Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001531/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jain E F 21 ਸੰਰਲਡ BAUDDHA-DHARMA-DARS'ANANI PĀYĀNĪ VIBHĀVANĀ GUJARATI TRANSLATION OF VIDHUSHEKHARA BHATTACHARYA'S "THE BASIC CONCEPTION OF BUDDHISM" L. D. SERIES 60 GENERAL EDITORS DALSUKH MALVANIA NAGIN J. SHAH TRANSLATION BY NAGIN J. SHAH L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD 9 Page #2 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના મહામહોપાધ્યાય વિધુશેખર ભટ્ટાચાર્યના The Basic Conception of Buddhism ગુજરાતી અનુવાદ અનુવાદક નગીન જી. શાહ મો . પ્રકાશક : લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ-૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ Printed by Shivial Jesalpura Swati Printing Press Rajaji's Street, Shahpur Ahmedabad 380001 and Published by Nagin J. Shah Director L. D. Institute of Indology Ahmedabad 9 FIRST EDITION May, 1977 PRICE RUPEES 8 Revised Rs 1 5 Price RS. AS - to L. 1). Indivi Page #4 -------------------------------------------------------------------------- ________________ પુરવચન પ્રખર વિદ્વાન મહામહોપાધ્યાય વિધુશેખર ભટ્ટાચાર્યજીનું The Basic Conception of Buddhism જ્યારે મેં વાંચ્યું ત્યારે મને તે ગમી ગયું. મને તેનો ગુજરાતી અનુવાદ કરવાની ઈચ્છા થઈ. અને મેં તરત જ તેને ગુજરાતી અનુવાદ કર્યો. આજે સાત-આઠ વર્ષ પછી તેનું પ્રકાશન થાય છે. ભગવાન બુદ્ધને મૂળ ઉપદેશ શો છે, એનું વિશદ તેમ જ સરળ નિરૂપણ ભટ્ટાચાર્યજીએ આ નાનકડા પુસ્તકમાં કર્યું છે. ભારતીય ધર્મો અને દર્શનની પાયાની સમસ્યા તે દુઃખમુક્તિની જ હતી. દુઃખમુક્તિનો ઉપાય તૃષ્ણાક્ષય લગભગ બધા ધર્મચિંતકે એ સ્વીકાર્યો છે. પરંતુ તૃષ્ણને ક્ષય કરવા કરવું શું ? તૃષ્ણાક્ષયના વિવિધ માર્ગો દર્શાવી ભટ્ટાચાર્યજીએ ભગવાન બુદ્ધે દેખાડેલા માર્ગની વિશિષ્ટતા કુશળતાથી તારવી આપી છે. તૃણાલય એ જ દુઃખમુક્તિને ઉપાય છે એવો સર્વમાન્ય મત પ્રાચીન ભારતના ચિંતકોને હતો એ સ્પષ્ટ કરવા અથર્વવેદ, વેદ, ઉપનિષદ, બ્રાહ્મણો, મહાભારત, રામાયણ, ભાગવત, ધમ્મપદ, કાલિદાસની કૃતિઓ, વગેરે મહામૂલા ગ્રંથમાંથી ભટ્ટાચાર્યજીએ રસપ્રદ ઉચિત ઉદાહરણ આપ્યાં છે. સામાન્ય લોકોને પણ રુચે એવું ધર્મતત્ત્વ આમાં સારા પ્રમાણમાં છે. વળી, ધર્મ-દર્શનના વિદ્યાથીઓને ઉપયોગી સામગ્રી પણ એ પૂરી પાડે છે. તેથી, અંગ્રેજી ન જાણનાર ગુજરાતી વાચકો માટે આ અનુવાદ કર્યો છે. પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી સમગ્ર અનુવાદ સાંભળી ગયા હતા. મુ. શ્રી દલસુખભાઈ માલવણિયા અને મુ. શ્રી હરિવલ્લભ ભાયાણું આ અનુવાદ વાંચી ગયા હતા. તેમણે કરેલાં સૂચનેને મેં અમલ કર્યો છે. ત્રણેય વિદ્વાનેને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જ્ઞાનોદય ટ્રસ્ટે આ અનુવાદ છપાવવા કલકત્તા યુનિવર્સિટીની પરવાનગી મેળવેલી અને અનુવાદ કરાવવાનું મહેનતાણું ચૂકવેલું. પરંતુ છેવટે તેણે અનુવાદને પ્રકાશનાથે વિદ્યામંદિરને ઉદારતાપૂર્વક આપી દીધો અને વધારામાં એક હજાર રૂપિયા પ્રકાશન ખર્ચ માટે આપ્યા, તે બદલ વિદ્યામંદિર ટ્રસ્ટનું ઋણી છે. લા. દ. વિદ્યામંદિર અમદાવાદ ૩૮૦૦૦૮ ૧૫ મે ૧૯૭૭ નગીન જી. શાહ અધ્યક્ષ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંકેતસૂચિ અથર્વ અથર્વવેદ અદ્વયવસંઅયવસંગ્રહ, સં. હરિપ્રસાદ શાસ્ત્રી, Gaekwar's Oriental Series ( = G. O. S.) અભિ કે અભિધમ કેશ, L” Abhidharmakosa de Vasubandha traduit et annoté par Louis de le Vallée Poussin, Paris, 1923–31 અભિષે વ્યા, યશમિત્રત અભિધમ કેશવ્યાખ્યા, સં. S. Levi અને Th. Scher batsky, Bibliotheca Buddhica અભિસમ હરિભદ્રકૃત અભિસમયાલંકારક, સં. G. Tucci, G. O. S. અંજનિ. અંગુત્તરનિકાય Pali Text Society (= P. T. S.). Sorso$710 Indian Historical Quarterly કા ૦૫. કાશ્યપ પરિવર્ત, સં. Baron A. von Staël-Holstein, Shanghai, 1926 છાન્દો ઉપ૦ છાન્દોગ્ય ઉપનિષદ્ orot'st Roztomilo Journal of the Royal Asiatic Society of Great Britain and Ireland તસં. તત્ત્વસંગ્રહ, G. O. s. દીનિ. દીઘનિકાય, P.T.S. બુ ઉ૫૦ બૃહદારણ્યક ઉપનિષદ્દ બોધિશાતિદેવકૃત બોધિર્યાવતાર બોધિ પંબોધિચર્યાવતારપુંજિકા, સં. Poussin, Bibliothera Indica મધ્યકા૦ નાગાર્જુનકૃત મૂલમધ્યમકકારિકા મધ્યવૃ, મૂલમધ્યમકકારિકા ઉપરની ચંદ્રકાતિની મધ્યમકવૃત્તિ, સં. Poussin, Bibliotheca Buddhica. મનિ. મજુઝિમનિકાય, P.T.S. મહાભુ મહાવ્યુત્પત્તિ, Bibliothera Buddhica મિલિન્દષ૦ મિલિન્દ૫કહ, સં. Trenckner, 1880 મુ ઉપ૦ મુંડક ઉપનિષદ્ લંકા લંકાવતારસૂત્ર, સં૦ B. Nanjio Kyoto, 1923 શિસ. શાનિદેવકૃત શિક્ષાસમુચ્ચય, સં૦ C. Bendall, Bibliothera Buddhica સદ્ધપુ. સદ્ધમંપુંડરીક, સં. H. Kern and B. Nanjio, Bibliothera Buddhica સંનિ. સંયુત્તનિકાય, P.T.S. સુભાખ્યુંસુભાષિત સંગ્રહ, સં૦ C. Bendall ZDMG Zeitschrift der Deutschen Morgenländischen Gesell schaft Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન કલકત્તા યુનિવર્સિટીમાં દીધેલાં ૧૯૩૨ના વર્ષનાં અધરચંદ્ર મુખરજી વ્યાખ્યાનરૂપે આ થોડાંક પૃષ્ઠો લખાયેલાં. પિતાની સમક્ષ ઉપસ્થિત સમસ્યાનો જે ઉકેલ બુધે શેાધી કાઢેલે તેને દર્શાવવાને અહીં મેં પ્રયત્ન કર્યો છે. આ દેશની દર્શન અને ધર્મની બધી જ પરંપરાઓ આગળ દુઃખમુક્તિની એક સમાન સમસ્યા હતી. અને આ દુઃખમુક્તિ તૃષ્ણક્ષયથી જ થાય છે એમ ઉપનિષદના ઋષિમુનિઓએ પિકારી પોકારીને કહ્યું છે. બુદ્ધેય આ મતને સ્વીકાર કર્યો, પરંતુ ઉપાયની બાબતમાં ધરમૂળથી તેમનાથી વિરુદ્ધ જઈને તેમણે એક હિંમતભર્યું પગલું ભર્યું અને અનાત્મવાદનું તેમણે પ્રતિપાદન કર્યું. અને તેમ છતાં તેઓ એક જ ચેચે પહોંચ્યા. જે મિત્રો અને શિષ્યોએ એક યા બીજી રીતે મને સહાય કરી છે તેમને હું આભાર માનું છું. સૂચીઓ તૈયાર કરવા બદલ મારા એક શિલ્ય અને વિદ્યાભવનમાં અમારી સાથે કામ કરનારા શ્રી જયન્તીલાલ આચાર્ય, બી. એ., મારા આભારના અધિકારી બન્યા છે. વિધશેખર ભટ્ટાચાર્ય વિશ્વભારતી શાતિનિકેતન સપ્ટેમ્બર ૧૦, ૧૯૩૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ For Pe Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષયનિર્દેશ ૧-૨૯ ૩૦-૬૩ પ્રથમ વ્યાખ્યાન: પ્રાસ્તાવિક દ્વિતીય વ્યાખ્યાન : પાયાની સમસ્યા સૂચિઓ : વિશેષનામસૂચિ મંચનામસચિ (2) સંસ્કૃત–પાલિ (૨) અન્ય સંસ્કૃત–પાલિશબ્દસૂચિ પારિભાષિક શબ્દસૂચિ વિષયમૂચિ ૬-૬૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ્યાખ્યાન પ્રાસ્તાવિક આ વ્યાખ્યાનેામાં ચર્ચવા ધારેલા ખાસ ચાક્કસ મુદ્દાઓ પર આવતા પહેલાં આપણે બુદ્ધના આગમન પહેલાંની આ દેશની ધાર્મિક અને દાર્શનિક વિચારધારાઓનું વિહંગાવલેાકન કરી લઈએ જેથી બુદ્ધે જગતને આપેલા સદેશ અને ઉપદેશને આપણે ખરાખર સમજી શકીએ. સૌ પ્રથમ આ ક્ષેત્રમાં આપણે જેએ પાછળથી ધર્મક્રિયાઓ કરનાર કર્મીએ કે યજ્ઞા કરનાર યાજ્ઞિકા તરીકે ઓળખાયા તેમને મળીએ છીએ. ઐહિક અને પારલૌકિક સુખ અને ભાગ માટેના જ નહિ પરંતુ મુક્તિ કે અમરત્વ માટેના ય સાધન તરીકે વિવિધ યજ્ઞા અને કર્મોને આ ક્રિયાકાંડીઓ ગણાવતા. તેઓ આ ભાવતું ગાયા કરતા ઃ · અમે સામરસ પીધા છે અને અમર બન્યા છીએ. અમે જ્યાતિ પામ્યા છીએ અને દેવાને જાણ્યા છે. દુશ્મન અમને શુ કરી શકે ? અમૃતને જરા શું અસર કરી શકે ? ' ( ઋગ્વેદ, ૮.૪૮.૩. ) ભગવદ્ગીતાના મહાન લેખકે વર્ણન કર્યું છે તે અનુસાર તે ભાગને વરેલા હતા અને સ્વર્ગ તેમનું ધ્યેય હતું. જ્યાં ભાગ અને વિલાસ, સુખ અને ઉન્માદ છે અને જ્યાં ઇચ્છા કરનારની ઈચ્છા પૂરી થાય છે તે સ્વર્ગ જ તેમનું સાધ્ય હતુ.. કમ શબ્દથી તેઓ વેદવિહિત યજ્ઞા, યાગા અને ક્રિયાકાંડા સમજતા. તેથી કર્મ અને તેના ફળના સંબંધ વિશે કાઈ સિદ્ધાંત કે નિયમ સ્વીકાર્યા વિના તેમને છૂટકો ન હતા. કની શક્તિમાં એમને એટલી બધી શ્રદ્ધા હતી કે ઈશ્વરને કઈ પણ અવકાશ ન હતા. એમની વ્યવસ્થામાં બધુ' જ યજ્ઞા દ્વારા થતુ—જો કે યજ્ઞયાગાદિના અનુષ્ઠાન દરમિયાન તેઓ અનેક દેવાને આહ્વાન કરતા. અને એ કહેવાની જરૂર નથી કે તે શરીરથી તદ્દન ભિન્ન એવા આત્માના અસ્તિત્વમાં માનતા હતા અને સાથે સાથે એ પણ માનતા કે આત્મા પેાતાના કર્મનું ફળ ભાગવવા આ લેકમાંથી પરલેાકમાં જાય છે. એ પછી એક નોંધપાત્ર પરિવર્તન થયું. ચિન્તકાની એક નવી શાખા અસ્તિત્વમાં આવી. આપણે તેમને જ્ઞાનીએ કે જ્ઞાનમાર્ગી તરીકે જાણીએ Page #11 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના છીએ. એથી વિશેષ તો તેઓ વેદાન્તીઓ તરીકે જાણીતા છે. તેમની શ્રદ્ધા વૈદિક ક્રિયાકલાપમાંથી ઊઠી ગઈ. યોને તેઓએ જેનાથી ભાગ્યે જ સંસારસાગર તરી શકાય તેવા નબળા તરાપારૂપ ગણ્યા (ન્ટવા તે ૩ઢા ચશપ). તેમણે કહ્યું, “જે કમને શ્રેય ગણે છે તે મૂઢ છે, તેઓ વારંવાર ઘડપણ અને મરણ પામે છે. અવિદ્યાથી ઘેરાયેલા મૂઢ પુરુષ અને પંડિતાઈના અભિમાનથી ફુલાઈ ગયેલા બુદ્ધિમાન પુરુષો આંધળા વડે દોરાયેલા આંધળાની જેમ લથડિયાં ખાતા અહીંથી તહીં ભટકતા રહે છે. - તેમણે વિચાર્યું કે ક્રિયાકાંડ અને યોથી અવિનાશી એવું કંઈ પામી શકાતું નથી. અને તેમણે જણાવ્યું કે કર્મ કરીને અહી પૃથ્વી પર આપણે જે કંઈ પામીએ છીએ તે જેમ નાશ પામે છે તેમ યજ્ઞો અને પુણ્યકર્મો દ્વારા પરલોકમાં જે પામીએ છીએ તે પણ નાશ પામે છે. એ તો સ્વાભાવિક જ છે કે તેમને કંઈક અવિનાશી અને સ્થિર જોઈતું હતું જેના ઉપર તેઓ હંમેશાં શાન્તિથી વિશ્રાત થાય. પણ તે અવિનાશી ચીજ શી હતી અને ક્યાં હતી? તેમને લાગ્યું કે તે એવું કંઈક છે જે પિતાની અંદર છે, બહાર નથી. તે ઉત્પન્ન થઈ નથી કે મેળવાયેલ નથી, પરંતુ હમેશ અસ્તિત્વ ધરાવે છે, અને એટલે જ તો તેને માત્ર પ્રત્યક્ષ કરવાની જ રહે છે. અને તે આત્મા સિવાય બીજી કોઈ ચીજ નથી. પાણીમાં ઓગળી ગયેલા મીઠાની જેમ જે વિશ્વમાં વ્યાપેલ છે, જે પૃથ્વીને અન્તર્યામી હોઈ પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી, જેનું શરીર પૃથ્વી છે, જે પૃથ્વીમાં રહેલા ચાલક છે, અને જે આમ અન્તર્યામી નિયન્તા અવિનાશી વિરાટ આત્મા છે તેનાથી જીવાતમાં અભિન્ન છે. . અને તેમણે વારંવાર ભારપૂર્વક કહ્યું છે, “એક આત્માને જ જાણે અને બીજી વાત છે. તે જ અમૃતનો સેતુ છે. તેમના સઘળા ચિન્તનનું કેન્દ્ર આત્મા હતો. “જે આત્મા છે તે દીકરા કરતાં વહાલો છે; ધન કરતાં વહાલો છે; બીજી બધી વસ્તુઓ કરતાં વહાલે છે; તે બીજી વસ્તુ કરતાં આપણું વધારે નજીક છે. જે માણસ આત્મા સિવાયની બીજી કોઈ વસ્તુને વહાલી ગણે છે, તેને જે કોઈ એમ કહે કે, તારી વહાલી વસ્તુ નાશ પામશે, તે તે વાત સાચી છે, કારણ કે એવી ૧. મુંડકેપ. ૧.૨ ૭-૮ ૨. છાન્દો ૦ ૮.૧૬ ક, તમે મામાનું ગાનથ, ૩ વાવો વિશ્વથ, અમૃતધૈષ સેતુ | મુંડકો પ૦ ૨.૨.૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીઓનું ચિંતન વરતુ ખરેખર નાશ પામે એવી હોય છે. તેથી માણસે આત્માને જ વહાલો માનવો જોઈએ, ને તેની જ ઉપાસના કરવી જોઈએ. જે માણસ આત્માને જ વહાલો માને છે અને તેની જ ઉપાસના કરે છે, તેની વહાલી વસ્તુ કદી નાશ પામતી નથી.” (બૃહદા. ૧.૪.૮.). અને તેમણે કહ્યું કે જે આત્માને જાણે છે તે દુઃખને જીતે છે. (છાન્દો ૭.૧.૩). આ આત્મા સેતુ છે, પાળ છે કે જેને લઈને લોકો સેળભેળ, છિન્નભિન નથી થતા. એ પાળને રાત્રિ અને દિવસ ઓળંગતા નથી. એને ઘડપણું આવતું નથી. એનું મરણ નથી. એને શક નથી. પુણ્ય કે પાપ એને સ્પર્શતા નથી. બધાં પાપ એને સ્પર્ધા વિના જ પાછા વળે છે; કારણ કે બ્રહ્મલોક પાપરહિત છે. (છાન્દો૦ ૮.૪.૧). તેઓ આત્માને બધાને વશ કરનાર, બધાને ઈશ અને બધાનો અધિપતિ ગણતા. તેઓ માનતા કે જગત તેમાંથી ઉત્પન્ન થયું છે, તે જગતનો ધારક છે અને તેમાં જ પ્રલયકાળે આ જગત લય પામે છે. આત્મા વિશેની યાજ્ઞિક અને વેદાન્તીઓની માન્યતાઓનો ભેદ પણ અહીં નોંધીએ. યાજ્ઞિકો માત્ર એટલું જ માને છે કે આત્મા શરીરથી ભિન્ન છે, જ્યારે વેદાન્તીઓ આ મુદ્દા પર તેમની સાથે સહમત હોવા છતાં ઉપર જણાવેલાં તેનાં બીજાં લક્ષણો પણ સ્વીકારે છે. આ વિચારણાના દોરને અનુસરતા આ આચાર્યો અર્થાત્ વેદાન્તીઓ સ્વાભાવિક રીતે એવા વિચારે પહોંચ્યા કે જ્ઞાન અને કામક્ષય દ્વારા જ મુક્ત થઈ શકાય. અને તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું, “વિદ્યાથી જ અમર થવાય છે.” કામનાં પરિણામો વિશે તેઓ આપણને જણાવે છે કે, “માણસ કામના ઓને બનેલો છે. જેવી તેની વાસના હોય છે, તે તે નિશ્ચય કરે છે; જેવો નિશ્ચય કરે છે, તેવું કાર્ય કરે છે; જેવું કાર્ય કરે છે, તેવું ફળ પામે છે.” (બૃહદાવ ૪.૪). વળી બીજે કલેક જણાવે છે કે, “માણસનું મન જેમાં ચાટેલું હોય, તેને મેળવવા તે કર્મ કરે છે. આ જગતમાં તે જે કાંઈ કર્મો કરે છે, તેનું ફળ પરલોકમાં તે ભોગવે છે. તે ભેળવી રહ્યા પછી તે પરલકમાંથી આ લોકમાં ફરી કર્મ કરવા માટે આવે છે. આટલી વાત કામનાથી ઘેરાયેલા માણસની કરી. હવે જે માણસને કામના નથી હોતી તેને વિશે. જેને કામના નથી તે કામનાથી મુક્ત છે, તેની કામનાઓ બધી સંતોષાઈ ૪. સર્વસ્ત્ર થી સાનઃ સર્વાધિપતિઃ | બૃહદા. ૪.૪.૨૨ ૫. વિદ્યથા વિતેડકૃતમ્ | કેનોપ૦ ૨.૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના 1 ગઈ છે, તેને આત્મા સિવાય બીજા કશાની કામના નથી, તેના પ્રાણ શરીર છોડી ચાલ્યા જતા નથી, તે બ્રહ્મ હાઈ બ્રહ્મમાં ભળી જાય છે.” એને વિશે આ શ્લોક છે માણસના હૃદયમાં જે કામનાઓ રહેલી છે તે બધી જ્યારે છૂટી જાય છે ત્યારે તે માણસ મરણને અધીન હોવા છતાં અમર બને છે; અને આ દેહે જ બ્રહ્મને પામે છે. અને વધારામાં કહ્યું છે કે, “આ જાણીને પ્રાચીન લોક સંતાનની કામના રાખતા ન હતા. તેઓ કહેતા કે આપણને આ આત્મા અને આ લોક મળ્યો છે તે પછી આપણે સંતાન મેળવીને શું કરીશું ? અને સંતાનની કામના છોડીને, ધનની કામના છોડીને, સ્વર્ગાદિ લોકની કામના છેડીને તેઓ મુનિ થઈ વિચરતા (fમક્ષચર્ચ રાત્તિ).” (બૃહદા ૪.૪.૨૨). - આમ યાજ્ઞિકથી સાવ ઊલટા તેઓ આત્મજ્ઞાનની ખેજમાં બધી જ જાતની કામનાઓથી ઉપર ઊઠીને ઘરબારનો ત્યાગ કરે છે, વનમાં રહે છે કે પરિવ્રાજક મુનિ બની વિચરે છે. " યાજ્ઞિકો અને વેદાન્તીઓની બે આત્યંતિક માન્યતાઓને સમન્વય સાધવા પ્રયત્ન કરનાર એક મધ્યમમાગી વિચારધારા પણ તે કાળે અસ્તિત્વ ધરાવતી હતી. તે વિચારાધારા પ્રમાણે માત્ર કર્મો–જેને તે અવિદ્યા તરીકે ઘટાવતી–કે માત્ર વિદ્યા સ્વતંત્રપણે કંઈ જ કરી શકે નહિ પરંતુ ધ્યેયપ્રાપ્તિને માટે તે બન્નેને સમુચ્ચય આવશ્યક છે, કારણ કે તે વિચારધારો કહે છે કે કર્મ(અવિદ્યા)થી તો મૃત્યુને તરી શકાય પણ અમૃતને મેળવવા માટે તે વિદ્યાને જ આશરે લેવો પડે. (ઈશે૫૦ ૧૧). - જે હો તે, આત્મજ્ઞાનના ઉપાયને વિચાર કરીએ તો તે ઉપાય મુખ્યપણે ગ છે. એ યુગમાં એગ ખૂબ વિકસેલો હતો એવું માનવાને નકકર પુરાવા છે. યોગસાધનામાં જેનું જ્ઞાન ખૂબ આવશ્યક છે તે સૂકમનાડીતંત્ર વિશે ય તે આચાર્યો અમુક અંશે જાણતા હતા. હવે આ અને આના જેવી યાજ્ઞિક અને વેદાન્તીઓની વાતો વૈદિક ગ્રંથમાં સંગૃહીત કરવામાં આવી હોઈ વખત જતાં સ્વાભાવિક રીતે જ એ ગ્રંથને આત્મવિદ્યા ઉપરના પરમ પ્રમાણ તરીકે ગણવામાં આવ્યા, અને તેમની અનુજ્ઞા સિવાય કશું સ્વીકારવામાં આવતું નહિ. વેદોના પ્રામાણ્યમાં १. यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि स्थिताः । __ अथ मोऽमृतो भवत्यत्र ब्रह्म समभुते ॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ જીવ-જગત વિશે દાર્શનિક પ્રશ્નો રહેલી આ પ્રચ્છન્ને શ્રદ્ધાએ આપણા દેશમાં ધાર્મિક વિચારોને ઘાટ આપવામાં ઘણો ભાગ ભજવ્યો છે પણ તે વાત અહીં પ્રસ્તુત નથી. પ્રમાણ તરીકે વેદોની જે પકડ હતી તે ધીમે ધીમે ઢીલી થવા લાગી. જ્ઞાનીઓના માર્ગને અનુસરતી સાંખ્ય વિચારધારા અસ્તિત્વમાં આવી. તેણે વૈદિક ક્રિયાકલાપને, તેમાં પશુહિંસા થતી હોઈ, અશુદ્ધ જાહેર કર્યો અને જણાવ્યું કે તે અશુદ્ધ હોઈ મુક્તિ ન અપાવી શકે અર્થાત્ સર્વ દુઃખોને દૂર ન કરી શકે. આમ જો કે સાંખ્યોએ વૈદિક ક્રિયાકલાપનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો તેમ છતાં તેમણે તેમના દર્શન માટે મોટા ભાગની સામગ્રી ખાસ જ્ઞાનકાંડના વેદિક ગ્રંથોમાંથી એકત્રિત કરી છે. તેમણે આત્મસિદ્ધાંત સ્વીકાર્યો—જે કે તેમાં તેમણે પરિવર્તન કર્યું. પરંતુ તેમના દર્શનમાં ઈશ્વરને કોઈ સ્થાન ન હતું. તેઓ જગતના સર્જન અને પ્રલયમાં માનતા હતા પણ તેને માટે ઈશ્વરને સ્વીકારવાની કોઈ જરૂર તેમને લાગી નહિ, કારણ કે તે બન્ને હકીકતો તેમણે જુદી રીતે સમજાવી, ઘટાવી. હવે તરત જ આ ક્ષેત્રમાં આચાર્યો ઉપર આચાર્યો અને ચિન્તકો ઉપર ચિન્તક દેખા દેવા લાગ્યા. તેઓએ જણાવ્યું કે અમે પિતે વૈદિક પરમ્પરાથી સ્વતંત્ર રીતે મુક્તિનો માર્ગ શેવ્યો છે. તેઓ લોકોને પોતાની તરફ આકર્ષવા લાગ્યા. વેદના પ્રામાયને ફગાવી દેવામાં આવેલું હોઈ તેમના વિચારસ્વાતંત્ર્યને દાબમાં રાખી શકે એવું કંઈ રહ્યું ન હતું. તેમને અંતરનો અવાજ વ્યક્ત કરવાની સંપૂર્ણ રવતંત્રતા હતી. આ આચાર્યો અને ચિન્તકો બ્રાહ્મણ અને અબ્રાહ્મણ બને ય હતા. અનેક સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા અને આ સંપ્રદાયમાં ય ભિન્ન મત ધરાવતા સંપ્રદાયોનો ઉમેરો થતો રહ્યો. એ ભિન્ન મતો હતા—જગત અને આત્મા નિત્ય છે; તેઓ નિત્યાનિત્ય છે; અથવા, તેમના કેટલાક પ્રકારે નિત્ય છે અને કેટલાક અનિત્ય છે; જગતને અંત છે, જગત અનંત છે; જગત અને જીવ અકસ્માત્ ઉત્પન્ન થાય છે; મૃત્યુ બાદ જ્ઞાનસહિત કે જ્ઞાનરહિત આત્માનું અસ્તિત્વ છે; જીવન સંપૂર્ણ વિનાશ થાય છે; વરતુઓ ક્ષણિક હાઈ ક્રિયા સંભવી શકે નહિ, અને તેથી આત્માનું અસ્તિત્વ પણ નથી, તેથી જ તે તેના નિત્ય હોવાનો કે અનિત્ય હોવાનો પ્રશ્ન પણ રહેતો નથી; કિયા તદ્દન શક્ય છે અને તેથી માની શકીએ કે આત્મા અને બીજી વસ્તુઓ સદાકાળ અસ્તિત્વ ધરાવે છે; માત્ર સાધના–ક્રિયાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે; જ્ઞાન બંધનું કારણ છે, કેમ કે જ્યાં જ્ઞાન છે ત્યાં વાદી-પ્રતિવાદી વચ્ચે વિવાદ છે જે મનને શ્લેષિત કરનાર ક્લેશને પેદા કરે છે; બીજી બાજુ, અજ્ઞાનમાંથી Page #15 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના આ આફત ઊભી થવાની શક્યતા નથી; અને આ જ જ્ઞાન છે એવો નિશ્ચય કરવો અસંભવ છે, કારણ કે આ મુદ્દા પર દર્શનકારમાં મતભેદ છે; શુભ કે અશુભ કર્મનું કંઈ ફળ નથી; જગતની ઉત્પત્તિ કાળમાંથી કે સ્વભાવમાંથી કે પ્રકૃતિમાંથી છે; વગેરે વગેરે. એટલા બધા આ મત છે કે તે બધાને ગણવવા અશક્ય છે. આ સિદ્ધાંતોને માનનારાઓએ તેમને માનવા માટેનાં કારણે આપેલાં છે જેમાં આપણે અહીં પૂરેપૂરા ઊતરી શકીએ નહિ. ઉપરાંત, ગાયની માફક ભેજન લેવું, નિરાહારી રહેવું, માત્ર ઝાડનાં પાન ખાઈને કે માત્ર શેવાળ ખાઈને કે માત્ર જળ લઈને રહેવું, પાણીમાં રહેવું, વગેરે તપસ્યાઓ અને દેહદમનના વિવિધ પ્રકારનું આચરણ કરતા ભિન્ન ભિન ધાર્મિક માન્યતાઓ ધરાવતા તપસ્વીઓ પણ હતા. આ બધી તપસ્યાઓ તેઓ નિઃશંકપણે ઈન્દ્રિયજયના પ્રયોજનથી કરતા. આ દર્શનકાર અને તપસ્વીઓ, શ્રમણો અને બ્રાહ્મણે પોતાના વિશાળ અનુયાયી સમુદાય સાથે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જઈ ધાર્મિક અને દાર્શનિક બાબતેની ચર્ચાઓ એવી રીતે કરતા કે પ્રસ્થાપિત બ્રાહ્મણ વિચારધારાના યુગ પછીનો આ યુગ ભારતીય વાદવિદ્યાને યુગ બની ગયો હતો. આ કાળે જ્યારે દેશ આવી દાર્શનિક અને ધાર્મિક વિચારધારાઓ અને ચર્ચાઓથી ધમધમતો હતો ત્યારે જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર– જેમની વાત અહીં પ્રસ્તુત નથી–સાથે ગૌતમ બુદ્ધ દશ્યમાં દાખલ થયા. બુદ્ધના વ્યક્તિત્વમાં આપણું ધ્યાન ખેંચે એવી જે એક વસ્તુ છે તે છે તેમનું નખશિખ બુદ્ધિવાદીપણું. અને મને લાગે છે કે આ વસ્તુ તે જે પરિસ્થિતિમાં જન્મ્યા તેને મહદંશે આભારી છે. અમુક વાત પરંપરાથી ચાલી આવે છે માટે સાચી છે એમ કહેવું એમને ગમતું નહિ. તેઓ હંમેશાં પિતાની માન્યતાઓને બુદ્ધિના મજબૂત પાયા ઉપર જ માંડતા. કહેવાય છે કે તેમણે એક વાર કાલામોને જણાવ્યું હતું કે, “હે કાલામ! આ તમને હ્યું, પરંતુ તમે તેને સ્વીકાર તે કેવળ અનુશ્રુત છે માટે ન કરશે, કેવળ પરંપરાગત છે માટે ન કરશો, કેવળ ભૂતકાળમાં આવી જ વાત કહેવાઈ છે માટે ન કરશો, કેવળ તમારા ધર્મગ્રંથ પિકને અનુકૂળ છે માટે ન કરશે, કેવળ તકને માટે ન કરશે, કેવળ નયને માટે ન કરશે, કેવળ વિતર્કને ૭. નિરાહારી મનુષ્યના વિધ્યો તો તેનાથી પાછા વળે છે, પરંતુ વિષયો માટેનો તેને રસ (કામ) દૂર થતો નથી એમ કહીને ગીતાકારે તો આવા પ્રયત્નની સાવ નિર્થકતા દર્શાવી છે. ભગવદ્ગીત : ૨.