Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ સધાવચન વાયાન અને સહજયાન જેવા ઉત્તરકાલીન બૌદ્ધધર્મદર્શનના વિકાસમાં આ સન્ધાભાષ્ય કે સન્ધાવચને ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ગ્રન્થનાં લખાણોનો ખરો આશય છે એ બાબતે વિવિધ સંશયોને જન્મ દેનાર આ સન્ધાભાષ્ય જ છે, અને એણે જ બે પ્રકારની સમજૂતીને જન્મ આપ્યો છે– એક લે ગ્ય, બુદ્ધિગમ્ય અને બીજી રહસ્યમય, ગૂઢ (જે માત્ર દીક્ષિત જ સમજી શકે). આ બે પ્રકારની સમજૂતીને છેક “લંકાવતાર”માં ય આપણે જોઈએ છીએ. પાંચ આનન્તનો સામાન્ય રીતે “મહાપાતક—ભયંકર પાપ એ અનુવાદ બૌદ્ધધર્મદર્શનમાં પ્રસિદ્ધ હતું. તે પાંચ મહાપાતકે છે માતૃહત્યા, પિતૃહત્યા, અહં-હત્યા, બુદ્ધહત્યા અને સંઘભેદ. આ અંર્થ નિર્વિવાદ હતો. પરન્ત લંકાવતારમાં (પૃ૦ ૧૩૮–૧૪૦) એવું કહ્યું છે કે આ અર્થ બાહ્ય–લોકભોગ્ય છે; અને બીજો એક ગૂઢ, આધ્યાત્મિક અર્થ છે. આ આધ્યાત્મિક અર્થ અનુસાર માતા એ તૃષ્ણ છે, પિતા એ અવિદ્યા છે, બુદ્ધ એ વિજ્ઞાન છે, અહંતુ એ અનુશ (કષાય) છે અને સંધ એ સ્કન્ધ છે. અને તેથી પિતૃહત્યા વગેરે ઉપર જણાવેલાં કૃત્યોથી ધર્મ થાય છે, અધર્મ નહિ. “ધર્મપદની બે ગાથાઓનો (૨૯૪–૫) હું અહીં નિર્દેશ કરીશ. તેમનો અનુવાદ આ પ્રમાણે છે: “માતાને, પિતાને, બે ક્ષત્રિય રાજાઓને અને પ્રજા સહિત સમગ્ર રાષ્ટ્રને હણીને ય ખરા બ્રાહ્મણને કંઈ દુઃખ થતું નથી.” - “પિતાને, માતાને, બે બ્રાહ્મણ રાજાઓને અને વધારામાં પાંચમા વાઘને મારીને ય ખરા બ્રાહ્મણને દુઃખ થતું નથી.”૫૭ આનો અર્થ શું? ઉપર બતાવ્યું છે તે જ રીતે માતાનો અર્થ તૃષ્ણ છે, પિતાનો અર્થ અહંકાર (મિમાર) છે, બે રાજાઓને અર્થ શાશ્વતઅનુસંધાન પૃ. ૨૪થી ] बहूनि सन्धावचनेहि चोक्तं दुर्बोध्यमेतं हि अशिक्षितेहि ॥ જુઓ ૫૫મી નેધ. ૫૭. માત પિતરું હવા જ્ઞાનો કે ર રિ रहें सानुचरं हन्त्वा अनीघो याति ब्राह्मणो ॥ मातरं पितरं हन्त्वा राजानो द्वे च सोत्तिये । .: वेय्यग्घ-पञ्चमं हन्त्वा अनीघो याति ब्राह्मणो ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82