________________
આવડે તો બોલવું નહિતર મૌન રહેવું
સાધના તમારા માટે સરળ બની જશે. લોભના પૂરમાં તણાશો નહીં : માણસ દુઃખી થતો હોય તો તેનું અગત્યનું કારણ છે અભાવ સામે જોવાની વૃત્તિ, જે છે તેને માણસ જેવા રાજી નથી અને જે નથી તેને જ જોયા કરે છે. જેને કારણે માણસ બધું સુખ હોવા છતાં દુઃખ ઊભું કરે છે.
બીજાના કાંડે રહેલી ઘડિયાળ વધુ આકર્ષક લાગતી હોય છે, બીજાનું મકાન વધુ સારું દેખાતું હોય છે, બીજાએ પહેરેલાં વસ્ત્રો વધુ ગમવા લાગે છે. મનનો આ વિચિત્ર સ્વભાવ છે કે તેની પાસે જે છે તેમાં અણગમો ઊભો કરે છે. મન આકર્ષણમાં આકર્ષણ ઊભું કરે છે અને જે છે તેમાં આકર્ષણ દેખાતી વસ્તુ કે વ્યક્તિ જ્યારે મન પાસે આવી જાય છે ત્યારે તે અનાકર્ષક બની જાય છે. જગતના વૈભવો પાછળ ગાંડા બનવાનું માંડી વાળો નહીં તો આ વૈભવ તમારી શાંતિ તો છીનવી લેશે પણ તમારી સદ્ગતિ પણ અટકાવી દેશે. તમો સવ્ય વિસMો આ લોભ સર્વવિનાશકારક છે. મમ્મણશેઠના લોભની વાતથી કોણ અજાણ છે ? આ લોભ નામનો તમારામાં બેઠેલો કાળો કષાય તમને સુખી બનવા દેતો નથી તો અન્યને સુખ આપવા દેતો નથી આ લોભના પૂરમાં જે તણાયા તે આ દુનિયામાં મહાદુઃખી થયા છે અને દુઃખી થઈ રહેલાં કેટલાય આંખ સામે દેખાઈ રહ્યાં છે.
એક શેઠને પૂછવામાં આવ્યું કે તમે આટલું બધું દાન કેમ કરવા લાગ્યા છો ? શેઠે જવાબ આપ્યો કે ભાઈ “હું ગરીબ થઈ જાઉં તો ?' એક કંજૂસને પૂછવામાં આવ્યું તમે આટલી બધી લક્ષ્મીના માલિક છતાં દાન કેમ. કરતાં નથી ? તો તેણે જવાબ આપ્યો, “ગરીબ થઈ જાઉં તો ?' બન્નેનો ઉત્તર સમાન પણ ભાવ અલગ છે. બસ આપણા સંસાર પરિભ્રમણનું અને મોક્ષમાં આજ દિન સુખીનાં પ્રવેશ નહિ થવાનું સાચું કારણ સમજાઈ ગયું ને ? આ વિષયોથી અને દાવાનળ કરતાં ય વિકરાળ આ કષાયોથી તમારા આત્માને જોજનો દુર રાખજો, નહીંતર હજી પણ મોક્ષનાં દ્વાર તમારા માટે બંધ રહેશે...
“છૂટેલું બાણ, છૂટેલાં પ્રાણ અને છૂટેલું વચન ક્યારેય પાછાં વળતાં નથી.” તેથી બોલતાં પહેલાં સો વાર વિચારીને બોલો કે, હું જે બોલું છું. તેથી દાવાનળ તો નહીં સર્જાય ને? સંબંધોમાં કડવાશ તો નહીં પેદા થાય ને? જો બોલવાથી સારું થવાનું હોય તો જ હોઠ હલાવજો, નહીં તો હોઠ હલાવવાનું માંડી વાળજો, કહેવત છે કે, “બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં નવ ગુણ!” જો બોલીને માત્ર બોર જ વેચવાનાં હોય તો બોલવાનું માંડી વાળીને નવ ગુણો કેમ પ્રાપ્ત ન કરીએ ? ખુદ પ્રભુ મહાવીરે સાધના જીવનમાં સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી મૌન પાળ્યું હતું. જેની ફલશ્રુતિમાં તેમને કેવળજ્ઞાન અને દર્શનજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને આજે બધાંને બોલવાનો મહારોગ લાગુ પડી ગયો છે, અરે ભાઈ, તમને બોબડા બનવાનું કોણ કહે છે? બોલો, પણ જરૂર લાગે ત્યાં બોલો, સત્ય બોલો, અસત્ય ન ઉચ્ચારો. મધુર બોલો, હિતકર બોલો, પણ નિરર્થક બોલવાનું બંધ કરો. તેમાંથી જ અનેક અનર્થો સર્જાતાં હોય છે. ઘણી વખત સત્ય વાત પણ ગમતી નથી હોતી, તો શું કરવું?
ખોટું ખુદને ના ગમે, સાચું ગમે ના લોકને,
બન્નેને રાખવા રાજી, ધરી લેવું સદા મૌનને. બસ તમે મૌન રાખવાની તૈયારી રાખો. સત્ય બોલીને સંઘર્ષ ઊભો થતો હોય તો વિવેક કેળવવો.
બહુ બોલ બોલ કરનારો બધે પૂછાય છે ખરો, પણ કશે પૂજાતો નથી, મૌન રાખનાર ને કોઈ પૂછે નહીં એવું બનેખરું પણ સામેના દિલમાં તેના પ્રત્યે પૂજ્યતાનાં ભાવ તો જન્મી જાય છે. ઈતિહાસમાં જેટલાં સંઘર્ષ થયાં છે તે બધાં બોલવાથી જ સર્જાયાં છે. એક કૂતરો બીજા કૂતરાને ભસે છે, ત્યારે જો બીજો કૂતરો સામે ભસવાનું ચાલુ કરે તો ઝઘડો વધે છે. પણ બીજો કૂતરો શાંત તી જાય તો પહેલો ઠંડો થઈ જાય છે. જો કૂતરામાંય આ નિયમ લાગુ પડતો હોય તો આપણે તો બુદ્ધિશાળી પ્રાણી છીએ. શાસ્ત્ર કહે છે કે, પ્રચંડ પુણ્યોદય વિના જીવને વાચા મળતી નથી. તો શા માટે તેનો દુરુપયોગ
- ૨૬