૫૯, Page #16 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધનું બુદ્ધિવાદીપણું માટે ન કરશે, કેવળ મિથ્યાષ્ટિ પ્રત્યે ક્ષમા દાખવવા ન કરશે, કેવળ તમને અનુકૂળ છે માટે ન કરશે, કેવળ તેનો કહેનારે શ્રમણ તમારે પૂજ્ય છે. માટે ન કરશો, કિન્તુ જો તમે તેને કલ્યાણકર અને નિર્દોષ સમજતા હો અને તેને ગ્રહણ કરવાથી કલ્યાણ અને કુશલ થશે એસ તમને ખરેખર ખાતરી હોય તો જ તમે તેને સ્વીકારજો. બુદ્ધ પિતાના અનુયાયીઓને પણ દઢપણે કહ્યું હતું કે, “ડાહ્યા માણસે સોનાને કાપી, તપાવી, ઘસી તેની પરીક્ષા કરીને જ તેને ગ્રહણ કરે છે. તેવી જ રીતે હે ભિક્ષુઓ! તમે મારાં વચનોને પરીક્ષા કર્યા પછી જ સ્વીકા; મારા તરફના આદરને કારણે જ મારાં વચનને સ્વીકારશે નહિ."* બુદ્ધ તેમના શિષ્યોને વારંવાર કહેતા કે, “જો કે સ્થવિર (વડીલ છે, અનુભવી, તથાગત કે સંઘ વસ્તુઓને સમજાવી શકે તેમ છતાં સત્યને નિશ્ચય કરવામાં બોધિસત્વ તો યુક્તિનું શરણું (મુરિસરા)* લે છે, તે કોઈ વ્યક્તિનું શરણું (ાસ્ટર) લેતો નથી. આમ તે યુક્તિનું જ શરણ ૮. અંગુનિ. ૩૬૫૩ ८. तापाच्छेदाच्च निकषात् सुवर्णमिव पण्डितैः । परीक्ष्य भिक्षवो ग्राह्यं मद्वचो न तु गौरवात् ॥ ज्ञानसारसमुच्चय, ३१ . જ્ઞાનસારસમુચ્ચય' ગ્રંથ મૂળ સંસ્કૃતમાં લખાયેલું છે અને તે આર્યદેવના નામે ચઢેલે છે. મૂળ સંસ્કૃત ગ્રંથ મળતો નથી પરંતુ ભારતના ઉપાધ્યાય કૃષ્ણરવ અને તિબેટને ભિક્ષુ ધર્મ પ્રસે (Chos kyi sex rab) કરેલું તેનું તિબેટી ભાષાંતર @ucten by P. 72 Tanjur. mdo. tsha, 47 R$; Cordier, IH. પૃ. ૨૯૮. તિબેટી ભાષામાં તેને Ye ses siin po hun las buts pa કહે છે. તે ૩૮ કારિકાઓનો સંગ્રહ છે. આમાંની કેટલીક સુભાષિત સંગ્રહમાં ઉદ્ધત છે. ઉપર આપેલી સંસ્કૃત કારિકા “તત્ત્વસંગ્રહપજિકામાં પૃ ૧૨ અને ૮૭૮ ઉપર ટાંકેલી છે. તેનું તિબેટી ભાષામાં રૂપાંતર Csoma de Korós કૃત Grammar of the Tibetan Language, ૧૮૩૪, પૃ. ૧૬૮ ઉપર છે. સરખાવો હરિભદ્રના વલણને મૂર્ત કરતી નીચેની કડીઃ पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ મને મહાવીર પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ અને બીજા પ્રત્યે દ્વેષ નથી; પરંતુ જેની વાત તર્કસંગત હોય તેને સ્વીકારવી જોઈએ.” ૧૦. કેટલીક વાર સT ને સ્થાને શરણ પાઠ પણ મળે છે. જુઓ ધસંગ્રહ, ૫૩, હકીકતમાં અર્થ તે એક જ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના સ્વીકારતો હેઈ અને વ્યક્તિનું શરણ ન સ્વીકારતા હોઈ, નથી તો સત્યના માર્ગથી ચલિત થતો કે નથી બીજાની માન્યતાને ઉછીની લેતો.” - બુદ્ધના વ્યક્તિત્વનું બીજું એક ખાસ ધ્યાનમાં રાખવા જેવું લક્ષણ છે તેમની વ્યવહારુતા. કોઈ પણ રીતે ધ્યેયે ન પહોંચાડી શકનાર ઠાલું ચિંતન તેમને જોઈતું નથી. તેમને જોઈએ છે કર્મ. જેમ વૈદ્યરાજ જરૂરથી જરા ય વધારે કે જરા ય ઓછી દવા રોગીને દેતા નથી, તેમ ભગવાન પણ જ્યારે ખૂબ આગ્રહ કરવામાં આવે છે, ત્યારે જિજ્ઞાસુના ધ્યેયને સિદ્ધ ન કરે એવું બેલવા કરતાં મૌન રહેવું વધુ પસંદ કરે છે. વારંવાર પૂછવા છતાં જે વસ્તુઓને તેમણે ન સમજાવી તે વસ્તુઓ વિશેના તેમના સંવાદો આપણે અહીં યાદ કરીએ. તત્કાલ જાણવા માટે અહીં હું તમને તેમનો સાર આપું છું.' એ યુગમાં દેશમાં કેટલાક સિદ્ધાંત લોકોને મનને વિક્ષિપ્ત કરી રહ્યા હતા; જેમ કે, જગત નિત્ય છે, જગત અનિત્ય છે; જગતને અંત છે, જગત અનંત છે; આત્મા એક વસ્તુ છે, શરીર બીજી; તથાગતનું–સન્તનું મૃત્યુ પછી અસ્તિત્વ છે, તથાગતનું મૃત્યુ પછી અસ્તિત્વ નથી; તથાગતનું મૃત્યુ પછી અસ્તિત્વ ય નથી કે નાસ્તિત્વ ય નથી. - આ પ્રશ્નો ભગવાન બુદ્ધને જુદા જુદા પ્રસંગો ઉપર જુદી જુદી વ્યક્તિએાએ પૂછ્યા પણ તેમણે કદી તેમનો ખુલાસો ન કર્યો અને મૌન રહ્યા. ભગવાન બુદ્ધની દોરવણી નીચે જે માલુંક્યપુર ધાર્મિક જીવન ગાળી રહ્યો હતો તેણે એક વાર નિશ્ચય કર્યો કે આ પ્રશ્નોનો “હા” કે “નામાં સ્પષ્ટ જવાબ મેળવવો અને ભગવાન જે એવો જવાબ ન આપે તો તેમની આધ્યાત્મિક નેતાગીરી છોડી દેવી. ૧૧. બેધિસત્વભૂમિ, ૧.૧૭ (અભિ૦ કો૦ .૨૪૬) पुनर्बोधिसत्त्वः प्रजानन् युक्तिप्रतिसरणो भवति न स्थविरेणाभिज्ञानेन वा पुद्गलेन तथागतेन वा सङ्घन वा इमे धर्मा भाषिता इति पुद्गलसरणो भवति । स एवं युक्तिप्रतिसरणो न पुद्गलप्रतिसरणस्तत्त्वार्थान्न विचलति अपरप्रत्ययश्च भवति । કેટલીક વાર ગુાિ બદલે ધ° (= સત્ય) પાઠ મળે છે. મહાવું, હું ૭૪ : ધwત सरणेन भवितव्यं न पुद्गलप्रतिसरणेन । ૧૨. મ. નિ., ભાગ ૧, પૃ. ૪૨ ૬ થી, ૪૮૩થી; સં૦ નિ (અવ્યાકત સંયુત્ત), ભાગ ૪, પૃ. ૩૭૪ થી. ૧૩. બુદ્ધઘેષ પ્રમાણે આવા પ્રસંગેએ તથાગતનો અર્થ જીવ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ મુદ્દનું મૌન ભગવાને કહ્યુ` કે મેં તને ( માલુંકપુત્તને ) મારું ગુરુપદ સ્વીકારવાનુ એ શરતે કહ્યુ ન હતું કે હું તને મા વિશેષ પ્રશ્નોના જવાબ આપીશ, ન તો તે (માલુ કપુત્તે ) મને એવું કહ્યું હતું કે હું તમારું ગુરુપદ તેા જ સ્વીકારીશ જો તમે આ વિશેષ પ્રશ્નોના વિશદ ઉત્તરા આપશે. વધારામાં ભગવાને માલુ'કથપુત્તને કહ્યું કે જે તુ તારા આગ્રહ ચાલુ જ રાખશે તો તે પ્રશ્નોના ઉકેલ લાવતાં પહેલાં તુ પાતે કદાચ મરણ પામશે, કારણ કે તે તો એના જેવુ છે કે પુષ્કળ ઝેર પાયેલા અણુથી ઘવાયેલા માણસને માટે તેનાં સગાંવહાલાંઓએ વૈદ્યરાજને ખેાલાવ્યા હેાય ત્યારે ઘવાયેલા માણસ કહે કે ત્યાં સુધી પેાતે ખાણ ખેંચી કાઢવા નહિ દે જ્યાં સુધી તે નહિ જાણે કે તે ખાણ બ્રાહ્મણનું છે, ક્ષત્રિયનુ છે, વૈશ્યનું છે કે શૂદ્રનુ છે; તે ખાણ મારનારનુ નામ શું છે; તે ખાણ મારનાર લાંખેા છે, ઠીંગણા છે કે મધ્યમ છે; તે કાળા છે, ઘઉવર્ણી છે કે પીળા છે; તે આ ગામના છે, તે ગામના છે, શહેરના છે કે મહાનગરના છે; ખાણની પુખ સમડીના પીંછાની છે કે ખાજના પીછાની છે; વગેરે વગેરે. આ બધી વિગતો જાણ્યા પહેલાં તે અવશ્ય મરી જશે. ખરાખર આ જ રીતે માણસ આ પ્રશ્નોના ઉકેલને આગ્રહ રાખશે તેા તે તેમના ઉકેલ પહેલાં મૃત્યુ પામશે. વળી, બુદ્ધ આવા પ્રશ્નો બાબતે પેાતાના મૌન માટે બીજું પણ કારણ આપ્યું છે. તે આ છે. તેમને એવું વિચારવાને પૂરતાં કારણેા હતાં કે જે તે જવાબ આપે તા પૂછનાર તે જવાબે સમજી ન શકે કે ઊંધું સમજે, ઉપરાંત, પેાતાના મધ્યમા પ્રતિપા૧૪ સિદ્ધાન્તની સાથે સવાદી રહીને તે ‘હા ' કે ‘ ના 'માં જવાબ આપી શકે નહિ, કેમ કે જે ‘હા ’માં જવાખ આપે તે શાશ્વતવાદ આવે અને ‘ના'માં જવાબ આપે તેા ઉચ્છેદ્યવાદ પ ૧૪. મધ્યમા પ્રતિપદ્ એ છે : એક કામભેગાસક્તિ (મેનુ હ્રામસુર્ણાહ્યાનુયોગ ) અને દેહદમન ( અત્તમિથાનુયોગ ) આ છે અન્તને છોડનારી જેની દેશના ભગવાને ધમ્મુચક પવત્તનસુત્ત 'માં આપી છે અને બીજી અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, આત્મનઅનાત્મન જેવા એ અન્તા(કેટિએ)ને છેોડનારી. જુએ મધ્યન્કા, ૧૫.૭ : कात्यायनाववादे च अस्ति नास्तीति चोभयम् । प्रतिषिद्धं भगवता भावाभावविभाविना || સાથે સાથે જુએ મધ્ય‰, પૃ૦ ૨૬૯, રાનિં॰, ભાગ ૨, પૃ ૧૭; કાપ, § ૬૦ ૧૫. મધ્યકા, ૧૫.૧૦; ચતુસ્તવ, ૩( અચિન્ત્યસ્તવ ).૨૧: अस्तीति शाश्वतग्राहो नास्तीत्युच्छेददर्शनम् । –ર્ ૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના આવે. પરંતુ પોતે તો બેમાંથી એકેયને સ્વીકારતા નથી, કારણ કે તેમને સિદ્ધાંત તો બંનેથી મુક્ત છે.* બુદ્ધનું આ વલણ તેમના પ્રથમ પ્રવચન વખતે ય જણાય છે. પિતાને બેધિવૃક્ષ નીચે જે સત્યનો સાક્ષાત્કાર થયો તેને ઉપદેશ દેવાને તેઓ ઈચ્છતા ન હતા, કારણ કે એ જાણતા હતા કે એ સત્ય એટલું સૂમ છે કે મનુષ્યો તેને ગ્રહણ કરી શકશે નહિ. આ વાત લંકાવતાર(પૃષ્ઠ ૧૧૪)માં બહુ સ્પષ્ટપણે કહી છે. ત્યાં કહ્યું છે કે લોકે સત્યને સમજી શકે તેમ ન હતા અને તેથી તેઓને ગભરાવી ન મારવા તથાગતો તેમને પ્રશ્નો સમજાવતા નથી. ૧૭ આધુનિક વિદ્વાન બુદ્ધના આ મૌનને સમજાવવા પ્રયત્નો કર્યા છે. અને પ્રાચીન આચાર્યોમાં ય આ વિષય ઉગ્ર ચર્ચાને રહ્યો છે. પ્રશ્ન આ છેઃ શું બુદ્ધ પોતે આ પ્રશ્નોના જવાબ જાણતા હતા? તેમનું મૌન તેમના પિતાના અજ્ઞાનના કારણે હતું કે પછી તે સમસ્યાઓના ઉકેલો જાણતા હોવા છતાં ઉપરનાં કારણોસર તેમણે તેમની છણાવટ ન કરી? હવે, શું આપણે એવું ખરેખર વિચારી શકીએ કે બુદ્ધ પોતે આ સમસ્યાઓ વિશે કઈ ચોક્કસ નિર્ણય પર આવ્યા ન હતા અને તેથી તે મૌન રહ્યા હતા? જો એમ હોય તે, તે હકીકત છાવરવાથી તેમને શું લાભ? રખેને પોતાના શિષ્યો પિતાનામાં રહેલો વિશ્વાસ ગુમાવે એ બીકે બુદ્ધ જે ઉપદેશક પોતાના અજ્ઞાનને છુપાવે એવી કલ્પના કઈ પણ ન કરી શકે. માલ્કયપુત્ત સાથેના તેમના સંવાદમાં એ દીવા જેવું સ્પષ્ટ છે કે તેમને એની પડી ન હતી. કોઈ તેમનું ગુરુપદ ૧૬. શાશ્વતો છેનિકર્તા તરä સાતસમૈતન્ ! અયવસં૦, પૃ. ૬૨ १७. एवमायेनोत्तरोत्तरक्रमलक्षणविधिनाव्याकृताति पृष्टाः स्थापनीयं भगवताव्याकृतमिति वक्ष्यन्ति, न तु ते मोहपुरुषा एवं ज्ञास्यन्ति यथा श्रोतृणां बुद्धिवैकल्यात् , तथागता अर्हतः सम्यक्संबुद्धा उत्त्रासपदविवर्जनार्थ सत्त्वानां न व्याकुर्वन्ति । अव्याक्तान्यपि च महामते तीर्थकरदृष्टिवादव्युदासार्थ नोपदिश्यन्ते तथागतैः । तीर्थकरा हि महामते एवंवादिनो यदुत स जीवस्तच्छरीररमन्यो जीवोऽन्यच्छरीरमित्येवमाद्येऽव्याकृतवादः । तीर्थकराणां हि महामते कारणविसम्मूढानामव्याकृतम् , न तु मत्प्रवचने । मत्प्रवचने तु ग्राह्यग्राहकविसंयुक्ते विकल्पो न प्रवर्तते । तेषां कथं स्थाप्यं भवेत् । ये तु महामते ग्राह्यग्राहकाभिनिविष्टाः स्वचित्तदृश्यमात्रानवधारितमतयस्तेषां स्थाप्यं भवति । चतुर्विधपदप्रश्नव्याकरणेन महामते तथागता अर्हन्तः सम्यक्संबुद्धाः सत्त्वेभ्यो धर्म देशयन्ति । स्थापनीयमिति महामते कालान्तरदेशनैषा मया कृतापरिपक्वेन्द्रियाणां न तु परिपक्केन्द्रियाणां स्थाप्यं भवति । વળી, જુઓ તસ ૦, પશ્વિકા સહિત, કારિકા ૩૪૮ (પૃ. ૧૨૯). Page #20 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના પ્રશ્નો સ્વીકારે કે ન સ્વીકારે તેની તેમને મન કાઈ ગણતરી ન હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે પેાતે દુઃખ શું છે, દુઃખનું મૂળ શું છે, દુઃખક્ષય શુ છે અને એના ઉપાય શો છે એનું વિશ્લેષણ કર્યું છે અને સ પ્રકારનાં દુઃખમાંથી મુક્ત થવુ' હાય તેા અનુયાયીઓએ તે પ્રમાણે જીવવું જોઈ એ. એવું કહેવાય છે કે, (દ્વીનિ॰ ૨, પૃ ૧૦૦) ભગવાને આ પ્રમાણે આનંદને, પાતે મરણપથારીએ હતા ત્યારે, કહ્યું હતું : “બાહ્ય સિદ્ધાંત અને ગુહ્ય સિદ્ધાંત એવા ભેદ કર્યા વિના મે સત્યની દેશના આપી છે, કારણ કે સત્યને વિશે હું આનન્દ ! તથાગતને આચાર્ય મુષ્ટિ જેવુ અર્થાત્ પેાતાની પાસે જ રાખવા જેવુ... કઈ નથી.” ૧૮ 6 તેા પછી તેમણે શા માટે સમસ્યાઓને સમજાવી નહિ? કારણ કે, જો તે ન સમજાવે તે એક વિકલ્પ ઊઠે અને હકીકતમાં મિલિન્દપ-હ( ૪.૨.૨૪)માં રાજાએ એ વિકલ્પ કર્યા છે. રાજાએ કહ્યુ` કે બુદ્ધનુ મૌન કાં તે તેમના અજ્ઞાનને કારણે હાય, કાં તા કઈક છુપાવવાની ઇચ્છાને કારણે હેાય. પરંતુ પેાતાના પુરાગામીએ અને સમકાલીનાનાં મંતવ્યેાના પડઘા પાડી રહેલા ભદન્ત નાગસેન તે પ્રતિવાદીને જવાબ દેવા સમર્થ હતા. તેમણે જણાવ્યું કે પ્રત્યેક પ્રશ્નને જવાબ દેવા ચાગ્ય નથી, કેમ કે પ્રશ્નો ચાર પ્રકારના હાય છે. તે આ પ્રમાણે છે : (૧) એકાંશવ્યાકરણીય—નિશ્ચયાત્મક 'હા' કે 'માં જેના ઉત્તર આપી શકાય. દાખલા તરીકે, ‘શુ' જે જન્મ્યા છે તે મરવાના ? ’ ‘ હા ’ એ તેનેા ઉત્તર છે. (૨) વિભયવ્યાકરણીય--વિભાગ કરીને જેના ઉત્તર આપી શકાય. દાખલા તરીકે, ‘શું મૃત્યુ પછી દરેક ફ્રી જન્મે છે?' આને ઉત્તર છે : ‘ ફ્લેશમાંથી જે મુક્ત થયા છે તે ફરી જન્મતા નથી પરંતુ જે ક્લેશાવિષ્ટ છે તે ફરી જન્મે છે.’ (૩) પ્રતિપૃચ્છાવ્યાકરણીય—સામે બીજો પ્રશ્ન કરીને જેના ઉત્તર આપી શકાય. દાખલા તરીકે, ‘ માણસ ચઢિયાતા છે કે ઊતરતા છે ?' અહીં સામે પૂછવુ· આવશ્યક છેઃ ‘કાની અપેક્ષાએ ?’ જો પશુની અપેક્ષાએ, તે તે ચઢિયાતા છે.’ ‘જો દેવાની અપેક્ષાએ, તે તે ઊતરતા છે.' (૪) સ્થાપનીય—જે બાજુએ મુકાવાને લાયક છે. દાખલા તરીકે, શું સ્કન્ધા એ જ સવ—જીવ—છે?' આ પ્રશ્ન ઉત્તરને લાયક નથી, કારણ - ૧૧ ૧૮. આ દેશમાં એક પુરાણી પ્રથા હતી અને હજુ અહીંતહી' તે ચલણમાં છે કે જીવનની છેક છેલ્લી ઘડીએ પોતાના માનીતા પુત્રને કે શિષ્યને ખેલાવી મરતે માણસ રહસ્ય જણાવે, આને ‘આરિયમુર્ત્તિ', ‘ આચાય મુષ્ટિ ’ કહે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના કે બૌદ્ધો અનુસાર સર્વ જેવું કશું જ્ઞાત નથી. અને તેથી આ પ્રશ્ન એ આવા પ્રશ્ન બરાબર છે : “વધ્યાપુત્ર શ્યામ છે કે ગૌર? ૧૯ અને ઉપર જેને ઉલ્લેખ છે તે સમસ્યાઓ હકીકતમાં છેલા પ્રકારની છે અર્થાત્ ઉપેક્ષાને લાયક છે, બાજુએ મુકાવાને લાયક છે. શા કારણે કારણ કે આ વસ્તુઓ એવી છે જે શબ્દોથી સમજાવી શકાય નહિ. દૂધની, સાકરની અને મધની મધુરતાની માત્રાને ભેદ સ્વયં વિદ્યાદેવી સરસ્વતી હજાર વર્ષેય શબ્દમાં ન ઉતારી શકે. તે તો વ્યક્તિએ પોતે જાત-અનુભવથી જાણવાની વસ્તુ છે. વેદાન્તીઓને માટે આ વાત નવી નથી. ઋષિઓ કહે છેઃ નથી ત્યાં આંખની પહોંચ, કે નથી ત્યાં વાણીની પહોંચ કે નથી મનની. એનો ઉપદેશ શી રીતે આપવો તે અમે જાણતા નથી કે સમજતા નથી, કારણ કે જે પૂર્વજોએ આ તત્વની અમને સમજ આપી હતી, તેમને અમે એમ કહેતા સાંભળ્યા છે કે “એ તત્ત્વ જેટલી વસ્તુઓ આપણે જાણીએ છીએ તેનાથી જુદું છે અને જે નથી જાણતા તેનાથી પણ પર છે.” (કેનો૦ ૧.૩) એ જ ઋષિઓએ આપણને વધારામાં જણાવ્યું છે કે, “તેને જાણ્યું છે એમ માનનારે તેને નથી જાણ્યું અને નથી જાણ્યું એમ માનનારે તેને જાણ્યું છે.” (કેનો૦ ૨.૩) વળી તેઓ કહે છે, “તેની પાસેથી વાણી મન સાથે પાછી ફરે છે.” (તૈત્તિરીય- ૨.૪.૧). આવી જ વાત શંકરે બ્રહ્મસૂત્રમાં ટાંકેલા એક વૈદિક ૧૯. અભિકો. ૫.૨૨ [ gફોન વિમાન પૃછાત સ્થાપનીયતઃ व्याकृत ] मरणोत्पत्तिविशिष्टात्मान्यतादिवत् ।। જુઓ લંકા), પૃ. ૧૧૬, ૨૮૦; મહાવ્યુ, હું ૮૬; દીનિ, ભાગ ૩, ૨૨૯; અંનિ, ભાગ ૧, ૧૯૭, ભાગ ૨, ૪૬; મિલિન્દ , પૃ૧૧૪; વેગસૂત્ર વ્યાસભાષ્ય, ૪.૩૩ ૨૦. સરખાવો ? શૂન્યતા સર્વેદનાં પ્રો. નિઃસરળ નિનૈઃ | येषां तु शून्यतादृष्टीस्तान् असाध्यान् बभाषिरे ॥ આ કારિકા ચતુ શતક ઉપરની ચંદ્રકાતિની ટીકા(વિશ્વભારતી પ્રકાશન )માં ૨૭૨ મા પાને છે; બાધિ૦૫૦, પૃ૦ ૪૧૪; સુભાસં ૦, પૃ. ૨૫-૨૬; અભિસમયાલંકારાલેક, ગાસિ૦, પૃ૦ ૪૭૮. એનો અર્થ એ છે કે બધી મિથ્યાદષ્ટિઓમાંથી મુક્ત થવાના ઉપાય તરીકે . જિનોએ શૂન્યતાને ઘોષિત કરી છે. પરંતુ જેઓને શ્રયદષ્ટિ છે અર્થાત જેઓને શૂન્યતા પ્રત્યે અભિનિવેશ છે તેઓ અસાધ્ય છે, તેમને માટે કોઈ ઉપાય નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થ અનક્ષર છે ૧૩ ગદ્યખંડમાં છે. તેમાં એક વખત જ્યારે બાષ્કલિને બાષ્પ નામના આચાર્ય પાસે જઈ આત્માનું રવરૂપ સમજાવવા કહ્યું ત્યારે બાધ્વ મૌન રહ્યા. પરંતુ જ્યારે બેત્રણ વાર તેણે આગ્રહ કર્યો ત્યારે આચાર્યે કહ્યું, ‘હું તને કહું છું તો ખરો પણ તું સમજતો નથી, આ આત્મા તો ઉપશાન્ત છે (ત્રમ: અવસુ વૈ તુ ન વિનાના કારસોડાસT).” મૌન દ્વારા સત્ય સમજાવવાની આ જ વાત શંકરના નામે ચઢેલા દક્ષિણામૂર્તિસ્તોત્રના એક શ્લેકમાં સુંદર રીતે કહી છે : ચિદં વરતાત્રે ફિચર ગુજar , જુનુ મૌન ચાચાને શિષ્યરતુ છિન્નસંશા | એ ખરેખર આશ્ચર્યજનક છે કે વટવૃક્ષની નીચે શિષ્ય વૃદ્ધ છે અને ગુરુ. યુવાન છે; ગુરુનું વ્યાખ્યાન મૌન છે અને છતાં શિષ્યના સઘળા સંશ ટળી જાય છે.” આત્મા વિશેના ઉપનિષદના પ્રસિદ્ધ શબ્દો અહીં યાદ કરે : “gg નેતિ નેતિ ગરમા ગ્રાહ્ય ર દિ વૃદ્યતે –“આ આત્માને “ના” “ના” એમ કહીને જ વર્ણવી શકાય. તે અગ્રાહ્ય છે, કારણ કે તેનું ગ્રહણ થતું નથી. આ કારણે જ ઋષિમુનિઓએ કહ્યું છે : “તેના વિશે બોલનાર, ખરેખર અદ્દભુત છે અને તેના વિશે સાંભળનાર પણ ખરેખર અદ્દભુત છે.૨૨ મૌન વિશેના આ વિચારનું બૌદ્ધ ગ્રંથોમાં સંપૂર્ણ નિરૂપણ છે. આપણને ત્યાં વારંવાર કહેવામાં આવ્યું છે કે બુદ્ધને જે સત્યને સાક્ષાત્કાર થયેલો તેને અક્ષરોથી વર્ણવી ન શકાય; ઉદાહરણાર્થ આ રહ્યું ઉદ્ધરણ: “અનક્ષર ધર્મને–સત્યને ઉપદેશી કઈ રીતે શકાય અને સાંભળી પણ કઈ રીતે શકાય? તેમ છતાં આપણે સમાપ દ્વારા તેને ઉપદેશીએ છીએ અને સાંભળીએ છીએ. ૨૩ ૨૧. બૃહદા૦ ૩.૯.૨૬, ૪૨.૪; ૪.૨૨ ૨૨. કઠો૫૦ ૧.ર.૭: માર્યો વા કાર્યો જ્ઞાતા સાથે જુઓ ભગવદ્ગીતા, ૨.૨૯ ૨૩. મનક્ષતસ્ય સ્ય અતિઃ I હેરાના ૨ વા !. श्रूयते देश्यते चापि समारोपादनक्षरः ॥ આને મધ્યવૃભાં (પૃ૦ ૨૬૪) બુદ્ધવચન તરીકે ટાંકવામાં આવેલ છે જુઓ બોધિ ૫૦, પૃ. ૩૬૫. સાથે સાથે જુઓ મધ્યવૃ૦, પૃ. ૩૪૮, ૪૨૯ : - [ અનુસંધાને પૃ૦ ૧૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઔદુધ દશનની પાયાની વિભાવના આથી આગળ વધી લ‘કાવતાર(પૃ૦ ૧૪૪)માં એમ કહેવામાં આવ્યું છે કે આધિપ્રાપ્તિના દિનથી માંડી પરિનિર્વાણના દિન સુધીના ગાળામાં બુદ્ધે એક શબ્દ પણ ઉચ્ચાર્યાં ન હતા. આ અને આવા ગદ્યપદ્યખડાને આધારે નાગાર્જુનની ‘મૂલમધ્યમકકારિકા ના ટીકાકાર ચંદ્રકીતિ એવા નિર્ણય પર આવે છે કે પરમાર્થ એ મૌન—તૃષ્ણીમ્ભાવ છે.૨૪ એના અર્થ એ કે એમના મતે એધિસત્ત્વા, તથાગતા પરમાથ વિશે મૌન રહે છે. આ વાતને વિશદ રીતે લંકાવતાર(પૃ૦ ૧૬ )માં રજૂ કરી છે : “ હે ભગવન્ ! તથાગતા તા મૌન રહે છે અને તેથી તથાગતે તે કહ્યું નથી.”રપ વળી આગળ એ જ ગ્રંથમાં (પૃ૦ ૨૯૪ ) કહ્યું છે કે પરમાર્થ અનક્ષર છે--અક્ષરા દ્વારા અવર્ણનીય છે.રક વિષ્ણુપુરાણમાં ય ( ૧.૭.૯૮) આ મત મળે છે. તેમાં કહ્યુ` છે કે પરમા અસલાપ્ય છે, કારણ કે તે વાણીને અગેાચર છે. આ જ કારણે માધ્યમિકા તત્ત્વને ચતુર્કેટિવિનિમુક્ત ગણે છે. (ચાર કેટ છે ‘તે છે,' ‘તે નથી,’ · ઉભય છે,” · ઉભય નથી”.) અને આમ તેઓ નાગાર્જુનના શબ્દોમાં જણાવે છે કે કી કચારેય કથાંય કાઈ નેય મુદ્દે ધર્મના ઉપદેશ આપ્યા ન હતા.’૨૮ : ૧૪ જે હા તે, બુદ્ધ સત્યવાદી (ધર્મયાી) હતા અને એથી એમને કોઈ સાથે ઝઘડા-વિવાદ ન હતા, જો કે કમનસીબે લેાકેાને તેમની સામે ફરિયાદ કરવાના પ્રસ`ગ પડ્યો છે. તેમણે એમ કહ્યુ હાવાનુ` કહેવાય છે કે હું અનુસંધાન પૃ૦ ૧૩થી ] योऽपि च चिन्तयि शून्यक धर्मान् सोऽपि कुमार्गपपन्नकुबालः । अक्षरकीर्त्तित शून्यक धर्माः च अनक्षर अक्षर उक्ताः ॥ · જે માણસ બધી જ વસ્તુઓને સ્વભાવશૂન્ય માને છે તે માણસ પણ મૂર્ખ છે અને કુમાર્ગે વળેલા છે. શૂન્ય વસ્તુને અક્ષરામાં વર્ણવવામાં આવે છે; પરંતુ ખરેખર તે તે વસ્તુઓને ( વર્ણવવા માટે) અક્ષરા જ નથી, તેમ છતાં તેમને અક્ષરાથી વણુવવામાં આવે છે. ૨૪. પરમાથ હૈં આઈનાં મૂળીમ્માઃ । મધ્ય, પૃ॰ ૫૬ ૨૫. ૬ મૌનસ્તથાતેષિતમ્, મૌના હિ મળવસ્તથાગતાઃ । ૨૬. પરમાર્થવનારઃ । २७. परमार्थत्वसलाप्यो गोचरो वाचां न सः । ૨૮. ન ત્િ ચિત્ શ્ચિત્ ધર્મો યુદ્ધન વૈશિત: । Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચાર મૂળભૂત સત્ય ભિખુઓ ! હું લેકે સાથે વિવાદ કરતો નથી, પણ લોકે મારી સાથે વિવાદ કરે છે. તે ભિખુઓ ! જે ધર્મવાદી છે તે કોઈની સાથે વિવાદ કરતો નથી.૨૯ - બુદ્ધ હંમેશાં કહ્યા કર્યું છે કે પોતે જે કંઈ સાક્ષાત્કાર કર્યો છે તે પિતાના અનુભવથી કર્યો છે. જે ધર્મ તેમણે ઉપદે તે એટલો વિશદ અને અસરકારક હતું કે લોકોમાં તે પસિવ” (અર્થાત, “દરેકને આવી પોતાની જાતે જેવા નિમન્નતો”) સિદ્ધાંત કહેવાય. વળી તે ધર્મને અનુસરવાનું ફળ આ જન્મમાં જ દેખાતું હોઈ તેને લોક સાિિબ્રા (=સરકિટવ અર્થાત્ “આ જ જીવનને”) ગણતા. તેમના ધર્મને આદિ, મધ્ય અને અંત સુંદર હતે. પરંતુ સમ્યફસંબધિના સાક્ષાત્કાર પછી જિંદગીનાં છેલ્લાં ઓગણપચાસ વર્ષ દરમિયાન બુદ્ધ શું ઉપદેશતા રહ્યા? તેઓ પોતાના સમયની ધાર્મિક અને દાર્શનિક વિચારધારાનું પાયાનું પ્રયોજન શું હતું તે સમજાવતા રહ્યા. અર્થાત્ તેમણે ચાર મૂળભૂત પાયાનાં સત્યે ઉપદેશ્યાઃ (૧) હેય અર્થાત્ જેમાંથી આપણે મુક્ત થવાનું છે, (૨) હેયહેતુ અર્થાત્ જેમાંથી આપણે મુક્ત થવાનું છે તેનું કારણ, (૩) હાન (મુક્તિ), (૪) હાનોપાય અર્થાત્ મુક્તિને ઉપાય. અને આ ચાર તે (૧) દુઃખ, (૨) દુઃખનું કારણ, (૩) દુઃખમાંથી મુક્તિ, અને (૪) દુઃખમુક્તિનો ઉપાય. આ ચારને સામાન્ય રીતે અનુક્રમે આયુર્વેદના (૧) રેગ, (૨) રેગનું કારણ, (૩) આરોગ્ય અને (૪) ભૈષજય (દવા) સાથે સરખાવ્યા છે. ભગવાને પોતે જ પ્રશ્ન ઊઠાવ્યો હતો કે : “મેં શેની દેશના આપી?” અને જવાબ પણ તેમણે જ ઉપર મુજબ આપ્યો. પરંતુ શા માટે તેમણે આ દેશના આપી? કારણ કે તેનાથી શ્રેય થાય છે, તેને ધર્મનાં મૂળ તો સાથે સંબંધ છે અને તે નિર્વાણ ભણી લઈ જાય છે. આ સમજવું ખૂબ સરળ છે, પણ જ્યારે વિશેષ વિગતો પ્રશ્ન આવે છે ત્યારે, બુદ્ધ જે કંઈ ઉપદેશ્ય છે તેને સંગૃહીત કરતાં લખાણે જેને ધારવામાં આવે છે તેની, તેમ જ તેમના નિર્વાણ પછી આચાર્યો અને લેખકોએ એમના ૨૯. ભય વૃ૦, પૃ. ૩૭૦: સ્ત્રો મા સાર્ધ વિવતિ નાë સ્ટોન સાર્ધ વિવામિ ! જુઓ સંનિ., ભાગ ૩, પૃ૦૧૩૮ : ૧ મિનવ ધર્મવી નવિ સ્મિ વિવતિ | ૩૦. સં મગ્ન સચિવા | દીનિ., ભાગ ૩, પૃ૦ ૭૬ ૩૧. દીનિ, ભાગ ૨, પૃ૦ ૨૧૭; વિશુદ્ધિમગ, પૃ. ૨૧૬ : દ્ધિ પર ફર્મ નં તિ પુર્વ पवत्तं एहि-पस्स-विधम् अरहति ति । ૩૨. યોગસૂત્રવ્યાસભાષ્ય, ૨.૧૫; સાંખ્યસૂત્ર પરની વિજ્ઞાનભિક્ષની ટીકા, ૧.૧ (પ્રસ્તાવના); ન્યાયસૂત્ર પરનું ઉતકરનું વાતિક ૧,૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના વિશે અને એમના ઉપદેશો વિશે જે કંઈ કહ્યું છે તેની વિવિધતા અને વિશાળતા તરફ દૃષ્ટિ નાખતાં જ આપણે આભા બની જઈએ છીએ. - આ બધું જે ભાષામાં લખાયેલું છે તેમનો પ્રથમ વિચાર કરીએ. આપણને કહેવામાં આવે છે કે કેટલીક શાખાઓના મૂળ પવિત્ર ગ્રંથિ સંસ્કૃતમાં. કેટલીકના પ્રાકૃતમાં, કેટલીકના અપભ્રંશમાં અને કેટલીકના પિશાચીમાં હતા. અને એ તો પ્રસિદ્ધ છે કે આપણી પાસે પાલિ ગ્રંથ છે. એવી પણ એક પરંપરા છે કે તે ગ્રંથે જુદા જુદા દેશમાં જુદી જુદી ભાષાઓમાં લખાયેલા–એટલી હદે કે ૯૬ દેશોમાં ૯૬ ભાષાઓ કે બોલીઓમાં તે લખાયેલા. આ પરંપરામાં સત્યને કંઈક અંશ હશે. વિદ્વાનમાં વિવાદ છે કે વિવિધ ભાષામાં લખાયેલ હાલ ઉપલબ્ધ આ ગ્રંશે હકીકતમાં મૂળ ગ્રંથ છે કે પછી તે બધા કોઈ એક ભાષામાં (એ ભાષા કઈ હતી તે આપણે જાણતા નથી) લખાયેલ મૂળ ગ્રંથ ઉપરથી વિવિધ ભાષામાં કરાયેલ અનુવાદ માત્ર છે.૩૩ - વળી એ હકીકતનો પણ વિચાર કરો કે વિવિધ ભાષામાં લખાયેલ ઉપલબ્ધ આ ગ્રંથે, તેમાં ઘણા અંશે છોડી દેવામાં આવ્યા હોઈને અને ઘણા ઉમેરાઓ કરવામાં આવ્યા હોઈને, સંપૂર્ણ પણે એકબીજા સાથે સંવાદી નથી. આ જ પરિસ્થિતિ આ ગ્રંથના તિબેટી, ચીની, મેંગોલિયન વગેરે ભાષાનુવાદમાં છે. મહાન ઉપદેશક બુદ્ધના અવસાન પછી તેમના ઉપદેશો વિશે જે થયું તેને પણ ખ્યાલ કરો. જ્યારે ભિખુઓ બુદ્ધના નિર્વાણ પ્રસંગે આંસુ સારતા હતા અને વિલાપ કરતા હતા ત્યારે સંઘમાં મોડેથી પ્રવેશેલા એક સુભદ્ર બીજા ભિખુઓને કહ્યું, “હે વડીલો ! રડવાથી કે વિલાપ કરવાથી સયું". આપણે મહાન શ્રમણથી મુક્ત થયા છીએ. “આ તમને શોભે છે, આ તમને શેભતું નથી.” આવું કહી તે આપણને પરેશાન કરતા હતા. પરંતુ હવે આપણને જે ગમશે તે આપણે કરીશું અને જે આપણને નહિ ગમે તે આપણે નહિ કરીએ.૩૪ લોકોના એક ભાગના વલણની સૂચક આ વસ્તુ છે અને એ વસ્તુ જ જુદી જુદી બૌદ્ધ પરિષદ–સંગીતિઓ–ભરવા ભણ લઈ જનાર બની. બીજી અનેક હકીકતોમાંથી આ બે હકીકત –એક ૩૩. pવં રિદિગામમg Songવર્તાિવિષy gઇતિમષા ત્રિવિતમૂ | –લઘુકાલચક્રતંત્ર રાજની વિમલપ્રભાટીકા. આ ટીકાનું વર્ણન હરપ્રસાદ શાસ્ત્રીએ Descriptive Catalogue of Skt. MSS. in the Government Collection, ભાગ ૧, પૃ. ૭૭ પર કર્યું છે. ૩૪. વિનય પિટક, ૯.૧.૧. Page #26 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધોપદેશની વિવિધતા તો આ જુદી જુદી પરિષદની અને બીજી પોતે જ બુદ્ધવચનને સાચો અર્થ ઘટાવનાર હોવાનો દાવો કરતી વિવિધ શાખાઓ ઊભી થવાની–સ્પષ્ટ કરે છે કે ભગવાન બુદ્ધના સાક્ષાત્ કે પરંપરાથી જે શિષ્યો હતા તે તેમના ઉપદેશને અર્થ ઘટાવવામાં કેવી રીતે જુદા પડયા. બૌદ્ધધર્મદર્શનમાં “યાન” તરીકે ઓળખાતા અનેક માર્ગોનો આમાં ઉમેરો થયો. આ યાને હતાં– દેવયાન, બ્રહ્મયાન, શ્રાવક્યાન, પ્રત્યેકબુદ્ધયાન, હીનયાન, મહાયાન, મંત્રયાન, વજયાન, વગેરે.૩૫ ઉપદેશક એક હતા. તેથી એમ વિચારવું સ્વાભાવિક છે કે દુઃખક્ષય વિશેન એમને ઉપદેશ પણ એક હતો. તે પછી શા કારણે મૂંઝવી નાખે એવી આ વિવિધતા ? સર્વદર્શનસંગ્રહમાં બદ્ધદર્શન ઉપર લખતાં માધવાચાર્યે કહ્યું છે તેમ બુદ્ધવચનોને તેમના શિષ્યોએ જુદા જુદા પ્રકાશમાં લીધાં હતાં. એ વાત સાચી કે તેમણે એક જ વસ્તુ ઉપદેશી હતી, પરંતુ તેમના શિષ્ય ભિન્ન ભિન્ન માનસિક વલણ ધરાવતા હોઈ તેઓ તેને ભિન્ન ભિન્ન રીતે સમજ્યા. એ તો સામાન્ય અનુભવની વાત છે કે એક જ શબ્દ જુદી જુદી વ્યક્તિઓને જુદે જુદો અર્થ બતાવે છે. અહીં વળી આપણે માધવાચાર્યે આપેલ ઉદાહરણ ટાંકીએ. “સૂર્યાસ્ત થઈ ગયો” આ એકનું એક વાકય ચોરને માટે “ચોરી કરવાનો વખત થયો” એ અર્થ, બ્રાહ્મણને માટે “સંધ્યા કરવાને સમય થ” એ અર્થ અને કામીને માટે “પ્રિયજનને મળવાનો વખત થયો” એ અર્થ સૂચવે છે. પરંતુ વક્તાને શું અભિપ્રેત છે? આ એક સમસ્યા છે જેનો ઉત્તર આપો સરળ નથી. આ જ સમસ્યા બુદ્ધના ઉપદેશો વિશે છે. સ્વાભાવિક રીતે જ તે સત્ય શોધવા આપણે માટે તેમનાં વચનો જેમાં સંગૃહીત છે તે ગ્રંથન તેમ જ તેમના જીવન અને ઉપદેશ વિશે લખાયેલ ગ્રંથન ચોકસાઈપૂર્વકનો અભ્યાસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તે ગ્રંથને અભ્યાસ કરતી વેળાએ હંમેશ તેમની સ્થિતિ વિશે જે કંઈ કહ્યું છે તેને ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રાચીનતમ ગ્રન્થરાશિમાંથી આપણને સાશ્ચર્ય જાણવા મળે છે કે આચાર્યોની પિતાની સમક્ષ પણ આ સમસ્યા ૩૫. લંકા, પૃ૦ ૧૩૪–૧૩૫; સદ્ધર્મપુ ૦, પૃ૦ ૪૬, ૪૮. બ્રહ્મયાન અને મહાયાન એક જ લાગે છે. ૬. ગવર્નમેન્ટ એરિએન્ટલ સિરીઝ, પૂના, ૧૯૨૪, પૃ૦ ૧૯. Page #27 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના ઉપસ્થિત થઈ હતી. તેમને જોવા મળેલી ઘણી હકીકતો અને વિધાને તેમને પરસ્પર વિરોધી લાગ્યા; તેમને સંવાદી કરવા તેમણે સખત પ્રયત્ન કર્યો; અને એ રીતે તેઓએ એક સમન્વય સાધ્યો. તેમ છતાં નોંધવું જોઈએ કે કેટલીક વાર આ વિધાનો જે રૂપમાં આપણે આગળ રજૂ કરવામાં આવ્યાં છે તે રૂપમાં કાં તો બુદ્ધનાં, કાં તો સ્થવિરેનાં, કાં તો લેખકોનાં છે. પંરતુ આ કહેવાતી “બુદ્ધ-વાણું” ગમે તેટલી પ્રમાણભૂત હોય તે છતાં ય એમાંની વિસંવાદિતાઓને વિચાર કરવા આપણે અહીં નહિ રેકાઈએ, કારણ કે આપણે જે જાણવું છે તે તો તે બુદ્ધ-વાણીનું હાર્દ શું છે તે છે. - તે આપણને શું જોવા મળે છે? ભગવાન બોધિસત્વરૂપે સર્વના કલ્યાણ માટે અવતર્યા હતા. તેમને બધાયને મુક્ત કરવા હતા અને એમ કર્યા વિના તેઓ વિરામ લઈ શકે તેમ ન હતા. તેમણે ભિન્ન ભિન લોકોને તેમનાં ભિન્ન ભિન્ન વલણે લક્ષમાં લઈ તે પ્રમાણે કેળવ્યા. આજે છે તેમ તે વખતે પણ લોકોના ત્રણ વર્ગો હતા–નીચલે, મધ્યમ અને ઉચ્ચ. જેમ એક માતા પિતાનાં જુદી જુદી ઉંમરનાં બાળકોને એક જ જાતનો અને એક જ સરખો ખેરાક નથી આપતી તેમ બુદ્ધ બધાને નિઃસંશય એક જ વસ્તુ શીખવવા છતાં બધાં તે વસ્તુને સમજી શકે તે માટે તેમણે તેને જુદા જુદા શબ્દમાં, જુદી જુદી ભંગીઓમાં રજૂ કરી. આમ ઉપર કહેલી બન્ને બાબતોમાં તાત્વિક વસ્તુ તે બધાને જ આપવામાં આવી છે અને તે વસ્તુ એક જ છે, ભલેને તેનાં રૂપ જુદાં હોય. બરાબર આ જ રીતે નિષ્ણાત વૈદ્યરાજ બધા જ રોગીઓને એક જ ઔષધિ દેતા નથી પણ જુદા જુદા રોગીઓને જુદી જુદી આપે છે. તેમ છતાં તે બધાનો રોગ દૂર કરે છે. બુદ્ધને વારંવાર ખરેખર વૈદ્યરાજ સાથે સરખાવવામાં આવ્યા છે. અને તેમણે પોતે જ કહ્યું હોવાનું કહેવાય છે કે વૈદ્યરાજ રોગીઓને જુદી જુદી સારવાર અને દવા આપે છે છતાં આયુર્વેદશાસ્ત્રમાં ભેદ-વિરોધ નથી; રોગો જુદા જુદા હોવાને કારણે દવા જુદી જુદી આપવામાં આવે છે. તેથી બુદ્ધના ઉપદેશે જુદા જુદા નથી, તેઓ સંપૂર્ણ સંવાદી છે, એક છે. પરંતુ લોકોના ભિન્ન ભિન્ન વલણોને લક્ષમાં લઈને તેઓને જુદી જુદી રીતે પ્રયોજવામાં આવ્યા છે. ૮ અમુક એક જ દવા ૩૭. લલિતવિસ્તર, બિબ્લીવ ઈન્ડિકા, પૃ. ૪૪૮, ૪૫૮. ૩૮. લંકા, પૃ૦ ૨૦૪ : वैद्या यथातुरवशात् क्रियाभेदं प्रकुर्वते ।। न तु शास्त्रस्य भेदोऽस्ति दोषभेदात् तु भिद्यते ॥११५॥ [ અનુસંધાન પૃ. ૧૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધનું ઉપાયકૌશલ્ય બધા દરદીઓ માટે નથી કે એક જ દરદીને માટે બધી દવાઓ નથી. જેમ જે એકને માટે એષધ છે તે બીજાને માટે અવશ્યપણે ઓષધ નથી, તેમ એકને માટે અપાયેલ બુદ્ધનો ઉપદેશ બીજાને માટે અવશ્યપણે ઉપદેશ નથી, તેમ છતાં બધા ઉપદેશો દ્વારા જે ધર્મ આપ્યો છે, જે સત્ય આપ્યું છે તે તો એક જ છે.૪૦ આ વિવેકની પાછળ જે સિદ્ધાન્ત રહેલો છે તેને બુદ્ધનું “ઉપાયકેશલ્ય કહેવામાં આવે છે. આ “ઉપાયકૌશલ્યને આધારે તેમના ઉપદેશના બધા જ વિસંવાદે સમજાવી દૂર કરી શકાય છે. તેથી જે કે ઉપર જણાવ્યા પ્રમાણે ભિન્ન ભિન્ન યાને છે છતાં હકીકતમાં તો એકથી વધુ યાન નથી. ભગવાને પોતે જ એમ કહ્યું હોવાનું કહેવાય છે કે તે તો પોતાનું ઉપાયકૌશલ્ય છે. કે જેને લઈને ત્રણ યાને (શ્રાવક્યાન, પ્રત્યેકબુદ્ધયાન અને બુદ્ધયાનનો નિર્દેશ છે) આવિર્ભાવ પામ્યાં, પણ ખરેખર તો નાયકેનું (બુદ્ધીનું) એક જ યાન હતું, એક જ નય હતો અને એક જ દેશના હતી. બધા જ પુરુષ મોએ દષ્ટાન્તકોથી, કારણથી, હેતુઓથી અને ઉપાયકૌશલ્યથી બહુ વિશુદ્ધ ધર્મો પ્રકાશ્યા છે. પરંતુ બધાએ એક જ યાનને વ્યક્ત કર્યું છે, એક જ યાનની દેશના અનુસંધાન પૃ. ૧૮થી ] तथाहं सत्त्वसन्तानं क्लेशदोषैर्विदूषितम् । इन्द्रियाणां बलं ज्ञात्वा नयं देशेभि प्राणिनाम् ॥११६।। न क्लेशेन्द्रियभेदेन शासन भिद्यते मम । एकमेव भवेद् यानं मार्गमष्टङ्गिक शिवम् ॥११७।। ૩૯. લંકા૦, પૃ. ૪૮-૪૯ : देशनापि यथा चित्रा देश्यते व्यभिचारिणी । देशना हि यदन्यस्य तदन्यस्याप्यदेशना ॥१२२।। आतुरे आतुरे यद्वद् भिषग्द्रव्यं प्रयच्छति ।।१२३॥ સુભાષિત સંગ્રહ, પૃ. ૨૦ (૯૭) आतुर्यातुरि भैषज्यं यद्वद् भिषक् प्रयच्छति । चित्तमात्रं तथा बुद्धाः सत्त्वानां देशयन्ति वै ॥ ૪૦. બેધિચત્તવિવરણ( તિબેટી, ૯૭-૯૮)માંથી સર્વદર્શનસંગ્રહ (બોમ્બે સંસ્કૃત સિરીઝ)માં પૃ. ૪૫ ઉપર ઉદ્ધત : देशना लोकनाथानां सत्त्वाशयवशानुगाः । भिद्यते बहुधा लोक उपायैर्बहुभिः पुनः ॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના આપી છે અને એક જ યાનને પૃથ્વી પર અવતાર કરાવ્યું છે.૪૧ અને સ્વયં બુદ્ધ પણ કહ્યું છે કે : “મેં દેવયાન, બ્રહ્મયાન, શ્રાવક્યાન, પ્રત્યેક્યાન તથાગતયાન( = બુદ્ધયાન કે મહાયાન)ની વાત કરી છે. જ્યાં સુધી ચિત્ત પ્રવૃત્ત છે ત્યાં સુધી યાનોને કેઈ અન્ત નથી પરંતુ જ્યારે તે પરાવૃત્ત થાય છે અર્થાત પાછું વળે છે ત્યારે નથી કઈ યાન કે નથી કેઈ યાતા. હું જુદાં જુદાં યાનની વાત કરું છું પણ તે તો અજ્ઞાની લોકોને આકર્ષવા માટે જ છે.”૪૨ ઉપરનાં વિદ્યાને વેગાચાર દષ્ટિએ કરવામાં આવ્યાં છે એ તો પૂરતું સ્પષ્ટ છે. માધ્યમિક દષ્ટિએ નાગાર્જુન તેના નિરૌપમ્યસ્તવમાં કહે છે કે પરમાર્થ (= ધધાતુ) વિશે કોઈ ભેદ સંભવતો ન હોઈ, હકીકતમાં યાનને ભેદ છે જ નહિ; તેમ છતાં બુદ્ધ ત્રણ યાને (શ્રાવક-, પ્રત્યેકબુદ્ધ અને ૪૧. સદ્ધમંપુ ૦ ૨ઃ उपायकौशल्य ममेवरूपं यत् त्रीणि यानान्युपदर्शयामि । एकं तु यानं हि नयश्च एक एका चियं देशन नायकानाम् ॥६९।। सर्वेहि तेहि पुरुषोत्तमेहि प्रकाशिता धर्म बहू विशुद्धाः । दृष्टान्तकैः कारणहेतुभिश्च उपायकौशल्यशतैरनेकैः ॥७२॥ सवे च ते देशयि एकयानम् एकं च यानमवतारयन्ति ॥७३॥ ૪૨. લંકા, પૃ૦ ૧૩પથી देवयानं ब्रह्मयानं श्रावकीयं तथैव च । ताथागतं च प्रत्येकं यानानेतान् वदाम्यहम् ॥२०३॥ यानानां नास्ति वै निष्ठा यावच्चित्तं प्रवर्तते । चित्ते तु वै परावृत्ते न यानं न तु यायिनः ॥२०४।। यानव्यवस्था नैवास्ति यानभेदं वदाम्यहम् ।। परिकर्षणार्थ बालानां यानभेदं वदाम्यहम् ॥२०५।। ૪૩. સંપા. ટુચી, જ૦૦એ૦સી૦, ૧૯૩૨; પ્રભુભાઈ પટેલ, ઈહિ૦કવા, ૧૯૩૨, ભાગ ૮, પૃ. ૩૧૯ (૨૧). Page #30 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ બુદ્ધયાન )ની વાત કરી છે, પણ તે તે લેાકાને ધ્યેયે પહેાંચાડવા ( સત્ત્વાવતાર ) માટે જ કરી છે.૪૪ બીજી રીતે ય ચાનાના એકબીજા સાથે મેળ કરવા પ્રયત્ના થયા છે. આપણને કહેવામાં આવે છે કે જો કે પરમાર્થ તે। મહાયાન દ્વારા જ પમાય અને એ માટે તે એના જ આશા લેવા જોઈ એ તેમ છતાં બુદ્ધે બીજા એ યાનાની દેશના આપી કારણ કે સાપાનની માફક આપણને તે મહાયાને પહાંચાડે છે અને પ્રાથમિક કક્ષાએ રહેલી વ્યક્તિઓ માટે તે જરૂરી છે. પ આ ૌદ્ધધર્મ દર્શનમાં વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ જેવા ભિન્ન ભિન્ન મતે પ્રસિદ્ધ છે. હુ એમને વિશેની વિગતામાં ઊતરતા નથી પણ એક પ્રશ્ન કરું છું : ભગવાન બુદ્ધે પેાતે આવા પરસ્પર વિાધી સિદ્ધાંતા કેવી રીતે પ્રઞાધ્યા હાઈ શકે? એ બન્ને સિદ્ધાંતના કર્તા એમને કેવી રીતે ગણી શકાય ? ત્રણ ભવના ચિત્ત જ છે અને તે સિવાય બીજું કંઈ નથી એવી મતલબનું જણાવતાં ભગવાન બુદ્ધનાં વચના તરીકે સ્વીકારાયેલાં કેટલાંક લખાણા છે; ક વળી, આ કાટિનાં લખાણામાં કેટલીક જગ્યાએ જણાવ્યુ` છે કે બધું શૂન્ય છે.૪૭ આ એ વિધાનેામાંથી ખરું વિધાન કયું? એમ નહિ કહી શકાય કે અને અસત્ય છે, કારણ કે બન્નેને બુદ્ધવચના ગણ્યાં છે. જો બેમાંથી એક પણ પ્રમાણ છે તેા ખીજું પણ પ્રમાણ છે. જો બેમાંથી એકને તમે નથી સ્વીકારતા તે! બીજાના પણ અસ્વીકાર કરવા પડશે. તેથી કાઈ સમન્વય શેાધી કાઢવા જ જોઈ એ. આપણને કહેવામાં આવે છે—અને એ કહેનારાએ ૪૪, ધર્મધાતોરસંમેાત્ ચાનમેરોઽસ્ત ન પ્રમો । यानत्रितयमाख्यातं त्वया सत्त्वावतारतः ॥ સુભાષિતસંગ્રહમાં ઉદ્ધૃત, પૃ૦ ૧૪ (૨૦), અયવસ્॰(પૃ૦ ૨૨ )માં અયવની તત્ત્વરત્નાવલિ. ૨૧ ૪૫. અદ્રયવતી તત્ત્વરત્નાવલિ, પૃ૦ ૨૧: નનુ ત્િ મહાયાનનિન્જીત ટ્વાર્થઃ પરમાર્થાસ્તિ अस्य (? अथ ? ) किमर्थं तर्हि श्रावकप्रत्येकयाने भगवान् देशितवान् । तन्न । महायान - प्राप्यप्रापणार्थमेव श्रावकप्रत्येकयाननिर्माणात् । तदुक्तम् आदिकर्मकत्वस्य परमार्थावतारणे । उपायस्त्वयं सम्बुद्धैः सोपानमिव निर्मितः ॥ ૪૬. પિત્તમાત્ર મો બિનપુત્રા યદ્યુત ત્રધાતુમ્ । દશભૂમિશ્વરસૂત્ર, સ ંપા॰ Rhader, પૃ॰ ૪૯; સુભાષિતસ, પત્ર ૨૫; મધ્યમકાવતાર ( તિબેટી ), ૬.૮૩; તત્ત્વસ ૦૫૦, ૫૫૦; મધ્ય‰, પૃ ૧૩. ૪૭. શૂન્યા ડ્વ ધર્માઃ । કાશ્યપપરિ૦, પૃ૦ ૯૪. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના સ્પષ્ટપણે માધ્યમિકો છે—કે તે મુનિને મતે સર્વ જગત ચિત્તમાત્ર છે એને નિષેધ થઈ શકે નહિ, પણ હકીકતમાં એમને કહેવાનો આશય એ ન હતા, એમની એ દેશના તો શૂન્યતાના ગંભીર અને સૂક્ષ્મ સિદ્ધાન્તને પૂરેપૂરે ન સમજી શકવાને કારણે તેનાથી સામાન્ય રીતે ભડકતા સામાન્ય કે અજ્ઞાની (વા) લોકેના ત્રાસને દૂર કરવા માટે હતી. વધારામાં કહ્યું છે કે : આપણા દૈનંદિન અનુભવનું જગત સત્ છે એવી ભગવાનની દેશના જગતના સત્વને જે મજબૂત વળગેલા છે અને ગંભીર અને સૂકમ તત્વને સાંભળવા માત્રથી જે ડરે છે તેવા મૂખ બાલિશ જડબુદ્ધિ લોકો માટે છે. જેઓ તેમનાથી વધુ બુદ્ધિ ધરાવવા છતાં એ અપેક્ષાએ મન્દબુદ્ધિ છે તેમને ભગવાને દેશના આપી કે આ જગત વિજ્ઞાનમાત્ર છે, નથી કેઈ ગ્રાહ્ય અર્થ કે નથી ગ્રાહક આતમા. પરંતુ જેઓની બુદ્ધિ અનેક વર્ષોના ઊંડા ધ્યાનયોગથી નિર્મળ થઈ ગઈ છે તેવા માણસોને તેમણે ઉપદેશ આપ્યો કે આ આખું ય જગત આકાશમાં દેખાતા મિથ્યા નગર (પર્વન) જેવું છે.૪૯ પિટકસાહિત્યમાં અને બૌદ્ધદર્શનના પ્રમાણભૂત ગ્રન્થામાં મળતા ભિન્ન ભિન્ન દૃષ્ટિઓના આ સમન્વયને કેવી રીતે આગળ ધપાવવામાં આવ્યો તેને સ્પષ્ટ ખ્યાલ જે આપણે અહીં નાગાર્જુનની “મૂલમધ્યમકકારિકા”માંથી નીચેની એક કારિકા જઈશું તો જ આવશે : ૪૮. મધ્યવૃ૦, પૃ૦ ૨૭૬; સુભાષિતસ ૦, પૃ. ૨૦ (૯૮) चित्तमात्रं जगत् सर्वमिति या देशना मुनेः । उत्त्रासपरिहारार्थ बालानां सा न तत्त्वतः ॥ ४८. अस्ति स्खल्विति नीलादि जगद् इति जडीयसे । भावग्राहग्रहावेशगम्भीरनयभीरवे ॥७१॥ विज्ञानमात्रमेवेदं चित्र जगदुदाहृतम् । ग्राह्यग्राहकभेदेन रहितं मन्दमेधसे ॥७२।। गन्धर्वनगराकारं सत्यद्वितयलाञ्छनम् । અમેયાનન્તાલ્પૌઘમાવનારદ્વમેધસે ||૭ રૂસુભાષિત સં૦, પૃ૦ ૧૪ લેકોના આ ત્રણ વર્ગોમાંથી પ્રથમ વર્ગ વિશે જુઓ સુભાષિત સંગ્રહ, ૫૦ ૧૯ : एवं हि गम्भीरनयान् पदार्थान् न वेत्ति यस्तं प्रति देशनेयम् । अस्त्यालयः पुद्गल एव चेति स्कन्धा इमे वा खलु धातवश्च ।। Page #32 -------------------------------------------------------------------------- ________________ નીતાર્થ અને નેયાર્થ ૨૩ બુદ્ધોએ દેશના આપી કે આત્મા છે; તેઓએ જ શીખવ્યું કે આત્મા નથી; તેઓએ જ વળી જણાવ્યું કે આત્મા છે એમ પણ નહિ અને નથી એમ પણ નહિ.”૫૦ પરન્તુ એ કેમ બને? બુદ્ધ આવી પરસ્પર વિરોધી વસ્તુઓ કેમ ઉપદેશે ? હમણાં જ જણાવી ગયા તેમ તેનો જવાબ એ છે કે આ બધા ઉપદેશે એક જ કક્ષાના લોકો માટે નથી પરંતુ બિન ભિન્ન કક્ષાના અર્થાત્ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વર્ગોના લોકો માટે છે. બુદ્ધવચનનો ખરે આશય સમજવામાં જે મહા મુશ્કેલી છે તેને સ્પષ્ટ રીતે “લંકાવતાર” અને “સદ્ધર્મકુંડરીક” જેવા બૌદ્ધ સૂત્રગ્રંથોમાં દર્શાવવામાં આવેલ છે. આ સૂત્રગ્રન્થમાં, બુદ્ધ પોતે પોતાના શિષ્યોને પિતાનાં વચનોને વ્યવહાર કેવી રીતે નકકી કરે તે શીખવ્યું હોવાનું કહેવાયું છે. ઉપદેશમાં બુદ્ધ સિદ્ધાન્તનય અને દેશનાનય એ બે નયને પ્રયોજે છે. સિદ્ધાન્તનય એટલે એ રીતિ કે જેના દ્વારા નિર્ણય દર્શાવી શકાય, જ્યારે દેશનાનય એટલે એ રીતિ કે જે દેશના માટે, વ્યાખ્યાન માટે પ્રયોજવામાં આવે છે. પ્રથમ પ્રાગ યોગીઓ માટે છે, જ્યારે બીજાને પ્રયોગ બાલ (અજ્ઞાનીઓ) માટે છે." પ્રથમ નથી પરમાર્થમાં ઊંડા ઊતરી શકાય છે, પરમાર્થની ખોજ થાય છે, જ્યારે બીજા નયથી ક્રમશઃ પરમાથે લઈ જનાર શીલ વિશેના સામાન્ય નિયમોથી પરિચિત થઈ શકાય છે. ઉપરાંત, ઉપર જે કંઈ કહ્યું છે તેને વિચાર આપણને ક્યા પ્રકારનાં શાસ્ત્રો ઉપર શ્રદ્ધા રાખવાનું જણાવવામાં આવ્યું છે તેને લક્ષમાં રાખીને કરવાનું છે. એ સ્પષ્ટ છે કે સૂત્ર પિતે જ જણાવે છે કે તેમાં આવતાં સૂત્રો, ગદ્યખડે કે સંવાદો તેમના મહત્ત્વની દષ્ટિએ એક સરખા મૂલ્યના નથી, કારણ કે તેમાંના કેટલાક સ્કુટ અર્થ આપે છે જ્યારે બીજાં સ્ફટ અર્થ ન આપતાં અનિશ્ચિત કે આભિપ્રાયિક અર્થ આપે છે. આ બે પ્રકારનાં સૂત્રોને અનુક્રમે નતાર્થ અને નેયાર્થ કહે છે. “નીતાર્થ ' શબ્દનો અર્થ છે ૫૦. મામેરવિ પ્રજ્ઞવિત મનાત્મવિ ફેશિતમ્ | बुद्धैर्नात्मा न चानात्मा कश्चिदित्यपि देशितम् ॥