Book Title: Drusti Author(s): Tej Saheb Publisher: Tej Saheb View full book textPage 7
________________ હક જતો કરી બીજાને હક્કદાર બનાવવામાં જેને હાંસ થતો હોય. આ સઘળો પ્રભાવ છે ઉદાર દૃષ્ટિનો. એકવાર ઉદારતાનો ગુણ આપણી દૃષ્ટિમાં સ્થાપિત કરી દો પછી જુઓ તમારા જીવનનું પરિવર્તન કેવું આવે છે. ખાવા કરતા ખવડાવવામાં સ્વાદ અનુભવવા લાગશો. વાપરવા કરતા વહેંચવાનો આનંદ થવા લાગશે. સંકુચીતતાનું દહન થયું સમજો. ઉદાર દૃષ્ટિના સ્વામી થયા એટલે આ મારૂ અને આ પરાયુંના ભાવોની અલવીદા. ઉંચા અને નિચાની વિચારનાનું દફન, આ સારૂ અને આ ખરાબની ખટપટનું પુર્ણ વિરામ. ‘બધા મારા અને મારા એ બધા સારા'' આવી ઉદાર દૃષ્ટિનું પ્રગટીકરણ એજ ધર્મનું સાચું ફળ છે. કુદરત તરફ દૃષ્ટિ કરો સૂર્ય પ્રકાશ આપે છે. ચંદ્ર શીતલતા આપે છે. વૃક્ષો ફળ આપે છે. ધરતીનીતો વાત જ ન્યારી છે. ધરતી જે આપે છે તેનું મૂલ્ય આંકવું કઠીન છે તો હે માનવી! કોઈ શાસ્ત્ર ખોલવાની જરૂરત નથી. તારી દૃષ્ટિ ખોલી કુદરતની ઉદારતાનો વિચાર કર. અપેક્ષા વિના આ કુદરતી તત્ત્વો જગતને કેટ કેટલું આપે છે. અને હું આ દુનિયાના જન્મ ધારીને બીજાને શું આપું છું? થોડું આપીનેયે કેટલું અભિમાન કરૂ છું. મને કોઈ ન આપે ત્યારે દિલમાં જે વેદના થાય છે તેવી વેદના હું કોઈને આપતો નથી ત્યારે થાય છે? સંગ્રહ કરવાની આદતનો ત્યાગ કરી ઉદાર દૃષ્ટિ રાખો. વસ્તુ આપવામાં ઉદારતા રાખો, ક્ષમા આપવામાં ઉદારતા રાખો. આપવાનો અવસર આવે ત્યારે દૃષ્ટિને ઉદાર બનાવો. જીવન ન્યાલ થઈ જશે. દૃષ્ટિને પોઝિટીવ બનાવો સ્કુલમાં ટીચરે વિધાર્થીની સામે સફેદ કાગળ બતાવીને પૂછ્યું, તમને આ કાગળમાં કાંઈ દેખાય છે? વિધાર્થી - ના સર આ કાગળમાં કાંઈ દેખાતું નથી. ત્યારબાદ ટીચરે કાગળની વચ્ચો વચ્ચ કાળું ટપકું કરીને પૂછયું, બોલો મિત્રો આ કાગળમાં હવે કાંઈ દેખાય છે ? વિદ્યાર્થી - હા સર કાગળની વચ્ચે કાળું ટપકું દેખાય છે. ટીચરે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તમોને કાગળમાં રહેલું ટપકું દેખાયું પણ કાગળમાં રહેલી સફેદી કેમ ન દેખાઈ? જુઓ જીવનમાં સફળ બનવું હોય ૧૧ તો કાગળમાની સફેદી નજરમાં આવવી જોઈએ તમારી દૃષ્ટિને પોઝિટીવ બનાવવી પડશે. આપણી દૃષ્ટિમાં સારી સાઈડ દેખાતી નથી ખરાબ સાઈડને તરત જોઈ લઈએ છીએ. નેગેટીવ દૃષ્ટિનો ત્યાગ અને પોઝિટીવ દૃષ્ટિનો ઉગાડ થવો એજ જીવનની સફળતા છે. દરેકમા બે પાસા હોય છે. ગુણ અને દોષ બન્ને જોવા મળે છે, જ્યાં સુધી જીવ કર્મ મુક્ત નહી બને ત્યાં સુધી દોષ મુક્ત થવાનો નથી. અને આપણે આપણા તરફ જુઓને કેટલા દોષોથી ભરેલું છે આપણું જીવન ? કૃપાળુ દેવ જણાવ્યું છે... “દોષ અનંતનું ભાજન હું" આપણે અનંત દોષોથી ભરેલા છીએ. આપણી દૃષ્ટિ આપણી જાત જોવામાં લગાડો અને બીજાની જાતને જુઓ ત્યારે પોઝિટીવ રીતે જુઓ. તેમાં રહેલા ગુણોને જુઓ. તેમા રહેલી વિશેષતાને શોધી કાઢો. ખામી નહીં ખુબીઓને નિહાળો. કુતરી ભલે સડેલી હોય પણ તેના દાંત કેવા દાંડમની કડી જેવા છે આ વિચાર, આ દૃષ્ટિ કૃષ્ણ મહારાજાની હતી માટે જ તેમની દૃષ્ટિને આજે પણ જગત યાદ કરે છે. દૃષ્ટા બનતા પહેલા આપણે આપણી દૃષ્ટિને વિકસાવવી પડશે. પાપીને પણ પ્યાર કરવાની વાત જૈન ધર્મએ બતાવી છે. પુણ્યશાળી અને ધર્માંતો વ્હાલા લાગે તેમાં આપણી કોઈ વિશેષતા નથી. કારણ તેમાં પુણ્ય અને ધર્મની વિશેષતા છે. જ્યારે તમે પાપીને પણ પ્યારથી આવકારો છો. પ્યાર કરો છો. તેને મદદરૂપ બનો છો. તેને વાત્સલ્યથી ભીંજવી દો છો તેમા પાપીની નહીં તમારી પોઝિટીવ દૃષ્ટિની વિશેષતા છે. આપણી મહાનતા આપણી દૃષ્ટિના વિકાસથી નક્કી થાય છે. અને હા જૈનદર્શને તો સમ્યક્ દૃષ્ટિ વિના ધર્મની શરૂઆત થતી નથી અને ચારિત્ર પણ નિષ્ફળ જાય છે ત્યાં સુધી બતાવ્યું છે. સમકિતની પ્રાપ્તિ વિના સર્વજ્ઞ બનવું અસંભવ છે. શેઠને ક્રોધ આવી ગયો એય! નોકર સામેની બારીના કાચ પર ડાઘ છે સાફ કર. જી સાહેબ! હમણાંજ સાફ કરું છું. નોકરે કાચ સાફ કર્યો. સાહેબ ડાઘ કાઢી નાખ્યો. ૧૨Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 97