________________
૧૫૮
શ્રીચતુર્વિંશતિજિનાનન્દસ્તુતયઃ શ્લાકાર્ય
શ્રીપાર્શ્વનાથની સ્તુતિ—
“ જેનું પાર્શ્વ શ્રીપાર્શ્વ યક્ષરાજ વડે સેવાયેલું છે એવા, તથા ( માયાના સ્તંભસમાન ) સંસારરૂપી વિશાળ ભૂમિનું વિદારણ કરવામાં હળસમાન, તથા વળી અતિશય નીલ( વર્ણી ) તેમજ ભયને ભેદનારા એવા શરીરની જેને પ્રાપ્તિ છે એવા ( અર્થાત્ જેનું શરીર ભય—ધાતક છે એવા ) પાર્શ્વ( નાથ )ને વિષે, જેમ ભ્રમર કૃષ્ણે કમળને વિષે આસક્ત ચિત્તવાળા બને છે તેમ હું રાણયુક્ત મનવાળા થાઉં છું.—” ૮૯
સ્પષ્ટીકરણ
[ ૨૩ શ્રીપા –
શ્રીપાર્શ્વનાથનાં ચરિત્રો
આ ત્રેવીસમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથનાં ઘણાં ચરિત્રા લખાયેલાં છે. તેમાં પ્રાકૃત ભાષામાં દેવભદ્રે ૯૦૦૦ ગાથાનું એક ચરિત્ર લખ્યું છે. આ ઉપરાંત ૨૫૪૮ ગાથાનું એક બીજું પણ પ્રાકૃત ચરિત્ર છે. શ્રીભાવદેવસૂરિએ ૬૪૦૦ ક્ષેાકપ્રમાણુક પાર્શ્વનાથ-ચરિત્ર રચ્યું છે. આ ઉપરાંત માણિક્યચન્દ્રે ૧૨૭૮ શ્લોકનું એક કાવ્ય રચ્યું છે. સર્વાનંદે પણ સંસ્કૃત ભાષામાં એક કાવ્ય રચી શ્રીપાનાથનાં યશોગાન ગાયાં છે. ઉદયવીરે ગવાત્મક ચરિત્ર લખ્યું છે. આ તીર્થંકરનાં બીજાં પણ ચરિત્રે લખાયેલાં છે અને તેમાં વિનયચન્દ્ર, હેમવિજય અને પદ્મસુંદર એ ત્રણનાં નામ પ્રખ્યાત છે, ‘ જૈન ધર્મ પ્રસારક સભા ’ તરફથી શ્રીપા નાથ-ચરિત્ર ગદ્યમાં પ્રસિદ્ધ થયેલું છે. શ્રીપાર્શ્વયક્ષનું સ્વરૂપ
પાર્શ્વ એ ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના યક્ષનું નામ છે. આ યક્ષને ‘ વામન ’ના નામથી પશુ ઓળખવામાં આવે છે. એનું મુખ હાથી જેવું છે તેમજ એનું મસ્તક સર્પની ફેણથી મંડિત છે. વિશેષમાં એને કાચબાનું વાહન છે. વળી આ શ્યામવર્ણી યક્ષને ચાર હાથ છે. એના જમણા એ હાથ ખીજપૂરક અને સર્પથી શોભે છે, જ્યારે એના ડાખા બે હાથ નકુલ અને સર્પથી અલંકૃત છે. તે આચાર-દિનકર પ્રમાણે તે એના જમણા હાથમાં માતુલિંગ અને ગદા છે, એ વાતની નીચેના ફ્લાક સાક્ષી પૂરે છેઃ—
" खर्वः शीर्षफणः शितिः कमठगो दन्त्याननः पार्श्वकः स्थामोद्भासिचतुर्भुजः सुगदया सन्मातुलिङ्गेन च । स्फूर्जद्दक्षिणहस्तकोऽहिनकुलभ्राजिष्णुवामस्फुरत्
,,
पाणिच्छतु विघ्नकारि भविनां विच्छित्तिमुच्छेकयुक् ॥ -પત્રાંક ૧૭૫
Jain Education International
૧ સરખાવા ‘સંસારદાવાનલ ' ના પ્રથમ શ્લોકનું તૃતીય ચરણુ,
૨ આ પાર્શ્વનાથ-ચરિત્ર ઇ. સ. ૧૯૧૨ માં છપાઇ બહાર પડેલું છે. વિશેષમાં આ કાવ્યને આધારે પાર્શ્વનાથના જીવન-ચરિત્રની રૂપરેખા અંગ્રેજી ભાષામાં મી, બ્લુમફીલ્ડે ( Bloomfield) · The life and stories of the Jaina saviour Parevanātha ' નામના પુસ્તકમાં આલેખી છે અને ત ઇ. સ. ૧૯૧૯ માં પ્રસિદ્ધ થયેલું છે,
3
For Private & Personal Use Only
www.jainelibrary.org