Book Title: Drusti Author(s): Tej Saheb Publisher: Tej Saheb View full book textPage 9
________________ પ્રભુ મહાવીરના સંગમાં આવેલ શ્રેણિક રાજાને જુઓ, સગા પૂત્રના હાથે ૫૦૦ ફટકાં પડતા હોવા છતાં સ્વયંનો પાપોદય ગણી સ્વીકારી લેવાની પ્રેરણા પ્રભુના સાન્નિધ્યમાંથી જ મેળવેલી હતી ને? પરિસ્થિતિનો સ્વીકાર કર્યા વિના આપણે સુખી નહીં થઈએ. સુખી થવા દુઃખને સ્વીકારો, દુઃખનું સ્વાગત કરો. - સાચું સુખ ચિત્ત પ્રસન્નતા પ્રભુ મહાવીરનો બીજો શ્રેષ્ઠ ગુણ હતો ‘ઉપશાન્ત ભાવ અને પ્રશાન્તા ભાવમાં રહેવું.’ કષ્ટોને સ્વીકારી લેવાની સાધના જેટલી કઠિન સાધના છે તેના કરતાં વધુ કઠિન સાધના છે પરિષહોમાં પ્રસન્ન ચિત્ત રાખવું. વાહ પ્રભુ વાહ! પેલા ગોવાળિયાએ ખીલા મારવાના પ્રસંગે આપે કેવી અદ્ભુત પ્રસન્નતા રાખી હતી, અને આપનું હૃદય કેવું ઉપશાન્ત મગ્ન હતું અને હા, ભયાનક જંગલમાં આપ નિર્ભય બની વિચરણ કરી રહ્યા હતાં, ત્યારે ચંડકૌશિકે બધું બળ ભેગું કરી તીવ્ર ડંખ લગાવ્યો. તોય આપની ચિત્ત પ્રસન્નતા અખંડ રાખી હતી તેણે ડંખ માર્યા બદલ આપે. ‘સબુક્ઝ, સંબુઝ'ના શબ્દ પુષ્પો તેના ઉપર વરસાવીને તેના હૈયામાં આરાધનાનું અમૃત ભરી આપીને કેવો. ચમત્કાર સજર્યો હતો. ઈન્દ્રોએ આપની સમોવસરણમાં ખરા અંતઃકરણપૂર્વક સ્તુતિ કરી, અનેક દેવો અને દેવીઓએ આપની મુક્ત મને પ્રશંસા કરી છતાંય આપ તો ચિત્ત પ્રસન્નતાના સાગરમાં મગ્ન હતા. ટૂંકમાં, શુભાશુભ પ્રસંગોમાં અને કડવા મીઠા અનુભવોમાં આપે સ્વકર્મ દોષ ગણી, સ્વીકારી લીધા અને પ્રસન્ન ચિત્તે આપ ઊભા રહ્યા હતાં. ખરેખર આપની અજોડ સાધના, અજોડ આરાધના હતી, !!! પ્રભુ મહાવીરના સાધના જીવનમાંથી પ્રેરણા મળે છે કે, પરિસ્થિતનો માત્ર સ્વીકાર જ કરી લો તેમ નહીં, પરંતુ ચિત્ત પ્રસન્નતા સાથે સ્વીકાર કરો. સૂર્યમુખી દિનમેં ખિલતા હૈ રાતમેં નહીં, ચંદ્રમુખી રાત મેં ખિલતાં હૈ પ્રભાત મેં નહીં, અંતર્મુખી હરક્ષણ ખીલતા હી રહતા હૈ, ક્યોંકિ ઉસકી મુસ્કાન કિસીકે હાથમેં નહીં.” લગ્ન પાર્ટીનો પ્રસંગ આપણે સ્વીકારી લઈએ છીએ અને પ્રસન્ન ચિત્તે આનંદ માણીએ છીએ. ટી.વી. વિડિયોના ચિત્રો જોઈએ છીએ અને આનંદ અનુભવીએ છીએ. પરંતુ શરીરમાં ઊભી થતી વ્યાધિ, હાથમાંથી છૂટી જતા સત્તા, લૂંટાઈ જતાં રૂપિયા, ધંધામાં આવેલી મોટી ખોટ, કોઈના અપમાન ભર્યા શબ્દો આ બધી બાબત આપણે સ્વીકારતા નથી. કદાચ સ્વીકાર કરી લઈએ તો ચિત્તની પ્રસન્નતા વિના જ, પ્રભુ મહાવીરનું કહેવું છે કે, “શુભપ્રસંગો સ્વીકારવા જીવને રુચે છે અને અશુભ પ્રસંગો જીવને ખૂંચે છે, પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખો એટલું જ નહીં થોડાં આગળ વધીને પ્રસન્ન ચિત્તે સ્વીકારી લો.” સામનો નહીં, સહન કરો પરમ કૃપાળનો ત્રીજો અને અતિ મહત્ત્વનો ગુણ હતો, સામનો ન કરતાં માત્ર સહન જ કરી લેવું. કંગાળથી માંડીને બળવાન માણસો તરફથી આવેલાં કષ્ટો પ્રભુએ સહન કર્યા. દેવોએ પણ ઉપસર્ગો આપવામાં બાકી નથી રાખ્યું, તો તિર્યંચો તરફથી મળેલા પરિષહો કોઈ સામાન્ય ન હતા. અનેક રીતે અનેકવાર આવેલ કષ્ટદાયી પરિસ્થિતિનો પ્રભુએ મનથી પણ સામનો કર્યો નથી, માત્ર બધું સહન જ કર્યું અને હા, વધુ આશ્ચર્ય તો એ થાય છે કે પ્રભુની પાસે અનેક લબ્ધિઓ અને શક્તિઓ હતી, તેમણે ધાર્યું હોત તો ભાંગીને બધાનો ભૂક્કો બોલાવી દીધો હોત, પરંતુ કશું જ ન કરતાં, છતી. શક્તિ અને લબ્ધિએ પ્રભુએ સહન જ કર્યું હતું અને સહન કરવાની પાછળ લક્ષ હતું આત્મશુદ્ધિનું, આત્માની પૂર્ણતાનું !!! મૌન રાખીને પ્રસન્ન ચિત્તે સહન કરવાની સાધના કેટલી કઠીન છે, એ તો આપના જીવનમાં આવતા નાના મોટા પ્રસંગે જ ખ્યાલ આવી જાય છે અને પરાધીનતાએ સહન કરવામાં આપણે કંઈ જ બાકી નથી રાખ્યું. હવે સ્વાધીન બનીને સહવાની સાધના કરવાની છે. પ્રભુ મહાવીરે બધું પ્રસન્ન ચિત્ત સહન જ કર્યું અને તેમાંય પ્રભુને તો લાભ જ લાભ દેખાયા કરતો હતો. ‘હેંદીને જેમ જેમ ઘસો, તેમ તેમ રંગ મજીઠિયો બને’ ચંદનને ઘસઘસ કરો તો સુગંધ ઔર વધે, તાપ સહ્યા જ કરે તો જલ નભે જઈ ચઢે, જેમ જેમ સહ્યા કરે તેમ આત્મા શુધ્ધ બને. સાડા બાર વરસને એક પખવાડિયા સુધી પ્રભુએ બધું સ્વીકાર્યું, પ્રસન્ન - ૧૫ - ૧૬Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 97