________________
૧૧
વળી કેસરી કપડાં તે દીક્ષા કે આચાર્યાદિ પદવી આપતી વખતે પહેરાવવામાં આવે છે. અને સામાન્ય રીતે જૈન સાધુઓ પીળાં કપડાં પહેરતા હાઈ બીજાને કેસરીયા કપડાની કલ્પના થાય એ સંભવિત નથી?
“ખરેખર જે જૈન સંસ્કૃતિમાં આવી ગયેલી શિથિલતાને સુધારવાની જ ઈચ્છા હોય તે શ્રીમંત સરકાર મહારાજા ગાયકવાડ પોતાના રાજ્યના અગ્રગણ્ય જૈનેને એકઠા કરી તેમનું એક પંચ નીમી શકે છે.” (ક. ૧૬ પા. ૧૦)
આમ સમાચક મહાશય “દ્રાવિડ પ્રાણાયામ” થી સંસ્કૃતિમાં શિથિલતા સ્વીકારી સરકારને જૈન પંચ નીમવાની ભલામણ કરે છે. પણ પંચ કેના માટે નિમવાનું છે? જેમનામાં શિથિલતા ઘુસી ગઈ છે તેઓ કઈ પણ પંચના કથનને કે યોગ્ય અંકુશને સ્વીકારવા કબૂલ છે? તેમને તે મનસ્વીપણે વર્તવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com