१८.६ ૫૧. નો હિ દ્વિવિધ મદ્ય સિદ્ધાન્તો દેશના જ વૈ | देशेमि यं च बालानां सिद्धान्तं योगिनामहम् ॥ લંકા, પૃ. ૧૭ર (૬૧). સાથે જુઓ પૃ૦ ૧૪૮, ૧૭૧, Page #33 -------------------------------------------------------------------------- ________________ २४ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના જેનો અર્થ નિશ્ચિત છે, સ્કુટ છે (વિમર્થ), જ્યારે નેયાર્થ” શબ્દનો અર્થ છે જેનો અર્થ નિશ્ચિત નથી પણ જેના અર્થનો નિશ્ચય હજુ કરવાનો છે અને જે આ હોઈને વિવિધ સંશોને જન્મ આપે છે.પર સાચા અર્થને પામવાની આ મુશ્કેલી ખડી થતાં સૂત્રગ્રંથેના કર્તાઓને નીતાર્થ સૂત્રો અને નેયાર્થ સૂત્રોનો ભેદ કરવા અમુક ચોક્કસ લક્ષણે નક્કી કરવાની ફરજ પડી. અને તેથી જ તે “આર્યઅક્ષયમતિસૂત્રમાં કહ્યું છે કે જે સૂત્રો મોક્ષમાર્ગે વાળવા (માવતાર) માટે પ્રબોધ્યાં છે તે નેયાર્થ જ્યારે જે સૂત્રો મોક્ષફળે પહોંચાડવા (રવિવાર) માટે પ્રાધ્યાં છે તે નીતાર્થ, અને તેમણે લોકોને આદેશ આપ્યો કે તેમણે નીતાર્થ સૂત્રોને અનુસરવાં જોઈએ અને નહિ કે યાર્થ સૂત્રોને.૧૪ પરન્તુ સ્વાભાવિક રીતે જ આ બે પ્રકારનાં સૂત્રોના વિભાગની બાબતમાં અવ્યવસ્થા અને સંશય પ્રવર્તતાં હતાં. અને જે આપણે ચંદ્રકીતિને પૂછીશું તે તે પિતાની મધ્યમકવૃત્તિમાં કહેશે કે અમુક સૂત્ર પરમાર્થ જણાવે છે કે આભિપ્રાયિક અર્થ જણાવે છે એવા સંશયમાં પડેલા લોકોને માટે તેમ જ પિોતાની મન્દમેધાને કારણે નેયાર્થ સૂત્રને નીતાર્થ માનવાની ભૂલ કરનાર લોકોને માટે આ ગ્રન્થ (નાગાર્જુનની “મૂલમધ્યમકકારિકા”) આચાર્ય લખે છે. હકીકતમાં શાસ્ત્રોએ જે વાત જુદી રીતે કરી છે તે જ વાત બુદ્ધોએ પિતે કહી છે. તેમણે કહ્યું છે કે તેમના ઉપદેશમાં સધામાથું૫૫ “આભિપ્રાયિક વચનો” છે; તેમનો ઉપદેશ દુર્બોધ છે, કારણ કે સિદ્ધાન્તને વિશદ રીતે સમજાવતી વખતે તથાગત ભિન્ન ભિન્ન અર્થઘટન, લક્ષણાઓ, સમજૂતીઓ અને દષ્ટાન્તો જેવા યુક્તિપૂર્ણ ઉપાયો પ્રયોજે છે." પર. જુઓ મધ્ય૦૦, પૃ. ૪૩, ૫૯–૮; બોધિસત્વભૂમિ, ૧, ૧૭; અભિકો, ૯, પૃ૦ ૨૪૬-૭. ૫૩. મધ્યવૃ૦માં ઉદ્ધત, પૃ. ૪૩. ૫૪. મધ્યવૃ૦, પૃ. ૪૩; મહા વ્યુ, હું ૭૩ : નીતાર્થસૂત્રપ્રતિસાબેન મવિત ન નેવાર્થ सूत्रप्रतिसरणेन । ૫૫, સધાભાષિત, સન્ધાભાષા અને સધાવચન આ ત્રણ પર્યાયો છે. જુઓ સદ્ધપુ, પૃ૦ ૩૪, ૩૦, ૬૦, ૭૦. અર્થ માટે જુઓ ઇહિ કવા, ૪, ૧૯૨૮, પૃ૦ ૨૮થી. ५६. एतादृशी देशना नायकानां . उपायकौशल्यमिदं वरिष्ठम् । [ અનુસંધાન પૃ. ૨૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ સધાવચન વાયાન અને સહજયાન જેવા ઉત્તરકાલીન બૌદ્ધધર્મદર્શનના વિકાસમાં આ સન્ધાભાષ્ય કે સન્ધાવચને ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ગ્રન્થનાં લખાણોનો ખરો આશય છે એ બાબતે વિવિધ સંશયોને જન્મ દેનાર આ સન્ધાભાષ્ય જ છે, અને એણે જ બે પ્રકારની સમજૂતીને જન્મ આપ્યો છે– એક લે ગ્ય, બુદ્ધિગમ્ય અને બીજી રહસ્યમય, ગૂઢ (જે માત્ર દીક્ષિત જ સમજી શકે). આ બે પ્રકારની સમજૂતીને છેક “લંકાવતાર”માં ય આપણે જોઈએ છીએ. પાંચ આનન્તનો સામાન્ય રીતે “મહાપાતક—ભયંકર પાપ એ અનુવાદ બૌદ્ધધર્મદર્શનમાં પ્રસિદ્ધ હતું. તે પાંચ મહાપાતકે છે માતૃહત્યા, પિતૃહત્યા, અહં-હત્યા, બુદ્ધહત્યા અને સંઘભેદ. આ અંર્થ નિર્વિવાદ હતો. પરન્ત લંકાવતારમાં (પૃ૦ ૧૩૮–૧૪૦) એવું કહ્યું છે કે આ અર્થ બાહ્ય–લોકભોગ્ય છે; અને બીજો એક ગૂઢ, આધ્યાત્મિક અર્થ છે. આ આધ્યાત્મિક અર્થ અનુસાર માતા એ તૃષ્ણ છે, પિતા એ અવિદ્યા છે, બુદ્ધ એ વિજ્ઞાન છે, અહંતુ એ અનુશ (કષાય) છે અને સંધ એ સ્કન્ધ છે. અને તેથી પિતૃહત્યા વગેરે ઉપર જણાવેલાં કૃત્યોથી ધર્મ થાય છે, અધર્મ નહિ. “ધર્મપદની બે ગાથાઓનો (૨૯૪–૫) હું અહીં નિર્દેશ કરીશ. તેમનો અનુવાદ આ પ્રમાણે છે: “માતાને, પિતાને, બે ક્ષત્રિય રાજાઓને અને પ્રજા સહિત સમગ્ર રાષ્ટ્રને હણીને ય ખરા બ્રાહ્મણને કંઈ દુઃખ થતું નથી.” - “પિતાને, માતાને, બે બ્રાહ્મણ રાજાઓને અને વધારામાં પાંચમા વાઘને મારીને ય ખરા બ્રાહ્મણને દુઃખ થતું નથી.”૫૭ આનો અર્થ શું? ઉપર બતાવ્યું છે તે જ રીતે માતાનો અર્થ તૃષ્ણ છે, પિતાનો અર્થ અહંકાર (મિમાર) છે, બે રાજાઓને અર્થ શાશ્વતઅનુસંધાન પૃ. ૨૪થી ] बहूनि सन्धावचनेहि चोक्तं दुर्बोध्यमेतं हि अशिक्षितेहि ॥ જુઓ ૫૫મી નેધ. ૫૭. માત પિતરું હવા જ્ઞાનો કે ર રિ रहें सानुचरं हन्त्वा अनीघो याति ब्राह्मणो ॥ मातरं पितरं हन्त्वा राजानो द्वे च सोत्तिये । .: वेय्यग्घ-पञ्चमं हन्त्वा अनीघो याति ब्राह्मणो ॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના દષ્ટિ અને ઉચ્છદદષ્ટિ એ બે મિથ્યા દષ્ટિઓ છે, પ્રજાસહિતના રાષ્ટ્રનો અર્થ છે પિતાના ભેગો (નન્દિરા) સહિતની છ જ્ઞાનેન્દ્રિયો અને તેમના છ વિષય (દ્વારા તા), બે બ્રાહ્મણ રાજાએનો અર્થ છે ઉપર દર્શાવેલી બે મિથ્યા દષ્ટિઓ અને વાઘનો અર્થ છે રાગ, દ્વેષ, પ્રમાદ, ભય, ચિતા, ચિત્તવિક્ષેપ એ પાંચ વિદનો (નવા ).૫૮ તે વસ્તુઓને અભેદ કેટલાક વાસ્તવિક કે કાલ્પનિક સમાન ધર્મોને આધારે છે. ઉદાહ@ાર્થ, તૃષ્ણનો માતા સાથે અભેદ કર્યો છે, કારણ કે જેમ માતા બાળકને જન્મ આપે છે તેમ તૃષ્ણા દુઃખને જન્મ આપે છે. વિગતો માટે મૂળ ગ્ર, જ્યાં ટીકાઓ ઉપલબ્ધ હોય ત્યાં ટીકાઓ સાથે, જેવા જોઈએ. “બૃહદારણ્યક ઉપનિષદનો નીચેનો શ્લેક (૬.૨.૨) દર્શાવે છે તે મસાણે સન્ધાવચનનો પ્રયોગ ઉપનિષદમાં ય થયું છે.પ૯ “માણસોને માટે બે રસ્તા છે–એક પિતૃલોકમાં જવાન, બીજે દેવલોકમાં જવાનો. પિતા અને માતા એ બેની વચ્ચે જે કંઈ હાલતી ચીજ છે, તે આ બેમાંથી એક રસ્તે , અહીં આપણને ટાંકેલા શ્લોકની છેલ્લી પંક્તિ સાથે સંબંધ છે. માતા અને પિતા શબ્દોથી આપણે અહીં શું સમજવું? અહીં તે શબ્દને સામાન્ય અર્થ લેવાનું નથી, પરંતુ તેમને અર્થ આકાશ અને પૃથ્વી (થવાથિવી) • લેવાને છે. તે બે જોડકાંઓ વચ્ચેના સમાન ધર્મોને આધારે ઋષિમુનિઓએ તેમને પિતા અને માતા તરીકે કપ્યાં છે. યાસ્ક કહે છે તેમ આ અભેદ ભક્તિવાદ છે, ગુણવાદ છે અર્થાત તે લક્ષણ ઉપર આધારિત છે. બ્રાહ્મણો અને ઉપનિષદોમાં વારંવાર વપરાયેલા નીચેના શબ્દોથી આ ચન્ધાવચનોનો નિર્દેશ કરા હોય એમ લાગે છે. દેવ પરોક્ષપ્રિય છે, પ્રત્યક્ષદ્વેષી છે. આ સન્હાવચનનું મૂળ છેક સંહિતાઓમાં આવતાં સમસ્યાસૂક્તોમાં મળે છે. ૫૮. મેકસમૂલરની નોંધ જુઓ, સેબુબઈ, ગ્રંથ ૧૦, પૃ૦ ૭થી. ૫૯. કૃતી માનવ વિ7ળા अहं देवानामुत मानाम् । ताभ्यामिदं विश्वमेजत् समेति यदन्तरा पितरं मातरं च ।। ૬૦. એ જ ઉપનિષદના “ચત્ અન્તરી થાવાણથિવી' શબ્દો સાથે તુલના કરો. ૬૧. શતપથબ્રાહ્મણ, ૬.૧.૧-૨, વગેરે; બહદા૨ ઉ૫૦, ૬.૨.૨. વગેરે: પોકિયા ફુવ हि देवाः प्रत्यक्षद्विषः। Page #36 -------------------------------------------------------------------------- ________________ ઋગ્વેદમાં સન્ધાવચન રેઠ એક ઋચા હું અહીં ટાંકીશ. તેના અનુવાદ આ * ઋગ્વેદ'માંથી પ્રમાણે છેઃ તેને ચાર શી’ગડાં છે, ત્રણ પગ છે, એ માથા છે અને સાત હાથ છે. તે ત્રણ બધે બંધાયેલા વૃષભ મેાટા અવાજ કરે છે. મહાન દેવ મર્ત્યમાં પ્રવેશ્યા.’૬૨ એ મહાન દેવ તે કાણું ? ટીકાકારોમાં મતભેદ છે. કેટલાક કહે છે સૂર્ય, જ્યારે કેટલાકને મતે તે વાણી છે, શબ્દ છે, પરતુ મંત્રના અર્થ જેને સાક્ષાત્ દૃષ્ટ છે એવા ઋષિને મન એને શે। અર્થ હશે એ તે। કાણુ કહી શકે? C જે હા તે, એ વિશે તેા લેશ પણ શંકા નથી કે અણુકેળવાયેલી બુદ્ધિવાળા જેને સહેલાઈથી અવળું સમજી બેસે એવા સન્ધાવચનના પ્રયાગ જ, ઉત્તરકાલીન વજ્રયાન અને સહજયાનના રૂપે બૌદ્ધધર્મ દર્શનનું અત્યન્ત શાચનીય જે પતન થયું તેનાં મુખ્ય કારણામાંનુ એક છે. અને આ પ્રક્રિયા છેવટે કયાં લઈ ગઈ તે જાણવાની જો ઇચ્છા હાય તેા હું તમને બૌદ્ધ તાન્ત્રિક ગ્રન્થ એકલ્લ-વીર-ચણ્ડમહારાષણતન્ત્ર' જેવા ભલામણ કરું તે ગ્રન્થ પ્રકાશિત નથી થયા પણ તેનું વર્ણન મહામહેાપાધ્યાય ૫. હરપ્રસાદ શાસ્ત્રીએ આપ્યું છે.' એમ માનવાને પ્રબળ આધારા છે કે જો સન્ધાવચનને સ‘પૂર્ણ - પણે સમજાવવામાં આવે તેા વજ્રયાનનુ મૂળ રૂપ સામાન્ય રીતે જેટલું ક્રાન્તિકારી, જેટલું અશિષ્ટ, જેટલુ અનૈતિક લાગે છે તેટલું ન લાગે. આ એક મુદ્દી ઉપર ડો. પ્રોાધ ચન્દ્ર બાગચી સાથે હું સંપૂર્ણ પણે સહમત છું. ૬૪ બુદ્ધના ઉપદેશના ખરા અથ ગ્રહણ કરવા માટે પાર કરવાની અનેક મુશ્કેલીઓ મેં તમારી આગળ રજૂ કરી. બીજી એક મુશ્કેલીના ઉલ્લેખ મારે કરવા જોઇએ. ભારતમાં અને ભારતની બહાર રાજે રાજ વધતા જતા આધુનિક મૌદ્ધ સાહિત્યના વિસ્તારને વિચાર કરશે. તેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ભાતભાતના મતભેદો જોવા મળે છે અને તેથી આપણી આ સમસ્યા વધારે જટિલ અને છે. १२. चत्वारि श्रृङ्गा त्रयोऽस्य पादा द्वे शीर्षे सप्त हस्तासो अस्य । त्रिधा बद्धो वृषभो रोरवीति महो देवा मर्त्यान् आविवेश ॥ ૬૩. રાયલ એશિયાટિક સેાસાયટી, મેગાલના કબજામાં સુરક્ષિત સરકારી સંસ્કૃત હસ્તપ્રતસંગ્રહનું Descriptive Catalogue, ૧૯૧૭, ગ્રન્થ ૧, બૌદ્ધ હસ્તપ્રત, પૃ૦ ૧૩૧ થી. ખાસ જુએ પૃ૦ ૧૩૩. ૬૪. જુએ ′૦હિકવા, ૧૯૩૦, ગ્રન્થ }, પૃ૦ ૩૮૯, ૫૭૬. Page #37 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના આપણે જોઈ ગયા તેમ અમુક રીતે પ્રાચીન આચાર્યોની પોતાની સમક્ષ પણ આ જ સમસ્યા ખડી થઈ હતી કે બુદ્ધે છે ઉપદેશ આપે? અનેક મુદ્દાઓ ઉપર એકબીજાથી ખૂબ જ વિરોધી વચનોને સમન્વય કરતાં કરતાં વિવિધ ઉત્તર અપાયા છે, અને તે માટેનાં મજબૂત કારણ પણ અપાયાં છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું બધા જ જવાબને સાચા ગણવા? શું બધાને માટે બુદ્ધની સમ્મતિ છે? હોઈ શકે, કારણ કે એક સારા વૈદ્યરાજની માફક તેમણે લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે ઉપદેશ આપ્યો છે. અથવા તો એમ ન પણ હોઈ શકે, કારણ કે આપણને કહેવામાં આવ્યું છે કે તેમણે માત્ર એક જ યાનનો ઉપદેશ આપ્યા છે. પ બુદ્ધ અને એમના ઉપદેશ વિશે જે કહેવામાં આવેલું છે તે બધાને સમન્વય થઈ શકે અને આ સમન્વય સમર્થ આચાર્યો અને પ્રાચીન-અર્વાચીન વિદ્વાનોએ રજૂ કર્યો છે. પરંતુ આવા સમન્વય વિશે નિશ્ચિતપણે કહી શકાય કે આ મત બુદ્ધનો પિતાને હવા કરતાં વિશેષ તો આચાર્યો અને વિદ્વાનોનો છે. એનું કારણ એ છે કે બુદ્ધ આમ જ કહેવા માગતા હતા અને બીજુ નહિ, એમ ચોકકસપણે પુરવાર કરવા માટે આપણુ પાસે કશું સાધન નથી. * અહીં હું તમને એક ઉદાહરણ આપું. “બ્રહ્મસૂત્ર” એ બાદરાયણની કૃતિ છે. અને એમાં કોઈ સંદેહ નથી કે એમાંથી એક જ સિદ્ધાન્ત ફલિત થાય – ભલે પછી તે ક્રેત હોય, અદ્રેત હોય, વિશિષ્ટાદ્વૈત હોય, શુદ્ધાત હાય, પ્રેતાત હોય કે અન્ય હોય. પરંતુ એકી સાથે તે બધા જ તેમાંથી હરગીજ ફલિત થાય નહિ. તે બધાના સમન્વયનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ ભલે કરાય; એની સાથે આપણને કેાઈ સંબંધ નથી. આપણે તે જાણવું છે કે બ્રહ્મસૂત્ર”ના કર્તા બાદરાયણને શું કહેવું છે. આ જ રીતે આપણે હીનયાન, મહાયાન વગેરે ભિન્ન ભિન્ન યાનને કે વિજ્ઞાનવાદ, શૂન્યવાદ વગેરે ભિન્ન ભિન્ન સિદ્ધાન્તોને અભ્યાસ કરવાનું કે તેમનું નિરૂપણ કરવાનું ધાર્યું નથી. આપણે જે નકકી કરવું છે તે એ છે કે બુદ્ધ પોતે યે સિદ્ધાંત પ્રબળે છે. પરંતુ તે નક્કી કરવા આપણે કેવી રીતે આગળ વધવું ? ખરેખર એ માગે ડગ માંડવા ઘણું કઠિન છે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી. १५. एकं तु यानं हि नयश्च एक एका चियं देशन नायकानाम् ॥ सद्धर्मपुं०, २.८६ સાથે જુઓ ૭૦, ૭૩; અભિસમ ૦, પૃ. ૧૨૦-૧૨૧. Page #38 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધના મૂળ ઉપદેશનાં નિર્ણાયક સાધન આપણને દરવણી આપનાર પ્રકાશ છે. આ પ્રકાશ આપણને વૈદિક ઋષિઓએ આપ્યું છે. તેમની સમક્ષ પણ વેદવચનોની બાબતમાં આ સમસ્યા ઊભી થઈ હતી. તેમણે કહ્યું છે કે ચિન્તમાન મંત્રના અર્થને શ્રુતિપરમ્પરા અને બુદ્ધિની મદદથી કાઢી શકાય. જે ઋષિ કે તપસ્વી નથી તેને અર્થ પ્રત્યક્ષ થતો નથી. અને આ રહી એક નીતિકથાઃ “જ્યારે ઋષિઓ એક પછી એક મૃત્યુ પામવા લાગ્યા ત્યારે મનુષ્યએ દેવો પાસે જઈને પૂછયું : અમારો ઋષિ કોણ બનશે? તેમણે તેમને તર્કશાસ્ત્ર ઋષિ તરીકે આપ્યું, જેની મદદથી મંત્રના અર્થને તેઓ બધી રીતે સમજી શકે. તેથી વેદમાં પારંગત માણસ જે કંઈ અર્થ સર્વતભાવે નક્કી કરે છે તેને આર્ષ કહેવામાં આવે છે. ' બુદ્ધના નિર્વાણની પહેલાં જ બુદ્ધ અને આનંદ વચ્ચે જે સંવાદ થયેલો તેને આ સંદર્ભમાં આપણે યાદ કરીએ: “હે આનંદ! કદાચ તમારામાંના કેટલાકના મનમાં એવો વિચાર આવે કે “ગુરુનું વચન અન્ત પામ્યું, હવે આપણો કઈ ગુરુ નહિ!” પરંતુ હે આનંદ! એમ ન સમજીશ. મેં જે ધર્મ અને વિનય(= સંઘના નિયમ)ની દેશના આપી છે, વિધાન કર્યું છે. તેને જ મારા મૃત્યુ પછી તમારા ગુરુ થવા દો.” આ બને વિધાનો-એક બ્રાહ્મણ પરમ્પરાનું અને એક બૌદ્ધ પરમ્પરાનું – આપણા ભેમિયા છે. અને તેમની સાથે આપણે બૌદ્ધધર્મદર્શનની પાયાની પ્રતીતિની બેજ માટે આગળ ધપીએ. આ સમસ્યાનું નિરૂપણ કરવાનું મેં બીજા વ્યાખ્યાનમાં ધાર્યું છે. ૬૬. નિરુત-પરિશિષ્ટ, ૧૩.૧૧. ૬૭. મહાપરિનિબ્બાનુસુત્ત, ૬.૧. ww Page #39 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય વ્યાખ્યાન પાયાની સમસ્યા પ્રથમ વ્યાખ્યાનમાં બીજી અનેક વસ્તુઓ સાથે બુદ્ધની ખરી દેશના સમજવામાં મહા મુશ્કેલી છે તે મેં દર્શાવી, કારણ કે તે દેશનાને સંગૃહીત કરતા ગણતા સુત્તગ્રંથે તેમજ તેમને અવલંબીને રચાયેલા પ્રાચીન-અર્વાચીન બીજા ગ્રંથે અનેક રીતે અને ઘણી વાર તો મર્મસ્થાનીય મહત્તવના મુદ્દાઓ પર વિસંવાદી છે. એ વાત ખરી કે આ વસ્તુ માત્ર બૌદ્ધધર્મદર્શનની જ લાક્ષણિકતા છે એવું નથી, બીજા ધર્મોની બાબતમાં ય આવું છે, અને જેમ ધર્મ વધારે જૂને તેમ તેની સમજૂતીઓની વિવિધતા વધુ. તેમ છતાં માનવબુદ્ધિએ સાચા મૌલિક ધર્મને સમજવા પોતાનાથી બનતું બધું જ કરી છૂટવામાં સંતોષ માનવે જોઈએ. તેથી સંપૂર્ણ તકેદારી અને સાવચેતી સાથે આપણે એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ. - તે દિશામાં જતાં પહેલાં હું તમને જરાક થોભવા અને મારા પ્રથમ વ્યાખ્યાનમાં બુદ્ધ જે યુગમાં ઉપસ્થિત થયા તે યુગમાં આ દેશના ધાર્મિક અને દાર્શનિક વાતાવરણ વિશે મેં જે કંઈ સંક્ષેપમાં કહ્યું હતું તેને યાદ કરી જવા જણાવું છું. ભૂતકાળ જ વર્તમાનને ઘડે છે. અંકુરનું અસ્તિત્વ બીજ ઉપર જ આધાર રાખે છે, જે બીજ પોતે હકીકતમાં તે અંકુરની પૂર્વાવસ્થા જ છે. આ જ રીતે બુદ્ધ જેવા હતા તેવા તેમની પૂર્વે જે કંઈ હતું તે બધાથી ઘડાયા હતા. એ તો સ્પષ્ટ છે કે જે માગે તેમણે લીધો તે માગને તેમના પૂર્વગામીઓએ તેમને માટે ઘણું સરળ કરી દીધું હતું. ઉદાહરણાર્થ, તમને યાદ હશે કે આપણે વૈદિક ક્રિયાકાંડથી શરૂઆત કરી હતી અને જોયું હતું કે વેદાન્તીએ, સાંખ્યો અને એવા બીજા ચિન્તકની તેમાં શ્રદ્ધા કેવી રીતે ઓછી થતી ગઈ અને છેવટે કેવી રીતે સાવ નષ્ટ થઈ ગઈ. આપણે એ પણ જોયું કે પાછળથી જેમને દ્રવ્યો તરીકે ઓળખવામાં આવ્યા તે વૈદિક યોને તેમના બાહ્ય રૂપને સંપૂર્ણપણે ત્યાગીને આધ્યાત્મિક દૃષ્ટિએ ઘટાવવાનું શરૂ થઈ ચૂકયું હતું, અને આમ તે દ્રવ્યોનું સ્થાન જ્ઞાનયજ્ઞોએ લીધું. આ જ્ઞાનય, ભગવદ્ગીતા કહે છે તેમ, દ્રવ્યય કરતાં ઘણા જ વધારે શ્રેયસ્કર Page #40 -------------------------------------------------------------------------- ________________ કવુિં બુદ્ધે કરેલું અર્થઘટન છે. બુદ્ધે આ મતનો પક્ષ કર્યો અને દ્રવ્યોને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાયા. છે તેમ છતાં, તેમણે કર્મો કરવાની ના નથી પાડી. ઊલટું તેને તે તેમણે મજબૂત બચાવ કર્યો છે. તેમના પુરોગામીઓની જેમ તેઓ કર્મમાં ચૂસ્તપણે માનનાર હતા. અને તેઓ વારંવાર કહેતા કે મનુષ્યો કર્મોને વારસામાં મેળવે છે (માચાર), કર્મો તેમના પિતાના જ છે ( ર ), કર્મ તેમના પુનર્જન્મનું કારણ છે (જન્માનિ) અને કર્મ તેમનું શરણ છે ( પરિસરા). એની નેંધ લેવી જોઈએ કે ક્રિયાકાંડી યાજ્ઞિકો “કમથી મુખ્યપણે વિવિધ યજ્ઞો અને ક્રિયાકાંડે સમજતા, જ્યારે વેદાન્તીઓ અને બીજાઓની સાથે બુદ્ધ તેને સામાન્ય કર્મ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સમજતા. પરન્તુ આધ્યાત્મિક વિકાસની બાબતમાં “કમથી બુદ્ધ માત્ર માનસ કમ લેતા. હા, બુદ્ધને મતે કર્મ હકીકતમાં ચેતના અથવા ચિત્ત (કે વસુબધુ અભિધમકાશમાં કહે છે તેમ માનસ કમ) સિવાય બીજું કશું નથી. બુદ્ધ જાહેર કર્યું છે, હે ભિખુઓ! ચેતનાને જ હું કર્મ કહું છું. અને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ચિત્તને છોડી કર્મ જેવું કંઈ નથી.' આથી, દાનપારમિતા (ઉત્કૃષ્ટ દાન) જેવાં ખરેખર બાહ્ય નથી પરતુ આન્તર છે. અને આવું હોઈને તે કર્મો વિશેષ ચિત્તો સિવાય બીજુ ૧. દાખલા તરીકે, ઈશોપનિષદ્ (૨) માં વેદાન્તીઓ કહે છે : નૈવ હિં જ વિવિવેતં સમાઃ |–“કમ કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઇચ્છા કરવી જોઈએ.” ભગવદગીતા આને સબળ સમર્થન આપશે. ૨. મનિ., ૩, પૃ. ૨૦૩; મિલિન્દ, પૃ૬૫. ૩. અહીં ચેતના અને ચિત્ત એ પર્યાો છે. જુઓ મધ્ય વૃ૦, ૧૭.૧–ર. ૪. અંનિ., ૩, પૃ૦ ૪૧૫ઃ ચેતનાહિં મિલ વર્મ તિ વામા તયિત્વા ધં करोति कायेन वाचाय मनसा वा। જુઓ મધ્યકા, ૧૭, ૧-૨ વૃત્તિ સહિત; બધિ૦૫૦, ૪૭૨; અભિકો, ૪.૧. ५. सत्त्वलोकमथ भाजनलोकं चित्तमेव रचयत्यतिचित्रम् । कर्मजं हि जगदुक्तमशेषं કર્મ વિમવધુય જ નાસ્તિ ! આ બોધિ પં૦(પૃ૦ ૯૯, ૪૭૨)માં ઉઠ્ઠત છે; પંચમટી, પૃ. ૪૦, Page #41 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના કશું જ નથી. તેથી જ તો આપણને કહેવામાં આવ્યું છે કે “જે એમ માનવામાં આવે કે જગતનું દારિદ્રય દૂર કરે તો જ દાનપારમિતાને પૂર્ણ કરી કહેવાય તે તો પૂર્વ બુદ્ધોએ દાનપારમિતાને આચરી હતી તેમ કેમ કહેવાય? કેમ કે જગત હજુ ય દરિદ્ર છે. માટે પિતાની પાસે જે કંઈ છે તે બધું જ તેના પિતાના ફળ સાથે બધાંને આપી દેવાનું જે મન—ચિત્ત તેને જ દાનપારમિતા કહે છે. આથી દાનપારમિતા પિતે એક પ્રકારનું ચિત્ત ભગવદગીતાના કર્મયોગને સઘળો ઉપદેશ કર્મના આ અર્થઘટનને જ કેન્દ્રમાં રાખે છે અને સ્પષ્ટપણે જણાવે છે કે જ્યારે ચિત્તે સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હોય ત્યારે માત્ર શારીર કર્મોથી મનુષ્ય પાપને પામતો નથી (૪.૨૯). આ જ રીતે, જેમનો ઉલ્લેખ પ્રથમ વ્યાખ્યાનમાં કર્યો છે તે પિતાના પુરોગામીઓની જેમ બુદ્ધ દરેક શાસ્ત્રના પ્રામાણ્યને નિષેધ કર્યો અને માત્ર શુદ્ધ તર્ક ઉપર જ આધાર રાખ્યો. તેમણે પિતાની ધર્મદર્શનવ્યવસ્થામાં ન તે ઈશ્વરને કઈ સ્થાન આપ્યું કે ન તો પ્રચલિત અર્થમાં આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવી. તેમને જગત ક્ષણિક જણાયું અને પરિણામે ભેગના સાધન તરીકે તેમને તે લાયક ન લાગ્યું. સમ્યગદર્શન(બેધિ)ની પ્રાપ્તિ પછી ય જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી જગતમાં રહેવા છતાં તેમણે જગતનો ત્યાગ કર્યો. તેમણે યોગ અને તપનું આચરણ કર્યું, જો કે તેની કઠોરતા પાછળથી તેમણે હળવી કરી. તેમણે સ્વીકાર્યું કે અવિદ્યા જ બંધનું કારણ છે. જ્ઞાન, વિદ્યા અવશ્ય મુક્તિ ભણી લઈ જાય છે. પોતાના કેટલાક પુરોગામીઓ સાથે તેમણે પણ દઢપણે માન્યું કે જ્યાં સુધી કામને, તૃષ્ણને નિર્મૂળ કરવામાં ન આવે ત્યાં સુધી શાન્તિની કઈ આશા નથી. મર્મસ્થાનીય મહત્ત્વ ધરાવતા આ છેલ્લા બે મુદ્દાઓ વિશે મારે આગળ ઘણું કહેવાની ઈચ્છા છે. ૬. બોધિ ૫, ૯-૧૦ : अदरिद्रं जगत् कृत्वा दानपारमिता यदि । जगद् दरिद्रमद्यापि सा कथ पूर्वतायिनाम् ।। फलेन सह सर्वस्वत्यागचित्ताज्जनेऽखिले । • दानपारमिता प्रोक्ता तस्मात् सा चित्तमेव तु ।। ૭, રાગીર વ૮ વર્ષ પુર્વન ના નોતિ વિQિષમ્ | Page #42 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મનો પાયો પ્રશ્ન આ છેઃ ક્યા પાયા ઉપર તેમણે ધર્મનું મંડાણ કર્યું? તેમનાં બધાં ચિન્તનો અને ઉપદેશોના કેન્દ્રમાં શું છે? બની શકે તો મારા જ્ઞાન- " પ્રકાશ પ્રમાણે આનો જવાબ શોધવા માટે પ્રયત્ન છે; પ્રથમ તો હું તમારું ધ્યાન “ વેદ”ની એક ઋચા (૧૦.