________________
ર
અન્યવેષે અનેક અપૂર્વ તાર્કિક દૃષ્ટાંત દેઈ તેઓને તેમનાજ પુરાણાદિક ગ્રંથાને આધારે બ્રહ્મા, વિષ્ણુ, સિવ, ઈંદ્ર, ચંદ્ર, સૂર્ય, ચમ, વર્ગુ, કુબેર, બૃહસ્પતિ, ગણેશ, ગ્રહાદિક દેવ તેમજ રામ, રાવણુ વીગેરે વીગેરે મહાત્માઓનાં તેમાં વર્ણવેલાં કૃત્યાદિકની સાથે સરખામણીથી તે ક્ષુલ કરાવી એવા આચરણુ વાળાને પારગામી, નિયા મક, સાર્થવાહાર્દિક ભવાટવીથી પાર પાડી મુક્તિ આપનારની પદ્મવીએ માનનારા ચારા ધર્મને નામે અધારૂ ઉંચેલી ચિ'તામણી રન્ન તુલ્ય મળેલા મનુષ્યાદેહ હારી જાય છે. એમ સાબીત કરી આપી સંસારને વિષે સારભૂત દાન, સીયલ, તપ અને ભાવના એવા ચાર પ્રકારે કરી યુક્ત યામય એકજ સર્વજ્ઞ ભાષીત જૈન ધર્મ જ છે એમ પવનવેગ સહિત બ્રાહ્મણાદિકને સાચાં સિધ્ધાંતાનુસારે સમજાવી તેમને વ્રતધારી શ્રાવક કર્યા વિશેની સર્વ મીનાનું બયાન અનેક કથાઓ સહિત આપવામાં આવેલુ' છે.
•
આ ગ્રંથમાં આવેલી પુરાણાદિક મધ્યેની વર્ણવેલી વાતા સ`ખ"ધી કોઇપણુ ધર્મના, પથના અને મતાવલી મનુષ્ય માત્રને માઠું મનવવાનો મારા મનમાં સુલે મનસુખ અને હેતુ છેજ નહીં. ફક્ત પૂર્વ પડિતે નેમવિજયજીએ દેહન કરી જગતના જીવાના ઉપકારાર્થે કરેલી રાસ રૂપી રચના સર્વ સગૃહસ્થ સારી રીતે સમજી શકે તેટલા માટે યથાશક્તિ તેના અર્થ લખી આ ગ્રંથ મે' પ્રગટ કર્યો છે. તેમાં અલ્પ જ્ઞાનથી, અથવા મતિ વિભ્રમથી કદાપી ઉત્સૂત્ર કે શુદ્ધ માર્ગની વિરૂદ્ધ લખાયુ. હાય તે હું મિથ્યા મે દુષ્કૃત (મિચ્છામિ દુક્કડં) કરૂ છુ, અને સજ્જનાની ક્ષમા યાચી વિનતી કરૂ છુ કે, તેઓ હંસની માફક સારનુ` ગ્રહણ કરી મારાથી થએલા દોષ મનેજ દર્શાવશે તે હું અતિ આભારી થઇ દ્વિતિયાવૃતિમાં તે સુધારી લેઇશ.
ચમનલાલ સાંકળચંદુ મારફતીયા.