Book Title: Drusti Author(s): Tej Saheb Publisher: Tej Saheb View full book textPage 6
________________ દષ્ટિ ખુલે ત્યારે પ્રભુ મહાવીર સ્વામીએ વરસો પહેલા આપેલા ઉપદેશની વધુ આવશ્યક્તા આજના લોકોને છે. દોડધામની આ જિંદગીમાં અને સેંકડો ટેન્શનો વચ્ચે દટાયેલાં માનવીની જેટલી દયા ખાઈએ એટલી ઓછી છે. પ્રભુએ માનવ જીવનને અજવાળવાના અનેક માર્ગ બનાવ્યા છે. તનાવ વચ્ચે જીવતા માનસે અજમાવવા જેવા ઈલાજો ને અમલી બનાવવા પડશે. સમય માણસને બદલે સંજોગ માણસમા પરિવર્તન લાવે સમાજ માણસને બદલાવે. તેના કરતા સમાજ દ્વારા બદલાઈ જવું વધુ સારું છે. જીવનમાં બદલાવ ત્યારે આવે જ્યારે જ્ઞાની પુરુષોના કહેલા તત્ત્વને આત્મસાત્ કરવામાં આવે. આવો આપણે પ્રભુએ બનાવેલા આનંદના અનેક માર્ગમાંનો એક માર્ગ વિચારીએ અને તે માર્ગ છે “સમ્યક્ દષ્ટિ”. તમે સામે છે તે જોતા નથી તમારી દષ્ટિમાં જે છે તે દેખાય રહ્યું છે. બીજાના દોષ દેખાય છે તેમાં દોષી વ્યક્તિનો કોઈ દોષ નથી તેમા આપણી દષ્ટિમાં પડેલા દોષોનો દોષ છે. ગુણીજનમાં તમને ગુણોના દર્શન થાય છે તેમા ગુણીજનની વિશેષતા નથી. તેમા તમારી દષ્ટિમાં ગુણ રહેલા છે તેનો પ્રભાવ છે. દુનિયા કે દુનિયાની વ્યક્તિ કરતા આપણી દષ્ટિની. વિશેષતા વધુ મહત્ત્વની છે. ધર્મ દષ્ટિ ઉઘાડે છે. ધર્મ એટલે જ સત્યદર્શન. અન્યથા સઘળું પ્રદર્શન. જેવું છે તેવું દર્શન કરવું અને તે ત્યારે બને છે. જ્યારે આપણી દષ્ટિ સમ્યક્ હોય. ધર્મનો પ્રારંભ પણ આ દષ્ટિની નિર્મળતાથી થાય છે. આપણી દષ્ટિ જ્યારે સમ્યક્ હોય છે ત્યારે શત્રુમાં મિત્રતાના દર્શન થવા લાગે છે, ગુણમાં ભગવાનના દર્શન થવા લાગે છે, અને ભગવાનમાં. પોતાના સ્વરૂપના દર્શન થવા લાગે છે. આ જગતમાં આપણે શું બદલાવી શકવા સમર્થ છીએ ? બીજાને બદલવાની અપેક્ષા જ મિથ્યા છે. બીજાને બદલી શકવા હું સમર્થ છું તે ભ્રમણા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરવા ક્યાં સમર્થ છે? સઘળુ નિમિત્ત માત્ર ! આપણે બીજાને બદલાવવા, સુધારવા અને સારા બનાવવા પાછળ સમય-શક્તિને ખર્ચી છે તેની અંશ શક્તિ આપણે આપણને સુધારવા ફાળવી હોત તો અજબ ગજબનો ચમત્કાર સર્જાયો હોત... ખેર! હવે આ ભવમાં આ ભૂલ કરવાની નથી. આપણી અપેક્ષા બીજા સારા હોવા જોઈએ તેવી હોય છે તેના બદલે હું સારો હોવો જોઈએ તેવી અપેક્ષા ઉભી કરવી જોઈએ. ધર્મનો સાર છે દષ્ટિની પવિત્રતા, દષ્ટિની નિર્મળતા. દૃષ્ટિને ઉદાર બનાવો સંકુચિત દૃષ્ટિ અનેક અનર્થોનું મૂળ છે. મને મળે, મારાને મળે તેના કરતા સઘળાને મળે તેવી ભાવના જ જીવનનું સાર્થકપણું છે. એક જગ્યાએ વાંચવામાં આવ્યું હતું આજે માણસ સાંકડો થતો જાય છે. અને તેના વિચારોમાં એટલું જ હોય છે “હું અને મારી વહું તેમા આવી ગયા સહું'', પહેલાના સમયમાં ભાઈ માટે, બહેન માટે, કુટુંબ માટે, જીવન આપી દેવા તૈયાર હતા. સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે સેંકડો લોકોએ પોતાના જીવનની કુરબાની આપી દીધાના ઉદાર જીવનોના ઈતિહાસ વાંચવા મળે છે. જ્યારે દષ્ટિ ઉદાર બને છે ત્યારે સ્વાર્થ સૂન્ય બને છે અને પરમાર્થ પૂર્ણ બને છે. મારાપણાની દુર્ગધ ગાયબ થાય ત્યારે સર્વપણાની ભાવના જીવંત બને છે. ભાગમાં નહી સંવિભાગમા દિલ આનંદવિભોર થવા લાગે. આ છે ઉદાર દષ્ટિનું પરિણામ, ઉદાર દષ્ટિવાળાને દૂશ્મન કરતા મિત્રોની સંખ્યા વધારે હોય છે, લેવા કરતા આપવામાં જેને સુખ લાગે તેની દષ્ટિ ઉદાર બની ગઈ છે. તેમા લેશ શંકાને સ્થાન નથી. બીજાની સફળતામાં જેને સુખ લાગે છે. અન્યના સુખને જોઈ જેનું હૃદય સુખનો અનુભવ કરે છે. બીજાના સન્માન થતા જોઈ અનુમોદનાના આંસુ ટપકવા લાગતા હોય, બીજાના ભલામાય જેનુ હૈયુ ખુશાલી મનાવતું હોય. પોતાને મળવાનું બીજાને મળી જવા છતાં અંતરમાં અફસોસ ન હોય. - ૧૦Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 97