Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 15
________________ કરવો? રૂપિયા અને દાગીનાની સુરક્ષા જો તિજોરીમાં છે તો જીવનની વધુ સુરક્ષા જીભને દાંતરૂપી તિજોરીમાં રાખી મૂકવામાં જ છે અને હા, વધુ બોલનાર પાસે, સત્ય ક્યારેય આવતું નથી. કારણ કે સત્યનો અનુભવ મૌનમાં જ છે. દાંત અને જીભનો ઝઘડો એકવાર દાંત અને જીભનો ઝઘડો થયો. મોટાઈ અને તાકાતનું મોટું યુધ્ધ થયું. જીભનું કહેવું કે, મારી તાકાત વધુ છે. અને દાંતનું કહેવું કે, જીભ કરતાં અમે વધુ તાકાતવાળા છીએ. અમે બત્રીસ જણાં છીએ, અમારી પાસે મજબૂત કિલ્લો છે.. અમે ધારીએ તો તારા બે ટૂકડા કરી નાંખીએ. પણ તું એકલી છું એટલે તારી દયા ખાઈએ છીએ સમજી ? હળવેક રહીને જીભે દાતને જડબાતોડ જવાબ પરખાવ્યો, હું ભલે એકલી છું. પણ હું ગભરાતી નથી, તમને મારી તાકાતની ખબર નથી. દ્રૌપદીમાં રહીને મેં મહાભારતનું સર્જન કર્યું છે. રાજા દશરથનાં મુખમાં બેસીને મેં રામને ચૌદ વરસો વનવાસ અપાવ્યો છે. અને પ્રભુ મહાવીરના મુખમાં સ્થાન પ્રાપ્ત કરીને ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાનું સદ્ભાગ્ય મારું જ હતું. તમે મારા બે ટૂકડા કરી નાંખવાની ભલે તાકાત ધરાવો, પણ જો હું આડુંઅવળું બકી નાખીશ તો તમને બત્રીસને જળમૂળથી પડાવી નંખાવવાની મરી તાકાત છે. સમજ્યા! બસ ત્યારથી જ દાંતે પરાજય સ્વીકારી લીધો છે. ત્યારથી આ જીભે સમગ્ર દેહ ઉપર સામ્રાજ્ય જમાવી દીધું છે. જીભમાં ભલે હાડકું ના હોય પણ હાડકાં ભંગાવી નાંખવાનું બળ તો તેની પાસે ગજબનું છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે જેણે જીભ પર કાબૂ મેળવ્યો છે. તેણે સમગ્ર જગત પર વિજ્ય મેળવ્યો છે. તેથી જ બધી ઈન્દ્રિયો કરતાં જીભને વધુ રક્ષણ આપેલ છે. વચનરત્ન મુખ કોટડી, હોઠ કપાય જડાય, પહેરેગીર બત્રીસ છે, રખે પરવશ પડી જાય. કિંમતી વચનરત્નોની જતના કરો. જરૂર વગર મુખની કોટડીમાંથી તેને બહાર કાઢશો નહીં. ક્રોધ જીવનની કમજોરી છે ક્રોધ અગ્નિ છે. ક્રોધ આંધળો છે. અગ્નિ જે સામે આવે તેને સળગાવી. નાખે છે. ક્રોધાવેશમાં કોની સાથે શું બોલી રહ્યો છું તેનું ભાન નથી રહેતું. ક્રોધ કરવાથી સૌથી પહેલું નુકસાન ક્રોધ કરનારાના શરીરને થાય છે. લોહી ઊકળી જાય છે. મન શાંત બને છે ત્યારે પાછો પસ્તાવો થાય છે. અરે દોસ્ત ! જરા ડાહ્યો થઈને શાંત ચિત્તે તું તારા અંતરના ઊંડાણમાં ડોકિયું કરે કે સૌથી વ્હાલું મારું આ શરીર ફક્ત પાંચ મિનિટના ક્રોધ માટે કેટલું નુકસાન વેઠે છે અને છેવટે તો પસ્તાવો જ થવાનો છે! નક્કી કરો કે મારે ક્રોધ નથી જ કરવો. કોઈથી ગમે તેવી ભૂલ થાય, ગમે તેવું તૂટી જાય, કૂટી જાય તમારું ધાર્યું કરે કે ના કરે, તમને કોઈ બોલાવે ના બોલાવે. તમારું કોઈ માને કે ન મને પણ તમે ગુસ્સો નહિ જ કરો. તેને ક્ષમા કરી દો. માફી આપી દો, મન હંમેશાં ગુલાબની જેમ સુવાસિત રાખો. હંમેશાં પ્રસન્ન રહો. સ્વભાવ હંમેશાં ગુલાબની જેમ સુવાસિત રાખો. હંમેશાં પ્રસન્ન રહો. સ્વભાવ હંમેશાં શીતળ રાખો. કોઈ ગમે તેટલું છંછેડે, ખીજાવે તો પણ કદી ગુસ્સો ન કરશો, અંતરને સાગર જેવું વિશાળ બનાવો. દરેક પ્રત્યે પ્રેમ રાખો. મક્કમ બનીને નિર્ણય કરો કે હવે મારે ક્રોધનો પડછાયો પણ ન જોઈએ. અંતરમાં ક્ષમાના સૂરજને ઉગાડો. ક્ષમાનો પ્રવેશ એટલે ક્રોધની વિદાયનો દિવસ પર્વના પાવન સાન્નિધ્યને ક્ષમાદીપ પ્રગટાવો અને ક્રોધના અંધકારને ભગાવો. માનવી હંમેશાં તેનાથી કમજોર ઉપર જ ક્રોધ કરે છે. આપણાથી વધુ શક્તિશાળીની સામે આપણે ક્રોધને શાંત રાખીએ છીએ. વધુ પડતો ક્રોધ આપણા પરિવાર ઉપર જ ઠાલવીએ છીએ. નોકરીમાં કે ધંધામાં જો આપણને કોઈક બોલી જાય, ગમે તેમ ખખડાવી નાંખે કે કોઈક બીજો આપણાં કરતાં વધુ સારું કરી બતાવે અથવા તો આપણે જેને પોતાના હક્કક્યું માનતા હોય અને તે વસ્તુ આપણને ન મળે તો આપણા સૂક્ષ્મ મનમાં આ વાત સુષુપ્ત થઈને પડી રહે છે. ઈષ્યવૃત્તિ, વેરવૃત્તિ કે બદલો લેવાની ભાવના સુષુપ્ત રહે છે. આપણા કરતાં નાની વ્યક્તિ સાથે કે પરિવારમાં રહેલાં પત્ની ભાઈ, ભાભી, બાળકો, મા કે બાપની સામે આપણે તેને ક્રોધ રૂપે અજાણતાં જ ઠાલવી દઈએ છીએ. તેના લીધે આપણે પરિવારનો પ્રેમ ગુમાવી બેસીએ છીએ. પરિવાર પણ ક્રોધીલી વ્યક્તિથી દૂર રહે છે. તેની સાથે વાત કરવાનું પણ ટાળે છે. ક્યાંક ભડકો થઈ જાય એવા ડરનાં માર્યા કોઈ તેની નજીક જવા રાજી નથી હોતું ! - ૨૮ – ર0

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97