૧૨૯૪) તરફ દોરીશ. તેને અનુવાદ નીચે પ્રમાણે છે : “શરૂઆતમાં સૌ પ્રથમ મનનું વીર્ય બીજ કામ (= તૃષ્ણા) અસ્તિત્વમાં હતું. અને સન્તોએ ડહાપણ પૂર્વક વિચાર કરીને અસત્ સાથેનું સત્વનું બન્ધન પિતાના હૃદયમાં છે એ શોધી કાઢયું: અને જે તેની ઉપર ટીકા લખનાર સાયણને પૂછશે તો તે તમને ૨. આ પ્રાચીન પ્રમાણ વિશે કહેશે કે “કામ જ જગતને બાંધનાર છે, એ સિવાય બીજું કોઈ બંધન નથી.”૧૦ અને વિશે અથર્વવેદ(૩૨૯૭)માં પણ નીચે પ્રમાણે કહ્યું છે : “આ કોણે કોને આપ્યું છે? કામે કામને આપ્યું છે. દેનારો ય કામ છે ને લેનારો ય કામ છે. કામ સમુદ્રમાં પ્રવેશે છે. (क इदं कस्मा अदात् कामः कामायादात् । कामो दाता कामः प्रतिग्रहीता कामः समुद्रम् आविवेश ॥) આ શ્લોકની અન્તિમ પંક્તિનો અર્થ શું છે? વિદિક ગ્રંથ પિતે જ કહે છે: “કામ એ સમુદ્ર જેવો છે, કારણ તેને કોઈ અન્ય નથી.”૧૧ આ જ વાત બીજા વૈદિક એક ગ્રન્થમાં અર્થાત અથર્વવેદ (૯.૨.૨૩)માં બીજી - રીતે કહી છે : “હે કોમ, મળ્યું, તું સમુદ્રથી ય ચઢિયાતો છે.૧૨ ८. कामस्तदग्रे समवर्तताग्रे मनसो रेतः प्रथमं यदासीत् । सतो बन्धुमसति निरविन्दन् हृदि प्रतीष्या कवयः मनीषा ॥ ૯. તૈત્તિરીય બ્રાહ્મણ, ૨.૮ ૯.૫. ૧૦. વ્યાસોડા સ્મતિ कामबन्धनमेवेदं नान्यदस्तीह बन्धनम् । ૧૧. તેત્તિરીય બ્રાહ્મણ, ૬.૨.૫.૬ : સમુદ્ર રુવ fહું વામન દિ ણામસ્યાન્તોડર્તાિ | ૧૨. થાવાન સમુદ્રાસ કામ મળ્યો || Page #43 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના અને એ જ “અથર્વવેદમાં આગળ જતાં કામ ઉપર આખું સૂક્ત મળે છે. તેમાં કહ્યું છે : “કામ પ્રથમ જન્મ્યો હતો. દેવો, પિતૃઓ કે મર્યો તેને પહોંચ્યા નથી. તેમનાથી તું ચઢિયાતા અને સર્વદા મહાન છે. આવા તને હે કામ ! નમું છું. “વિસ્તારમાં, આકાશ અને પૃથ્વી કેટલાં વિશાળ છે! જળ કેટલે દૂર દૂર સુધી વહે છે, અને અગ્નિ પણ! પરંતુ તે બધાંથી તું ચઢિયાતો છે અને સર્વદા મહાન છે. આવા તને હે કામ! હું નમું છું. 13 અસંખ્ય વૈદિક ગદ્યપદ્યખંડમાં ૧૪ આ કામનો અગ્નિ સાથે અભેદ કરવામાં આવ્યા છે. અને આ અભેદ શેને લઈને કરાયો છે તે દૂર શોધવા જવું પડે એમ નથી. “જેમ ગમે તેટલું ઇંધણ નાખો તો ય અગ્નિ સંતોષાત નથી, તેમ ગમે તેટલા વિષયેથી કામ પણ કઈ રીતે સંતોષાતો નથી. આ વિષે મનુએ (૨.૯૪) જે વિધાન કર્યું છે તેનાથી વધુ સારું વિધાન કરી શકાય તેમ નથી અને મને ખાતરી છે કે મનુનું એ વિધાન તમે સારી રીતે જાણો છો ? “વિષયોના ઉપભેગથી કામ કદી શમતો નથી; તે તો અગ્નિમાં ઘી નાખીએ અને અગ્નિ અધિક વૃદ્ધિ પામે તેમ માત્ર વધ્યા જ કામનું અનુસરણ અવળે માર્ગે ચઢાવી કલ્પનાતીત દુઃખે અને યાતનાએમાં ફસાવે છે એ વિચાર આ દેશમાં વેદકાળથી દઢ થયેલો છે, અને એટલે જ તો ઋષિમુનિએ કહ્યું છેઃ “જ્યારે મનુષ્યના હૃદયમાં રહેલી બધી કામનાઓ દ્વર થઈ જાય છે, ત્યારે તે અમર બને છે અને તે અહીં જ (આ જીવનમાં જ) બ્રહ્મને મેળવે છે. જ્યારે અહીં બધી જ હૃદયની ગાંઠો કે તૂટી જાય છે, ત્યારે મનુષ્ય અમર બને છે.” અને તેમણે એમ કહીને ઉપસંહાર કર્યો છે કે ઉપદેશ આટલો જ છે (પતાવ અનુરાસનમ).૧૭ ૧૩. –અનુવાદ Whitney અનુસાર, ૧૪. અથર્વવેદ, ૩.૨૧.૪ : ચો તેવો (=અનિ) વિશ્વાસ્ મુ ામમાદ; ૬.૩ ૬.૩. જુઓ Muir's Original Sanskrit Texts, ગ્રન્થ ૫, પૃ. ૪૦૩. ૧૫. ન તુ કામ લામાનામુવમોન સામ્યત हविषा कृष्णवमेव भूय एवाभिवर्धते ॥ ૧૬. અર્થાત કામનાઓ. ૧૭. કાપ૦ ૬.૧૪-૧૫, www.jain Page #44 -------------------------------------------------------------------------- ________________ યમ-નચિકેતા સંવાદ હું તમને આ સંદર્ભમાં એ જ કૃતિમાં આવતા નચિકેતા અને મૃત્યુ વચ્ચેના સુપ્રસિદ્ધ સંવાદને જોઈ જવાનું કહું છું. તેનો કેટલેક ભાગ હું અહીં ઉદ્દધત કરું છું.૧૮ યમરાજે નચિકેતાને કહ્યું, “જોઈએ તો સો વર્ષની આવરદાવાળા પુત્ર અને પત્રો માગ. જોઈએ તો અનેક પશુઓ, હાથીઓ, સેનું, ઘડાઓ માંગ. જોઈએ તો પૃથ્વીનું મેટું સામ્રાજ્ય માગ અને જેટલી ઇચ્છા હોય એટલાં વર્ષોનું લાંબું આયુષ્ય માગ. અરે! આના બરાબર જે બીજુ કઈ વરદાન જોઈતું હોય તો તે માગ. ધન માગ, લાંબું જીવન માગ. હે નચિકેતા! તું મોટી વિશાળ પૃથ્વીને રાજા થા. હું તારી બધી ઈચ્છાઓને પૂરીશ (ામાનાં વા કામમાં જોfમ). જે જે ઈચ્છાઓ મૃત્યુલોકમાં પુરાવી મુશ્કેલ હોય, તે તે બધી ઈચ્છાઓ તું તારી મરજી પ્રમાણે માગ. આ અહી છે તેવી સ્ત્રીઓ, ર, વાજિંત્રો મનુષ્યને મળતાં નથી. મેં મોકલેલી એ સ્ત્રીઓ તારી સેવામાં હાજર રહેશે. પણ તે નચિકેતા! તું મરણ વિશે મને પૂછ મા.” અને આ રહ્યો નચિકેતાનો ઉત્તરઃ “હે મૃત્યુ! એ બધા ય વિષયો તે આવતી કાલ સુધી જ ટકનાર છે અને તેઓ, બધી ઇન્દ્રિયનાં તેજ હરી લે છે. વળી સમગ્ર જીવન ટૂંકું જ છે. માટે એ નાચ-ગાન અને ઘોડાઓ તમારી પાસે જ રાખો. મનુષ્યને ધનથી સંતોષ થતો નથી.”૧૯ હવે આપણે બુદ્ધના જીવન ભણું વળીએ. તેમની દેશના વિશે મેળ ન ખાય એવા વિવિધ મતો છે. પરંતુ એક મુદ્દા ઉપર સૌ સંપૂર્ણ પણે સહમત છે કે તે પોતાની સર્વ શક્તિથી પિતાના ભયંકર દુશમન મારી સામે વીરતાથી લડ્યા અને છેવટે એ લડાઈમાં તેને પૂરેપૂરે હરાવ્યો. આ પછી જ તે બુદ્ધ બન્યા. જેનું કવિઓએ કાવ્યમાં વિસ્તૃત વર્ણન કર્યું છે તે મારવિજયે તેમની જીવનકથામાં યોગ્ય રીતે જ શાશ્વત સ્થાન પ્રાપ્ત કર્યું છે. બુદ્ધિજીવનના બીજા બનાવોને કોઈએ ખરેખર લેખામાં ન લેવા હોય તે ન પણ લે, પણ બુદ્ધ મારને પરાજય કર્યો હતો એ હકીકતની અવગણના કોઈ પણ રીતે કોઈ કરી શકે નહિ. પણ આ માર કોણ છે? બીજુ કોઈ નહિ પણ પુરુષરૂપે કેલ્પાયેલો કામ. મારા શબ્દ મૃ (મરવું) એ સંસ્કૃત ધાતુમાંથી બનેલ છે. તેને ૧૮. કઠોપ૦ ૧.૨૩–૨૬. ૧૯. અનુવાદ Max Muller અનુસાર. Page #45 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવને ચોક્કસ અર્થ થાય છે મૃત્યુ. આ “મૃત્યુ” શબ્દ પણ એ જ ધાતુમાંથી બનેલા છે. આમ માર અને મૃત્યુ એક જ છે. અને જે આપણે કામ જે ભયંકર દુઃખ મનુષ્યોને દે છે એને ધ્યાનમાં લઈએ તો કામનો અર્થ સ્પષ્ટ કરવા માર સિવાય બીજો કોઈ સારો શબ્દ નથી એ વિશે બે મત નથી. દુઃખના મૂળરૂપ માર કે કામ વિશેનાં ભગવાનનાં બધાં વચનોને બાજુએ રાખી હું ઉદ્ધત કરેલા ઉતારા તરફ તમારું ધ્યાન ખેંચું છું. આ ઉતારે પરંપરા અનુસાર ભગવાનની બાધિપ્રાપ્તિ પછીની પ્રથમ દેશના છે ? “આ કાયારૂપ ઘર બનાવનારને શોધતો હું અનેક જન્મવાળા સંસારમાં ફેકટ રીતે દોડ્યા કરતો હતો અને દુઃખ દેનાર અવતાર વારે વારે આવ્યા કરતો હતો. પણ હે ગૃહકાર ! હું તને ઓળખી ગયો છું. હવે તું ઘરને ફરી બાંધી શકીશ નહીં. તારી બધી પાટડીઓ તોડી નાખેલ છે. ઘરનો મોભ પણ તોડી નાખ્યો છે. દોષરહિત બનેલા ચિત્તે કામને બરાબર ઓળખી લીધો છે.૨૦ કામ અને એના મનની વાતથી આ દેશના ધર્મો અને ધાર્મિક સાહિત્ય ભરપૂર છે, જો કે વિગતોમાં તેઓ એકબીજાથી ઘણું ફંટાય છે. ભગવદ્દગીતાના આખા ય ગ્રંથમાં તેનું કેવું વર્ણન છે તે તમે જાણો છો. સર્વ દુઃખનું મૂળ હોઈ કામને ત્યાં મહાશન, મહાપાપ, મહાશત્રુ અને નિત્યરી કહ્યો છે, અને તેના શમન વિશે આપણને આમ કહેવામાં આવ્યું છેઃ જેમ નદીઓ સર્વ કાળે પૂર્ણ અને અચળ એવા સમુદ્રમાં શમી જાય છે, તેમ જે મનુષ્યની કામનાઓ પોતાની અંદર જ શમી જાય છે તે મનુષ્ય શાંતિ પામે છે. પરંતુ જે મનુષ્ય કામને ઈ છે છે તે કદી શાંતિ પામી શકે જ નહિ. જે સર્વ કામનાઓને ત્યજી દઈ નિઃસ્પૃહ, નિરહંકાર અને નિમમ બની વિચરે છે તે શાન્તિ પામે છે. ૨૧ ૨૦. ધમ્મપદ, ૧૫૩-૫૪ : अनेकजातिसंसार सन्धाविस्सं अनिब्बिसं । गहकारकं गवेसन्तो दुक्खा जाति पुनप्पुनं ।। गहकारक ! दिछोऽसि पुन गेहं न काहसि । सब्बा ते फासुका भग्गा गहकूटं विसंखतं । સિવાર-તં વિત્ત તઇડ્યાન વયમક્ષા || : ૨૧. પૂર્યના મઢપ્રતિષ્ઠ समुद्रमापः प्रविशन्ति यद्वत् । | અનુસંધાન પૃ. ૩૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ દુઃખનું મૂળ અવિદ્યા - ૩૭ રામાયણ” અને “મહાભારત” એ બે આપણા દેશના અંપિક (વીરચરિત મહાકાવ્યો) છે. તે બને ય આદિથી અન્ત સુધી કામમાંથી જન્મતાં ખરાબ પરિણામોને સ્પષ્ટ રીતે દર્શાવે છે. કાલિદાસે હૃદયસ્પર્શી રીતે પોતાના “કુમારસંભવ” મહાકાવ્યમાં વર્ણવ્યું છે કે જ્યાં સુધી મદન કે કામને ભસ્મ નથી કરવામાં આવ્યો ત્યાં સુધી પાર્વતી પરમ કલ્યાણ અને પરમ શાન્તિની મૂર્તિરૂપ શિવ સાથેના મિલનનો આનંદ માણી શકતી નથી. “અભિજ્ઞાન-શાકુન્તલ'માં જ્યારે દુષ્યન્ત અને શકુન્તલા કામની અદમ્ય વૃત્તિથી પ્રેરાઈ એકબીજા પ્રત્યે આકર્ષાય છે ત્યારનું તેમનું પ્રથમ મિલન સુખદ ન હતું. તેમનું ખરું મિલન તો નાટકના છેલ્લા અંકમાં થાય છે, જ્યારે બેયનું હૃદય એકબીજા તરફના કામથી મુક્ત હતું અને શુદ્ધ પ્રેમસભર હતું. વધુ દષ્ટાંતો આપવાની જરૂર નથી. પુરોગામીઓનાં પગલાંને અનુસરતા બુદ્ધ એક બીજી વસ્તુ તરફ પણ પિતાનું ધ્યાન આપ્યું. કામ એ દુઃખનું મૂળ છે એ તો નિઃશંક વાત છે. પરંતુ છેષ અને સ્વાર્થને પણ દુઃખનાં બીજાં કારણો તરીકે વારંવાર ગણાવાયાં છે. છતાં પણ તેઓ, કહોને કે કામના જ સહયોગીઓ છે, અને તેમાંથી જ ઉદ્દભવે છે. પરંતુ અવિદ્યાને પણ દુઃખનું એક કારણ ગયું છે. કામ અવિદ્યામાંથી જન્મતે હોઈ અવિદ્યા જ દુઃખનું મૂળ કારણ છે. ભગવાને નીચેના શબ્દો એક વાર કહ્યા હોવાનું કહેવાય છે. “હે ભિક્ષુઓ ! જેમ એક શંકુ આકારના છાપરાવાળી ઝૂંપડીના છાપરાની બધી સાંઠીઓ કે વળીઓ છાપરાની ટોચ તરફ જાય છે, ટોચને અવલંબે છે અને ટોચે ભેગી થાય છે તેવી જ રીતે આપણી બધી અકુશલ અવસ્થાઓ(ધર્મો)નું મૂળ અવિદ્યા છે, અવિદ્યામાંથી જ તે બધી નીકળે છે અને અવિદ્યામાં જ તે બધી એક સાથે જડાયેલી છે.૨૨ અને વળી, ઐહિક કે પારલૌકિક જે કંઈ અકુશલ છે તે બધાંનું મૂળ અવિદ્યામાં છે અને અવિદ્યા પોતે ઈચ્છા અને તૃષ્ણ (લાભ) દ્વારા તે અકુશલેને જન્મ આપે છે. ૨૩ અનુસંધાન પૃ૦ ૩૬ થી ] तद्वत् कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी । विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । નિર્મનો નિરહરઃ સ રાત્તિમવિરાછતિ ૨.૭૦-૭૧ ૨૨. સંનિ , ૨૦.૧. ૨૩. ઈતિવૃત્તક ($ ૪૦), પૃ. ૩૪. Page #47 -------------------------------------------------------------------------- ________________ બૌધ દર્શનની પાયાની વિભાવના અવિદ્યાના અર્થ છે તત્ત્વનુ' અદર્શન કે મિથ્યા દર્શન.૨૪ જે માણસ તત્ત્વને જાણતા નથી કે અવળુ' જાણે છે તે અસત્ વસ્તુઓને સત્ કલ્પે છે, અનેં એમ કરીને અકલ્યાણને કલ્યાણ ગણે છે. એટલે સ્વાભાવિક રીતે જ કામ જાગે છે, અને એક વાર જાગે છે એટલે માણસને તે અવળે રસ્તે ચઢાવી તેને નાશ કરે છે. ‘ભગવદ્ગીતા ’ (૨.૬૨-૬૩) આ જ વાત કહે છે: ‘વિષયાને મનમાં વાગેાળ્યા કરતા માણસને તેમનામાં આસક્તિ થાય છે, આસક્તિમાંથી કામ જન્મે છે, કામમાંથી ક્રોધ જન્મે છે, ક્રોધમાંથી માહ જન્મે છે, માહને કારણે સ્મૃતિના નાશ થાય છે, સ્મૃતિના નાશ થવાથી બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિના નાશથી મનુષ્યના સંપૂર્ણ વિનાશ થાય છે.' ૩૮ અવિદ્યાના નાશ થતાં કામના ક્ષય થાય છે. અને બૌદ્ધો કહે છે તેમ અવિદ્યા દૂર ત્યારે જ થાય છે જ્યારે વિદ્યા કે પ્રજ્ઞાપારમિતા( પૂર્ણ પ્રજ્ઞા )ને ઉદય થાય છે. આ મુદ્દા ઉપર અહીં સુધી બુદ્ધ અને તેમના ઘણા પુરાગામી વચ્ચે સહુમતિ છે. પરંતુ આ પછી તેઓ વિદ્યા કે પ્રજ્ઞાના વિષય પરમાની ખાખતમાં એકબીજાથી તદ્દન વિરાધી મંતવ્યા ધરાવતા એકબીજાથી ઘણા જુદા પડે છે. ઉપનિષદ્ના ઋષિમુનિએ અનુસાર પરમાર્થ આત્મા છે. અને આપણે પ્રથમ વ્યાખ્યાનમાં જોયું તેમ જ્યારે આત્માના પૂરેપૂરા સાક્ષાત્કાર થાય છે ત્યારે પછી કશુ ઇચ્છવા જેવુ', કામના કરવા જેવું રહેતું નથી, કારણ બધી કામનાઓ સાષાઈ ગઈ હેાય છે. એક ઉપનિષદ્ ( છાન્દો૦ ૭.૨૫.૧-૩) આપણને કહે છે ઃ · એ અનન્ત( ભૂમા ) જ નીચે, ઉપર, આગળ, પાછળ, જમણી તરફ, ડાબી તરફ અને બધે ઠેકાણે છે. ખરેખર એ જ બધું છે. હવે ભૂમાા અહંકારરૂપે ઉદ્ઘાષ થાય છેઃ હું જ નીચે, ઉપર, આગળ, પાછળ, ડામી તરફ અને જમણી તરફ છું; આ બધું હું જ છું. હવે ભૂમાને આત્મારૂપે ઉદ્ઘાષ થાય છે ઃ આત્મા જ નીચે, ઉપર, આગળ, પાછળ, ડામી તરફ અને જમણી તરફ છે; આ બધુ' આત્મા જ છે. જે આ જુએ છે, માને છે અને સમજે છે, જે આત્માને ચાહે છે, આત્મામાં રમે છે, આત્મામાં લીન અને છે, આત્મામાં આનંદ માણે છે તે સ્વરાજ્ (સ્વયંપ્રકાશ) બને છે, તે ત્રણે ય લાકના ઈશ અને નિયંતા બને છે.' ૨૪. તત્ત્વડપ્રતિવૃત્તિમિથ્યાપ્રતિપત્તિજ્ઞાનમવિદ્યા । શિક્ષા॰સમુમાં ઉદ્ધૃત (પૃ૦૨૨૨) શાલિસ્તમ્ભસૂત્ર; ધિ૦૫૦, પૃ૦ ૩૫૨; મધ્ય‰, પૃ૦ ૫૬૪. Page #48 -------------------------------------------------------------------------- ________________ આત્મા એક અને અદ્વિતીય ૯ વળી એક ઋષિમુનિ જણાવે છેઃ “આ આત્મા છે તે જ હું છું, એમ જે માણસ પોતાને વિશે સમજે, તે કઈ વસ્તુની ઈચ્છા રાખીને, અને કેના માટે શરીરની ઝંખના રાખે ?” (બૃહદા. ૪.૪.૧૨). હકીકતમાં આ દ્રષ્ટાઓને મતે આત્મા એક અને અદ્વિતીય છે. અને તેમ હાઈને, નથી તે એવું કંઈ જ કામનો વિષય બની શકે, કે નથી તે એવું કંઈ જેનાથી ભય પામવાનો રહે. એ એક સીધી, સાદી ને સાચી વાત છે કે જ્યાં ત હોય છે ત્યાં ભયની શક્યતા હોય છે. જ્યારે વાઘ અને સનુષ્ય બને હોય, ત્યારે જ મનુષ્યને ભયભીત થવાનું કારણ હોય છે. અહીં એક ટૂંકી પણ રસપ્રદ વાત ઉપનિષદ્દમાંથી (હદા૦ ૧૪.૧.૨) આપું: “શરૂઆતમાં એકલે આમા જ હતો. તેણે આજુબાજુ જોયું તો ત્યાં પિતાના સિવાય બીજું કશું જ ન હતું. અને તેને બીક લાગી. તેથી આજે પણ માણસ એકલો હોય ત્યારે બીએ છે. પછી આત્માએ વિચાર કર્યો? ‘અહીં મારા સિવાય બીજું કોઈ છે તો નહિ, તો પછી હું કોનાથી બીઉં છું?” એવો વિચાર કરતાં એની બીક જતી રહી, કારણ કે બીક તો પિતાના સિવાય બીજું કઈ હોય તો તેમાંથી ઉદ્દભવે છે (દ્રિતિયા માં મારો.” આમ આત્માને સાક્ષાત્કાર થતાં કામમાંથી જ નહિ બલકે ચિંતા, મુશ્કેલી અને દુઃખમાંથી ય સંપૂર્ણ મુક્તિ મળે છે. વેદાન્તીઓ ઉપરાંત આત્મામાં માનનાર બીજા ઉપદેશકો પણ એવા મતના છે કે કામશમન દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે. ઉદાહરણાર્થ, જેમને મુખ્યપણે વૈદિક ક્રિયાકલાપ સાથે જ લેવાદેવા છે તે યાજ્ઞિકે કે મીમાંસકે પણ પોતાના અનુયાયીઓને કામ્ય કર્મો (ફળની કામના સહિત કરાતાં કર્મો) કરવા સામે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે અને નિત્ય (આવશ્યક યા ફરજરૂપ) અને નૈમિત્તિક (પ્રાસંગિક) કર્મો કરવાની જ સલાહ આપે છે. ભક્તિમાર્ગીઓને ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા હોઈ તેમને કામનામાંથી મુક્ત થવાનો સરળ માર્ગ મળી ગયા છે. તેઓ પોતાને માટે કંઈ જ રાખતા નથી, બધું જ પોતાને ઈશ્વરને અર્પણ કરી દે છે. ભક્તિની મૂર્તિ જેવા પ્રહૂલાદનાં થોડાંક વચને આપણું દેશના ઉત્તમ કેટિના ભક્તિગ્રંથ “ભાગવતમાંથી ઉદ્ધત કરવાનું મને મન થાય છે. ભગવાને પ્રલાદને દર્શન દીધાં અને પસંદ કરી એક વર માગવા કહ્યું, તેમ જ જણાવ્યું કે પોતે દરેકની આશા હંમેશ પૂરી કરે છે એટલે તેની આશા પણ પૂરી કરશે. ઉત્તરરૂપે નીચે પ્રમાણે પ્રહૂલાદની પ્રાર્થના છે; Page #49 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના હે પ્રભુ! જન્મથી જ વિષયોમાં હું આસક્ત છું, હવે આ વરોથી મને લોભાવો નહીં. હું એ ભોગોના સંગથી ડરી, એમના દ્વારા થતી તીવ્ર વેદનાનો અનુભવ કરી એમનાથી છૂટવાની ઈચ્છાથી જ આપને શરણે આવ્યો છું. હે ભગવાન! મારામાં ભક્તનું લક્ષણ છે કે નહિ—એ જાણવા માટે આપે આપના ભક્તને વિષયભોગો માગવાને પ્રેર્યો છે. આ વિષયભોગો હૃદયની ગાંઠને મજબૂત કરવાવાળા તથા વારંવાર જન્મ-મૃત્યુના ફેરામાં ફસાવનારા છે. હે જગદગુરુ ! વિષયભેગો માગવા પ્રેરવામાં ભક્તની પરીક્ષા કરવા સિવાય બીજુ કોઈ કારણ મને લાગતું નથી, કેમ કે આપ પરમ દયાળુ છો. તમારી પાસેથી જે કામનાઓ પૂરી કરવા ઈચ્છે છે તે સેવક નથી; એ તે લેવડ-દેવડ કરનાર વેપારી છે. જે સ્વામી પાસેથી પોતાની કામનાઓને પૂરી કરવાનું ઈચ્છે છે તે સેવક નથી; અને જે સેવક પાસેથી સેવા લેવા માટે, તેના સ્વામી બનવા માટે તેની કામનાઓ પૂરી કરે છે તે સ્વામી નથી. હું આપને નિષ્કામ સેવક છું અને આપ મારા નિરપેક્ષ સ્વામી છે. જેમ રાજા અને એના સેવકને તો પ્રજનવશ સ્વામી-સેવક સંબંધ હોય છે, એ સંબંધ તે મારી અને આપની વચ્ચે નથી. હે મારા વરદાયીશિરોમણિ સ્વામી! જે મને મારા મુખે માંગેલું વર આપવા જ ઈચ્છતા હો તે એ વર આપો કે મારા હૃદયમાં ક્યારેય કોઈ કામનાનું બીજ ન ફૂટે. ૫ તાત્રિકે એ સૂચવેલે કામશમનનો ઉપાય ઘણો વિચિત્ર છે. તેમને મતે ડાહ્યા માણસો કામથી જ કામનો નાશ કરે છે. તેઓ કહે છે: “જેમ કાનમાં ૨૫. ના.માં પ્રોમોQજ્યાડસ છાપુ તૈઃ | तत्सङ्गभीतो निर्विण्णो मुमुक्षुस्त्वामुपाश्रितः ।। भृत्यलक्षणजिज्ञासुभक्तं कामेष्वचोदयत् । भवान् संसारबीजेषु हृदयग्रन्थिषु प्रभो ! ॥ नान्यथा तेऽखिलगुरो! घटेत करुणात्मनः । यस्त आशिष आशास्ते न स भृत्यः स वै वणिक् ।। आशसानो न वै मृत्यः स्वामिन्याशिष आत्मनः । न स्वामी भृत्यतः स्वाम्यमिच्छन् यो राति चाशिषः । अहं त्वकामस्त्वद्भक्तस्त्वं च स्वाम्यनपाश्रयः । नान्यथेहावयोरर्थो राजसेवकयोरिव ।। यदि दास्यसि मे कामान् वरांस्त्वं वरदर्षभ । १५. ., कामानां हृद्यसंरोहं भवतस्तु वृणे वरम् ॥ ભાગવતપુરાણ, ૭.૧૦-૨-૧૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ તને બતાવેલે ઉપાય પાણી નાખી પાણી કાઢવામાં આવે છે, જેમ કાંટાથી કાંટે કાઢવામાં આવે છે, તેમ ડાહ્યા માણસે કામથી કામને કાઢે છે, રાગથી રાગને જીતે છે. જેમ બેબી મલીન ચીજથી મલીન વસ્ત્રને નિર્મળ કરે છે તેમ ડાહ્યા માણસે મળથી પિતાને નિર્મળ કરે છે. રજ ઘસવાથી જેમ દર્પણ શુદ્ધ થાય છે તેમ જ્ઞાનીઓથી લેવાયેલા દોષો દનો નાશ કરે છે. લોઢાનો ગઠ્ઠો પાણીમાં નાખીએ તો ડૂબી જાય છે, પણ જ્યારે તેને ટીપી વહાણ બનાવવામાં આવે છે ત્યારે તે તરે છે અને બીજાને પણ તારે છે. તેવી જ રીતે જ્યારે ચિત્તને પ્રજ્ઞાથી દઢ કરવામાં આવે છે ત્યારે કામોને (કામના વિષયોને) ભોગવવા છતાં તે કામેથી (કામના વિષયોથી ) મુક્ત રહે છે અને બીજાને મુક્ત કરે છે. મિથ્યાજ્ઞાનીઓને કામના વિષયોને ભોગ બંધન બને છે, જ્યારે જ્ઞાનીએને કામના વિષયોને ભોગ મોક્ષસાધક બને છે. વિધિપૂર્વક લીધેલું ઝેર પણ જીવનદાયી અમૃતનું કામ કરે છે, જ્યારે ઘી, પરાઠા જેવો બલપ્રદ ખોરાક પણ ચગ્ય રીતે ન લઈ એ તો ઝેરની જેમ વર્તે છે. ઘીને જ્યારે મધ સાથે સમભાગે મેળવવામાં આવે છે ત્યારે તે ઝેર બને છે, પરંતુ એને જ વિધિપૂર્વક લેવામાં આવે તો તે ઉત્કૃષ્ટ પિષક રસાયનનું કામ કરે છે અને નબળાઈ અને રોગો દૂર કરે છે. જેમ તાંબું પણ તેના ઉપર પારાનો પ્રયોગ કરવામાં આવતાં સેનું બની જાય છે, તેમ જે સમ્યકજ્ઞાનીઓ છે તેમની બાબતમાં કલેશે પણ કલ્યાણસાધક બની જાય છે.* ૨૬. ચિત્તવિશુદ્ધિકરણ, સંપા. પ્રભુભાઈ પટેલ; વિશ્વભારતી ગ્રંથમાળા, ૧૯૭૩: कर्णाज्जलं जलेनैव कण्टकेनैव कण्टकम् । रागेणैव तथा रागमुद्धरन्ति मनीषिणः ।।३७॥ यथैव रजको वस्त्रं मलेनैव तु निर्मलम् । कुर्याद् विद्वांस्तथात्मानं मलेनैव तु निर्मलम् ॥ ३८ ॥ यथा भवति संशुद्धो रजोनिर्वृष्टदर्पणः । सेवितस्तु तथा विज्ञैर्दोषों दोषविनाशनः ॥ ३९ ॥ लौहपिण्डो जले क्षिप्तो मज्जत्येव तु केवलम् । पात्रीकृतं तदेवान्यं तारयेत् तरति स्वयम् ॥ ४० ॥ तद्वत् पात्रीकृतं चित्तं प्रज्ञोपायविधानतः । भुजानो मुच्यते कामान मोचयत्यपरानपि ॥ ४१ ।। दुर्विजैः सेवितः कामः कामो भवति बन्धनम् । स एव सेवितो विज्ञैः कामो मोक्षप्रसाधक: ॥ ४२ ॥ [ અનુસંધાન પૃ૦ ૪૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના હવે આપણે ભગવાન બુદ્ધ તરફ વળીએ. તેમને મતે સત્ય, પરમાર્થ શું છે? આપણે જોયું તેમ તેમની દેશના વિશે ઘણું મતભેદે છે. વિદ્વાને હજુ ય એ મુદ્દા ઉપર ચર્ચાઓ ચલાવી રહ્યા છે. તેમ છતાં સૌ કોઈ એ વાત તે સ્વીકારે છે કે બુદ્ધ તેમના પુરોગામીઓએ સ્વીકારેલા સિદ્ધાન્તથી તદ્દન ઊલટો અનાત્મવાદ સિદ્ધાન્ત પ્રબળે. પરંતુ સારા વાતાવરણમાં ગુંજી રહેલા ઉપનિષદના આત્માના સિદ્ધાંતની સામે તેઓ આવા વિચિત્ર નિર્ણયે કેમ પહોંચ્યા? મને લાગે છે કે ઉપનિષદ્દના આત્માને સિદ્ધાતે જ તેમને એ નિર્ણયે પહોંચાડ્યા છે. કામને ક્ષય કરે જ જોઈએ એ એમની, એમના પુરોગામીઓની જેમ, દઢ પ્રતીતિ હતી. અને તેમણે જ્યાં કામનું સ્થાન છે, જ્યાં કામ ઉદ્દભવે છે તે પિતાની જાતમાં જ શોધ ચલાવી કે કામનું મૂળ શું છે ? એ તો આપણા રોજિંદા અનુભવની વાત છે કે જેના પ્રત્યે આપણને રાગ હોય છે તેની આપણને ઈચ્છા, કામના થાય છે. અને તેના પ્રત્યે જેટલો રાગ વધારે તેટલી તેની કામના વધારે. હવે, જગતમાં સૌથી વધારે કઈ ચીજ પ્રત્યે આપણને રાગ છે? આત્મા પ્રત્યે. આપણે આપણું બધું જ તજી દઈ શકીએ, પરંતુ આપણે આપણા આત્માને છેડી દેવાના વિચાર માત્રથી ધ્રુજી ઊઠીએ છીએ. માણસને સ્વર્ગનું રાજ આપે અને કહો કે તે તેને ત્યારે જ સ્વીકારી શકે જ્યારે તે એક શરત પાળે કે તેણે પિતાની જિંદગી ત્યજી દેવી. ચોક્કસ તે સ્વર્ગના રાજને સ્વીકાર નહિ કરે. જ્યારે તેનું પોતાનું જ અસ્તિત્વ ન હોય ત્યારે તે માણસ સ્વર્ગને રાજને શું કરે ? આમ સૌથી વધારે જેના તરફ આપણે રાગ અનુભવીએ છીએ તે આત્મા છે, કારણ તેના કરતાં વધુ રાગ જેના તરફ આપણને હોય તેવી કોઈ ચીજ નથી. તેથી જ ઉપનિષદ (બૃહદા ૧.૪.૮) “આત્મા દીકરા કરતાં વહાલો છે; ધન કરતાં વહાલો છે; બીજી બધી વસ્તુઓ કરતાં વહાલો છે; તે બીજી બધી વસ્તુઓ કરતાં આપણી વધારે અનુસંધાન પૃ૦ ૪૧થી ] यथैव विधिवद् भुक्त विषमप्यमृतायते । दुर्भुक्तं घृतपूपादि बलवत् तु विषायते ।। ४३ ॥ घतं च मधुसंयुक्तं समांशं विषतां व्रजेत् । तदेव विधिवद् भुक्तमुत्कृष्टं तु रसायनम् ।। ५० ।। रसस्पृष्टं यथा तानं निर्दोषं काञ्चनं भवेत् । ज्ञानविदस्तथा सम्यक् क्लेशाः कल्याणसाधकाः ॥ ५१ ।। Page #52 -------------------------------------------------------------------------- ________________ સૌથી વહાલે આત્મા નજીક છે. જે માણસ આત્મા સિવાયની બીજી કોઈ વસ્તુને વહાલી ગણે છે, તેને જે કઈ એમ કહે, કે “તારી વહાલી વસ્તુ નાશ પામશે, તો તે વાત સાચી છે, કારણ કે એવી વસ્તુ ખરેખર નાશ પામે એવી હોય છે. તેથી માણસે આત્માને જ વહાલો માનવો જોઈએ, ને તેની જ ઉપાસના કરવી જોઈએ. જે માણસ આત્માને જ વહાલે માને છે અને તેની જ ઉપાસના કરે છે, તેની વહાલી વસ્તુ કદી નાશ પામતી નથી.” હકીકતમાં આત્મા જ આપણા રાગનો એક માત્ર વિષય છે. આપણે બીજી વસ્તુઓને ચાહીએ છીએ એની ના નહિ, પરંતુ તે તો તેના તેમની સાથેના સંબંધને કારણે. તમારામાંથી ઘણુંને ખૂબ જ જાણીતી નીચે આપેલી ઉપનિષદ્દની (બૃહદા૨ ૨.૪.૫) કંડિકામાં કહ્યું છે તેમ ખરેખર તો આપણે બીજી વસ્તુઓને ચાહવા દ્વારા આત્માને જ ચાહીએ છીએ? આપણે પતિની કામના કરીએ છીએ, પરંતુ તે કામના આપણે ખરેખર પતિને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ. આપણે પત્નીની કામના કરીએ છીએ, પરંતુ તે કામના આપણે ખરેખર પત્નીને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ. આપણે દીકરાની કામના કરીએ છીએ, પરંતુ તે કામના આપણે ખરેખર દીકરાને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ. આપણે ધનની કામના કરીએ છીએ, પરંતુ તે કામના આપણે ખરેખર ધનને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ. વગેરે વગેરે. ઉપનિષદના આ અને આવા ગદ્યપદ્ય ખંડમાં નિરૂપિત આત્માના સ્વભાવ ઉપર ચિંતન કરતા કરતા પ્રાચીન કાળના આપણે કેટલાક ઋષિમુનિઓએ દુઃખ અને કલેશેનો સંપૂર્ણ નાશ કરવા માટે પ્રથમ વ્યાખ્યાનમાં વર્ણવ્યા પ્રમાણેને વિશિષ્ટ માર્ગ અપનાવ્યું. અને તેમણે યાજ્ઞવલયે પિતાની પત્ની મૈત્રેયીને કહેલા શબ્દો દ્વારા ઘેષણા કરી કેઃ ખરેખર આત્માને જાણવો જોઈએ, તેના વિશે સાંભળવું જોઈએ, તેનો વિચાર કરવો જોઈએ, તેનું ધ્યાન ધરવું જોઈએ; આત્માને જાણવાથી, તેના વિશે સાંભળવાથી, તેનો વિચાર કરવાથી તેનું ધ્યાન ધરવાથી, હે મૈત્રેયી! આ બધાનું જ્ઞાન થાય છે.” (બૃહદા૨ ૨.૪.૫.). ભગવાન બુદ્ધ એનો સ્વીકાર નથી કરતા એમ નહિ, પરંતુ તેમનો આત્માનો સાક્ષાત્કાર ખુદ ઉપનિષદના અનુયાયીઓ કરતાં તદ્દન જુદો હત– જો કે આત્મસાક્ષાત્કાર જે પ્રજનને સિદ્ધ કરવા માટે છે તે પ્રયોજનની બાબતે કોઈ મતભેદ ન હતો. Page #53 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના પિતાના રાગનો મોટામાં મેટ વિષય આત્મા છે અને તેથી અવશ્યપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કામને વિષય પણ તે આત્મા છે એવું ભગવાનને લાગ્યું હતું એ વાત નિઃશંક છે. પરંતુ તેમને એ પણ લાગ્યું હતું કે જ્યાં કામ છે ત્યાં તેનાં દુષ્ટ પરિણામે–દુઃખ અને યાતનાઓ–પણ હોવાં જ જોઈએ. પિતાના અતિ પ્રિય પૌત્રને ગુમાવનાર વિશાખાને એક વાર ભગવાને કહ્યું હોવાનું કહેવાય છે કેઃ ' “જગતમાં જે કંઈ શેક, વિલાપ કે અનેક પ્રકારનાં દુઃખ છે તે બધાં રાગને કારણે છે. જે રાગ ન હોય તે તેમનું પણ અસ્તિત્વ ન હોય. તેથી, જેમને જગતમાં ક્યાંય રાગ નથી તેઓ સુખી છે અને શંકરહિત છે. વળી તેથી જ જેમને દેષરહિત અને શોકરહિત (વિજ્ઞ અને ૩ોવ= નિર્વાણ) થવું હોય તેમણે જગતમાં કોઈ પણ ચીજ પ્રત્યે રાગ કરવા જોઈએ નહિ.૨૭ આ માનસિક વલણ રાખીને અને જગત ક્ષણિક અને દુઃખમય છે એ પ્રતીતિથી ખૂબ પ્રભાવિત થઈને અને ઉપનિષદમાં એમના પુરોગામીઓએ નિરૂપેલાં આત્માનાં લક્ષણો–સ્વતંત્રતા, નિત્યતા અને આનંદ—ઉપર વારંવાર ચિન્તન કરીને, ભગવાન બુદ્ધ પિતાના હૃદયમાં આત્મા ક્યાં છે તેની શોધ કરવા માંડી. તેમને ક્યાંય મળે નહિ. તેમને પ્રતીતિ થઈ કે આમા નામમાત્ર કે કલ્પનામાત્ર (પ્રજ્ઞપ્તિસત્) છે, તે કઈ વાસ્તવિક દ્રવ્ય (દ્રવ્યસત ) નથી, કારણ કે જેને આત્મા ગણવામાં આવે છે તેને ઉપર વર્ણવેલ સ્વભાવ નથી. તો તે શું છે? તે રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન એ પાંચ સકો સિવાય બીજું કંઈ જ નથી. તે આમાંના દરેકનું પૃથક્કરણ કરે છે અને શિષ્યને વેધક પ્રશ્નો પૂછે છે જેથી આત્મા વિશે ખરું સત્ય તેઓ સમજી શકે. અહીં નીચે સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવેલ વિનયપિટકમાં ર૭. જે જ સોજા પરિવિત વાં दुक्खा च लोकस्मिं अनेकरूपा । पियं पटिच्चेव भवन्ति एते पिये असन्ते न भवन्ति एते ॥ तस्मा हि ते सुखिनो वीतसोका येस पियं न अत्थि कुहिं चि लोके । तस्मा असोकं विरजं पत्थयानो पियं न कयिराथ कुहिं चि लोके ॥ ઉદાન, ૮.૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મા શું છે ? આવતા અને પૂર્ણ કે અંશતઃ બીજા સૂત્રમાં ઘણી જગ્યાએ પણ મળી આવતા એક ગદ્યાશ તરફ તમારું ધ્યાન દોરું છું. પછી ભગવાને પાંચ ભિખુઓને ઉદ્દેશી કહ્યું: હે ભિખુઓ ! રૂપ એ આત્મા નથી. જે રૂપ એ આત્મા હોત તો રૂપમાં રોગ ન થાત અને રૂપને વિશે એમ કહેવું શક્ય બનત કે “મારું રૂપ આવું છે અને આવું ન હૈ.પરંતુ આ રૂપ આત્મા ન હોઈને તેમાં રેગ પેદા થાય છે અને એને વિશે એમ કહેવું શક્ય નથી કે “મારું રૂપ આવું હોય અને આવું ન હો.” હવે હે ભિખુઓ તમે રૂપને નિત્ય માને છે કે અનિત્ય?” અનિત્ય, ભગતે !” પણ જે અનિત્ય છે તે દુઃખ છે કે સુખ?” દુઃખ, ભતે !” “હવે જે અનિત્ય છે તે દુ:ખપૂર્ણ છે, વિકારી છે અને તેની બાબતમાં “આ મારું છે, આ હું છું, આ મારો આત્મા છે” એ કહેવું શક્ય છે?” બિલકુલ નહિ, ભન્ત.” આ જ રીતે ભગવાને બાકીના ચાર ક –વેદના. સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન–વિષે નિરૂપણ કરી એ જ નિર્ણયે ભિખુઓને પહોંચાડડ્યા કે તેમાંના કોઈને વિશે એમ કહેવું શક્ય નથી કે “આ મારું છે, આ હું છું, આ મારે આત્મા છે.” પછી તેમણે કહ્યું. ભિક્ષઓ! આવું જોઈને વિદ્વાન, આર્ય શિષ્ય એ પાંચેય સ્કન્ધ પ્રત્યે ઉદાસ બને છે. ઉદાસ થતાં તે રોગરહિત બને છે. વિરાગને કારણે તે મુક્ત થાય છે. મુક્ત થતાં “હું મુક્ત છું” એવું તેને જ્ઞાન થાય છે. અને તે જાણે છે કે તેનું આવાગમન નષ્ટ થઈ ગયું છે, તેનું જીવન સાર્થક બન્યું : છે, તે કૃતકૃત્ય બન્યો છે, હવે તેને દુનિયામાં કંઈ કરવાનું બાકી નથી.” (મહાવચ્ચ, ૧૬.૩૮-૪૭). વખતોવખત તેમણે પિતાના શિષ્યોને આપેલી બીજી દેશનાઓમાંથી પણ એ સ્પષ્ટ થાય છે કે તેમને મતે પાંચમાંથી કોઈ પણ એક સ્કન્ધ આત્મા નથી (જઈ નરમા, ઇત્યાદિ ); કે સ્કન્ધવાળો આત્મા નથી (રૂપવાન નિવ મારમા ઈત્યાદિ), જેમ છાયાવાળું વૃક્ષ છે તેમ; કે આત્મામાં સ્કન્ધ નથી Page #55 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના (નામનિ રૂપ, ઈત્યાદિ), જેમ ફૂલમાં સુગન્ધ છે તેમ કે સ્કમાં આત્મા નથી (બારમા , ઇત્યાદિ), જેમ પેટીમાં રત્ન છે તેમ. ૨૮ જેને બીજાં દર્શનો સ્વીકારે છે તે નિત્ય આત્માના અસ્તિત્વનો બુદ્ધ આ રીતે અને બીજી અનેક રીતે, જે એટલી બધી છે કે તે બધી ઉલ્લેખ થઈ ન શકે, ધરમૂળથી નિષેધ કર્યો અને એમ કરીને કામના પાયાને જ તોડી પાડ્યો. અહીં ઉપર ઉદ્દધત કરેલ સુત્તના વલણ અંગે એ વાતની નોંધ લેવાની છે કે એ વલણ આત્મદષ્ટિમાંથી ઉદ્દભવતા કામ કે રાગના ક્ષય દ્વારા મેક્ષે લઈ જવાની વાત કરે છે. આત્મદષ્ટિમાંથી કામ કેવી રીતે જન્મે છે તે બહુ વિશદ રીતે કેટલાક ગદ્યખંડેમાં જણાવાયું છે. એને સાર હવે હું તમને આપું છું. જે માણસ માને કે ખરેખર આત્મા છે, તો તેને અહંકાર દૂર ન થાય અને પરિણામે તેના દુઃખને ક્ષય ન થાય, કારણ કે કારણ હોતાં કાર્ય અવશ્ય થાય છે. જ્યારે માણસ આત્મા છે એવું માને છે ત્યારે તે પિોતાના શરીરને આત્માની સાથે અભેદ કરે છે અને તેમાંથી તેના પ્રત્યેને શાશ્વત ને જાગે છે. આ સ્નેહ સુખ માટેની તૃષ્ણને, કામને જન્મ દે છે. અને આ તૃષ્ણા માણસને તે જેનો ઉપભોગ કરવા ઇચ્છે છે એ વિષયોના દેશેનું જ્ઞાન થવા દેતી નથી. પરિણામે માણસ તે વિષયોમાં ગુણો કલ્પ છે, “તે મારા છે” એવું વિચારતાં તેને આનંદ થાય છે અને તેમને પ્રાપ્ત કરવાનાં સાધનો પ્રયોજે છે. વળી, જ્યારે આત્મદષ્ટિ હોય છે ત્યારે આત્માથી અન્ય એવી પર વસ્તુની દૃષ્ટિ (Fરટિ) પણ જાગે છે અને આ સ્વ-પરના વિભાગને કારણે રાગ અને દ્વેષની લાગણીઓ જન્મે છે. અને રાગ અને ૨૮. સંનિ. ૩.૩ (અદ્રકથા સહિત) : પમ્ અત્તતો સમનુસ્મત્તિ, વન્ત વા મત્તાનં, अत्तनि वा रूपं, रूपस्मि वा अत्तानं, अहं रूपं मम रूपम् । સુભા સં૦, પૃ. ૨૧ : रूपं नात्मा रूपवान् नैव चात्मा । रूपे नात्मा रूपमात्मन्यसच्च ॥ જુઓ નાગાર્જુનને સુહેલ્લેખ, જર્નલ એવું પાલિ ટેકસ્ટ સોસાયટી, ૧૮૮૬, પૃ. ૧૫ (શ્લેક ૪૯). Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્માને નિષેધ શા માટે? ૨૯ દ્વેષની સાથે બીજા દાષા જોડાયેલા હાઈ તેએના પણ ઉદ્દભવ થાય છે. તેથી એક જણ ભગવાન બુદ્ધની સ્તુતિ કરે છેઃ જો મનમાં અહંકાર હાય તા, જન્મપ્રબન્ધના નાશ થતા નથી; અને જો આત્મદૃષ્ટિ હેાય તેા હૃદયમાંથી અહકાર દૂર થતેા નથી. તમારા સિવાય જગતમાં બીજો કેાઈ નૈરાત્મ્યવાદી ઉપદેશક નથી. તેથી, ઉપશમ માટેના તમારા માર્ગ સિવાય ખીજો કાઈ માર્ગ નથી.’૩૦ આ જ વાત ચન્દ્રકીર્તિ તેના મધ્યમકાવતાર(૬.૧૨૩)માં કહે છે સઘળા ક્લેશે। અને દોષો આત્મદૃષ્ટિ( સત્કાયદૃષ્ટિ )માંથી ઉદ્ભવે છે એ ૨૯. યઃ પયત્યાત્માનં તસ્યામિતિ રાવતસ્નેહ । स्नेहात् सुखेषु तृष्यति, तृष्णा दोषांस्तिरस्कुरुते ॥ गुणदर्शी परितृषन् ममेति तत्साधनमुपादत्ते । तेनात्माभिनिवेशो यावत् तावत् तु संसारः ॥ आत्मनि सति परसंज्ञा स्व परविभागात् परिग्रह - द्वेषौ । अनयोः सम्प्रतिबद्धाः सर्वे दोषाः प्रजायन्ते ॥ " ૪૭ આચાય`પાદ( = નાગાર્જુન )ની આ કારિકાએ છે એમ કહી મેષિ૫૦માં (પૃ૦ ૪૯૨ ) તેમ જ ‘પદ્દનસમુચ્ચય’ઉપરની ગુણરત્નની ટીકામાં (બિમ્બ્લી૰ ઇન્ડિ॰, પૃ ૧૯૨ ) ઉદ્ધૃત કરવામાં આવેલી છે. છેલ્લી કારિકા અભિસમ૦ (પૃ૦ ૬૭)માં પણ ઉદ્ધૃત છે. ૩૦. આ સ્તુતિ ાત્રકાર માતૃચેટની કહેવાય છે, તેનું મૂળ આ પ્રમાણે છેઃ साहङ्कारे मनसि न शमं याति जन्मप्रबन्धो नाहङ्कारश्चलति हृदयादात्मदृष्टौ च सत्याम् । नान्यः शास्ता जगति भवतो नास्ति नैरात्म्यवादी नान्यस्तस्मादुपशमविधेस्त्वन्मतादस्ति मार्गः ॥ . તત્ત્વસ’૦૫૦(પૃ૦ ૯૦૫)માં ઉદ્ધૃત; 1323 B.S.માં વંગીય સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત પેાતાના ‘બૌદ્ધ ગાન એ દાહા'માં હરપ્રસાદ શાસ્ત્રીએ સંપાદિત કરેલી ‘ આશ્ચર્યંચર્યાચય ’(જેને ખોટી રીતે ‘ ચર્ચાચવિનિશ્ચય ’ નામ અપાયું છે)ની ટીકામાં પૃ૦ ૬૧ પર આગમ તરીકે ઉદ્ધૃત; અભિવ્કા ૯, પૃ૦ ૨૩૦. સાથે સાથે નીચે આપેલ શીલાંકની સૂત્રકૃતાંગ ઉપરની ટીકામાં (આગમેાદયસમિતિ, ૧૯૨૧) આવતા લેાક જુએ, ૧.૧૧ (પૃ૦ ૧૩૬) : माहमिति चैष यावदभिमानदाहज्वरः कृतान्तमुखमेव तावदिति न प्रशान्त्युन्नयः । यशःसुखपिपासितैरयमसावनर्थोत्तरैः परैरपसदः कुतोऽपि कथमप्यपाकृष्यते ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદનની પાયાની વિભાવના હકીકતનું દર્શન થયું હોઈને અને એ દષ્ટિનો વિષય આત્મા છે એ જાણ્યું હેઈને યોગી આત્માના અસ્તિત્વને નિષેધ કરે છે.૩૧ અને શાન્તરક્ષિત આપણને કહે છે કેઃ “અહંકારનો ઉપશમ થતાં જ મુક્તિ મળે છે એ મત અન્યતીથિકને પણ છે; પરન્તુ (તેઓ સમજતા નથી કે) જે આત્માનું અસ્તિત્વ હોય તો અહંકારને ઉપશમ થાય જ નહિ.૩૨ આત્માના નિષેધને નિરામ્ય કહ્યું છે. મૂળે તે “આત્મ” શબ્દનો અર્થ સ્વ-ભાવ (પિતાનું અસ્તિત્વ) છે. આ સ્વભાવ નથી તો ક્યારે ય જરા ય બદલાતો કે નથી તો પિતાના અસ્તિત્વ માટે બીજા પર આધાર રાખતો. જીવને આત્મા કહ્યો છે, કારણ કે જેઓ તેને માને છે તેમને મતે તેને સ્વભાવ ઉપર વર્ણવ્યો છે તેવો છે, તેનાથી વિહોણો તે કદી નથી અને અનિવાર્ય રીતે તે નિત્ય ગણાયો છે. નિરામ્ય બે પ્રકારનું છેઃ પુદ્દગલનેરામ્ય અને ધર્મને રામ્ય. પુદ્ગલ એ બીજું કંઈ નથી પણ જેને આપણે સત્વ, જીવ, પુરુષ, આત્મા વગેરે નામોથી ઓળખીએ છીએ તે છે. પુદ્ગલનેરામ્યથી આપણે એ સમજીએ છીએ કે જેને આપણે પુદગલ કે જીવ માનીએ છીએ તેને પોતાને સ્વતંત્ર સ્વભાવ નથી, પરિણામે તેનું ખરેખર બાહ્ય અસ્તિત્વ નથી અને તેથી તે વસ્તુ-સત્ નથી પણ તે દૈનંદિન જીવનના પ્રયોજનને સિદ્ધ કરવા માટે નામ, સંજ્ઞા, સંકેત તરીકે માત્ર કલ્પનામાં અસ્તિત્વ ધરાવે છે. આવી જ રીતે આપણી આજુબાજુની સઘળી વસ્તુઓ(= ધર્મો)ને પોતાને સ્વભાવ – આત્મા- નથી, કારણ કે તેઓનું અસ્તિત્વ કારણે (પ્રતાપુત્પાદ) ઉપર આધાર રાખે છે. આ છે ધર્મરાભ્ય. જેનો ક્ષય કરવા આપણે માગીએ છીએ તે કામના અસ્તિત્વને આધાર સ્વાભાવિક રીતે જ ગ્રાહ્ય અર્થ અને ગ્રાહક આત્મા અને ઉપર છે. આથી, પુદ્ગલનેરામ્ય દ્વારા ગ્રાહકનો નિષેધ કર્યો, જ્યારે ધર્મનૈરાશ્ય દ્વારા વિષયને દૂર કર્યો. આમ ગ્રાહ્ય કે ગ્રાહક બેમાંથી એકેયનું અસ્તિત્વ ન હોઈને કામને ૩૧. સાયષ્ટિામવાનોષાન क्लेशांश्च दोषांश्च धिया विपश्यन् । आत्मानमस्या विषयं च बुद्ध्वा योगी करोत्यात्मनिषेधमेव ॥ મધ્યમકાવ૦, ૬. ૧૨૦; મધ્યવૃ૦ ૩૪૦; જુઓ તત્ત્વસં૦, ૩૪૮૯. ૩૨. તત્ત્વસં૦, ૩૪૯૩. Page #58 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનવાદીનું અર્થઘટન ઉદ્દભવવાને કઈ અવકાશ રહેતો નથી, અને તેથી જ તો પરિણામે દુઃખ અને યાતનાઓ જેવા કામનાં દુષ્પરિણામોના ઉદ્દભવેને ય કઈ અવકાશ રહેતો નથી. જ્યારે બુદ્ધને વારંવાર કહેતા સાંભળીએ છીએ કે આ ત્રણ જગત ચિત્તમાત્ર કે વિજ્ઞાનમાત્ર છે ત્યારે ગાચાર કે વિજ્ઞાનવાદી તરીકે પ્રસિદ્ધ એ જે બુદ્ધના અનુયાયીઓને એક ખૂબ જ પ્રભાવક અને મહત્ત્વને વર્ગ છે તેની આગળ આપણે આવી પહોંચીએ છીએ. એમ માનવામાં આવે છે કે તેમણે તે અને તેવાં બુદ્ધવચનોના આશયને બરાબર રીતે સમજાવ્યો છે. તેઓ જણાવે છે કે ક્ષણિક વિજ્ઞાન જ એક માત્ર વસ્તુસત્ છે, પરમાર્થ છે. તેઓ સમગ્ર બાહ્ય જગતને સ્વપ્નદશામાં ચિત્તમાં ઊઠતા આકાર જેવું ગણી તેના સત્ત્વ ધરાર નિષેધ કરે છે. ઉપર હમણાં જ જેને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે પુદગલનેરામ્યને અને ધર્મરામ્યને પણ તેઓ સમજાવે છે. કામ, રાગ, વગેરે લેશે આત્મદષ્ટિમાંથી જ જમે છે અને તેથી જ તે જ્યારે પુદ્ગલનરામ્યનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તેઓ દૂર થઈ જાય છે. ધર્મનૈરાગ્યનો સાક્ષાત્કાર થતાં ધર્મો (= વસ્તુઓ) વિશેનું આપણું અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાન થાય છે કે વસ્તુઓ આપણને જેવી જણાય છે તેવી ખરેખર નથી, પરંતુ માત્ર વિજ્ઞાનના આકારરૂપ જ છે. આ અજ્ઞાન જ આવરણ છે, અને અંધકારની જેમ તે અજ્ઞાન રેય(તથતા)ને ઢાંકી દે છે, માટે જ તે અજ્ઞાનને ચાર૪ કહેવામાં આવે છે. જેનો નિર્દેશ ઉપર થયો છે તે લેશોને પણ આવરણ (રાય) ગણવામાં આવ્યા છે, કારણ કે તેઓ પણ પરમાર્થ(ત થતા)ને ઢાંકી દે છે, પરમાર્થનો સાક્ષાત્કાર થવા દેતા નથી. વળી જ્યારે ભગવાને બધી વસ્તુઓ (= ધર્મો) શૂન્ય છે (જા પર ધમ) ૫ એવું કહ્યાનું સાંભળીએ છીએ ત્યારે એટલે જ મહત્ત્વને અને પ્રભાવક એવો જે એમના માધ્યમિક તરીકે જાણીતા અનુયાયીઓને બીજે ૩૩. નિત્તમાર્ગ મો બિનપુત્રા ત વાતુર્મ | જુઓ દશભૂમિકસત્ર, સંપા. Rander, પૃ૦ ૪૯; વિશિl, સંપાLevi, ૫૦ ૩; મધ્યમકાવ૦, ૬.૨૩ (પૃ. ૧૮૧), સુભાષિતસં), પૃ. ૯; મધ્યમકવૃત્તિ, પૃ. ૪૩. ૩૪. માધ્યમિક તે આને એમ કહીને સમજાવશે કે ય, સમાપિત હોઈને, પિતે જ આવરણ છે. ૩૫. કાશ્ય૫૫૦, પૃ૦ ૯૪. w Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઔધ દર્શનની પાયાની વિભાવના વર્ગ છે તેની આગળ સમજવા માટે જઈ એ છીએ. આ શાખા પણ આપણને તે જ સ્થાન તરફ લઈ જાય છે —— અને નૈરાશ્ય પુદ્ગલનારાત્મ્ય અને ધર્મનૈરામ્ય તરફ - એટલે કે જેને અનુક્રમે બીજા શબ્દોમાં માધ્યમિકા પુદ્ગલશૂન્યતા અને ધમશૂન્યતા કહે છે, તે તરફ; કેમ કે, આ શાખાના આચાર્ચીને મતે પ્રત્યેક વસ્તુ પાતાના સ્વભાવ કે સ્વતન્ત્ર ભાવથી શૂન્ય હાઈ કશું જ સત્, વસ્તુસત્ નથી. અને પરિસ્થિતિ આવી હાઈ જે કાઈ વસ્તુ આપણી આગળ ઉપસ્થિત થાય છે તે બધી જ પેાતાના અસ્તિત્વ માટે, ભાવ માટે કારણા પર આધાર રાખે છે. આથી કોઈ પણ વસ્તુને પેાતાને સ્વભાવ કે પેાતાનું સ્વરૂપ છે એમ કહી શકાય નહી. આપણે વસ્તુને જોઈ એ છીએ એ તે નિઃશંક છે પરંતુ તે આપણી આગળ તેના આરેાપિત રૂપમાં રજૂ થાય છે, અને હિ કે પોતાના સ્વરૂપમાં. એક પ્રશ્ન ઊઠે છે કે : જો દૃશ્યમાન વસ્તુ એના અધ્યારાપિત રૂપમાં જ આપણને દેખાતી હાય તા, હકીકતમાં અધ્યારાપરહિત તે કેવી છે ? તેનુ સ્વરૂપ કેવુ છે ? આના જવાબ છે : ધર્માંતા ‘ ધર્મનું (વસ્તુનુ' ) ધર્મ ( વસ્તુ )૩૬ હેાવાપણું.' પણ ધર્માંતા એ શું છે? સ્વભાવ. સ્વભાવ એ શું છે? પ્રકૃતિ, અને પ્રકૃતિ ? જેને શૂન્યતા કહેવામાં આવે છે તે. શૂન્યતાના શે। અર્થ છે ? સ્વભાવશૂન્ય હાવાપણું ( નૈ:યામાન્ય ). અને એનાથી આપણે શુ સમજવુ ? તથતા. આ તથતા શુ છે? તેવા ભાવવાળા હાવું તે (તથામાય ), અર્થાત્ અવિકારતા અને સદૈવ સ્થાયિતાને ભાવ હાવા તે. ૭ વધારે સ્પષ્ટતા માટે, વસ્તુના (=ધર્મના ) સ્વભાવ તે જ છે જે પનિરપેક્ષ અને પરિણામે કૃત્રિમ છે. આમ પહેલાં જે ન હોય અને પછી અસ્તિત્વમાં આવે (×મૃત્યા માવ) તે વસ્તુના સ્વભાવ નથી. આથી અગ્નિનેા સ્વભાવ તેના ૩૬. ‘ ધર્માંનાં ધર્મતા'નેા સામાન્ય રીતે અનુવાદ કરવામાં આવે છે ‘તત્ત્વાતુ તત્ત્વ ’ (element of elements). ' ३७. यदि खलु तद् अध्यारोपाद् भवद्भिरस्तीत्युच्यते कीदृशं तत् । या सा धर्माणां धर्मता नाम सैव तत्स्वरूपम् । अथ केय धर्माणां धर्मता ? धर्माणां स्वभावः । कोऽयं स्वभावः १ પ્રવૃત્તિ: હ્રા ઐય પ્રવૃત્તિ: ? ચેચ શૂન્યતા । ય શૂન્યતા ? નૈઃસ્વામાન્યમ્ । મિત્ નૈઃસ્વાभाव्यम् ? तथता । केयं तथता ? तथाभावोऽविकारित्वं सदेव स्थायिता । सर्वदाऽनुत्पाद વામ્યાવીનાં પરનિરપેક્ષવાવૃત્રિમત્ત્વાર્ વમાન ૩ચ્યતે। મધ્ય‰, પૃ૦ ૨૬૪–૨૬૫. તથતાની સમજૂતી માટે જુએ! મધ્યાન્હવિભાગસૂત્રભાષ્યટીકા, સંપા॰ વિ॰ ભટ્ટાચાર્ય અને જી. તુચી, કલકત્તા, ૧૯૩૨, પૃ૦ ૪૧ (૧.