________________
૫૪
માતાપિતાને બાધ પમાડવા માટે પિતાની પારમેશ્વરી સ્થિતિ જણાવવા ન દેતાં ઘરમાં રહ્યા. (૧૨૮).
દીશ બાબત સમ્મતિ મેળવવાનું ધારણ શાસ્ત્રદષ્ટિએ એટલું મજબૂત અને શિષ્ટ છે કે તેની વિરૂદ્ધમાં કેઈથી કંઈ પણ કહી શકાય તેમ નથી. પ્રાચીન સૂત્રે ને આગમમાં સ્થળે સ્થળે દીક્ષાના ઉમેદવાર મહાશયે પિતાના માતાપિતાની સમ્મતિપૂર્વક અને જનતામાં વિશુદ્ધ આનંદનું વાતાવરણ પ્રસરાવતા દીક્ષા ગ્રહણ કરે છે. સૂત્રમાં ઠેકાણે ઠેકાણે માતાપિતાની સમ્મતિ જાહેર કરનારા “પિયો બાપુઝાનિ વિગેરે પાઠ મળે છે. એટલે સૂત્રગત ઘટનાઓમાં અસમ્મત દીક્ષાનું ઉદાહરણ શેઠું મળે તેમ નથી. આ બાબતમાં ભગવાન મહાવીરનું દૃષ્ટાંત જવલંત આદર્શરૂપ છે.
જ્યારે મહાવીર અઠાવીસ વર્ષની ઉમરના થાય છે, તેમના માતાપિતા દેવલોક સિધાવે છે અને તેમની પ્રતિજ્ઞાનુસાર દીક્ષા–સમય ઉપસ્થિત થાય છે
*
?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com