________________
આપવાની તાલાવેલી તરફ નજર કરે ! દીક્ષા પાછળ આજે સાધુઓની ઘેલછા કેટલી વધી પડી છે અને તે માટે વધતી જતી કલહ-કોલાહલની ભીષણ ઝાળમાં સમાજ કેવો હોમાઈ રહ્યો છે !
આગળ જતાં લખે છે કે–“ ત્યાગની મહત્તા લક્ષમાં લઈને જ ૮ વર્ષની ઉમર થતાં, તે માર્ગે વિચરવાને કઈને પણ હક્ક છે. અને એ ઉમરને આત્મા પણ ગજસુકુમાળની જેમ પિતાનું કલ્યાણ કરી શકે છે, એ માટે મોટી ઉમરની જરૂર છે એવું કાંઇ નથી. ” (ક. ૩૭. પા. ૩૩.)
પણ બાલ–દીક્ષાની શાસ્ત્રસિધ્ધતા અસાધારણ સંગમાં છે એ ભૂલવું ન ઘટે. તે વસ્તુ વિરલ, કદાચિત્ અને મહાન ગુરૂના હાથની છે. સાધારણ સાધુ કે પદવીધારીનું એ કામ નથી. ચોથા આરાનાં અસંખ્ય વર્ષોમાં અને કેવલજ્ઞાનીબોના મહાન યુગમાં પણ એકાદ દાખલા સિવાય બાળદીક્ષાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com