Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 68
________________ ધર્મસંકેત છે. તેજતત્ત્વનું કાર્ય ખોરાક અને પાણીને બરાબર પચાવવાનું છે. અને આમ બીજાં તત્ત્વ વિશે પણ સમજવું. હવે, પૂર્વે જણાવ્યા પ્રમાણે, નથી તો અવિદ્યા વિચારતી કે “હું મન, વચન, કાયાનાં કર્મોને જન્મ આપું છું” કે નથી વિચારતાં કર્મો કે “અમને અવિદ્યાએ ઉત્પન કરેલાં છે.” આ જ રીતે નથી તો આ બધાં સહકારી કારણો વિચારતાં કે શરીરના અમુક કાર્યોના જનક પિતે છે કે નથી તો શરીર પોતે વિચારતું કે “તે તે કાર્યો તે તે કારણએ કરેલાં છે. તેમ છતાં, જ્યારે પૃથ્વીતત્ત્વ વગેરે સહકારી કારણે સમગ્ર, અખંડ હોય છે ત્યારે તેમના સગમાંથી શરીર અસ્તિત્વમાં આવે છે. અહીં શરીરમાં રહેલું પૃથ્વીતત્ત્વ નથી આત્મા, નથી જીવ, નથી પુરુષ, નથી સ્ત્રી કે નથી નપુંસક; અને નથી હું, નથી મારું કે નથી કોઈનું. આ જ પ્રમાણે, જળ, તેજ, વાયુ, આકાશ અને વિજ્ઞાન- તને વિશે કહેવાય. આમ, જીવ વિશેના બધા જ પ્રશ્નોને ખુલાસે પ્રતીત્યસમુત્પાદના નિયમથી થઈ જાય છે અને આત્માને વચ્ચે આવવાનો કોઈ અવકાશ રહેતો નથી. ભગવાને પિતાના શિષ્યોને કહેલા નીચેના શબ્દો મને અહીં ટાંકવા દોઃ હે ભિખુઓ ! કર્મ છે અને તેનું ફળ છે; પરંતુ આ સ્કન્ધોને તજી નવા સ્કો ધારણ કરનારે કોઈ કારક, કર્તા નથી–સિવાય ધર્મસંકેત.૫૧ અને આ ધર્મર કે તે આ છે તે હોતાં આ થાય છે, તે ઉત્પન્ન થતાં આ ઉત્પન્ન થાય છે.પર અને આ સંબંધે પાલિ સાહિત્યના મહાન ટીકાકાર બુદ્ધઘોષ પિતાના વિશુદ્ધિમગ્ગમાં (પૃ. ૫૧૩) પોતે જે દર્શનશાખાનું પ્રતિનિધિત્વ કરે છે તેના અતિમ નિર્ણિયને મૂર્ત કરતો નીચેનો લોક ટાંકે છેઃ ૫૧. શેરબસ્કી પિતાના “સેન્ટ્રલ કન્સેશન એવું બુદ્ધિઝમ માં (૧૯૨૩, પૃ. ૨૮) આ પારિભાષિક શબ્દને અંગ્રેજી અનુવાદ “Theory of Elements” એવો કરે છે. પુસાંએ બતાવ્યું છે તેમ જ અભિધમકોશ' (કોશસ્થાન, ૯) ઉપરની યશમિત્રની વ્યાખ્યા (પૃ. ૨૬ ) અનુસાર આ ધર્મસંકેત શબ્દનો અર્થ પ્રતીત્યસમુત્પાદલક્ષણ છે અને સંકેતનો અર્થ હેતુફલવ્યવસ્થા (કોશસ્થાન ૩, પૃ. ૧૮) છે. સંકેત શબ્દનો શબ્દશઃ અંગ્રેજી અનુવાદ convention (=રૂઢિ) થાય છે. ५२. इति हि भिक्षवोऽस्ति कर्म अस्ति फलम् , कारकस्तु नोपलभ्यते य इमान् स्कन्धान् विजहाति अन्यांश्च स्कन्धान् उपादत्ते अन्यत्र धर्मसंकेतात् । अत्रायं धर्मसंकेतो यदस्मिन् सति इदं भवत्यस्योत्पादाद् इदमुत्पद्यत इति । [ અનુસંધાન પૃ. ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82