Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 60
________________ ૫૯ ઘટના મળતી નથી એ જ બતાવી આપે છે કે બાલદીક્ષા કેટલી વિરલ વસ્તુ છે. બાળકને દીક્ષાનો વેષ પહેરાવી દેવામાં જે અપવાદ અને નિન્દા જગતમાં ફેલાય છે તેને ઉલેખ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં સિદ્ધસેન પણ કરે છે. તેઓ લખે છે કે – ___ “ तथा निरनुकम्पा अमी श्रमणाः, यदेवं बालानपि बलाद् दीक्षाकारागारे प्रक्षिप्य ( तेषां ) स्वच्छन्दतामुच्छिन्दन्ति इति जननिन्दा ।” (ઉત્તરાદ્ધ પા. રર૯) અર્થાત–આ સાધુઓ કેવા નિર્દય છે કે આમ બાળકોને દીક્ષાના કેદખાનામાં નાંખીને : તેમની સ્વચ્છન્દતા અને સ્વતંત્રતાનું આ પ્રમાણે હનન કરે છે. એમ જનનિન્દા થાય.” હવે અહીં સમજવાનું છે કે જે આવાં કારણથી આઠ વર્ષની અંદરવાળાઓને માટે દીક્ષાને નિષેધ થાય છે તે આ કારણે આઠ વર્ષની ઉપરવાળાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66