૧પ-૧૬ ), ત્રિશિકા, સપા॰ લેવી, પૃ ૨૧. Page #60 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદીનું અર્થઘટન પ અનુત્પાદ સિવાય બીજુ કંઈ નથી, દાહકતા તેને સ્વભાવ નથી, કારણ કે તે પરતંત્ર છે અને પહેલાં ન હેાતાં પછી અસ્તિત્વમાં આવે છે. આમ નથી કશું ઉત્પન્ન થતું કે નથી કશુ નાશ પામતું, નથી કાઈ ના ઉચ્છેદ કે નથી કાઈ શાશ્વત, નથી કોઈ અભેદ કે નથી કોઈ ભેદ, નથી કંઈ આ લાકમાં આવતુ કે નથી કંઈ પરલેાકમાં જતું; માત્ર પ્રતીત્યસમુત્પાદ છે, જ્યાં બધા વાણીના પ્રપંચ શમી જાય છે (પ્રવચોપરામ ). વસ્તુઓને આ દૃષ્ટિએ જોતાં શૂન્યવાદી આચાર્ય સ્પષ્ટ કહે છે કે નિત્ય કે અનિત્ય જે કઈ આપણને અસ્તિત્વમાં જણાય છે તે હકીકતમાં અસત્ છે અને આકાશમાં દેખાતા અસત્ નગર જેવું જ છે. આમ આન્તર અને ખાદ્ય બધુ અસત્ હાઈ ને, જેને માટે પારિભાષિક સત્કાયદૃષ્ટિ૮ શબ્દ પ્રસિદ્ધ છે તે અહંકાર અને સમકાર સપૂર્ણ રીતે દૂર થાય છે, કારણ કે સત્કાયષ્ટિનાં ગ્રાહ્ય કે ગ્રાહક પાતે જ અસ્તિત્વ ધરાવતા નથી. સત્કાયષ્ટિ દૂર થતાં જ સંસાર શમી જાય છે, કારણ કે સંસારનાં સઘળાં મૂળા સત્કાયષ્ટિમાં છે, સત્કાયષ્ટિના નાશ થતાં તે બધાંના નાશ થાય છે. આમ, અહંકાર અને મમકારને, ૩૮. સત્કાયદૃષ્ટિ, પાલિ ભાષામાં સમ્રાર્યાદિ, એ શબ્દને એની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિને આધારે ભિન્ન ભિન્ન રીતે સમજાવવામાં આવ્યા છે. તેની મુખ્ય એ શકચ વ્યુત્પત્તિએ નીચે આપી છે (૨) સત્ + ાય (૨) સ્વ + હ્રાય. પ્રથમ (૨) વ્યુત્પત્તિને વિશે વિચાર કરીએ. સત્કાય શબ્દમાં રહેલ ‘સત્’ નીચેના ધાતુએમાંથી વ્યુત્પન્ન થઈ શકે~~ (અ) /સ્ ‘ હાવુ ’, સતના અર્થ આ વ્યુત્પત્તિને આધારે ‘ અસ્તિત્વ ધરાવવું ’ થશે; અને (ૐ) V સદ્ ‘ નાશ થા', સો અથ આ વ્યુત્પત્તિને આધારે ‘નાશ પામતું' એવા થશે. hjig અને hoai અનુક્રમે આ ચીની અને તિભેટી પાડે (વ)તું સમર્થાન કરે છે. સકાયષ્ટિની (૨) (અ) વ્યુત્પત્તિના શાબ્દિક અર્થ છે : અસ્તિત્વ ધરાવતા શરીર ( સ્કન્ધસમૃહ) ઉપરની ( આત્માત્મીયભાવની ) દૃષ્ટિ, સત્કાયદષ્ટિની (૨) (૩) વ્યુત્પત્તિનેા અર્થ છે નાશ પામતા શરીર ઉપરની ( આત્માત્મીયભાવની) દૃષ્ટિ. બીજી (૨) વ્યુત્પત્તિ સ્વ + ાય વિશે હવે વિચાર કરીએ. Childers અને બીજા વિદ્વાનાએ સૂચવ્યું છે કે સંસ્કૃત સ્વાય પાલીમાં સહાય અને પછી તુ દ્વિત્ય થતાં સહાય થાય છે જેમ અનુત્ત્વમાંથી પાલિમાં અનુદ્ય થાય છે તેમ. પ્રે. Walleser અનુસાર વ્યુત્પત્તિ સ્વત્-વ્હાય (પાલિ સવાયની) છે. સ્વત્ અહીં સ્વ માટે છે. જુએ સ્વચ્, મ ્ (જેમાં યત્, ત ્, અર્ વગેરેના પણ ઉમેરે। થઈ શકે). આ મતના સમર્થાંનમાં પ્રે॰ Walleserએ દર્શાવ્યુ છે તેમ કથાવત્યુ પાલી ટૅક્સ્ટ સેા, પૃ॰ ૮૬ )ના અનુવ્વત્તસલ્થને અષ્ટસાહસિકાપ્રજ્ઞાપારમિતા( બિબ્લી ઇન્ડિ)ના અનુપ્રાપ્તત્ત્વાર્થની સાથે સરખાવે; મહાવ્યુ૦ ૧૮ [ અનુસંધાન પૃ॰ પર Page #61 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધ દર્શનની પાયાની વિભાવના આત્મા-આત્મીયભાવને, બીજા શબ્દોમાં કહીએ તા સત્કાયષ્ટિને નિર્મૂળ કરવાનું એક માત્ર પ્રયાજન આ શૂન્યવાદીઓનુ હતુ..ૐ. પર અનાત્મસિદ્ધાન્ત કે શૂન્યતાસિદ્ધાન્ત ઉપર વારવાર શા માટે ભારપૂર્વક કહેવામાં આવ્યું તે જણાવવા પ્રાચીન સૂત્રમાંથી નીચેના ભાગ તમારી આગળ મૂકું છું....૪૦ ‘શૂન્યતામાં માનનારા દુન્યવી વિષયેાથી આકર્ષાતા નથી, કારણ કે તે વિષયા નિરાધાર છે, અનિશ્રિત છે. લાભથી તે હર્ષ પામતા નથી કે અલાભથી તે વિષાદ પામતેા નથી, યશથી અભિમાન કરતા નથી કે અપયશથી સ'કાચ પામતા નથી. નિન્દાથી તે ભાગતા નથી કે પ્રશંસાથી તે ફુલાઈ જતા નથી. તેને સુખ તરફ રાગ નથી કે દુઃખ તરફ વિરાગ નથી. જે આ રીતે જગતની અનુસધાન પૃ૦ ૫૧થી ] ૧૨; શતસાહસ્ત્રિકા પ્રનાપારમિતા, બિબ્લી ઇન્ડિ, પૃ૦ ૨૩, નાગાર્જુનની મ૦ કા, ૨૩.૫ જુએ જ્યાં સ્વાયદષ્ટિ શબ્દ વપરાયા છે અને ચંદ્રકીતિ તેને આમ સમજાવે છે : સ્વાયે દાિભાવૃષ્ટિ: 1 આના અ છે: પેાતાની કાયા કે સ્કન્ધા ઉપર અહત્વ અને મમત્વને ભાવ. વધુ વિગતે માટે જુએ ZDMG, ગ્રન્થ ૬૪, પૃ૦ ૬૮૧થી, અને Poussin : અભિન્કા, ૫, પૃ૦ ૧૫. આત્મવાદ, આત્મગ્રાહ, આત્મદૃષ્ટિ, આત્માભિનિવેશ એ સત્કાયદષ્ટિના પર્યાયે તરીકે વપરાતા શબ્દો છે. એનાં પરિણામેા માટે જુએ એધિપ્॰, પૃ૦ ૪૯૨; મધ્ય‰૦ પૃ૦ ૩૬૧; સુભાષિતસ૦, પૃ૦ ૨૪૭, ૩૯. મધ્ય‰૦ ૩૪૦ : आध्यात्मिकबाह्याशेषवस्त्वनुपलम्भेन अध्यात्मं बहिश्च यः सर्वथाऽहंकारममकारपरिक्षय इदमत्र तत्त्वम् | कायदृष्टिमूलकमेव संसारमनुपश्यंस्तस्याश्च सत्कायदृष्टेरालम्बनमात्मानमेव समनुपश्यन्नात्मानुपलम्भाच्च सत्कायदृष्टिप्रहाणं तत्प्रहाणाच्च सर्वक्लेशव्यावृत्तिं समनुपश्यन् प्रथमतरमात्मानमेवोपपरीक्षते । ૪૦. શિક્ષાસમુચ્ચમાં (પૃ૦ ૨૬૪) ઉષ્કૃત આ ધમ સંગીતિસૂત્ર : न शून्यतावादी लोकधर्मैः सहियतेऽनिश्रितत्वात् । न स लाभेन संहृष्यति, अलाभेन वा विमना भवति । यशसा न विस्मयतेऽयशसा न संकुचति । निन्दया नावलीयते प्रशंसया नानुलीयते। सुखेन न रज्यते दुःखेन न विरज्यते । यो ह्येवं लोकधर्मैर्न संह्रियते स शून्यतां जानाति । तथा शून्यवादिनो न क्वचिदनुरागो न विरागः । यस्मिन् रज्यते तच्छून्यमेव जानीते, शून्यमेव पश्यति । नासौ शून्यं जानीते यः क्वचिद् धर्मे रज्यते वा विरज्यते वा । तथा नासौ शून्यतां जानीते यः केनचित् सार्धं विग्रहं विवाद वा कुर्याच्छून्यमेव जानीते शून्यं पश्यतीत्यादि । Page #62 -------------------------------------------------------------------------- ________________ અનાત્મવાથી થતા લાભ પૂર્વ ચીજોથી, વિષયેાથી આકર્ષાતા નથી તે જ શૂન્યતાને સમજે છે. આથી જે શૂન્યતામાં માને છે તેને કશામાં રાગ નથી કે વિરાગ નથી, જેમાં રાગ થાય છે તે શૂન્ય જ છે એમ તે જાણે છે, સમજે છે. જગતની કોઈ પણ વસ્તુમાં જેને રાગ કે વિરાગ થાય છે તે શૂન્યતાને સમજતા નથી. કાઈકની સાથે જે ઝઘડા કરે છે કે વિવાદ કરે છે તે શૂન્યતાને જાણતા નથી, સમજતા નથી.’૪૧ અનાત્મસિદ્ધાન્તથી આપણને શે લાભ થાય છે તે નાગાર્જુને આ રીતે સમજાવ્યું છે : 'જો આત્મા જ ન હાય તેા આત્મભાવ ન હેાય અને જો આત્મભાવ ન હેાય તેા આત્મીયભાવ પણ ન હોય (જેમ, જયારે રથ પાતે જ બળીને ભસ્મ થઈ ગયા હૈાય છે ત્યારે તેનાં અગેા પણ અવશ્ય બળી જ ગયા હોય છે અને આપણે તેમને કાઈ પણ રીતે શેાધી શકતા નથી).૪૩ જ્યારે આપણા આત્મભાવ અને આત્મીયભાવ શમી જાય છે ત્યારે આપણે નિમ અને નિરહકાર બની જઈએ છીએ. ખાદ્ય અને આન્તર અને રીતે અહંભાવ અને મમભાવના ક્ષય થતાં બધાં ઉપાદાનાને-કામ, દૃષ્ટિ, શીલવ્રતગત શ્રદ્ધા ( ત્રિતવામી ) અને આત્મવાદને—પણ ક્ષય થાય છે. અને ઉપાદાનાના નિરોધ થતાં જન્મના નિરોધ થાય છે. આમ કર્યાં અને ક્લેશેાને નિરાધ થતાં મેાક્ષ પ્રાપ્ત થાય છે. આત્માત્મીયભાવને ઉપશમ મેાક્ષ ભણી લઈ જાય છે તે ઔદ્ધ દૃષ્ટિબિંદુ આપણે સમજ્યા. અહીં આપણને ભગવદ્ગીતાના ( ૨.૭૧ ) શબ્દો યાદ આવે છે જે મનુષ્ય બધી કામનાઓને ત્યજી દે છે, અને નિઃસ્પૃહ, નિમ અને નિરહકાર બનીને વિચરે છે તે શાન્તિ પામે છે.’૪૪ : ભારતનું સઘળું ધાર્મિક સાહિત્ય આ વિચારથી ઓતપ્રોત છે, અને તેથી તેના વિસ્તાર કરવા નકામા છે. છતાં, મને નરહિરના ‘ બેાધસાર ’ ૪૧. Bendall અને Rouseને અંગ્રેજી અનુવાદ જુએ. ૪૨. મધ્યકા૦ ૧૮.૨-૫: आत्मन्यसति चात्मीयं कुत एव भविष्यति । निर्ममो निरहङ्कारः शमादात्मात्मनीनयोः ॥ ममेत्यहमिति क्षीणे बहिर्धाऽध्यात्ममेव च । निरुध्यत उपादानं तत्क्षयाज्जन्मनः क्षयः ॥ कर्मक्लेशयान्मोक्षः । ૪૩, ચન્દ્રકીતિ સમજાવે છે તે પ્રમાણે. ४४. विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના (જ્ઞાનગંગતરંગિણી નામને વિભાગ, ૧૪)માંથી નીચેનો શ્લેક ઉદ્ધત કરવા દો: अहंताममतात्यागः कर्तुं यदि न शक्यते । अहंताममताभावः सर्वत्रैव विधीयताम् ॥ અહંતા અને મમતાનો ત્યાગ કરવો જોઈએ. જો તમે તે ન કરી શકતા હો તો અહંતા અને મમતાને ભાવ સર્વત્ર બધી વસ્તુઓમાં કેળો .”૪૫ આમ આપણે જોયું કે કાપશમના સમાન ધ્યેયની સિદ્ધિ માટે ઉપનિષદના અનુયાયીઓ નિત્ય અને આનંદમય આત્માના સાક્ષાત્કાર ઉપર ભાર મૂકે છે, જ્યારે બુદ્ધ પોતાના અનાત્મવાદ દ્વારા એના અસ્તિત્વને ધરમૂળથી નિષેધ કરે છે. આ અનાત્મવાદ સ્વીકૃત અર્થમાં આત્માનો નિષેધ કરે છે, વળી માને છે કે બધું અનિત્ય છે અને તેથી દુઃખનું કારણ છે, અને મકકમતાથી જણાવે છે કે જે દુઃખકર હોય તે આત્મા ન હોય. આપણે એ પણ જોયું કે બુદ્ધ અને બુદ્ધના અનુયાયીઓ સીધી કે આડકતરી રીતે કામને જ કેન્દ્રમાં રાખીને બધી વાત કરે છે. નિત્ય આત્માના અસ્તિત્વનો જ નિષેધ કરી બુદ્ધ ખરેખર એક હિંમતભય અને વિચિત્ર પગલું ભર્યું. અને મને ખાત્રી છે કે જેમ રાજા મિલિન્દ ભદન્ત નાગસેન સાથેના પોતાના સંવાદમાં આ બાબતે પ્રશ્નો પૂછયા હતા તેમ તમારામાંના ઘણું પૂછશે. રાજાએ ભદન્તને પૂછયું : હે ભદન્ત નાગસેન! જે નિત્ય આત્મા નથી તો કૃપા કરી કહો કે સંઘના સભ્યોને ચીવર, અન્ન, આગાર અને બીમારને જરૂરી ચીજો કેણ પૂરી પાડે છે ? આવી આપવામાં આવેલી ચીજોને ઉપભોગ કોણ કરે છે ? સદાચારી જીવન કોણ જીવે છે ? ધ્યાન કેણ કરે છે? આ સર્વોત્કૃષ્ટ માર્ગના ધ્યેયને–નિર્વાણને કે અહંપણાને —કાણુ પામે છે? જીવતા જીવોને હણે છે કોણ? ચોરી કોણ કરે છે? એશઆરામની દુન્યવી જિંદગી કોણ જીવે છે ? જુડું કોણ બોલે છે? ખૂબ માદક પીણાં કાણું પીએ છે ? ટૂંકમાં, આ જ જિંદગીમાં પોતાનાં કટુ ફળ દેનારાં પાંચ કુકર્મોમાંથી કોઈ પણ એકને કોણ કરે છે? વળી જે નિત્ય આત્મા હોય જ નહિ તો, ધર્મ-અધર્મ જેવું કંઈ રહેતું નથી, સારાં કે ખરાબ ૪૫. પ્રથકર્તાના શિષ્ય દિવાકર પોતાની ટીકામાં અહંતા મમતામાવ સમાસના છેલ્લા અવયવને કમાવ ગણી આખા સમાસને સમજાવે છે, પરંતુ એ તો સ્પષ્ટ છે કે તેને આપણે સ્વીકાર ન કરી શકીએ. Page #64 -------------------------------------------------------------------------- ________________ અનાત્મવાદ સામેની દલીલ પN કર્મો કરનાર કે કરાવનાર જેવું કંઈ રહેતું નથી, સારા કે ખરાબ કર્મોનાં ફળ કે પરિણામ જેવું કંઈ રહેતું નથી. જે કોઈ માણસ આપને મારી નાખે તો ખૂન જેવું કંઈ થતું નથી એવું, હે ભદન્ત, જે આપણે વિચારીએ તો એમાંથી એવું ફલિત થાય કે આપના સંઘમાં કઈ ખરા બુદ્ધો અને ઉપદેશકો નથી અને તમારા આદેશે શૂન્ય છે, અર્થવિહીન છે.” આ અને આવા બીજા વાંધાઓ આત્મનિષેધ સામે રજૂ કરાયા છે, અને અનુકૂળતા ખાતર તેમને ટૂંકમાં નીચે પ્રમાણે આપી શકાય? જે એક દિવસ અસ્તિત્વમાં આવે છે અને બીજે દિવસે કે કઈક બીજે કાળે નાશ પામે છે તે અનિત્ય છે, અને જે ક્ષણિક અર્થાત્ પ્રતિક્ષણ પરિવર્તન પામે છે તે પણ અનિત્ય છે. દરેક વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા કરે છે એ હકીકત છે. અને બુદ્ધના પહેલાં એ હકીક્ત પ્રસિદ્ધ હતી, પરંતુ બુદ્ધના પુરોગામીઓએ આત્મા(પુરુષ)ની બાબતમાં અપવાદ કર્યો (ક્ષvicરિવર્તનો દિ મા તે ચિત્તા), જ્યારે બદ્ધોએ તે વાત છેક છેવટ સુધી લંબાવી અર્થાત્ આત્માને પણ લાગુ પાડી. બૌદ્ધ માન્યતા વિશે વિચાર કરતી વેળા અનિત્યતાથી આપણે આવી ક્ષણિકતા સમજવાની છે. - હવે, જે નિત્ય આત્મા ન હોય અને જે બધું જ ક્ષણિક હોય તો મનુષ્ય અને કર્મ-ફળ વચ્ચે કોઈ પણ રીતે સંબંધ ઘટશે નહિ, કારણ કે જે મનુષ્ય એક ક્ષણે કર્મ કરે છે તે બીજી ક્ષણે જ્યારે કર્મનું ફળ ભોગવવાનું આવે છે ત્યારે તેનો તે જ રહેતો નથી. એ જ રીતે જે મનુષ્ય ફળ ભેગવે છે તે કર્મનો કર્તા હોતો નથી, કારણ કે બન્ને ક્ષણો ભિન્ન છે. અને ઉપર કહ્યું તે ઉપરથી ફલિત થાય છે કે કમ ખરેખર કર્યું હોવા છતાં તે તેનું ફળ તેના કરનારને આપી શકતું નથી, અને આમ કૃતનાશ થાય છે; વળી જ્યારે ફળ આવે છે ત્યારે હકીકતમાં કઈ કમ હોતું નથી અને આમ અકૃતઆગમ થાય છે. ઉપરાંત, કાર્યકારણભાવની ય કોઈ શક્યતા રહેતી નથી, કારણ કે ભૂતકાલીન કે ભવિષ્યકાલીન કારણ કાર્ય ઉત્પન્ન કરી શકે નહિ. વર્તમાન કારણ પણ કાર્ય ઉત્પન્ન ન કરી શકે, કારણ કે તે ક્ષણિક હોઈ લાંબો વખત વર્તમાન રહી શકતું નથી. આવી જ રીતે બંધ કે મોક્ષ પણ ન ઘટી શકે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા કે સંશયપૂર્વકનો નિશ્ચય પણ શક્ય નથી. કોઈ માણસ પોતે કઈ ઠેકાણે સંતાડેલા ધનની શોધ પણ ન કરી શકે. ઇષ્ટ વસ્તુને જોઈને તેને વિશેના કુતૂહલને સંતોષવાની પણ શક્યતા રહેતી નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના આપણુ સમક્ષની આ સમસ્યાની તરફેણ અને વિરુદ્ધમાં પાર વિનાનું કહેવાયું અને લખાયું હોઈ અને અહીં તેની વિગતે ચર્ચા કરવાનો પ્રસંગ ન હોઈ અનાત્મવાદીઓએ તેમની સામે ઉપર જણાવ્યા પ્રમાણેને વાંધાઓના જવાબમાં જે બે મુખ્ય દલીલ આપી છે તે જ મારે કહેવી જોઈએ. પ્રથમ દલીલ કાર્યકારણભાવ પ્રતિનિયમને અનુલક્ષી છે. જે કાર્યકારણભાવના નિયમને સંતોષકારક રીતે દર્શાવી શકાય તે આત્માને વચ્ચે લાવવાના પ્રશ્નને કઈ અવકાશ ન રહે, કારણ કે તો પછી તેને સાવ કંઈ જ કરવાનું ન રહે. બૌદ્ધધર્મદર્શનમાં પ્રતીત્યસમુત્પાદનો પ્રસિદ્ધ નિયમ છે. તે નિયમ દર્શાવે છે કે વસ્તુની ઉત્પત્તિ કેવળ તેના મુખ્ય અને સહકારી કારણે ઉપર આધાર રાખે છે. એને સ્પષ્ટ કરવા એક દષ્ટાન્ડ આપું. જે સારુ બીજ હોય અને અનુકૂળ કારણો હોય તો બીજમાંથી અચૂક અંકુર ફૂટે છે અને અંકુરમાંથી પત્ર, પત્રમાંથી ગાંઠ અને ગાંઠમાંથી ડાંખળી એમ આ કમ ફળ સુધી ચાલે છે. અને એ તો સ્પષ્ટ જ છે કે અહીં આત્મા વચ્ચે આવતે જ નથી, કારણ કે એને માટે કરવાનું અહીં કંઈ જ નથી. જે બીજ ન હોય અને જમીન, પાણી, તાપ, હવા, અવકાશ, ઋતુ જેવાં બીજાં સહકારી કારણો ન હોય તો અંકુર, પત્ર વગેરે કંઈ જ થાય નહિ. હવે જ્યારે બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે ત્યારે નથી તો બીજ એમ વિચારતું કે હું અંકુરને ઉત્પન કરું છું કે નથી તો અંકુર એમ વિચારતું કે હું બીજમાંથી ઉત્પન્ન થાઉં છું. એ જ રીતે જેનો નિર્દેશ ઉપર કર્યો છે તે જમીન અને બીજા સહકારી કારણે પણ એમ વિચારતાં નથી કે અમે અંકુરની ઉત્પત્તિમાં પોતપેતાને અનુરૂપ કાર્યો કર્યા છે અને અંકુર પણ એમ વિચારતું નથી કે મને આ સહકારી કારણોએ ઉત્પન કર્યું છે.* વળી અંકુર નથી સ્વયંકૃત, નથી પરકૃત, નથી સ્વ-પરકૃત, નથી ઈશ્વરકૃત, નથી પ્રકૃતિકૃત, નથી કાલપરિણામ, નથી એકકારણાધીન કે નથી અહેતુક. ૪૬, પ્રતીત્યસમુત્પાદ એ જ ઈદમ્બયતા અને ધર્મસંકેત છે. જુઓ નેધ પ૧, પર. ४७. न च प्रत्ययसामग्र्या जनयामीति चेतना । न चापि जनितस्यापि जनितोऽस्मीति चेतना ।। આધિ, ૬.૨૬ મહાયાન ગ્રંથોમાં ઉદ્ધત શાલિમ્બસૂત્રને આધારે આ લેક લખાયેલ છે એ સ્પષ્ટ છે બોધિ૦૫૦, પૃ. ૪૮૧, પ૭૭; શિક્ષા સમુહ, પૃ. ૨૨૦, ૨૨૫, મધ્યવૃ૦, પૃ૦ ૫૬ ૨, ૫૬ ૬, Page #66 -------------------------------------------------------------------------- ________________ નામ અને રૂપ આ પ્રતીત્યસમુત્પાદમાં શાશ્વતતા, ઉચછેદ કે સંક્રાન્તિનો પ્રશ્ન જ ઊભે. થતો નથી. બીજ અને અંકુરનો અભેદ નથી, કારણ કે તે તો નવું સ્પષ્ટ છે કે તે બે ભિન્ન વસ્તુઓ છે, અને એ તો દેખાય જ છે કે જ્યારે બીજ નાશ પામે છે ત્યારે અંકુર અસ્તિત્વમાં આવે છે. આથી અંકુત્પત્તિમાં શાશ્વતતા રહેલી છે એમ માની શકાય જ નહિ. નથી તેમાં ઉચ્છેદ રહેલો; કારણ કે જે બીજ સર્વથા નષ્ટ નથી થયું તેમ જ સર્વથા અવિનષ્ટ નથી રહ્યું તેમાંથી અંકુર અસ્તિત્વમાં આવે છે. ત્રાજવાના એક પહેલાનું નીચે જવું અને બીજાનું ઊંચે જવું જેમ એક જ ક્ષણે થાય છે તેમ જ ક્ષણે બીજ નાશ પામે છે તે જ ક્ષણે અંકુર અસ્તિત્વમાં આવે છે. વળી, બીજ અન્ય અને અંકુર પણ અન્ય એવું હોઈને એમ પણ ન કહી શકાય કે બીજ અંકુરમાં સંક્રાન્ત થાય છે. હવે જેમ ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે બીજ જેવી બાહ્ય ભૌતિક વસ્તુઓનું અસ્તિત્વ પ્રતીત્યસ મુત્પાદના નિયમ સિવાય બીજા કશા ઉપર આધાર રાખતું નથી તેમ આધ્યાત્મિક ભૌતિક વસ્તુઓ અર્થાત્ જેને આપણે જીવ કહીએ છીએ તેના શરીર અને મનની ઘટક વસ્તુઓ પણ પિતાના અસ્તિત્વ માટે આત્માને બિલકુલ વચ્ચે લાવ્યા વિના પ્રતીત્યસમુત્પાદ ઉપર જ આધાર રાખે છે. બાહ્ય અને આધ્યાત્મિક એ બે પાસાઓ પ્રમાણે પ્રતીત્યસમુત્પાદનિયમના પણ બાહ્ય અને આધ્યાત્મિક એ બે પ્રકાર છે. હવે કહેવાતા જીવના ઘટકો ક્યા ક્યા છે? પૃથક્કરણ કરી આપણે જોઈએ તો મુખ્ય બે ઘટકે નામ અને રૂપ છે. આ બે શબ્દોને સામાન્ય રીતે અંગ્રેજીમાં અનુવાદ અનુક્રમે “name” (નામ) અને “form” (= આકાર =ઘાટ) એવો કરવામાં આવે છે, જે બરાબર નથી. એ વાત ખરી કે ઉપનિષદમાં આ બે શબ્દોનો ઉપર કહ્યો તે અર્થ છેv૮ પરંતુ બૌદ્ધ સાહિત્યમાં તેમને અર્થ સાવ જુદે છે. નામને મુખ્ય અર્થ આપણે ચિત્ત, મન, વિજ્ઞાન (Consciousness) સમજવાન અને ગૌણ અર્થ ચૈતસિક ધર્મો (mentals) અર્થાત્ લાગણી (= વેદના), પ્રત્યક્ષ (= સંજ્ઞા) સંસ્કાર (= coefficients of consciousness) સમજવાન. ચિત્ત અને ચૈતસિક ધર્મો પોતાના વિષય તરફ ઢળતા–નમતા હોઈ તેમને “નામ” એવું નામ આપ્યું છે. રૂપ શબ્દનો ૪૮. ઉદાહરણથ, છાન્દો, ૬.૩.૨-૩; ૭.૧૪.૧ ૪૯. સોધિનોની પાલિ ટૅફસ્ટ સે, પૃ૦ ૧૩૫ઃ નમતીતિ નામ; વિદ્ધિમા, Simon [અનુસંધાન પૃ૦ ૫૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના અર્થ છે “જે બાધા પામે છે તે” ( = ઘા ) અને “બાપા પામવું ”માં પરિવર્તનનો અર્થ ગર્ભિત છે. આથી જે ટાઢ, તાપ વગેરે કારણોને લીધે પરિવર્તન પામે છે તે રૂપ છે. બીજાઓને મતે જે પ્રતિઘાત પામે છે તે રૂપ કહેવાય છે.