Book Title: Chaturvinshati Jinanand Stuti
Author(s): Hiralal R Kapadia
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 358
________________ શ્રીજિનપદ્ધ મુનિવર્યક્ત ૨૨૭ યમકથી શોભે છે, એથી કરીને ચમકને લક્ષણ અને વિધાનની દષ્ટિએ વિચાર કરે અસ્થાને નહિ ગણાય. આ સંબંધમાં દડીનું કથન એ છે કે – “અતિ-વ્યપેતાત્મા, વ્યવૃત્તિ સં . यमकं तच्च पादाना-मादिमध्यान्तगोचरम् ॥१॥ વા-દ્વિ-ત્રિ-વતુu–ીવાનાં વિવર્ષના છે બારિ-ભથ્થા-ના-મળ્યા-ડરત–મા-ડડઘા-ડકથા-ડરતરતઃ ૨ ?” આ પરત્વે વાભાલકાર (પરિ. ૪, કલે. ૨૨)ની પજ્ઞ વૃત્તિ તરફ નજર કરતાં સમજાય છે કે ભિન્ન અથવાળાં ચરણ કે તેના એક વિભાગરૂ૫ ૫દેની આવૃત્તિ તે “યમકી છે. આ આવૃત્તિ સંયુત તેમજ અસયત એમ ઉભય પ્રકારની છે. વચમાં કે અન્ય પદ ન આવ્યું હોય તે તે આવૃત્તિ સ ચુત (જોડાયેલી ) કહેવાય છે; એથી વિપરીત તે અસયુત છે. ચરણની સયુત આવૃત્તિના (પ્રથમ અને દ્વિતીય ચરણની સમાનતારૂપ) આદિપાદ યમક, (બીજા અને ત્રીજાની સદશતારૂપ) મધ્યપાદ યમક અને (ત્રીજા અને ચોથાની એકતારૂપ) અન્તપાદ યમક (પાદાન્ત યમક) એમ ત્રણ પ્રકારે છે. અસંયુત આવૃત્તિના આદિ-મધ્ય (પ્રથમ અને તૃતીયની સમાનતા), મધ્ય-અન્ત (બીજા અને ચોથાની સમાનતા) અને આદિ-અન્ત (પ્રથમ અને ચતુર્થની સમાનતા) એમ ત્રણ પ્રકારે છે. આ ઉપરથી જેટલી માહિતી મળે છે તે કરતાં વિશેષ હકીકત કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત કાવ્યાનુશાસનની પણ વૃત્તિ (પૃ. ૨૧૦-૨૧૧) પૂરી પાડે છે. ત્યાં જે પાદયમકના પંદર પ્રકારે સૂચવ્યા છે તેમાં ઉપર સૂચવેલ છએ પ્રકારોને સમાવેશ થઈ જાય છે, પરંતુ બીજા નવ રહી જાય છે. આ નવ પ્રકારે બે કરતાં વધારે ચરણોની સમાનતાને આભારી છે. જેમકે “પ્રથમના ત્રણે ચરણોની, પ્રથમ, દ્વિતીય અને ચતુર્થીની; પ્રથમ, તૃતીય અને ચતુર્થીની; અને દ્વિતીય, તૃતીય અને ચતુર્થની સમાનતા પ્રથમ અને દ્વિતીયની તથા તૃતીય અને ચતુર્થીની; પ્રથમ અને તૃતીયની અને બાકીનાં બેની; ૧૧પ્રથમ અને ચતુર્થી અને મધ્યના બેની, ચારે ચરણની સમાનતા અને ૧૩સમગ્ર લેકની આવૃત્તિ. ૧ લાટાનકાસમાં અતિવ્યાપ્તિ ન થાય તે માટે આ પદ યોજવામાં આવ્યું છે. ૨-૭ શ્રીવિદ ઠકકરે રચેલા કાવ્ય-પ્રદીપ (પૃ૦ ૨૦૪ )માં તેમજ શ્રીરુદ્રયકૃત કાવ્યાલંકાર(પૃ. ૨૨-૨૩)માં આને મુખ, ગર્ભ, પુચ્છ, સંદેશ, સંદષ્ટક અને આવૃત્તિ તરીકે ઓળખાવેલ છે. ૮ એનું ઉદાહરણ શ્રી હેમચન્દ્રીય કાવ્યાનુશાસન (પૃ. ૨૧૧ )માંથી નીચે મુજબ મળે છે – "प्रभावतोऽनास न वासवस्य, प्रभावतो नाम नवासवस्य।। प्रभावतो नाम नवा सवस्य, विच्छित्तिरासीत् त्वयि विष्टपस्य॥" ૯-૧૧ આને અનુક્રમે યુગ્મક, સમુદગક અથવા અર્ધાવૃત્તિ અને પરિવૃત્તિ કહેવામાં આવે છે. જુઓ કાવ્ય-પ્રદીપ (પૃ. ૨૦૫) તથા કાવ્યાલકાર (પૃ. ૨૪-૨૫). ૧૨ આ પંકિત કહેવાય છે. કાવ્યપ્રદીપ(પૃ. ૨૦૫)માં સૂચવ્યા મુજબ કેટલાક આને “મહાયમક” પણ કહે છે. ૧૩ આ મહાયમક કહેવાય છે. આના ઉદાહરણ નિમ્ન-લિખિત ગ્લૅક કાવ્યાનુશાસન (પૃ૦ ૨૧૨)માં તેમજ કાવ્યાલંકાર (પૃ. ૨૬ )માં દષ્ટિગોચર થાય છે – " स त्वारं भरतो वक्ष्य-मबलं विततारवम् । सर्वदा रणमानैषी-दवानलसमस्थितः॥ सत्त्वारम्भरतोऽवश्य-मवलम्बिततारवम् । सर्वदारणमानैषी, दवानलसमस्थितः॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400