Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
પ્રથમ વ્યાખ્યાન
પ્રાસ્તાવિક
આ વ્યાખ્યાનેામાં ચર્ચવા ધારેલા ખાસ ચાક્કસ મુદ્દાઓ પર આવતા પહેલાં આપણે બુદ્ધના આગમન પહેલાંની આ દેશની ધાર્મિક અને દાર્શનિક વિચારધારાઓનું વિહંગાવલેાકન કરી લઈએ જેથી બુદ્ધે જગતને આપેલા સદેશ અને ઉપદેશને આપણે ખરાખર સમજી શકીએ.
સૌ પ્રથમ આ ક્ષેત્રમાં આપણે જેએ પાછળથી ધર્મક્રિયાઓ કરનાર કર્મીએ કે યજ્ઞા કરનાર યાજ્ઞિકા તરીકે ઓળખાયા તેમને મળીએ છીએ. ઐહિક અને પારલૌકિક સુખ અને ભાગ માટેના જ નહિ પરંતુ મુક્તિ કે અમરત્વ માટેના ય સાધન તરીકે વિવિધ યજ્ઞા અને કર્મોને આ ક્રિયાકાંડીઓ ગણાવતા. તેઓ આ ભાવતું ગાયા કરતા ઃ · અમે સામરસ પીધા છે અને અમર બન્યા છીએ. અમે જ્યાતિ પામ્યા છીએ અને દેવાને જાણ્યા છે. દુશ્મન અમને શુ કરી શકે ? અમૃતને જરા શું અસર કરી શકે ? ' ( ઋગ્વેદ, ૮.૪૮.૩. ) ભગવદ્ગીતાના મહાન લેખકે વર્ણન કર્યું છે તે અનુસાર તે ભાગને વરેલા હતા અને સ્વર્ગ તેમનું ધ્યેય હતું. જ્યાં ભાગ અને વિલાસ, સુખ અને ઉન્માદ છે અને જ્યાં ઇચ્છા કરનારની ઈચ્છા પૂરી થાય છે તે સ્વર્ગ જ તેમનું સાધ્ય હતુ..
કમ શબ્દથી તેઓ વેદવિહિત યજ્ઞા, યાગા અને ક્રિયાકાંડા સમજતા. તેથી કર્મ અને તેના ફળના સંબંધ વિશે કાઈ સિદ્ધાંત કે નિયમ સ્વીકાર્યા વિના તેમને છૂટકો ન હતા. કની શક્તિમાં એમને એટલી બધી શ્રદ્ધા હતી કે ઈશ્વરને કઈ પણ અવકાશ ન હતા. એમની વ્યવસ્થામાં બધુ' જ યજ્ઞા દ્વારા થતુ—જો કે યજ્ઞયાગાદિના અનુષ્ઠાન દરમિયાન તેઓ અનેક દેવાને આહ્વાન કરતા. અને એ કહેવાની જરૂર નથી કે તે શરીરથી તદ્દન ભિન્ન એવા આત્માના અસ્તિત્વમાં માનતા હતા અને સાથે સાથે એ પણ માનતા કે આત્મા પેાતાના કર્મનું ફળ ભાગવવા આ લેકમાંથી પરલેાકમાં જાય છે.
એ પછી એક નોંધપાત્ર પરિવર્તન થયું. ચિન્તકાની એક નવી શાખા અસ્તિત્વમાં આવી. આપણે તેમને જ્ઞાનીએ કે જ્ઞાનમાર્ગી તરીકે જાણીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org