Book Title: Chaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ ૦૦ પ્રકાશકીય ૦). અનાદિ કાળથી ચારગતિ રૂપ સંસારમાં ભ્રમણ કરતાંમિથ્યત્વથી ઘેરાયેલા જીવો નદીઘોલ પાષાણ જાયે અકામ નિર્જરા કરતાં કરતાં પુણ્ય ઉપાર્જન કરે છે એ કારણે તેમના હૈયામાં શ્રી | જિનેશ્વર ભગવાને કહેલા ધર્મને સાંભળવાનો અભિલાષ જન્મે છે અને (0) સદગુરૂઓ પાસેથી તે ધર્મને સાંભળીને તે તરફની પ્રવૃત્તિમાં રસ પેદા થાય છે પરંતુ મિથ્યાત્વની હાજરી તેને ચંથી સુધી આવવા દેવા છતાં તેનો ભેદ કરવા સમર્થ બનવા દેતું નથી. વિરલ આત્મા પોતાનું પરાક્રમ ફોરવી તે ગ્રંથીનો ભેદ કરીને આગળ વધે છે એટલે કે યથાપ્રવૃત્તિકરણ-અપૂર્વકરણ અને તે અનિવૃત્તિકરણ કરવા દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે અને પોતાના આત્મિક સ્વ સ્વરૂપનો આંશિક આસ્વાદ પેદા કરે છે આથી પોતાની (2) ' સંપૂર્ણ અવસ્થા પામવાનું નિશ્ચિત કરી દે છે. ચૌદ ગુણસ્થાનકના પહેલા ભાગમાં મિથ્યાત્વ સંબંધી ખૂબ જ વિસ્તારથી સમજ આપ્યા પછી આ બીજા ભાગમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ નો ક્રમ તેમજ તે અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. વાંચીને ખૂબજ વિચાર કરવા લાયક આ પુસ્તકનું લખાણ તૈયાર કરી આપી પ્રકાશિત કરવા અમને આપવા બદલ પ.પૂ. આચાર્ય વિજય નરવાહનસૂરી મ. સાહેબનો તેમજ આ પુસ્તકની પ્રૂફ તપાસી શુધ્ધ કરી આપવા બદલ પૂ. દર્શનશીલ વિજય મહારાજ સાહેબનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. જે સંઘના શ્રી જ્ઞાનખાતામાંથી ચૌદગુણસ્થાનક ભાગ-૧ના પ્રકાશનનો લાભ લેવાયેલ છે તે શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (સૈજપુર બોઘા) ના ટ્રસ્ટીઓએ આ પુસ્તક પ્રકાશનનો પણ સંપૂર્ણ લાભ લઇને ખૂબ ખૂબ અનુમોદનાનું કામ કરેલ છે અને ભવિષ્યમાં પણ અમને આવો સુંદર સહકાર મળી રહેશે એવી આશા રાખીએ છીએ અને તે સંઘના ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ છીએ. એજ. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 372