________________
આ સાથે શિબિરનું પ્રથમ અને અંતિમ પ્રવચન, શિબિરને કાર્યક્રમ, અભિપ્રાયો અને શિબિર દરમ્યાન અને પછીની ફલશ્રુતિઓ વગેરે રૂપે શિબિરના મૂલ્યાંકન રૂપનું લખાણ પણ ૧૦ ૧ રૂપે આ જ પુસ્તકમાં શામેલ કરેલ છે. આ રીતે ધારવા કરતાં સારી રીતે મોડું છતાં એકંદરે સુંદર સંપાદન થઈ શકયું છે, તે વાચક પોતે પણ સ્પષ્ટ જોઈ શકશે. સંપાદકે આ દશેય પુસ્તકોના સંપાદનનું માત્ર સંપાદન નથી કર્યું, પણ એ સંપાદનમાં પિતાનું અધ્યયન, મનન અને ખરેખર તે દિલ રેડયું છે, તેનું મૂલ્ય કરી શકાય નહીં. આ સંપાદકને મેળવી આપનાર શ્રી. માણિભાઈ લોખંડવાળાએ માત્ર પ્રકાશનમાં જાતે અને સાથીઓ દ્વારા આર્થિક મદદ જ નથી કરી, બલકે બીજી અનેક પ્રકારની મદદ કરી છે. આ દેશય પુસ્તકમાં મારા સાથી મુનિ, વિ. વા. પ્રા. સંધ, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, સુરતનું પ્રતાપ પ્રિન્ટીંગ પ્રેસ, જગુભાઈ ભાવસાર વગેરે અનેક સંસ્થાઓ તથા વ્યક્તિઓને જે ફાળે છે તેને પણ વાચકો કેમ ભૂલી શકશે ?
કલકત્તા તા. ૨૧-૧૧-૬૪
સંતબાલ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com