________________
હેવાને બદલે ઘણા ખરા આપણા જેવા દિન અને જ્ઞાનહીન હોય છે. દીક્ષા લેવી એ પરાકમનું કામ છે, અને તેની પાછળ પૂર્વજન્મના મહાસંસ્કાર અથવા તે આ જન્મમાં મેળવેલું અનુભવ-જ્ઞાન હોવું જોઈએ. વૃદ્ધ માતા અને તરૂણ સ્ત્રીને કોઈ પણ વિચાર કર્યા વિના દીક્ષા લેનારને એટલે બધે વૈરાગ્ય હિવે જોઈએ કે આસપાસને સમાજ તે સમજ્યા વગર રહે નહીં. આ દીક્ષા લેનાર જુવાનને તે હોય એમ જોવામાં નથી આવતું.
(તે વખતે એક દીક્ષાના ઉમેદવારના સંબંધમાં (૨૮-૮-ર૭ ના નવજીવનમાં પાનું ૨૧). મહાત્મા ગાંધીજીએ પોતાને અભિપ્રાય જાહેર કર્યો હતે.)
ઉપરના બને ફકરા વાંચ્યા પછી સમાલોચક મહાશયને ઈરાદો વાંચનાર વિચારકને સ્પષ્ટ તરી આવશે.
આગળ જતાં સમાલોચક મહાશય જણાવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com