Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના दुक्खं एव हि न च कोचि दुक्खितो कारको न, किरिया च विज्जति । अत्थि निव्वुति, न निव्वुतो पुमा मग्गं अत्थि, गमको न विज्जति ।। માત્ર દુઃખ જ છે, પણ તેનાથી દુઃખિત થનાર કોઈ નથી. ક્રિયા છે, પણ ક્રિયાનો કારક (કર્તા) નથી. નિર્વાણ છે, પણ નિર્વાણને પામનાર કોઈ પુરુષ નથી. માર્ગ છે, પણ માર્ગે જનાર કેઈ નથી.” હવે જે બીજી દલીલ હું આપવા માગું છું તે છે ક્ષણિકવાદ સામેના વાંધાને દૂર કરવા બાબતની. આ વાંધા અનુસાર ક્ષણિકવાદમાં સમનત્તર બે ક્ષણોએ એક માણસમાં અભેદ નથી, જ્યારે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા વગેરે માટે તો, આગળ જણાવી ગયા તે પ્રમાણે, અભેદ અત્યન્ત આવશ્યક છે. વિરોધીઓનો આ મહાગ્રહ માત્ર તેમની એ કલ્પના ઉપર જ આધાર રાખે છે કે અનન્તર ક્ષણો એકબીજથી તદ્દન ભિન્ન છે. પરંતુ હકીકત એ નથી. બૌદ્ધો કહેશે કે તે ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી (નમઃ , વચાનભ્ય:). આ મુદ્દાને પૂરેપૂરો સ્પષ્ટ કરવા માટે મિલિન્દપ-હમાંથી (૨.૨, પૃ. ૪૦) નીચેની કંડિકા મારે ઉઠ્ઠત કરવી જોઈએ. રાજાએ પૂછ્યું, “હે નાગસેન, જે જન્મે છે, તે તેનો તે જ રહે છે કે અન્ય બની જાય છે? ૫૩ “એને એ જ પણ નહિ કે અન્ય પણ નહિ.” મને એક દષ્ટાન્ત આપો.” એક વાર તમે જમીન પર ચત્તાપાટ સૂતેલ બાળક હતા. શું મોટા થયેલા તમે તે બાળક જ છે? હે રાજા, તમને શું લાગે છે? ના. તે બાળક એક હતું, હું બીજે છું.” જે તમે તે બાળક નથી, તો તેમાંથી એ ફલિત થશે કે તમને નથી માતા, નથી પિતા, અરે ! ના, એટલું જ નહિ, તમને ગુરુ પણ નથી. હે અનુસંધાન પૃ૦ ૫૯ થી ] અગત્યના નહિ એવા નજીવા ફેરફાર સાથે આ કંડિકા નીચેના ગ્રન્થોમાં ઉદ્ધત થયેલી છે : બોધિ ૦૫૦, પૃ. ૪૭૪; મહાયાનસૂત્રાલંકાર, ૧૮.૧૦૧; તત્ત્વસં૦૫૦, પૃ. ૧૧, ૧૭૩. જુઓ મધ્યવૃ૦, પૃ. ૯; અભિ કે, પ-ર૭. ५३. यो उप्पज्जति सो एव सो उदाहु अऊोति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82