે. આ ધર્મના ક્ષેત્રનું વાતાવરણ પણ દિનપ્રતિદિન બગડતું જણાય છે. અહંકાર, રાગ, દ્વેષ, મારું-તારું, મોહ-લોભ, માયા, મમતના ભયાનક તાંડવોએ પણ ધર્મક્ષેત્રને કલૂષિત કરવામાં બાકી નથી રાખ્યું. હવે આ નવી પેઢી ક્યાં જશે? નવી પેઢીની સામે આંગળી ચીંધનારા અઢળક માણસો જોવા મળે છે પણ સાચી દિશા તરફ આગળી ચીંધનારા બહું ઓછા જોવા મળે છે. મંદિરોમાં ને ઉપાશ્રયમાં મોહવર્ધક પહેરવેશો પહેરી કેટલાંક ધર્મિઓ આવે છે. રૂપિયાવાળાને સૌ આગળ જગ્યા કરી આપે છે. એટલે આજે માત્ર બાહ્ય ઠઠારાનું પ્રમાણ વધતું જોવા મળે છે. તેવા સંજોગોમાં નવી પેઢી નથી તો ધર્મની નજીક આવી શકતી નથી તો ભોગના આકર્ષણ ભર્યા વાતાવરણથી છૂટી શકતી !!! વાંક કોનો. ૬. કથની કરણીમાં અંતર : ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતોના અર્થ, ભાવાર્થ, નીતિ નિયમોની માન્યતા પ્રત્યેક પંથની, સંપ્રદાયની, સંઘની અને સંતની અલગ અલગ જોવા મળે છે. આજે જેમનું ચોમાસુ છે તે પ્રભુની વાણી સમજાવે તે જ બીજા ચોમાસામાં સમજાવે પણ બન્નેના વિચારો અલગ જોવા મળે. એક કહે છે ક્રિયા વિના મોક્ષ નહીં, બીજા કહે છે જ્ઞાન વિના ધર્મ નહીં. ત્રીજા કંઈક જુદી જ બાબત ફરમાવે. પ્રત્યેક સંપ્રદાય ભગવાનનાં સિદ્ધાંતને પોતાની રીતે સમજાવે ત્યારે નવી પેઢીના મનમાં ઉત્પન્ન થશે, આમાં શું સાચું હશે ? વાત એક, મંતવ્ય અનેક. જેને કારણે યુવાનની સમસ્યા વધતી જ જાય છે. ક્યા મંતવ્યને સાચું માનવું ? ધર્મના પાયાના નિયમોમાં ય આકાશ જમીનનું અંતર જણાય છે. એક ધર્મના અનેક પંથ, અનેક મત, અનેક સિદ્ધાંત, અનેક લક્ષ, અનેક પક્ષ, અનેક ક્રિયા. એમાંય એક પંથી બીજા પંથીની ટીકા... આક્ષેપો... દોષો પ્રગટ કરે. જેને લઈને આ યુવા પેઢી ધર્મને ઝંઝટ સમજી તેનાથઈ દૂર થઈ વ્યસન, ફેશનને રવાડે ચડી જાય છે. પછી આ સમાજ જ બોલે છે યુવા પેઢી બગડી ગઈ છે. અરે, બગડી નથી ગઈ બગાડવામાં આવી રહી છે. યુવાનને સાચા રસ્તે લઈ જવા માટે સંતો-સંપ્રદાયોએ તટસ્થ ભાવે વિચારવું પડશે નહીંતર ભગવાન જાણે યુવાન શું નહીં કરે? ચાલો સહુ સાથે મળીને યુવાનની શક્તિને એક ધર્મના રસ્તે લાવવાનો સુંદર, સાત્વિક પ્રયત્ન કરીએ. સારામાં સારો પદાર્થ પણ જે બગડી શકે છે તો ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ સુધરી શકે છે એ વાતમાં શંકા કરશો નહીં. રાંધેલા ધાનને અને માનવીના મનને બગડતા વાર લાગતી નથી મન તાજુ હોય ત્યાં સુધી સત્કાર્યો કરી લેવા હિતાવહ છે. - ૩૩ - ૩૪

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97