________________
ને તે આભારી છે ને? વિચારપૂર્વક, ઉલ્લાસપૂર્વક, ભાવપૂર્વક સામર્થ્ય પ્રગટ થવું જોઈએ એ તે ખરું ને? આવું સામર્થ્ય બાળવયમાં એકાએક ન વિકસે. વૃક્ષે મેટાં થાય છે ત્યારે જ ફળ આપે છે. બાળદશાની હાલતમાં તેમનાં માનસ પણ બાળ જ હોય છે. Psychology ના સિદ્ધાંતથી તે વધારે સમજી શકાય. આવા આળ માનસના કાચા પાયા ઉપર દીક્ષાના ગગનચુંબી મહેલ ખડા કરવા અશકય છે.
દીક્ષા એ નાનીસૂની વસ્તુ નથી. કઠિનમાં કઠિન અને જિંદગીપર્યત પાલન કરવાની છે. દીક્ષા એ જિંદગીની ગંભીરમાં ગંભીર ધાર્મિક જવાબદારી છે. “વેષ” પહેરાવ એ સામાન્ય વસ્તુ સમજતા હોય તેઓ માટી ભૂલ કરે છે. હા, બુદ્ધના સિદ્ધાંતો માફક આપણામાં જે દીક્ષા મર્યાદિત રાખવામાં આવી હોત તો બાલદીક્ષા માટે કેાઈને વધે ઉઠાવવાનું રહેતું નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com