________________
ભૂમિકા,
वैराग्यं विमलं शमोऽतिविशदः शास्त्रज्ञता चाद्भुता
सिद्धान्तकरुचिर्मनोहरतरा भव्योपकारः परः। चारित्रं त्रिजगत्यनुत्तरतमं भाग्यं ह्यसाधारणं
येषां श्रीयुतदेवसुन्दरवराः ख्यातास्तृतीयास्तु ते ॥ ५४॥" શ્રીમતિલકસૂરિના પ્રથમ શિષ્ય શ્રીચન્દ્રશેખરસૂરિને જન્મ વિ. સં. ૧૩૭૩ માં થયે હતો. તેમણે વિ. સં. ૧૩૮૫ માં એટલે કે બાર વર્ષની નાની વયમાં દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૩૭ માં તેઓ સૂરિપદથી અલંકૃત થયા હતા. તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૪૨૩ માં થયો હતો.
ઉષિત ભોજન કથા, યુવરાજધિ કથા, શ્રીમતંભકથી શરૂ થતું હારબદ્ધ સ્તોત્ર, શત્રુંજય-રેવત-સ્તુતિ ઈત્યાદિ તેમની કૃતિઓ છે. - શ્રીમતિલકરિના દ્વિતીય શિષ્ય શ્રી જયાનન્દસૂરિનું જીવન-વૃત્તાનશ્રીસેમસુદરસૂરિના વિદ્વાન વિનેય (શિષ્ય) શ્રી પ્રતિષ્ઠામ મુનીશ્વરે વિ. સં. ૧૫ર૪ (પારાવાર #gનિક)માં રચેલા સેમસૌભાગ્ય કાવ્યમાં નજરે પડે છે.
૧ વિ. સં. ૧૪૮૫ માં ઉપદેશમાલા-બાલાવબોધ, વિ. સં. ૧૪૮૬ માં ષષ્ટિશત–બાલાવબોધ, યોગશાસ્ત્રબાલાવબોધ, યુમચ્છબ્દ-નવસ્તવી તથા અમછબ્દ-નવસ્તરી (અષ્ટાદશસ્તોત્રી ), સનાદિનિયાથથી શરૂ થતે યમકમય ચતુર્વિશતિજિનસ્તવ, થર કા સાર્થથી શરૂ થતું શ્રી ચતુર્ઘશતિજિનભત્કીર્તનસ્તવન વગેરેના કર્તા શ્રીસમસન્દુરસરિના કેટલાક ગુણોનું વર્ણન શ્રીમચારિત્રગણિકૃત ગુરૂપુરનાકર કાવ્યમાં ૪૮ માથી ૬૬ માં બ્લેક પર્યન્ત દષ્ટિગોચર થાય છે. એમનું વિશેષ વર્ણન તે સમસૌભાગ્ય કાવ્યમાંથી મળી આવે છે.
પ્રહલાદન નગરના નિવાસી સજજન શ્રેષ્ઠીની પ્રિયા માહુણ દેવીએ વિ. સં. ૧૪૩૦ માં પુત્ર-રત્નને જન્મ આપ્યો. એનું નામ સેમ રાખવામાં આવ્યું. આ કુમારે પોતાની બેનની સાથે વિ. સં. ૧૪૩૭ માં અર્થાત સાત વર્ષની લઘુ વયે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે એમનું સેમસુન્દર નામ પાડવામાં આવ્યું. વિ. સં. ૧૪૫૦ માં તેમણે વાચક પદ મળ્યું, જ્યારે વિ. સં૧૪૫૭ માં તેઓને આચાર્ય-પદવી મળી. પાટડીના મંદિરના (સ્વર્ગ શાસ્ત્રવિશારદ શ્રીવિજયમસૂરિસંકલિત પ્રતિમા–લેખ-સંગ્રહમાંના) નિમ્નલિખિત ઉલ્લેખ–
__ "सं० १४९४ वर्षे प्राग्वाटज्ञातीय श्रे० रत्न भा. माऊसुत श्रे. ताल्हा भा० सार (2) सुत श्रे० वेलाकेन भा. वान् प्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे श्रीश्रेयांसबिवं कारितं प्रतिष्टितं तपा(०)श्रीसोमसुंदरसूरिभिः।”
–ઉપરથી જોઈ શકાય છે કે શ્રી સોમસુદરસૂરિએ વિ.સં. ૧૪૯૮ માં શ્રીશ્રેયાંસનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. વિ. સં. ૧૪૮ માં તેઓ સ્વર્ગે સિધાવ્યા. તેમને અનેક શિષ્યો હતા. સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસરિ દ્વારા સંકલિત ઐતિહાસિક ૨ાસ સંગ્રહ (ભા. ૧) માં જે કવિવર શ્રીલાવણ્યસમય. વિરચિત સંમતિસાધુસૂરિ વિવાહ છપાયેલ છે તેમાં શ્રીશાન્તિનાથને દહેરાસરનો ઉલ્લેખ છે. આ દહેરાસરને ગભારામાં પેસતાં બારણાની ઉપર નીચે મુજબને લેખ નજરે પડે છે કે જેમાં શ્રી સમસન્દરસૂરિના શિષ્ય-વર્ગના નામને નિર્દેશ કરવામાં આવ્યું છે.
“संवत् १४७८ वर्षे पोष शु. ५ राजाधिराजश्रीमोकलदेवविजयराज्ये प्राम्बाटसाख्वानाभा. सू...सुन सा, रतन भा. लाघुपुत्रेग श्रीशत्रुजयगिरिनाराबुंदजीरापल्ली चित्रकूटादितीर्थयात्रा कृता श्रीसंघमुख्यसाधणपालेन भा० हासूपुत्र सा. हाजा भोजा धाना वधू देऊ भाऊ धाई पौत्र देवा नरसिंग पुत्रिका पूनी पूरी मरगद चमकूप्रभृतिकुटुंबपरिवृतेन श्रीशांतिनाथप्रासादः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org