• આથી નામ અને રૂપ એ બે શબ્દોનો અંગ્રેજીમાં અનુવાદ “mind અને “matter” થઈ શકે. “mind ને બદલે “spirit” શબ્દ પણ વાપરી શકાય. આમ કહેવાતા જીવ એ આ બે—નામ અને રૂપ–સિવાય, બીજા શબ્દોમાં, પાંચ રકો સિવાય બીજું કંઈ નથી. - અંકુર વગેરેની જેમ આ સ્કન્ધોને પણ પિતાનાં મુખ્ય અને સહકારી કારણો હોવાં જ જોઈએ, તેમના વિના તેમનું અસ્તિત્વ કોઈ પણ રીતે શક્ય નથી. ટૂંકમાં, તેમનું મુખ્ય કારણ અવિદ્યા છે; અવિદ્યામાંથી મન, વચન, કાયાનાં સારાં અને માઠાં કર્મો કે બીજા કહે છે તેમ આસક્તિ, દ્વેષ અને મિોહ (સંસ્કારે) ઉદ્દભવે છે; તેમનામાંથી વિજ્ઞાન જન્મે છે અને તેમાંથી કમે મૃત્યુ સુધી દ્વાદશાંગ નિદાનમાં છે તે પ્રમાણે વેદના, શોક, દુઃખ, ઉદ્વેગ અને નિરાશા જન્મે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને વિજ્ઞાન–આ છ ત સહકારી કારણો છે. દરેકને પિતાનું વિશિષ્ટ કાર્ય છે, જેમ કે શરીરનું કાઠિન્ય પૃથ્વી તત્ત્વને લઈને જ છે. જળતત્વનું કાર્ય શરીરને બરાબર બાંધવાનું અનુસંધાન પૃ. ૫૭થી ] Hewavitarane Bequest, ૧૯૨૦, પૃ. ૩૯૪ : નમનgi નામું સંપૂયોરારસં; પૃ૦ ૪૧૯ : મારમેળામમુર્વ નમનતો | પરંતુ જુઓ મધ્યવૃ૦, પૃ. ૫૩૪ : તત્ર - क्लेशाविद्धं तस्मिन् तस्मिन्नुपपत्त्यायतने नामयतीति नाम, संज्ञावशेन वार्थेषु नामयतीति । આનો અર્થ છે : “જે કમ અને કલેશથી ફંગોળાયેલ હોઈને પોતાની જાતને જુદા જુદા જન્મનાં સ્થળોએ વાળે છે તે નામ. અથવા, પ્રત્યક્ષ દ્વારા જે પિતાની જાતને વિષયો તરફ વાળે છે તે નામ.” ૫૦. સંનિ . ૩, પૃ. ૮૬; અભિ કે ૦, ૧, પૃ. ૨૪. અહીં નોંધ કરીએ. બે ધાતુઓ છેઃ ૧) V * (૧૦ ગણ), પથતિ. આના ઉપરથી જે શબ્દ બને છે તેનો અર્થ ‘આકાર, ઘાટ, રંગ, સુંદરતા’ થાય છે. (૨) N[ (થો ગણ), ત, સખત દદ થવું, દુઃખ થવું.” આ ધાતુ વૈદિક અને પાલિ સાહિત્યમાં વપરાયો છે. ગતિનું પાલિમાં છપ્પત થાય છે. એને સંબંધ – સુન્ ધાતુ સાથે છે. આ V[ ઉપરથી રોષ (“હેરાન-પરેશાન કરતું, દુઃખ કરતું'), રોપા (“શારીરિક દુ:ખજનક') બને છે. રૂપ અને અર્થની બાબતમાં આ બે ધાતુઓમાં ગેટાળો થયો છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંકેત છે. તેજતત્ત્વનું કાર્ય ખોરાક અને પાણીને બરાબર પચાવવાનું છે. અને આમ બીજાં તત્ત્વ વિશે પણ સમજવું. હવે, પૂર્વે જણાવ્યા પ્રમાણે, નથી તો અવિદ્યા વિચારતી કે “હું મન, વચન, કાયાનાં કર્મોને જન્મ આપું છું” કે નથી વિચારતાં કર્મો કે “અમને અવિદ્યાએ ઉત્પન કરેલાં છે.” આ જ રીતે નથી તો આ બધાં સહકારી કારણો વિચારતાં કે શરીરના અમુક કાર્યોના જનક પિતે છે કે નથી તો શરીર પોતે વિચારતું કે “તે તે કાર્યો તે તે કારણએ કરેલાં છે. તેમ છતાં, જ્યારે પૃથ્વીતત્ત્વ વગેરે સહકારી કારણે સમગ્ર, અખંડ હોય છે ત્યારે તેમના સગમાંથી શરીર અસ્તિત્વમાં આવે છે. અહીં શરીરમાં રહેલું પૃથ્વીતત્ત્વ નથી આત્મા, નથી જીવ, નથી પુરુષ, નથી સ્ત્રી કે નથી નપુંસક; અને નથી હું, નથી મારું કે નથી કોઈનું. આ જ પ્રમાણે, જળ, તેજ, વાયુ, આકાશ અને વિજ્ઞાન- તને વિશે કહેવાય. આમ, જીવ વિશેના બધા જ પ્રશ્નોને ખુલાસે પ્રતીત્યસમુત્પાદના નિયમથી થઈ જાય છે અને આત્માને વચ્ચે આવવાનો કોઈ અવકાશ રહેતો નથી. ભગવાને પિતાના શિષ્યોને કહેલા નીચેના શબ્દો મને અહીં ટાંકવા દોઃ હે ભિખુઓ ! કર્મ છે અને તેનું ફળ છે; પરંતુ આ સ્કન્ધોને તજી નવા સ્કો ધારણ કરનારે કોઈ કારક, કર્તા નથી–સિવાય ધર્મસંકેત.૫૧ અને આ ધર્મર કે તે આ છે તે હોતાં આ થાય છે, તે ઉત્પન્ન થતાં આ ઉત્પન્ન થાય છે.પર અને આ સંબંધે પાલિ સાહિત્યના મહાન ટીકાકાર બુદ્ધઘોષ પિતાના વિશુદ્ધિમગ્ગમાં (પૃ. ૫૧૩) પોતે જે દર્શનશાખાનું પ્રતિનિધિત્વ કરે છે તેના અતિમ નિર્ણિયને મૂર્ત કરતો નીચેનો લોક ટાંકે છેઃ ૫૧. શેરબસ્કી પિતાના “સેન્ટ્રલ કન્સેશન એવું બુદ્ધિઝમ માં (૧૯૨૩, પૃ. ૨૮) આ પારિભાષિક શબ્દને અંગ્રેજી અનુવાદ “Theory of Elements” એવો કરે છે. પુસાંએ બતાવ્યું છે તેમ જ અભિધમકોશ' (કોશસ્થાન, ૯) ઉપરની યશમિત્રની વ્યાખ્યા (પૃ. ૨૬ ) અનુસાર આ ધર્મસંકેત શબ્દનો અર્થ પ્રતીત્યસમુત્પાદલક્ષણ છે અને સંકેતનો અર્થ હેતુફલવ્યવસ્થા (કોશસ્થાન ૩, પૃ. ૧૮) છે. સંકેત શબ્દનો શબ્દશઃ અંગ્રેજી અનુવાદ convention (=રૂઢિ) થાય છે. ५२. इति हि भिक्षवोऽस्ति कर्म अस्ति फलम् , कारकस्तु नोपलभ्यते य इमान् स्कन्धान् विजहाति अन्यांश्च स्कन्धान् उपादत्ते अन्यत्र धर्मसंकेतात् । अत्रायं धर्मसंकेतो यदस्मिन् सति इदं भवत्यस्योत्पादाद् इदमुत्पद्यत इति । [ અનુસંધાન પૃ. ૬૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના दुक्खं एव हि न च कोचि दुक्खितो कारको न, किरिया च विज्जति । अत्थि निव्वुति, न निव्वुतो पुमा मग्गं अत्थि, गमको न विज्जति ।। માત્ર દુઃખ જ છે, પણ તેનાથી દુઃખિત થનાર કોઈ નથી. ક્રિયા છે, પણ ક્રિયાનો કારક (કર્તા) નથી. નિર્વાણ છે, પણ નિર્વાણને પામનાર કોઈ પુરુષ નથી. માર્ગ છે, પણ માર્ગે જનાર કેઈ નથી.” હવે જે બીજી દલીલ હું આપવા માગું છું તે છે ક્ષણિકવાદ સામેના વાંધાને દૂર કરવા બાબતની. આ વાંધા અનુસાર ક્ષણિકવાદમાં સમનત્તર બે ક્ષણોએ એક માણસમાં અભેદ નથી, જ્યારે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા વગેરે માટે તો, આગળ જણાવી ગયા તે પ્રમાણે, અભેદ અત્યન્ત આવશ્યક છે. વિરોધીઓનો આ મહાગ્રહ માત્ર તેમની એ કલ્પના ઉપર જ આધાર રાખે છે કે અનન્તર ક્ષણો એકબીજથી તદ્દન ભિન્ન છે. પરંતુ હકીકત એ નથી. બૌદ્ધો કહેશે કે તે ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી (નમઃ , વચાનભ્ય:). આ મુદ્દાને પૂરેપૂરો સ્પષ્ટ કરવા માટે મિલિન્દપ-હમાંથી (૨.૨, પૃ. ૪૦) નીચેની કંડિકા મારે ઉઠ્ઠત કરવી જોઈએ. રાજાએ પૂછ્યું, “હે નાગસેન, જે જન્મે છે, તે તેનો તે જ રહે છે કે અન્ય બની જાય છે? ૫૩ “એને એ જ પણ નહિ કે અન્ય પણ નહિ.” મને એક દષ્ટાન્ત આપો.” એક વાર તમે જમીન પર ચત્તાપાટ સૂતેલ બાળક હતા. શું મોટા થયેલા તમે તે બાળક જ છે? હે રાજા, તમને શું લાગે છે? ના. તે બાળક એક હતું, હું બીજે છું.” જે તમે તે બાળક નથી, તો તેમાંથી એ ફલિત થશે કે તમને નથી માતા, નથી પિતા, અરે ! ના, એટલું જ નહિ, તમને ગુરુ પણ નથી. હે અનુસંધાન પૃ૦ ૫૯ થી ] અગત્યના નહિ એવા નજીવા ફેરફાર સાથે આ કંડિકા નીચેના ગ્રન્થોમાં ઉદ્ધત થયેલી છે : બોધિ ૦૫૦, પૃ. ૪૭૪; મહાયાનસૂત્રાલંકાર, ૧૮.૧૦૧; તત્ત્વસં૦૫૦, પૃ. ૧૧, ૧૭૩. જુઓ મધ્યવૃ૦, પૃ. ૯; અભિ કે, પ-ર૭. ५३. यो उप्पज्जति सो एव सो उदाहु अऊोति । Page #70 -------------------------------------------------------------------------- ________________ અન્ય નથી કે અનન્ય નથી ૬૧ મહાન રાજા, શુ` પ્રથમાવસ્થાના ગર્ભની માતાથી દ્વિતીય, તૃતીય કે ચતુર્થાવસ્થાના ગર્ભની માતા જુદી છે? શું બાળકની માતા અને મોટા માણસની માતા એ અલગ વ્યક્તિએ છે? શું ભણવા માટે નિશાળે જનાર જ્યારે ભણી ઊતરે છે ત્યારે બીજી વ્યક્તિ બની જાય છે? શુ' જે ગુના કરે છે તે અને હાથ-પગ કાપી નાખવાની શિક્ષા થાય છે તે એ જુદી વ્યક્તિએ છે?’ • બિલકુલ નહિ. પરંતુ હું ભઇન્ત ! આના જવાબ આપ શે। આપશે ?’ _ સ્થવિરે કહ્યું, ‘મારે કહેવુ જોઈ એ કે અત્યારે આ મેટા થયેલા હું તે જ વ્યક્તિ છું જે વ્યક્તિ હુ જમીન પર ચત્તોપાટ સૂતેલા સુકુમાર નાજુક બાળક હતા, કેમ કે આ બધી અવસ્થાએ આ શરીર દ્વારા એક વ્યક્તિમાં જ સમાયેલી છે.’ મને એક દૃષ્ટાન્ત આપેા.’ હે રાજા, ધારા કે એક માણસ એક દીવા પેટાવે છે. શું તે દીવા આખીય રાત મળતા રહેશે?” હા, એમ અને.’ 6 હવે, હે રાજા, રાત્રિના પ્રથમ પ્રહરે જે જ્યાત મળે છે તે જ જ્યાત શું રાત્રિના બીજા પ્રહરે મળે છે?' 'all.' અથવા, બીજા પ્રહરે જે જ્યાત અળે છે તેનાથી ભિન્ન ચૈાત શુ ત્રીજા પ્રહરે બળે છે? ‘ ના.’ તા, શું પ્રથમ પ્રહરના દીવા, દ્વિતીય પ્રહરના દીવા અને તૃતીય પ્રહરના દીવા એ ત્રણેય જુદા જુદા છે ? ’ ના. એક જ દીવાને આધારે તે ( ચૈાત ) આખીય રાત અન્યા કરે છે.’૫૪ આ જ રીતે સહત ધર્માંની સંતતિ દ્વારા એક અસ્તિત્વમાં આવે છે અને બીજો નાશ પામે છે; અને તેમની કડી, અનુસ ધાન જાણે એક જ ૫૪. તું ચૈવ નિસ્સાય સમ્બત્તિ વીવિતો | Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ બૌદ્ધધ દર્શનની પાયાની વિભાવના કાળે છે. વિજ્ઞાનની અન્તિમ ક્ષણે તે નથી તેા એને એ જ, કે નથી તા અન્ય,’૧૫ તે જ ગ્રન્થમાંથી ( ૨.૨.૬, પૃ૦ ૪૬ ) બીજો કેટલાક ભાગ મને આપવા દે : મહારાજાએ પૂછ્યું, ‘હું નાગસેન, પુનઃ જન્મે છે કેાણુ ?' " નામ અને રૂપ પુનઃ જન્મે છે.’ ‘શું આ નામ અને રૂપ પુનઃ જન્મે છે ?' ‘ના; પરંતુ આ નામ-રૂપ દ્વારા સુકર્મ અને કુકમ થાય છે અને આ કર્મ દ્વારા ખીજું નામ-રૂપ નવા જન્મમાં ઉત્ત્પન્ન થાય છે.' * • હે ભદ્દન્ત ! જો એમ હોય તો શું મનુષ્ય દુષ્કર્મોમાંથી મુક્ત ન થાય ? ’ 6 થાય, જો તે પુનઃ જન્મે નહિ તેા. પરંતુ હું મહારાજ, તે પુનઃ જન્મતા હાવાને કારણે જ દુષ્કર્મોમાંથી મુક્ત થતા નથી.’ મને એક દૃષ્ટાંત આપેા.’ • હું મહારાજ, ધારા કે એક માણસ એક કન્યા સાથે લગ્ન કરે છે, તેને લગ્નભેટ (સુક, શુલ્ક) આપે છે અને પછી જતા રહે છે. વખત જતાં તે પૂરેપૂરી ઉંમરલાયક થાય છે; અને ત્યારે બીજો માણસ આવે છે, તેની સાથે લગ્ન કરે છે અને તેને લગ્નભેટ આપે છે. જ્યારે પેલા માણસ પાછા આવે છે ત્યારે તે બીજા માણસને કહે છે, ‘અરે એય, તું મારી પત્નીને કેમ ઉઠાવી ગયા છે ? ' બીજે જવાબ આપે છે, ‘ હું જેને ઉઠાવી ગયા છું તે તારી પત્ની નથી. તે' જેની સાથે લગ્ન કર્યાં હતાં અને જેને લગ્નભેટ આપી હતી તે તા નાની છેકરી હતી, સાવ ખળક હતી, જ્યારે મે' જેની સાથે લગ્ન કર્યા છે અને જેને લગ્નભેટ આપી છે તે તે પૂરેપૂરી ઉંમરલાયક સ્ત્રી છે; અને જુદી વ્યક્તિઓ છે.” હવે આ રીતે ઝઘડતા તે બન્ને, હે મહારાજ ! જો તમારી પાસે એ બાબતને ન્યાય કરાવવા આવે તે તમે કેાની તરફેણમાં નિણૅય કરો ? ’ • પ્રથમ માણસની તરફેણમાં. ‘પણ શા માટે ?’ ५ एवमेव खो महाराज धम्मसन्तति सन्दहति अञ्ञो उपजति अञ्ञो निरुज्झति, अपु अरिमं विय संदहति, तेन न च सो न अञो पच्छिमविज्ञाणसंगहं गच्छति । Page #72 -------------------------------------------------------------------------- ________________ કામક્ષય અને નિર્વાણ · કેમ કે ખીજો માણસ ગમે તે કહે છતાં, તે સ્ત્રી કન્યામાંથી જ વિકાસ પામી માટી થયેલી છે.’ ૬૩ ‘હે મહારાજ, ખરાબર આ રીતે જ મૃત્યુ વખતે અંત પામનાર નામરૂપ એક છે અને ફરી જન્મનાર ખીજા છે. પરંતુ આ ખીજા નામ-રૂપ પહેલામાંથી જ નીપજ્યાં છે. આથી તે માણસ પેાતાના દુષ્કર્મોથી મુક્ત નથી,’ આ વ્યાખ્યાનના મર્યાદિત ક્ષેત્રમાં અને તેટલી વિશદ રીતે મે’ કા - કારણભાવવ્યવસ્થાને અને ધર્માંસંતતિને સમજાવી છે. આમ હું આશા રાખું છું કે ઉપર જે કંઈ કહ્યું છે તેનાથી એ સ્પષ્ટ થઈ ચૂકયુ છે કે જગતમાં કાર્ય કારણભાવવ્યવસ્થા અને ધર્માંસંતતિનું અસ્તિત્વ એવુ કંઈ જ રહી જતું નથી જેના ખુલાસા કરવા આત્માને વચ્ચે લાવવેા પડે. હેાઈ ને આમ આત્મભાવના અને આત્મીયભાવના ઉચ્છેદ કરી ભગવાન બુદ્ધે કામનાં મૂળમાં જ ઘા કર્યા—જે કામને ચેાગ્ય રીતે જ માર તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જેનેા ક્ષય કર્યા વિના કાઈ પણ વ્યક્તિ નિર્વાણ પામવાની આશા કરી શકે નહિ. Page #73 -------------------------------------------------------------------------- ________________ Page #74 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ ૧૬ આચાય પાદ ( = નાગાર્જુન) ૪૭ આનન્દ ૧૧, ૨૯ આ દેવ ૭ ઉદ્યોતકર ૧૫ કપિલ છ કાલામ કાલિદાસ ૩૭ કૃષ્ણરવ, ઉપાધ્યાય ૭ કાર્ડિયર (Cordier) છ ગુણરત્ન ૪૭ ચન્દ્રકીતિ ૧૨, ૧૪, ૨૪, ૪૭, ૧૩ ચાઈલ્ડ ( Childers) ૫૧ તથાગત ૭, ૮, ૧૦, ૨૪ તીથંકર દુ તુચ્ચી, જી. ૨૦ ધર્મ પ્રત્ત, ભિક્ષુ છ દિવાકર ૫૪ નચિકેતસ્ ૩૫ નરહિર ૫૩ નાગસેન ૧૧, ૫૪ વિશેષનામસૂચિ નાગાર્જુન ૧૪, ૨૦, ૨૨, ૪૬, ૪૭, ૧૩ પટેલ, પ્રભુભાઈ ૨૦, ૪૧ પાર્વતી ૩૭ પાલિ ૧૬ પુસમાં ૫૯ પૈશાચી ૧૬ પ્રહ્લાદ ૩૯ પ્રાકૃત ૧૬ બાગચી, પ્રમાધ ચંદ્ર, ડા. ૨૭ બાદરાયણ ૨૮ ~~ બાબ્વે ૧૩ બાષ્કલિન ૧૩ યુદ્ધ ૧, -૧૧, ૧૪, ૧૬, ૨૯, ૩૦, ૩૨, ૩૫, ૩૭, ૩૮, ૪૨-૪૪, ૨૬, ૪૯, ૫૪, ૫૫ મુદ્યેાષ ૮, પ એન્ડલ (Bendall) ૫૩ એધિસત્ત્વ ૭, ૧૮ બ્રહ્મયાન ૧૭, ૨૦ ભક્તિમાગી ૩૯ ભક્તિવાદ ૨ ભટ્ટાચાય, વિ. ૫૦ મનુ ૩૪ મયાન ૧૭ મહાયાન ૧૭, ૨૦, ૨૧, ૨૮ મહાવીર દ માતૃચેટ ૪૭ માધવાચાય ૧૭ માલુ કપુત્ત ૮, ૧૦ મિલિન્દ પ૪, સૂર (Muir) ૩૪ મૈત્રેયી ૪૩ યમ ૩૫ યશેામિત્ર પ યાજ્ઞવલ્ક ૪૩ યાજ્ઞિક ૧, ૩, ૪ યેાગાચાર ૨૦, ૪૯ રાઉઝ (Rouse) ૫૩ રાડર (Rahder) ૨૧, ૪૯ લેવી (Levi) ૪૯ વયાન ૧૭, ૨૫, ૨૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ }} વસુબંધુ ૧ વિજ્ઞાનભિક્ષુ ૧૫ વિજ્ઞાનવાદી ૪૯ વિશાખા ૪૪ વેદાન્તી ૨-૪, ૧૨, ૩૧, ૩૯ વ્યાસ ૧૨, ૩૩ વાહ્લેસર (Walleser) ૫૧ વ્હીટની ( Whitney) ૩૪ શકુન્તલા ૩૭ શકર ૧૩ શાન્તરક્ષિત ૪૮ શાસ્ત્રી, હરપ્રસાદ ૧૬, ૨૭ શિવ ૩૭ બૌદ્ધધ દર્શનની પાયાની વિભાવના શીલાંક ૪૭ શેકી (Stcherbatsky) પ શ્રાવકયાન ૧૭, ૨૦ સરસ્વતી ૧૨ સહજયાન ૨૫, ૨૭ સસ્કૃત ૧૬ સાયણું ૩૩ સાંખ્ય ૫, ૩૦ સુભદ્ર ૧૬ સામા દિ કાર્રાસ (Csoma de Koros) ૭ સ્તેાત્રકાર ૪૭ હરિભદ્ર છ હીનયાન ૧૭, ૨૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનામસૂચિ () ચસ્કૃત–પાલિ અંગુત્તરનિકાવ ૭, ૧૨, ૩૧ ભગવદ્ગીતા ૧, ૬, ૧૩, ૩૧, ૩૨, અચિત્યસ્તવ ૯ ૩૬, ૩૮, ૫૩ અથર્વવેદ ૩૩, ૩૪ ભાગવત ૩૯, ૪૦ અયવસંગ્રહ ૧૦ ભજિઝમનિકાય ૮, ૩૧ અભિજ્ઞાનશાકુન્તલ ૩૭ મધ્યમકવૃત્તિ ૯, ૧૪, ૧૫, ૨૪, ૩૧ અભિસમયાલંકારાલેક ૧૨ મધ્યમકાવતાર ૨૧, ૪૭ મધ્યાહ્નવિભાગસૂત્રભાષ્યટીકા ૫૦ અષ્ટ સાહસ્ત્રિકા પ્રજ્ઞાપારમિતા ૫૧ મહાપરિનિબ્બાનસુર ૨૯ * આર્યઅક્ષયમતિસૂત્ર ૨૪ મહાભારત ૩૭ આર્યધર્મસંગીતિસૂત્ર પર મહાવ્યુત્પત્તિ ૧૨ આશ્ચર્યચર્યાય ૪૭ મિલિન્ડપમૂહ ૧૧, ૧૨, ૩૧, ૫૪, ૬૦ ઈતિવૃત્તક ૩૭ મુંડકોપનિષદ્ ૨ ઈશે પનિષ૬ ૪, ૩૧ મૂલમધ્યમકકારિકા ૯, ૧૪, ૨૨, ૨૪, ૩૧ ઉદાન ૪૪ યોગસૂત્ર ૧૨, ૧૫ કઠોપનિષદ્ ૧૩, ૩૪, ૩૫ રામાયણ ૩૭ કેનેપનિષદ્ ૩, ૧૨ લંકાવતારસૂત્ર ૧૦, ૧૨, ૧૪, ૧૭, ૧૯, છોગ્યોપનિષદ્ ૨, ૩, ૩૮ ૨૩, ૨૫. તૈત્તિરીય બ્રાહ્મણ ૩૩ લધુકાલચતંત્રરાજ ૧૬ તૈત્તિરીયોપનિષદ્ ૧૨ લલિતવિસ્તાર ૧૮ ધર્મ સંગ્રહ ૭ વાર્તિક (ન્યાય-) ૧૫ નિરક્તપરિશિષ્ટ ૨૯ વિનયપિટક ૧૬, ૪૪ નિરૌપમ્યસ્તવ ૨૦ વિંશિકા ૪૯ ન્યાયસૂત્ર ૧૫ વિમલપ્રભા ૧૬ બૃહદારણ્યકોપનિષદ્ ૩, ૪, ૨૬ વિષ્ણુપુરાણ ૧૪ બધિચર્યાવતાર પંજિકા વિસદ્ધિમગ ૧૫, ૫૭, ૫૯ સહિત ૧૨, ૧૩, ૩૨ શતપથબ્રાહ્મણ ૨૬ બેધિચિત્તવિવરણ ૧૯ શતસાહસ્ત્રિકા પ્રજ્ઞા પારમિતા પર બેધિસત્વભૂમિ ૮ શાલિસ્તમ્બસૂત્ર ૩૮ બૌદ્ધ ગાન એ દેહા ૪૭ પહદર્શનસમુચ્ચય ૪૭ બ્રહ્મસૂત્ર ૧૨, ૨૮ સદ્ધપુંડરીક ૧૭, ૨૦, ૨૩, ૨૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવનાં સંયુત્તનિકાય ૮, ૯, ૧૫, ૩૭ સગ્નેહવિદની પ૭ સર્વદર્શનસંગ્રહ ૧૭ સુભાષિતસંગ્રહ ૧૨, ૧૯, ૨૧, ૨૨ સુહેલ્લેખ ૪૬ ‘સૂત્રકૃતાંગસૂત્ર ૪૭ (૪) અન્ય Central Conception of Indian Historical Quarterly Buddhism, The, 46 ૨૪, ૨૭ Descriptive Catalogue of Sacred Books of the East af Skt. Mss. in the Govt. Tanjur ૭ Collection Vol. I, ૧૬, ૨૭ Ye śes sõin po kun las Grammar of the Tibetan btus pa v Language, A, ૭ Zeitschrift der Deutschen Journal of the Pali Text Morgenlandischen Society, ૪૬ Gesellschaft પર Page #78 -------------------------------------------------------------------------- ________________ અકૃતાગમ ૧૫ અકૃત્રિમ ૫૦ અક્ષર ૧૩ અગ્નિ ૩૪ અજ્ઞાન ૮ અનિત્ય ૫૪ અનુત્પાદ પ૧ અનુશય ૨૫ અવિકારતા ૫૦ અવિદ્યા ૪, ૨૫, ૩૨, ૩૭, ૩૮ અસક ૪૪ અસ્મિઞાન ૨૫ અહંકાર ૪૭, ૪૮ અહેતુક પ આયરિયમુદ્ધિ ૧૧ આચાર્ય મુષ્ટિ ૧૧ આત્મા ૨-૫, ૮, ૧૩, ૨૨, ૩૮, ૩૯, ૪૨-૪૬, ૪૮, ૧૩-૧૫, ૧૯ આત્માત્મીયભાવ પર-પ૩ આત્મીયભાવ પર, ૧૩, ૬૩ આધ્યાત્મિક ૨૫, ૫૭ આનન્ત ૨૫ આનંદમય ૫૪ આભિપ્રાયિક ૨૪ આયુર્વેદશાસ્ત્ર ૧૮ આરાગ્ય ૧૫ આરાપિત ૫૦ આ ૨૯ ઈશ્વરકૃત પટ્ટ ઉચ્છેદ ૫૭ સંસ્કૃતપાલિશબ્દસૂચિ ઉપાદાન ૫૩ ઉપાયકૌશલ્ય ૧૯ ઋષિ ૨૯ એકાંશવ્યાકરણીય ૧૧ કમાયાદ ૩૧ કમ્મપરિસરણ ૩૧ કયાનિ ૩૧ કમ્મસક ૩૧ કમ ૧, ૩, ૪, ૬, ૩૧, ૩૨, ૫૫ કામ ૩૩, ૩૪, ૩૫, ૩૬, ૨૭, ૪૦, ૪૧ કામક્ષય ૩ કાર્ય કારણભાવ પપ કાલપરિણામ પ૬ કૃતનાશ પ કલેશ ૧૧, ૪૧ કલાવરણ ૪૯ ક્ષણિક ૫૫ ગન્ધવ નગર ૨૨ ગાથા ૨૫ ગુણવાદ ૨૬ ચતુષ્કોટિવિનિમુક્ત ૧૪ જીવ ૪૮ નેય ૪૯ જ્ઞેયાવરણ ૪૯ તથતા ૪૯, ૫૦ તથાભાવ ૫૦ તીથિંક ૪૯ તૃષ્ણા ૨૫, ૨૬, ૩૩ દાનપારમિતા ૩૧, ૩૨ ઘાવાપૃથિવી ૨૬ દ્રવ્યસત્ ૪૪ ધર્મ ૪૮, ૪૯, ૫૦ નન્દિરાગ ર૬ નિત્યવૈરી ૩૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ છંઠ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવની નિર્મમ ૫૩ નિરહંકાર ૫૩ ની વરણું ૨૬ નૈ સ્વાભાવ્ય ૫૦ પરકૃત ૫૬ પરનિરપેક્ષ ૫૦ પરમાર્થ ૧૪, ૨૧ પરોક્ષપ્રિય ૨૬ પુગલસરણ ૭ પુરુષ ૪૮ પુરુષોત્તમ ૧૯ પ્રકૃતિ ક, ૫૦ પ્રકૃતિકૃત ૫૬ પ્રજ્ઞપ્તિસત્ ૪૪ પ્રજ્ઞાપારમિતા ૩૮ પ્રતિપૃચ્છા વ્યાકરણીય ૧૧ પ્રત્યક્ષદેવી ૨૬ પ્રત્યભિજ્ઞા પપ પ્રપંચોપશમ ૫૧ બાલ ૨૨, ૨૩ બાહ્ય ૨૫, ૫૭ બુદ્ધવચન ૨૧, ૨૩ બુદ્ધિ ૩૮ ધિ ૧૪ બ્રહ્મ ૩૪ ભિક્ષાચર્ય ૪ ભૂમાં ૩૮ ભેષજ્ય ૧૫ મદન ૩૭ ભમકાર ૫૧ મહાપાપ ૩૬ મહાશત્રુ ૩૬ મહાશન ૩૬ માનસકમ ૩૧ માર ૩૧, ૩૬, ૬૩ મૃત્યુ ૩૬ મોક્ષ ૫૩ યજ્ઞ ૧, ૨, યુનિસરણ 9 વસ્તુસત ૪૮ વિજ્ઞાન ૨૨, ૨૫, ૪૯ વિદ્યા ૩, ૪, ૩૮ વિભક્તાર્થ ૨૪ વિભજ્યવ્યાકરણીય ૧૧ વિરાગ ૪૫ વિદ્યરાજ ૧૮ શબ્દ ૨૭ શાશ્વતતા ૫૭ શાશ્વતદષ્ટિ ૨૫ શીલવતપરામર્શ ૫૩ શુક ૬૨ સૂત્રગ્રંથ ૨૩, ૨૪ સેતુ ૩ સ્થવિર ૭ સ્થાપનીય ૧૧ સ્મૃતિ ૫૫ સ્વભાવ ૪૮ સ્વયંકૃત ૫૬ સ્વરાજ ૩૮ સ્વરૂપ ૫૦ હાન ૧૫ હા-પાય ૧૫ હેય ૧૫ હે હેતુ ૧૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ અદ્વૈત ૨૮ અનાત્મવાદ ૪૨, પર, ૧૩-૫૫ આત્મગ્રાહ પર આત્મદૃષ્ટિ ૪૯, પર આત્મવાદ પર આત્માત્મીયદૃષ્ટિ પર આત્માભિનિવેશ પર આયતન ૨ દુષ્પ્રત્યયતા પ ઉચ્છેદષ્ટિ ર} ઉચ્છેદવાદ ૯ એક યાન ૨૮ એકાંશવ્યાકરણીય ૧૧ એહિપસ્સિક ૧૫ કુયાગ કર મા ૧ કામ્યકમ ૩૯ ચિત્ત ૨૦, ૨૧, ૨૨, ૩૧, ૩૨, ૪૯ સમભાગી ૧ માત્ર ૩૦ દૃષ્ટિ ૫૩ દેવયાન ૧૭ દેશનાનય ૨૩ દ્રવ્યયન ૩૦ દ્વાદશાંગ નિદાન ૫૮ પારિભાષિકશબ્દસૂચિ દ્વૈત ૨૮ દૈતાદ્વૈત ૨૮ ધમતા ૫૦ ધનરામ્ય ૪૮ ધયાદી ૧૫ ધર્માંશૂન્યતા ૫૦ ધર્મસંકેત ૫૬, ૫૯ સતિ ૬૨, ૩ નમ ૨૩ નામ ૫૭, ૫૮ નિર્વાણુ ૧૫, ૬૩ નીતા ૨૩ નૈયા ૨૩, ૨૪ નૈમિત્તિક ૩૯ રાત્મ્ય ૪૮ પિટક પુદ્ગલનૈરાત્મ્ય ૪૮ પુદ્ગલશૂન્યતા ૫૦ પ્રતિપૃચ્છાવ્યાકરણીય ૧૧ પ્રતીત્યસમુત્પાદ ૪૮, ૫૧, ૫૬ પ્રત્યેકમુયાન ૧૭ લાવતાર ૨૪ માૌવતાર ૨૪ યાન ૧૭, ૨૦ યેાગ ૪, ૩૨ રૂ૫ ૪૪-૪૬, ૫૭-૫૮ વિજ્ઞાન ૪૪ વિજ્ઞાનવાદ ૨૧, ૨૮ વિશિષ્ટાદ્વૈત ૨૮ વેદના ૪૪ શાશ્વતવાદ ૯ શુદ્દાદ્વૈત ૨૮ શૂન્ય ૨૧ શૂન્યતા ૧૨, ૨૨ શૂન્યતાસિદ્ધાન્ત પર શૂન્યવાદ ૨૧, ૨૮ સત્કાયદૃષ્ટિ ૪૮, ૫૧ સર્વાવતાર ૨૧ સન્ધાભાષા ૨૪ સન્ધાભાષિત ૨૪ સન્ધાભાષ્ય ૨૪, ૨૫ સન્યાવચન ૨૪-૨૭ સભ્યસમાધિ ૧૫ સત્તા ૪૪ સંસ્કાર ૪૪ સાન્તિફ્રિક ૧૫ સાંદષ્ટિક ૧૫ સિદ્ધાન્તનય ૨૩ કન્ય ૧૧, ૨૫, ૪૪, ૧૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ અનાત્મ, સામેની દલીલે ૫૫, સામેની દલીલોને ઉત્તર ૫૬-૬૩, –સિદ્ધાન્તથી. થત લાભ ૫૩ અર્થઘટનનું વૈવિધ્ય ૧૭-૨૪ અવિદ્યા ૩૭–૩૮ . આત્મા, અદ્વિતીય ૩૯, તેના અસ્તિત્વની માન્યતા ૨, તેના જ્ઞાનની ખોજ ૩–૪, તેના જ્ઞાનને ઉપાય યોગ ૪. પરમાર્થ ૩૮, પાંચ સ્કોથી ભિન્ન નથી ૪૪– ૪૬, પ્રત્યેને રાગ ૪૨-૪૩, બહાર નથી પણ અંદર છે ૨, તેનું વર્ણન ૧૩, વિરાટ આત્મા સાથે અભેદ ૨, વિશે નાગાર્જુન ૨૩, તેને સાક્ષાત્કાર ૪૩, સેતુ ૨-૩, તેનું સ્વરૂપ ૧૨. આભિપ્રાયિક વચન (સધાભાષા) ૨૪, ઉપનિષદમાં પ્રવેગ ૨૬, ઋદમાં. પ્રગ ર૭, ધમ્મપદમાં પ્રયોગ ૨૫, વજીયાન અને સહજયાનના વિકાસમાં . તેને ફાળો ૨૫ ' આર્યસત્ય, ચાર, તેની સમજુતી ૧૫ ઉચછેદવાદ ૯ કર્મ, બુદ્ધનું અર્થઘટન ૩૧-૧૨, ગીતામાં ૩૨ કામ, અગ્નિ સાથે અભેદ ૩૪, અથર્વ વેદમાં ૩૩-૩૪, વેદમાં ૩૩, કુમારસંભવ અને અભિજ્ઞાનશાકુન્તલમાં ૩૭, તેનાં પરિણામે ૩૪, ૩૬, પુરુષરૂપે કપાયેલ કામ તે માર ૩૫-૩૬, રામાયણ-મહાભારતમાં ૩૭ કામશમન, તેના ઉપાયો ૩૮-૪૪ જીવે, તેનાં બે ઘટકો પ૭–૧૮ તપસ્વીઓ, તેમની વિવિધ તપશ્ચર્યા ૬ તન્ન, તેમાં કામશમનનો ઉપાય ૪૧ ધર્મસંકેત, ઉલ્લેખ અને સમજુતી ૫૯ નય, બે પ્રકાર ૨૩ પ્રતીત્યસમુત્પાદને નિયમ ૫૬-૫૯ પ્રશ્ન, ચાર પ્રકાર ૧૧ બુદ્ધના આવિર્ભવકાળે દેશનિક અને ધાર્મિક વાતાવરણ ૫-૬ ભક્તિ, કામશમનનો ઉપાય ૩૯ મધ્યમાપ્રતિપ૬, બે પ્રકાર, ૯ માધ્યમિક, મત ૧૪, ચિત્ત વિશે ૨૧-૨૨ મૌન, બાધ્વનું ૧૩, બુદ્ધનું ૮-૯, બુદ્ધના મૌનને સમજાવવાના પ્રયત્નો ૧૦, પરમાર્થ ૧૪, વેદાન્તીનું મૌન ૧૨-૧૩ યાન, ઉદ્ભવ અને વિકાસ ૧૬-૧૭, યાનેનું અન્ય ૨૦, યાનને સમન્વય ૨૦-૨૧ યોગ, આત્મસાક્ષાત્કારનો ઉપાય ૪ લેકે (શિષ્યો), પ્રકાર ૧૮ વિજ્ઞાનવાદ ૨૧, ૪૯ વેદ, તેના પ્રામાણ્યમાં શ્રદ્ધા ૫, તેના પ્રામાણ્યનો અસ્વીકાર ૫ શાશ્વતવાદ ૯ શૂન્યવાદ ૨૨-૨૪, ૫૦-૫૩ સમન્વય, વિજ્ઞાનવાદ અને શૂન્યવાદને ૨૨-૨૩ સૂત્ર, બે પ્રકાર ૨૪ સંપ્રદાય, વિવિધ અને તેમના મતે ૫-૬ સાંખ્ય, તેને વૈદિક ક્રિયાકલાપ સામે વિરોધ ૫ કાકા ના *કયા * * * * * 1, * * * * Page #82 -------------------------------------------------------------------------- _