________________
કલ્યાણ સાધવું છે, જે આત્માઓ અધ્યાત્મરસનાં પાન કરવા નિકળ્યા છે, જેમનું લક્ષ મોક્ષ તરફ છે, સંસારની વાસનાઓથી જે અલગ થવા ઈચ્છે છે અને જેમને પોતાનું જીવન વૈરાગ્યમય સાધવાનું છે તેમને–તે સાધુઓને શિષ્ય પાછળ આટલી “હાયહાય કેમ? શિષ્ય પાછળ આટલું મથવાની, આટલી હાડમારી કરવાની, આટલી દેડાદોડ કરવાની તેમને જરૂર શી ? તેઓ દીક્ષા પાછળ આટલી જપ્ત કેમ રાખતા હશે ? ચેલાઓ પાછી મોહ-મદિરાને આ નશે સાધુસંસ્થાને ઘેર ઘાતક છે, અને સમાજ તથા દેશને શ્રાપરૂપ છે. શાસ્ત્ર સમદષ્ટિએ જોવાય તે કલ્યાણકર છે, નહિ તે વાંકા ચાલીએ તે પણ પિતાના હેતુને પુષ્ટિ કરવા માટે કંઈક સાધન તે હાથ લાગે. પરંતુ એથી લાભ શું ? આત્મકલ્યાણની ભાવનાવાળાએ તે શુદ્ધ દષ્ટિથી સત્ય શોધનનેજ પ્રયત્ન કરવો જોઈએ. તેમને ખુણે ખાંચરે આથડવાની જરૂર ન હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com