________________
૧૦.
જૈન સાધુઓ અધિકાંશ જેનેને ત્યાંથી ગોચરી લેવાને આગ્રહ રાખે છે, તેથી એ સ્વાભાવિક છે કે જેનેતરને એ અભિપ્રાય બંધાય કે જૈન સાધુએ જેને સિવાય બીજે ગોચરી જતા નથી. અને એ આશયે કોઈએ તેમ લખ્યું હોય તે તેમાં પ્રસ્તુત મુદ્દા સાથે તેને શું સંબંધ છે?
આગળ જતાં સમાલોચનામાં ( ક. ૧૩, પા. ૮) લખે છે કે-“ક્રિોદ્ધાર શ્રીમાન યશવિજયજીએ નહીં, પણ પં. સત્યવિજયજીએ કરેલ છે. ”
વાત ખરી, પણ એમાં પં. સત્યવિજયજી મહારાજને તે વખતના મહાન વિદ્વાન શ્રીયશોવિજયજી મહારાજ સારે સહકાર હતું, એ કેમ ભૂલાય છે? આ વસ્તુ ઐતિહાસિક છે. જ્યારે યશવિજયજી જેવા તે વખતના અગ્રગણ્ય શ્રતધર અને પ્રભાવશાલી મહાત્મા કિયે દ્ધારના પક્ષકાર હતા, તે પછી તેમના નામને નિર્દેશ થાય છે તેમાં શું ખોટું છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com