Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌદ્ધધર્મદનની પાયાની વિભાવના હકીકતનું દર્શન થયું હોઈને અને એ દષ્ટિનો વિષય આત્મા છે એ જાણ્યું હેઈને યોગી આત્માના અસ્તિત્વને નિષેધ કરે છે.૩૧
અને શાન્તરક્ષિત આપણને કહે છે કેઃ “અહંકારનો ઉપશમ થતાં જ મુક્તિ મળે છે એ મત અન્યતીથિકને પણ છે; પરન્તુ (તેઓ સમજતા નથી કે) જે આત્માનું અસ્તિત્વ હોય તો અહંકારને ઉપશમ થાય જ નહિ.૩૨
આત્માના નિષેધને નિરામ્ય કહ્યું છે. મૂળે તે “આત્મ” શબ્દનો અર્થ સ્વ-ભાવ (પિતાનું અસ્તિત્વ) છે. આ સ્વભાવ નથી તો ક્યારે ય જરા ય બદલાતો કે નથી તો પિતાના અસ્તિત્વ માટે બીજા પર આધાર રાખતો. જીવને આત્મા કહ્યો છે, કારણ કે જેઓ તેને માને છે તેમને મતે તેને સ્વભાવ ઉપર વર્ણવ્યો છે તેવો છે, તેનાથી વિહોણો તે કદી નથી અને અનિવાર્ય રીતે તે નિત્ય ગણાયો છે. નિરામ્ય બે પ્રકારનું છેઃ પુદ્દગલનેરામ્ય અને ધર્મને રામ્ય. પુદ્ગલ એ બીજું કંઈ નથી પણ જેને આપણે સત્વ, જીવ, પુરુષ, આત્મા વગેરે નામોથી ઓળખીએ છીએ તે છે. પુદ્ગલનેરામ્યથી આપણે એ સમજીએ છીએ કે જેને આપણે પુદગલ કે જીવ માનીએ છીએ તેને પોતાને સ્વતંત્ર સ્વભાવ નથી, પરિણામે તેનું ખરેખર બાહ્ય અસ્તિત્વ નથી અને તેથી તે વસ્તુ-સત્ નથી પણ તે દૈનંદિન જીવનના પ્રયોજનને સિદ્ધ કરવા માટે નામ, સંજ્ઞા, સંકેત તરીકે માત્ર કલ્પનામાં અસ્તિત્વ ધરાવે છે. આવી જ રીતે આપણી આજુબાજુની સઘળી વસ્તુઓ(= ધર્મો)ને પોતાને સ્વભાવ – આત્મા- નથી, કારણ કે તેઓનું અસ્તિત્વ કારણે (પ્રતાપુત્પાદ) ઉપર આધાર રાખે છે. આ છે ધર્મરાભ્ય.
જેનો ક્ષય કરવા આપણે માગીએ છીએ તે કામના અસ્તિત્વને આધાર સ્વાભાવિક રીતે જ ગ્રાહ્ય અર્થ અને ગ્રાહક આત્મા અને ઉપર છે. આથી, પુદ્ગલનેરામ્ય દ્વારા ગ્રાહકનો નિષેધ કર્યો, જ્યારે ધર્મનૈરાશ્ય દ્વારા વિષયને દૂર કર્યો. આમ ગ્રાહ્ય કે ગ્રાહક બેમાંથી એકેયનું અસ્તિત્વ ન હોઈને કામને ૩૧. સાયષ્ટિામવાનોષાન
क्लेशांश्च दोषांश्च धिया विपश्यन् । आत्मानमस्या विषयं च बुद्ध्वा योगी करोत्यात्मनिषेधमेव ॥
મધ્યમકાવ૦, ૬. ૧૨૦; મધ્યવૃ૦ ૩૪૦; જુઓ તત્ત્વસં૦, ૩૪૮૯. ૩૨. તત્ત્વસં૦, ૩૪૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org