________________
પૂજક છે અને તે શુદ્ધ ધર્મને આરાધક છે જે માતાપિતાની સેવા કરે છે. (૮)
વળી આદીશ્વર ભગવાનનું દૃષ્ટાન્ત પણ ઉલટી રીતે સમજાવવાનો પ્રયત્ન કરતાં સમાલોચક કહે છે કે
* આદિનાથનાં માતા મરૂદેવી પ્રભુ પર અત્યન્ત પ્રેમ ધરાવતા હતા છતાં આદિનાથ ત્યાગ કર્યો, ને મરૂદેવી માતાએ ખૂબ ખૂબ રૂદન કર્યા.”(ક.૩૦પા. ૨૬)
પણ એથી આદિનાથની દીક્ષા અસમ્મત દીક્ષા સિદ્ધ થતી નથી. પાછળથી સ્નેહીઓને વિરહજનિત સન્તાપ થાય એ બનવા જોગ છે. સ્વેચ્છાએ પિતાના પુત્રને પરદેશ મેકલતાં–રવાના કરતી વખત પણ માતાપિતાને દુઃખ થાય છે. પણ એથી પુત્રને પ્રવાસ માતાપિતાની સમ્મતિ વગરને કે તેમની આજ્ઞાવિરૂદ્ધ કરતું નથી.
નન્દીવર્ધને” આંસુ પાડયાં, પણ એથી મહાવિરની દીક્ષા નન્દીવર્ધનની અનુમતિ વગરની છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com